________________ જ રીતે (ગૌતમસ્વામીનું) પોતાનું અતિવિશાળ જ્ઞાન, ૫૦,૦૦૦-કેવળજ્ઞાનીઓનું ગુરુપણું, અનંતલબ્લિનિધાનતા વગેરે બાજુ પર મૂકીને બાળકની જેમ જીંદગીભર સેવા કરી છતાં અંતિમ સમયે ભગવાને પોતાને દૂર મોકલ્યા, છૂટા પાડ્યા. આમ સંક્લેશના ઢગલાબંધ નિમિત્તો હાજર હોવા છતાં આ જ્ઞાનના ઉપયોગને વૈરાગ્યભાવનામાં વાળવાથી, વીતરાગતાયુક્ત બનાવવાથી બન્નેને કેવળજ્ઞાન મળ્યું. તેથી (1) શુભકર્મના ઉદયથી કે (2) આત્મપુરુષાર્થથી કે (3) પૂર્વે નાખેલ શુભ સંસ્કારની તીવ્રતાથી ઉપયોગમાં જે અશુભતા કે અશુભની તીવ્રતા નથી આવતી, તે ઉપયોગ અસંક્લિષ્ટ કહેવાય. તેમાં ઉપરના ત્રણ કારણ જેમ બતાવ્યા છે તેમ અશુભ કર્મના ઉદય, અશુભ આત્મવીર્ય અને અશુભ સંસ્કાર એ સંકલેશ જન્માવે છે. ઉપરના ત્રણ કારણ સંકલેશના પ્રસંગે પણ વિશુદ્ધિ આપે છે અને નીચેના ત્રણ કારણો સારા ઉપયોગમાં પણ અશુભતા જન્માવી સંકલેશ આપે છે. માટે અશુભ કર્મોદયને રોકવા માટે, અશુભ આત્મવીર્ય ન જાગે - ન પ્રવર્તે તે માટે, અશુભ સંસ્કારો નાશ પામે તે માટે આત્માને એવી રીતે કેળવવો જેથી સારા કાર્યો જોવા ગમે, સારા કાર્યવાળા ગમે, સારા કાર્ય, વિધિ, પદ્ધતિ, આચાર અને ઉપાય ગમે, ભૂતકાળના કે વર્તમાનકાળના સારા કાર્ય કરનારના ચરિત્રો વગેરે સાંભળવા ગમે, ગુણાનુવાદ વિધિનું પ્રરુપણ સાંભળવું ગમે, એવા કાર્યો જોવા ગમે. આ બધું જ ગમે છે તે પાપને, પાપબુદ્ધિને, પાપની રુચિને ધોવા માટે ક્ષાર સમાન છે. આ ગમવાના પ્રતાપે કાળક્રમે આવા આચારની ઈચ્છા થાય. આ ઇચ્છા પાપપ્રવૃત્તિને છોડવાની ઈચ્છા જન્માવે છે. એ રીતે પૂર્વે જે રુચિ થઈ તે પણ પાપપ્રવૃત્તિની રુચિની મંદતા અને છેવટે અરુચિ જન્માવનારી છે. આ રૂચિ અને પ્રવૃત્તિની ઇચ્છા તે શુભ પ્રણિધાનનું બીજ છે. આ ઇચ્છા નિર્ણયરૂપે, મજબૂતરૂપે થાય તે પ્રણિધાન છે. આ શુભ અર્થાત્ સારું પ્રણિધાન એ આત્મામાં સંસ્કાર નાખે છે જેથી આપણા જ્ઞાનના ઉપયોગમાં એની છાયા રહે છે, તે છાયા પણ સારી છે. આનાથી અશુભતા આવતી નથી. અશુભ સંસ્કાર આ પ્રણિધાનથી દબાય છે, નાશ પામે છે. અશુભ આત્મવીર્ય ઉલ્લસિત થતું નથી. તેથી સારી વસ્તુ-ગુણ-કાર્યની રુચિ, શુભને પ્રાપ્ત કરવાની રુચિ અને તેના માટેનું પ્રણિધાન-આ ત્રણે શુભભાવના ઉત્તરોત્તર પ્રબળતાવાળી છે અને કથંચિત્ શુભભાવ-સંસ્કારરૂપ છે, તેથી અશુભ ભાવના - અશુભ આત્મવીર્યનું પ્રગટન અને અશુભ સંસ્કાર નાશ પામે છે. તેથી ઉપયોગમાં જીવણ જીવજીવજીએ 42 જીવણજીજીવણ