________________ દ્વારા બીજાને આજ્ઞા બતાવવા, પળાવવા વગેરેમાં બીજા તો આજ્ઞામય બને જ છે, જાતે પણ આજ્ઞામય બનાય છે. માટે એ સ્વના પણ મોહવિષનો નાશ કરે છે. 4) અશક્ય આચારો-અશક્ય પરિસ્થિતિઓમાં પણ શક્ય આચરણનું લક્ષ્યબિન્દુ રાખીને જે નથી પળાતું, નથી કરાતું તેમાં પશ્ચાત્તાપ કરવો, પોતાના દોષોનું સદ્ગુરુને કથન કરવું, પાળનાર પ્રત્યે અહોભાવ, સેવા કરવી વગેરે પણ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ કરવા દ્વારા મોહ વિષનો નાશ કરતા જાય છે. અહીં એક વાત સમજવી કે મોક્ષની પ્રાપ્તિના કારણભૂત આરાધનાના યોગો અસંખ્ય છે - જેવી રીતે જિનનામકર્મ નિકાચના કરનાર કોઈ એક સ્થાનક આરાધે, કોઈ બે આરાધે, કોઈ બધા (20 સ્થાનકો પણ આરાધે, છતાં ફળરૂપે શ્રી તીર્થંકરપણે બધાને મળે. એકસ્થાનવાળાને પણ મળે, બે સ્થાનવાળાને પણ મળે અને બધા સ્થાનકના આરાધકને પણ મળે. તેવી રીતે અસંખ્ય યોગમાંથી એક, બે કે અનેક યોગ જે આરાધે તે મોક્ષ પામે. તેથી તે તે યોગની જે ભાવપૂર્વકની આદર, ગૌરવ સાથેની આરાધનાની તમન્ના તે ભાવ આજ્ઞા છે, તે આત્માના મોહવિષનો નાશ કરે છે. માટે ફક્ત શાસ્ત્ર અભ્યાસ અને તેનું પરાવર્તન કરવારૂપ આજ્ઞા જ અહીં ન લેવી. જો કે પ્રધાનતયા રાજમાર્ગથી શાસ્ત્ર વગર શાસન નથી, પરંતુ આત્માના મોહને નાશ કરવા માટે અનેક નિમિત્તકારણો દ્વારા પ્રવૃત્ત થતો જીવ અનાચારને અનાચારરૂપે ઓળખતો થાય, આચારને આચારરૂપે ઓળખતો થાય. જીવનું આ જે સદ્યોગ અને સર્વિચારણા પ્રત્યેનું ઢળાણ તે આજ્ઞા છે. તેથી સવિચારણા અને સદ્યોગથી મોહવિષ નાશ પામે. માટે ગૌણ વૃત્તિએ વૈરાગ્યયુક્ત જૈનેતરમાર્ગમાં જેટલા અંશમાં દયા, દાનાદિ પ્રવૃત્તિમાં સદ્યોગતા છે અને વૈરાગ્યભાવના, કષાયનિગ્રહ, ઇન્દ્રિયદમન ઇત્યાદિની જે સર્વિચારણાઓ છે તે બન્ને એ લોકોના આત્મામાંથી મોહવિષ ઘટાડે છે અને જૈનધર્મ તેમજ વિચરતા પરમાત્માને પામવા સુધીનું પુણ્ય ઉપાર્જન કરાવે છે અને તેમનો સમાગમ તેમજ ઉત્તમ આરાધનાની સામગ્રી પ્રાપ્ત કરાવે છે. માટે મોહવિષને ઉતારવા માટે નીચેના ઉપાયોનો અમલ કરવો. (1) મોહવિષ ચડવાના જે જે ઉપાયો છે, તેનાથી વિપરીત વિષ ઉતારવાના ઉપાય છે. તેને આચરવા.