________________ પ્રવૃત્તિ બાહ્યયોગ છે પ્રવૃત્તિનો આનંદ એ આંતરયોગ છે. શમસુખને બાહ્યયોગ દ્વારા પકડી શકાય છે. તેમાં આનંદ તે આત્યંતર યોગ છે. ન શમસુખ શેનાથી મળે ? કષાયના દોષો, ઈર્ષ્યા આદિ ઓછા થાય તો પ્રશમનું ! સુખ આવે. પુદ્ગલમાં દુઃખની બુદ્ધિ, આત્મામાં સુખની બુદ્ધિ થાય તો જ પ્રશમ સુખનો ખ્યાલ આવે. સાકરમાં, અમૃતમાં અને લીંબોળીમાં મીઠાશ છે, છતાં વધારે મીઠાશ શેમાં? જેણે સાકરની મીઠાશ ચાખી હોય તેને લીંબોળીનું ખેંચાણ ન હોય. ખાવામાં, નિદ્રામાં, ઠંડા પાણી પીવામાં શાતાનો ઉપયોગ કીધો છે, છતાં જ્ઞાની એને દુઃખદાયી કહે છે. કારણ તે સુખ સ્થાયી નથી, રાગાદિથી દુર્ગતિ આપે છે, આત્માની સ્વરૂપરમણતા ભૂલાવે છે. ઔપચારિક સુખ હોવા છતાં પરંપરાએ દુઃખનું કારણ છે. ભર ઉનાળામાં બપોરે ઠંડા પાણી પીતી વખતે ઠંડકનો અનુભવ થતા હાશ થાય તે વખતે આયુ બંધાય તો શાનું બંધાય ? વિષય સુખની ઇચ્છાવાળાને જ્યાં ત્યાં, ઓછામાં ઉકળાટ થાય. શમસુખની ઇચ્છાવાળાને કાંઈ જ અસર ન થાય. જ્યાં પૌગલિક સુખ અનુભવી આનંદ માણે ત્યાં યોગની ભ્રષ્ટતા છે. જ્યાં અનુકૂળતા આવે ત્યાં વિશેષ જાગૃતિ, સાવધાની રાખે તો પ્રશમનું સુખ આવે. - જ્યાં નુકશાન થતું ન હોય ત્યાં પ્રતિકૂળતા સહન કરો, પણ વારણ ન કરે. મામુલી પરિસ્થિતિમાં સમતામાં ઝીલતા શીખો. નાની નાની બાબતમાં અનુકૂળતા છોડે, પ્રતિકૂળતા વેઠે તો ધીરતા, ગંભીરતા, ઉદારતા આદિ ગુણો પ્રગટ થાય. સમતાના સુખને મેળવવા સ્થિરતા, ધૈર્ય કેળવો. સહન કરતા જાઓ. જેના હૃદયમાં આત્માનો નિગ્રહ કરવાનું ધ્યેય નથી, પૌગલિક વસ્તુનો રાગ છે તે સાધક નથી. અનુકૂળતામાં આનંદ અને પ્રતિકૂળતામાં તિરસ્કાર જાગે છે કારણ કે આત્મામાં સહનશીલતા નથી, ભાગેડુ વૃત્તિ હોય તો યોગની વૃદ્ધિ ન થાય. વધારે કષ્ટથી વધારે યોગસિદ્ધિ તેવું એકાંતે નથી. યોગસિદ્ધિ માટે કષાયોથી વિમુખ થવું અને વિષયથી વિરામ પામવું જરૂરી છે. વનસ્પતિના ભવમાં ટકાના ત્રણ શેર વેચાયા હતા ત્યારે માન ક્યાં હતું? અત્યારે જરા અપમાનમાં ઉંચાનીચા કેમ થઈએ છીએ ? અપમાનને મન ઉપર લો જ નહિ, મનમાં દુભાઓ નહિ. બીજા સાથેના વ્યવહારમાં આત્માને-ગુણોને પ્રધાન બનાવીએ તો ધર્મમય બનાય. સંસારી આત્મા અને ધર્મી આત્માના વ્યવહાર એક કે જુદા ? સંસારી સારૂ છ ઉ gg g81 | gg gggS