________________ જેને બાહ્ય મોજશોખની પ્રવૃત્તિમાં રસ છે તે પ્રવૃત્તિ આત્માને શું કરે? બાહ્ય સાંસારિક પ્રવૃત્તિનો રસ ચારિત્રના રસને, વૈરાગ્યના રસને તથા તપના રસને મોળો પાડે. એટલે ચારિત્રની પ્રાપ્તિ ભૂમિકા વગર થતી નથી, ભૂમિકા વગર ટકતી નથી. ચારિત્રની પ્રાપ્તિ થયા પછી તેને ટકાવવા માટે નીચેના પગથિયાના ટેકા વિના ઉપરની ભૂમિકા રહી ન શકે. વિશિષ્ટ અવ્યવસાય, વિશિષ્ટ પ્રવૃત્તિ, વિશિષ્ટ ભાવોલ્લાસ ઓછાવત્તા કેમ દેખાય છે? નીચેના પાયા મજબૂત કર્યા વિના ઉપરનું ચણતર કર્યો જઈએ તો ચાલે નહીં. તો આશ્રવની નિવૃત્તિ વગર સંવરની પ્રવૃત્તિ આવે નહિ, આશ્રવની નિવૃત્તિ માટે આશ્રવનો ભય જોઇએ. આશ્રવનો ભય તે સમ્યગ્દર્શન છે ને આશ્રવની નિવૃત્તિ તે ચારિત્ર છે. દોષનો ભય અને દોષની નિવૃત્તિ જોઇએ; દોષનો ભય તે સમ્યગ્દર્શન છે, ને દોષની નિવૃત્તિ તે ચારિત્ર છે. પાપનો ભય એ નીચેની ભૂમિકા છે. ને પાપની નિવૃત્તિ ઉપરની ભૂમિકા છે. ખાવાનો ભય જેને ન આવે તેને આહારસંજ્ઞા પર તિરસ્કાર ન આવે.... “ખાવું એ મારો સ્વભાવ નથી, આવી વિચારણા જેની ન હોય તેને તપ આવે તો ખરો, પણ પુણ્યના આલંબનથી આવે; ગતાનુગતિકતાથી આવે. તેને તપના પારણા ને અત્તરપારણામાં જ આનંદ આવે. દીક્ષા લીધા પછી આત્મા ગુણો કેળવવા યોગ્ય બને છે. ભાવધર્મની દીક્ષા પછી વ્યવહાર ધર્મની દીક્ષા અપાય તેવું નથી. વ્યવહાર દીક્ષા પછી ભાવ દીક્ષા આવે. ચારિત્ર બહાર હોય તો અંતરમાં આવે. બહારમાં લાવવું નથી, અંતરમાં ઇચ્છા કરવી નથી, અંતરમાં આશ્રવ પ્રત્યે તિરસ્કાર પેદા કરવો નથી, પછી ચારિત્ર ક્યાંથી મળે ? કો'કદિવસ પૈસા ગણતી વખતે વિચાર આવે કે “આ પૈસો મને સંસારમાં ભટકાવનાર છે?” અંતરમાં સમ્યકત્વ હોય તો આવો વિચાર આવ્યા વિના ન રહે. જેને આશ્રવ પ્રત્યે અરુચિ નથી, જેને આશ્રવ પ્રત્યે ભય નથી, જેને આશ્રવ પ્રત્યે હૃદયમાં ઠંડક છે, તેને સમ્યકત્વ ન હોય. બાહ્ય રીતે આચારમાં જેટલી ચુસ્તતા, મક્કમતા આવે તેટલી અંતરમાં ચારિત્રની ઈચ્છા પ્રબલ થાય. છાજીવજી જી વણા 98 છાપજી જીપજીરાવજી