________________ ભયંકરતા વિચારવી, એ દોષોની ભયંકરતા બીજાને બતાવવી, એ દોષોની ભયંકરતા સમજાવીને બીજાને એ દોષોમાંથી નિવૃત્ત કરવા, પોતે એ દોષોમાંથી નિવૃત્ત થવું, નિવૃત્ત થવા માટે બીજાને સહાય કરવી, આ બધું શક્ય બને. આ બધું પરમાત્માના બહુમાનનું કાર્ય છે. એથી આ ગુણોમાં આત્માનું જે વલણ એ પરમાત્મભાવમાં આત્માનું આત્મગુણોનું સ્થાપન છે. (1) પરમાત્મા (2) પરમાત્મશક્તિ .... (3) પરમાત્મા સામર્થ્ય-આ ત્રણ વસ્તુને આપણે આપણા અનુભવથી સમજવી જોઈએ... શબ્દમાત્રથી સમજેલી વસ્તુઓનો વ્યવસ્થિત-સચોટ બોધ-અનુભવ જેવો થતો નથી દા.ત. જન્મથી આંધળાને રૂપનું વર્ણન કે પર્વતનું વર્ણન કરવામાં આવે તો એનો બોધ કરી શકે નહિ અને જે થાય એ કેવળ શબ્દરૂપ હોય છે. વ્યક્ત અનુભવરૂપ હોતો નથી. એવી જ રીતે પરમાત્માની ઓળખ શાસ્ત્રના શબ્દો દ્વારા શ્રદ્ધાપૂર્વક આપણે કરવા છતાં જેનો જેટલો બોધ વિકસિત થયો હોય, જેનો જેટલો અનુભવ હોય એના બળથી એ પરમાત્માના ગુણોનું કંઈક અનુભવરૂપે, કંઈક યથાસ્થિત કલ્પના રૂપે પીછાણ જ્ઞાન કરી શકે. જેવી રીતે છરી આકારથી-ધારના દેખાવથી અને છેદવાના સામર્થ્યથી ભિન્નભિન્ન સ્વરૂપવાળી હોય છે અને તે તે કાર્યના અર્થી તે તે ગુણને અવલંબી તેને ગ્રહણ કરે છે. નાના છોકરાને રમવા આપવાની છરી આકર્ષક દેખાતી, ધારવાળી છતાં કાપવાના સામર્થ્યરહિત હોય છે. શોકેસમાં મૂકવાની છરી પણ આવા જ પ્રકારની હોય છે, જ્યારે ઉપયોગમાં લેવાનું ચપ્પ કદાચ તેવા પ્રકારનું આકર્ષક ન હોય, કદાચ તેવા પ્રકારની ચકચકાટ ધાર ન હોય છતાં પણ કાર્યનો અર્થી એની તીક્ષ્ણતાને જુએ છે. એવી રીતે (1) પરમાત્માનું સ્વરૂપ (2) બાહ્ય અત્યંતર બન્ને રીતે પરમાત્માની શક્તિ અને (3) પરમાત્માનું એ શક્તિના અર્પણનું સામર્થ્ય આ ત્રણે અનુભવવા જોઈએ. કોઈપણ જીવની આગળ જે વસ્તુનું વર્ણન કરવામાં આવે એ વસ્તુના સ્વરૂપને જો એ અનુભવ દ્વારા પકડે તો જ એનો બોધ વાસ્તવિક થાય.