________________ તે શમસુખ છે. આપણા ફળમાં સમતાસુખનો જ ઉદેશ જોઇએ. સમતા સુખના લક્ષ વિના કરાતી સારી પણ પ્રવૃત્તિ તે દ્રવ્યક્રિયા બને છે, પુણ્યબંધ કરાવે છે. પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવા દ્વારા મારે સમતામય બનવું છે તે ભાવ હોય તો સમતા આવે. સમતાના ઉદેશથી કાર્ય થાય તો આત્મપરિણતિ આવે. સમતાનો ઉદેશ નથી તો યોગનો પ્રારંભ નથી. ભાવનાથી, જ્ઞાનથી, આચારસંપન્નતાથી જ્ઞાન આવે. જે આચારમાં જ્ઞાન અને ભાવના ન ભળે તેમાં મામુલી પુણ્ય મળે. જ્ઞાન અને ભાવનાથી ભાવિત બનેલા આરાધનાને મુખ્ય કરે, વિષયોને નહિ. વિષયોના દરેક સુખ અલ્પકાલીન છે, વિનશ્વર છે. જેને નિદ્રા, અભિમાન કે ખાવાપીવામાં સુખ દેખાય, તે એની સામે લડ કેવી રીતે ? જેને આમાંથી એકમાં પણ આનંદ આવે તેને શમસુખનો અનુભવ થાય નહિ. જેને શમસુખનો અનુભવ થયો નથી તે યોગી નથી, પ્રારંભનો ક્રિયાયોગી છે. વર્ષોની ધર્મક્રિયા પછી પણ સામાન્ય પ્રસંગોમાં સમતા ન આવે? કાયાના ધર્મ પકડયા વિના મનના ધર્મ ન મળે, પરંતુ કેવળજ્ઞાન કાયાના કર્મથી નહી મનના ધર્મથી મળે. માટે મનના ધર્મ ન પકડાય તે પણ ન ચાલે. આપણે શાન્ત, સ્વસ્થ, ઉપશમવાળા, વિવેકી, વૈરાગ્યભાવવાળા નહિ બનીએ તો શમસુખનો અનુભવ ક્યારે થશે ? દરેક પરિસ્થિતિમાંથી પસાર થતા આપણે આપણા આત્માની પ્રધાનતા ગુમાવવાની નહિ. આપણે આપણા સ્વરૂપમાં રહીએ તે મુખ્યતા. સ્વરૂપને છોડીએ તો મુખ્યતા જાય. ગમે તે વસ્તુ જોતાં લેવાની ઈચ્છા થઈ જાય તો સમતા ક્યાં રહી ? ભગવાને છ મહિનાના ઉપવાસ કર્યા તેમાં જે નિર્જરા થઈ તેના કરતાં છ મહિના અભિગ્રહ કરીને ગોચરી ગયા, તેમાં લાભ અને નિર્જરા વધારે થઈ. તરસ લાગે તરત પાણી ન વાપરો, ન રહેવાય તો જ વાપરો. થોડીવાર ગરમી સહન કરો, પછી બારી ખોલો, રેહવું મહાસં' આ સૂત્ર સમતા મેળવવા માટે છે. સમતાનો ત્યાગ કરાવે છે; દેહની મમતા, અનુકૂળતાનો પ્રેમ. જ્યારે સારી સ્વસ્થ અવસ્થા છે ત્યારે સહન કરતાં શીખો તો ગમે તેવી પરિસ્થિતિમાં વિહ્વળતા નહિ આવે. જીવનમાં નાની નાની પીડામાં ઝઝુમે તો જ