________________ રહેલા ઉપાસ્યભાવને વ્યવહારમાં પ્રવર્તાવી શકાય છે. તો ઉપાસનાના કારણભૂત ઉત્તમ દ્રવ્યોનું અર્પણ, એમની અનિચ્છિત (નિષિદ્ધ) વસ્તુઓનો ત્યાગ, એમની કથિત વસ્તુઓનું આચરણ આ બધા ઉપાસનાના પ્રકારો છે. એ ઉપાસ્ય છે અને આના વડે એમની ઉપાસના થાય છે, એવું આપણને અને બીજાને સંવેદન થાય છે. માટે ઉપાસનાના સાધનો વડે ઉપાસના કરવી. 3) શા માટે આપવું? - પરમાત્મા અને આત્મા વચ્ચે રહેલ વિષમતાને દૂર કરીને સમતા-તુલ્યતા મેળવવા માટે, પરમાત્માના જેવા બનવા માટે.... કોઇપણ વ્યક્તિની ઉપાસના (સેવા) શા માટે કરવી ? (1) પોતાની કોઇપણ ઈચ્છાની તૃપ્તિ માટે, (2) પોતાની માની લીધેલી આપત્તિના નિવારણ માટે, (3) ઉપાસ્યની તુલ્ય બનવા માટે. પહેલા બે કારણો અલ્પકાલીન છે એટલે કાર્ય સિદ્ધ થયા બાદ ઉપાસ્ય છૂટી જાય છે અને ત્રીજા કારણમાં આપણે પોતે જ સર્વગુણસંપન્ન ઉપાયરૂપ બની જઇએ છીએ. માટે મુખ્યત્વે ત્રીજા કારણ માટે ઉપાસના કરવી જોઈએ. 4) કેવી રીતે આપવું? :- અવિધિ ટાળીને, અપાતી વસ્તુની પ્રધાનતા અને આપનારની પ્રધાનતા ન થતા જેને આપવું છે તેની પ્રધાનતા થાય તે રીતે. સાંસારિક સર્વ ભાવોથી જે પર છે એમને સાંસારિક સર્વભાવોથી યથાશક્તિ પર (નિવૃત્ત) થતાં કે પર થવા માટે જે કાંઈ આપવું તે ઉપાસના. કોઇપણ ઉત્તમ પુરૂષને-પૂજ્ય પુરૂષને અપાતી વસ્તુની મહત્તા કરતા કોની મહત્તાથી, કેવી રીતે શા માટે અપાય છે, એ વધારે મહત્વનું અંગ છે. અવિધિથી આપવું એ પૂજ્યતાની અવગણના છે.. વસ્તુની પ્રધાનતા કરતા વસ્તુ લેનારની પ્રધાનતા ઘટે એ પણ વસ્તુ લેનારનું અપમાન છે. એ રીતે વસ્તુ લેનાર કરતા આપનારની પ્રધાનતા વધે એ પણ વસ્તુ લેનારનું અપમાન છે. જે અર્પણ કરનાર છે અને જે અર્પણ કરવું છે તેમાં અર્પણ જેને કરવાનું છે તેની અનુકૂળતા જોવી જોઈએ. જે વ્યક્તિ જેને ઇચ્છતી હોય એ વ્યક્તિ સાથે આપણી મિત્રતા તે મૂળ વ્યક્તિને અનુકૂળ થવા બરોબર છે.. એ રીતે મૂળ વ્યક્તિની વિરોધી વ્યક્તિઓ પ્રત્યે આપણી ઉપેક્ષા કે વિરોધ એ મૂળ વ્યક્તિ પ્રત્યે મુખ્ય સમર્પણ ભાવ છે. અને વિરોધી વ્યક્તિની મિત્રતા સહિત અર્પણ એ અપ્રધાન અર્પણા અથવા અવજ્ઞા છે. જીવણજી 84 | ggg gggS