________________ પાપબુદ્ધિ પેદા કરે છે અને જીવ પાસે પાપપ્રવૃત્તિ કરાવે છે. માટે જે સંસ્કારો તોડવા હોય તેની પ્રવૃત્તિ છોડવી જોઇએ; જે સંસ્કારો છોડવા હોય તેનો રસ અને વિચારણા તોડવા માટે તેના નુકસાનોની વિચારણા વારંવાર કરવી જોઇએ. વારંવાર પૂંજવા–પ્રમાર્જવાની ક્રિયાથી હૃદયમાં જીવદયાના પરિણામ જન્મ છે. તેથી બધી પ્રવૃત્તિમાં જીવદયા-રક્ષાના પરિણામ આવે તેથી હિંસા થાય તેવી પ્રવૃત્તિમાં જીવને આંચકો લાગે. વારંવાર વિચારીને જઠું ન બોલાઈ જાય તેની કાળજી રાખનારને સત્ય પરિણામ પ્રગટ થાય; તેથી તે ઊંઘમાં પણ જુઠું ન બોલે. આ રીતે દરેક સારી પ્રવૃત્તિને વારંવાર ચોક્કસરૂપે કરવાની ભાવના અને તે પ્રવૃત્તિ કરવાથી તેનાથી વિપરીત અશુભ પરિણામો સ્વતામાં પણ ન આવે. અજાણતા પણ થાય તો તરત ખ્યાલ આવે. આ જીવને જગાડવાનું કાર્ય શુભ સંસ્કારો કરે છે. શુભપ્રવૃત્તિના અભ્યાસથી રસથી અશુભ પ્રવૃત્તિનો રસ તૂટે છેઅશુભ પ્રવૃત્તિથી ઊભા થયેલ સંસ્કાર તૂટે છે, અશુભ પ્રવૃત્તિથી બંધાયેલા પાપકર્મ અને પાપકર્મના અનુબંધ નાશ પામે છે અથવા પાપકર્મની સ્થિતિ-રસ ઘટે છે, એમ અનુક્રમે અશુભ પ્રવૃત્તિ બંધ થઈ જાય છે. શુભપ્રવૃત્તિના સંસ્કાર પડે છે. મોહનીયનો અને જ્ઞાનાવરણ વગેરેનો ક્ષયોપશમ થાય છે, શુભ કર્મ બંધાય છે, શુભ અનુબંધ થાય છે, શુભ પ્રણિધાન થાય, અશુભ પરિણામ તૂટે, શુભક્રિયા અને પરિણામોના લાભ સમજવાની જીવમાં યોગ્યતા આવે, રુચિ અને શ્રદ્ધા જન્મે છે. એ જ રીતે અશુભ પરિણામો અને અશુભ ક્રિયાઓના નુકસાન સમજવા માટે જીવ યોગ્ય બને છે. એથી અશુભ ક્રિયાઓની અરુચિ થાય છે, તેના પ્રત્યે નુકસાનકારિતાની-દુર્ગતિ આપનાર તરીકેની શ્રદ્ધા જાગે છે. પ્રભુનું શાસન એ શુભક્રિયાના અભ્યાસરૂપ છે. જે લૌકિક શુભક્રિયા કરે તે આ શાસનને માટે વિશેષપણે યોગ્ય હોય છે. માટે જીવનમાં (1) નિરર્થક સર્વ પાપોનો ત્યાગ કરવા સદા જાગ્રત રહેવું જોઈએ. પાપક્રિયામાં મનોરંજન એ પાપમાં મનોરંજન છે. પાપમાં મનોરંજન એ પાપરતિ છે. પાપરતિ એ પાપના ભયનો અભાવ સૂચવે છે અને પાપના ભય વગરના જીવ ધર્મને યોગ્ય બનતા નથી. પાપક્રિયામાં મનોરંજન એ પાપ પક્ષપાતનું બીજું સ્વરૂપ છે, અથવા પાપના પક્ષપાતને જન્માવે છે. માટે નિરર્થક પાપોનો ત્યાગ એ આત્માને ધર્મ યોગ્ય બનાવે છે.