________________ બીજા નિમિત્ત માત્ર છે, તેમ વિચારવું. કેરીમાં મીઠાશ ખેડુતના કારણે નથી, પણ પોતાના કારણે છે, તેમ વિચારી આંતરિક ગુણોના વિકાસમાં અને દોષના નાશમાં પણ પ્રયત, યોગ્યતા વગેરેને પ્રધાનતા આપવી. પરંતુ તે જ રીતે અશુભ નિમિત્તોથી આત્માના ગુણો નાશ પામે છે અને દોષો આવે છે, એ વાત પણ એટલી જ સત્ય અને સિદ્ધ છે. માટે અશુભ નિમિત્તોથી સદા દૂર રહેવું અને અશક્ય પરિવારમાં સાવધ રહેવું. એ જ રીતે શુભ નિમિત્તોથી દોષો નાશ પામે છે અથવા ઘટે છે અને ગુણો આવે છે. માટે શુભ નિમિત્તોને જીવનમાં અપનાવવા અને આ શુભનિમિત્તના અશક્ય સંયોગમાં આત્માએ બળવાન બની ખરાબ નિમિત્તોની અસર ન લેવી અને એનાથી દોષ ઉત્પન્ન ન થાય તેની કાળજી રાખવી. આત્મા ગુણાનુરાગથી બીજાના ગુણો જોઈ આનંદ પામે તો પોતાના આત્માને ગુણને યોગ્ય બનાવે છે. અને ગુણની, ગુણીની નિંદા, જુગુપ્સા કે ઉપેક્ષા કરે તો આત્મા પોતે સ્વમાં ગુણની યોગ્યતા નષ્ટ કરે છે, અંતરાય બાંધે છે; ગુણ હોય તો નાશ પામે છે અને નવા ગુણો ઝટ આવતા નથી. આત્મા પોતે દોષ આચરે, દોષમાં રુચિ ધરાવે તો જેમ આત્મામાં દોષની વૃદ્ધિ થાય છે, તેમ દોષિત ઉપર નેહરાગની તીવ્રતાથી પણ દોષની વૃદ્ધિ થાય છે. દોષવાળાની નિંદા. તિરસ્કારથી પણ આત્મામાં દોષો આવે છે. માટે સારા નિમિત્તો હોવા છતાં આત્માની રુચિ, પ્રવૃત્તિ અને યોગ્યતા હોય તો જ લાભ થાય છે. ખરાબ નિમિત્તો હોવા છતાં સાવધાની, અરુચિ અને નિવૃત્તિની ઇચ્છારૂપી યોગ્યતાથી આત્મા બચે છે. માટે આ કથનથી સારા નિમિત્તમાં ન જવાનું વિધાન નથી, પરંતુ તે નિમિત્તમાં પણ આત્મવીર્ય, આત્મશક્તિ અને ઉપયોગ, લક્ષ અનુકૂળ બનાવવાના છે. એ જ રીતે ખોટા નિમિત્તોમાંથી નિવૃત્ત થવું જ જોઈએ પરંતુ નિવૃત્ત થઈને કે નિવૃત્ત ન થવાય ત્યારે પણ આત્મબળથી, સાવધાનીથી એની અસર ન થવા દેવી. મરીચિના ભવમાં ભગવાનનો જીવ ગરમીના તેમજ અસ્નાનના કારણે સંયમથી નીચે ઉતર્યો, અને ત્રિદંડી થયો; જ્યારે નન્દનઋષિના ભવમાં ગરમી તો હતી જ, છતાં આત્મબળથી નિમિત્તને ગૌણ કરી, ઉગ્ર સાધના કરી. એક ભવમાં આત્મશક્તિ ન ફોરવવાથી નિમિત્ત દોષનું કારણ બન્યું, બીજા ભવમાં આત્મશક્તિ ફોરવવાથી દોષનું કારણ ન બન્યું. પ્રભુના જીવે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં સિંહને ફાડી નાખ્યો, ત્યારે પ્રભુને શવ્યાપાલક જેવા વિશેષ કર્મ ન બંધાણા, કારણ કે એના પ્રત્યે દ્વેષ વગેરે વિશેષ છાણજીક જીણા હઝાકM | જીણા જીણા જીણ