________________ કે નાના - - - - - - 1.1 1nt : નન નનનન કપરા કે જw , wisi છે. જે -6 :-- -- i hu v w ---:::: પ ક | કામ કર ર ર - ; ( સ ) થોડા પણ ગર્વથી ગુણસમુદાય પણ અસાર કરાય છે.” ગુણ હોય કે ગુણસમુદાય હોય તેને નિર્બલ-નિષ્ફળ બનાવનાર કોઈક આચાર કે ભાવ હોય છે. દોષને જન્માવનાર, વધારનાર અમુક પ્રવૃત્તિ અને અમુક ભાવો છે, તે રીતે દોષોનો નાશ કરનાર પણ અમુક પ્રકારની પ્રવૃત્તિ અને અમુક પ્રકારના ભાવો છે. એજ રીતે ગુણોને જન્માવનાર અને વધારનાર પણ પ્રવૃત્તિ અને ભાવો છે તેમ ગુણોને ઘટાડનાર-નાશ કરનાર પણ પ્રવૃત્તિ અને ભાવો છે. | વિનય એ ધર્મનું મૂળ બતાવ્યું છે તેમ વિનય એ ગુણોનું પણ મૂળ છે. વિનય એટલે નમ્રતા. નમ્રતા એટલે કોઈપણ ભૌતિક કે આધ્યાત્મિક શક્તિઓથી બીજા કરતા પોતાની મહત્તા ન આંકવી, ન માનવી, બીજાની હીનતા ન માનવી. જેમ એક પારસમણી કાચની ડબ્બીમાં છે, એક કપડાના ટુકડામાં બાંધ્યો છે, બંનેની કિંમતમાં કંઈ ફેર નથી પડતો તેમ શુદ્ધ અને સિદ્ધ સ્વરૂપી અનંત શક્તિના માલિક આત્મા બધા સરખા છે તેમાં વર્તમાન પરિસ્થિતિમાં સામાન્ય ફેરફારથી પોતાની વડાઈ માનવી તે ગર્વ છે. બીજાનો તિરસ્કાર તે એનું ફળ છે. નમ્રતાથી આત્મા ગુણોને યોગ્ય બને છે, પોતાની બડાઈ ન મારતા ન્યૂનતા દેખાય છે, અને એ ન્યૂનતાને કાઢવાના ઉપાયોને આચરે છે અને ક્રમશઃ ગુણો પામતો જાય છે. જે વ્યક્તિ પોતાની ઔદયિક ભાવની કે ક્ષયોપશમ ભાવની જે શક્તિ છે તેની ચડાઈ કરે, એનાથી પોતાની મહત્તા આંકે, બીજાને હીન દષ્ટિથી, તુચ્છ દૃષ્ટિથી, તિરસ્કાર દૃષ્ટિથી, અપમાન દષ્ટિથી જુવે તેની તે શક્તિ નાશ પામે અને વિપરીત અવસ્થા ઊભી થાય. રૂપના ગર્વથી રૂપ નાશ પામે, શક્તિના ગર્વથી શક્તિ નાશ પામે, ઐશ્વર્યના ગર્વથી ઐશ્વર્ય નાશ પામે, કુલના ગર્વથી હીનકુલ મળે, ઉત્તમ ગોત્ર-જાતિના ગર્વથી હીન ગોત્ર-જાતિ મળે, જ્ઞાનના મદથી જ્ઞાનહીન થાય, બુદ્ધિના ગર્વથી મૂર્ખ પાકે. અહીં જ્ઞાનથી શ્રુતજ્ઞાન લેવું અને બુદ્ધિથી છ agવછ/૧૧૧ | gg gg