________________ ઔદારિક, વૈક્રિય, આહારક શરીર પર અનુગ્રહ કે નિગ્રહ કરે છે. આ ચારે શરીરનો આધાર અને સંસારની સર્વ અવસ્થાઓનો આધાર કાર્મણ શરીર છે. કાર્મણ શરીરના બે ભેદ છે-(૧) આત્મા પર લાગેલ બધા જ કર્મોનો સમુહ એટલે કે આત્મા ઉપર કર્મરૂપે પરિણમીને રહેલ કામણ વર્ગણો તે કામણ શરીર (2) નામકર્મના અવાંતર ભેદરૂપ કામણ શરીર નામકર્મ. આ કાર્મણ શરીર નામકર્મ ઉદયમાં આવે એટલે જીવ તે કાળે પ્રવર્તમાન યોગના કારણે કાર્પણ વર્ગણાઓ (QUANTITY) જથ્થામાં ગ્રહણ કરે અને પછી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના કારણો અનુસાર એમાં (QUANTITY) રસબંધના ભેદોનું નિર્માણ થાય. કાર્મણ વર્ગણામાં QUALITY નથી હોતી, છતાં મિથ્યાત્વ આદિ બંધ હેતુઓના કારણે ગ્રહણ કરાતી કાર્મણ વર્ગણામાં એટલે કે બંધાતા કર્મમાં QUALITY ઉત્પન્ન થાય છે. એટલે કે કાશ્મણ શરીર નામકર્મના ઉદયથી જીવ કર્મરૂપ શરીર=૧૫૮ પ્રકૃતિરૂપ શરીર બનાવે છે. કાર્પણ શરીરરૂપે રહેલ કર્મોના 158 ભેદો છે. તેમાંના કેટલાક કર્મો જીવને નિત્ય બંધાય છે, નિત્ય ઉદયમાં હોય છે; કેટલાક વિકલ્પ બંધાય, નિત્ય ઉદય હોય; કેટલાક નિત્ય બંધાય પણ ઉદય વિકલ્પ હોય; કેટલાક વિકલ્પ બંધાય, વિકલ્પ ઉદયમાં આવે. આ કર્મોના ઉદયથી જીવોમાં અનેક વિકૃતિ-અવસ્થાન્તર આવે છે. આ કર્મના આઠ ભેદ છે, તેમાં સંસારમાં જીવને જમાડનાર મુખ્ય મોહનીય કર્મ છે, પરંતુ મોહનીય કર્મને બળવાન બનાવનાર જ્ઞાનાવરણ કર્મ છે. અજ્ઞાનથી મિથ્યાત્વ આવે છે, મિથ્યાત્વથી કષાય અને નોકષાય જોર પકડે છે અને નોકષાયોથી વિષયો અને ઇન્દ્રિય જોર પકડે છે. માટે સંસારનું મૂળ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. આ બન્નેથી ઉભા થતા કષાય, નોકષાય અને ઇન્દ્રિયો દ્વારા બધો સંસાર ઉત્પન્ન થાય છે. તેમનો નાશ કરવા માટે-શાસ્ત્રજ્ઞાન દ્વારા જ્ઞાનાભાવ અને અનાદિકાલીન મોહવાસના મિશ્રિત વિપરીત જ્ઞાનના સ્વરૂપને જાણી, તેના નુકશાનો જાણી તે છોડવું જોઈએ. આ શાસ્ત્રજ્ઞાનમાં બતાવેલી ભાવનાઓના ચિંતન-મનન દ્વારા વિષય-કષાયોની ઉપાદેયતાની બુદ્ધિ, તેમાં સુખની બુદ્ધિ ઘટે છે, આ ઘટે તેમ મિથ્યાત્વ મોળું પડે, અને બીજી બાજુ ઇન્દ્રિયના વિષયોના શક્ય ત્યાગ દ્વારા વિષયાસક્તિના નુકશાનો વિચારવાથી અને ઇન્દ્રિયનિગ્રહના લાભ