________________ અહંકારમાંથી મુક્ત કરે છે. હું અજ્ઞાન છું-છદ્મસ્થ છું-ભૂલ થવાની શક્યતાવાળો છું તેથી મારી બધી વૃત્તિ અને પ્રવૃત્તિ બીજા યોગ્યને જણાવવી જરૂરી-અનિવાર્ય છે. એવા ભાવવાળા સાચું-સર્વ કથન કરે. આવા ભાવ વિનાનું જે કથન તે જરૂરી, અલ્પ અને સામાને વિશ્વાસ પમાડવા પૂરતું અથવા ગતાનુગતિક હોય. તેથી પોતાના જીવનના બધા પાસામાં બીજા યોગ્ય-દીર્ઘદ્રષ્ટા-સાચો માર્ગ બતાવતા ગુરુ કે ગુરુતુલ્ય વડીલ [ક્યારેક તેવા સંયોગોમાં વડીલના અભાવે પર્યાયમાં સમાન અથવા નાના પણ] ગીતાર્થ (બુદ્ધિશાળી) ગંભીરને સાક્ષી બનાવવાનું, પૂછવાનું, જણાવવાનું બતાવવાનું રાખવું. આ આલોચન એટલે જીવન વ્યવહારનું કથન, પૃચ્છા, નિર્દેશ અનુસાર વર્તન. તે કરવાથી જીવ આરાધનાના યોગોને મેળવે છે. જેને વડીલ નથી, ગુરુ નથી, કલ્યાણમિત્ર નથી, બીજાને જણાવવાનું કે પૂછવાનું નથી, ગીતાર્થની નિશ્રા નથી, સ્વયં ગીતાર્થ હોવા છતાં બીજા ગીતાર્થના સહયોગ કે સહકાર નથી, તે આ યોગની વિરાધના કરે છે. પોતાના વડીલો કે મિત્રો કે ઓળખીતા મળે ત્યારે એક બીજા પોતાના જીવન વ્યવહારની, પર્યટનની, અનુભવોની ભેગા મળીને વાતો જણાવે, દેશદેશના રિવાજો, પદ્ધતિઓ અને એમાં પોતાને લાભ-નુકસાન વગેરેની પ્રક્રિયા વગેરે જણાવે. જેમ એક વિષયના અનેક નિષ્ણાતો ભેગા થઈને તે વિષયોના અનુભવો અને વિચારણા કરે, તેમ આ વિચારણાને શાસ્ત્રીય પરિભાષામાં વિહાર આલોચના કહેવાય છે. જેમાં ડોકટરોની, વૈદ્યોની, વકીલોની, વેપારીઓની કોન્ફરન્સ ભેગી થાય છે તેવી રીતે યોગ્ય વ્યક્તિ યોગ્ય વ્યક્તિઓ પાસે અનુભવ મેળવવા, ભૂલો સુધારવા, ભૂલોને સમજવા જે નિખાલસતાથી વાતો કરે, તેને અનુભવેલી વાતોરૂપે આલોચના બતાવાઈ છે. . (3) ત્રીજા નંબરની આલોચનામાં પોતાના દોષો પશ્ચાત્તાપ સાથે ફરી ન કરવા પડે તે પરિણામપૂર્વક જે પરિસ્થિતિમાં જે ભાવથી આચર્યા હોય તે જણાવવાપૂર્વક ગુરુ જે તપ વગેરે આપે કે કહે, તે રીતે દોષના નાશ માટે કરી આપવું, કારણ કે દોષસેવનથી આત્મા ઉપર બંધાયેલ કર્મ પશ્ચાત્તાપ આલોચન અને પ્રાયશ્ચિત્ત આચરવાથી નાશ પામે છે. સાથે બીજા પણ અનેક કર્મો નાશ પામે છે. આ આલોચનાની વિશેષતા એ છે કે લોક વ્યવહારમાં ડોકટર વગેરે જીણા જીણા પણ 117]gggggggg