________________ 4 // मूलं सुखानां समतैव विद्धि // * સાખ ચાર પ્રકારના છે - (1) અજ્ઞાનનું સુખ, (2) વિષયનું સુખ, (3) - શતાવેદનીયનું સુખ અને (4) પ્રશમનું સુખ. (1) અજ્ઞાનનું સુખ નાના બાળકો અજ્ઞાનના કારણે સુખી છે. એકેન્દ્રિય જીવોને વિશેષ દુઃખ નથી. સામાન્ય સુખ છે, તે અજ્ઞાનના કારણે. એ અવસ્થામાં વિષયકષાયની મંદતા છે. પરંતુ સંયોગ મળે, ભવ બદલાય એટલે વિષયકષાયો વધી જાય છે. જ્યારે વસ્તુ કે પરિસ્થિતિનું જ્ઞાન થાય ત્યારે દુઃખ થાય. અમેરિકામાં આજે ઘણી વસ્તુ છે. આપણે જોઈ નથી, જાણતા નથી, તેથી મેળવવાની ઇચ્છા થતી નથી, તે અજ્ઞાનજન્ય સુખ છે. અજ્ઞાનજન્ય સુખ જ્ઞાન આવે એટલે નાશ પામે. જ્ઞાન સાથે વિષયકષાય ભેગાં ભળે તો દુઃખી બનાવે. (2) વિષયજન્ય સુખ - સારી વસ્તુ ખાવાનું સુખ 10 મિનિટ, પણ આરોગ્ય બગડે તેવું ખાધું, દુર્ગતિદાયક ખાધું તો અસંખ્ય વર્ષના દુઃખ મળે છે. | વિષયોમાં જ્યારે કષાય ભળે ત્યારે અજ્ઞાનજન્ય સુખ કરતાં આ સુખ અસંખ્ય વર્ષના દુઃખ આપે. (3) શાતાજન્ય સુખ :- રૈવેયક દેવલોકમાં સમકિતી દેવો શાતાવેદનીયના સુખને અનુભવે છે. તે દેવોને મનઃ પ્રવિચાર નથી, ખાવાપીવાની ઇચ્છા નથી. યુગલિકોને પણ શાતાવેદનીયનું સુખ છે. વિષયોની ઇચ્છા યત્કિંચિત્ છે, અજ્ઞાન થોડું છે. શાતાના ઉદયમાં વિષયો ઓછા, કષાયો ઓછા હોય અને અમુક પ્રકારના શાતાના ઉદયમાં સંક્લેશ ઓછા હોય. શાતાનું સુખ કેવું છે ? શાતાનું સુખ પરાધીન છે. કર્મનો ઉદય હોય ત્યાં સુધી સારૂં, ઉદય જાય એટલે પાછી ધમાચકડી અને દુઃખના ઉદયો ચાલુ. (4) પ્રશમનું સુખ :- અનુત્તરવાસી દેવ પ્રથમ સુખ અનુભવે છે. રૈવેયકમાં શાતાના સુખે વિષયોને ભૂલાવ્યા છે, ગયા નથી, જ્યારે અનુત્તરમાં વિષયસુખ ભૂલાય છે સાથે જાય પણ છે......