________________ (न हु सुज्झइ ससल्लो આલોચન એ ૩ર યોગસંગ્રહમાંથી પહેલો ભેદ છે. આલોચન શબ્દ અનેક અર્થમાં વપરાય છે. પ્રથમ અર્થ-વિચારણા કરવી. બીજો અર્થ-કાર્ય પૂર્વે પૂછવું, કાર્ય પછી હકીકતનું ગુરુને કહેવું. ત્રીજા અર્થમાં ગુરુને દોષોનું કહેવું. (1) દરેક કાર્યોનો અનેક રીતે-ચારે બાજુથી લાભ-નુકસાનથી વિચાર કરવો. આ વિચારણા જો વાસ્તવિક થાય તો ઘણા પાપો, પોતાના અને પોતાના દ્વારા બીજાને થતા ઘણા નુકસાનો અટકી જાય છે. આ વિચારણા જ્ઞાનપૂર્વકની, રાગષના વલણ વગરની વિવેકયુક્ત હોવી જોઈએ. કોઈપણ વિચારણામાં જો જ્ઞાનાભાવ કે વિપરીત જ્ઞાન ભળે તો વાસ્તવિક વિચારણા ન થવાથી જીવ પાપ અને નુકસાનમાં ઉતરે છે. દરેક પ્રવૃત્તિમાં જીવન પદ્ધતિમાં વિચારણા કરવાથી શું છોડવું, શું આચરવું તે નક્કી થાય છે. માટે દરેક સ્થળે મોટા ભાગે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની વિચારણા કરવાની બતાવી છે.જેમ દરિદ્ર માણસો વચ્ચે વિશેષ આડંબર-ભપકો-મોજશોખ એ લોકોને દ્વેષ-ઈર્ષા ઉત્પન્ન કરે. માટે અતિ શ્રીમંત માણસે પણ આવી પરિસ્થિતિમાં આડંબર, ભપકો, મોજશોખ ઓછા કરવા જોઈએ. નહિતર બીજાની ઈર્ષા દ્વારા પોતાના ખૂન સુધીના નુકસાન વેઠવા પડે. એ જ રીતે સામાની મહત્વની મોટી ભૂલમાં પણ જો આપણે આવેશમાંક્રોધમાં આવીને વર્તીએ તો તેનાથી સામે લાભ થાય અથવા ન પણ થાય; પરંતુ તે વખતે જો નરકાયું બંધાઈ જાય તો આપણને દુર્ગતિનું જે નુકસાન થાય તે અબજો રૂપિયાના નુકસાન કરતા મોટું છે. ઉતાવળીયા માણસો ઉતાવળથી ક્યારેક કામની સફળતા પામે છે, પણ મોટે ભાગે વિશેષ નુકસાનમાં ઉતરે છે. જીવનના દરેક વ્યવહારોમાં વિચાર કરવો કે આમાં લાભ કેટલો? આનાથી નુકસાન કેટલું? આના વિના લાભ કેટલો? આના વિના નુકસાન કેટલું? આ કggggg૧૧૪ કપyપછgge