________________ તેને મન થાય છે. માટે પુદ્ગલના સારા વર્ણાદિમાં અનિત્ય વગેરે ભાવનાથી ભાવિત બની જીવ એના પ્રત્યેનું આકર્ષણ નાશ કરે અથવા ઘટાડી નાખે જેથી એમાં ન ખેંચાય. “જે જેમાં મહત્તા-વિશિષ્ટતા જાએ તે તેમાં ખેંચાય” આ કાયદો છે માટે ભાવના દ્વારા મહત્તાના પરિણામને તોડવા જેથી સત્ત્વ વિકસે અને સપુરુષ બની શકાય. આ ત્રણ પ્રકારના માર્ગ ન અપનાવે તેનું સત્ત્વ નાશ પામે, ઘટતું જાય તેથી તે પુરુષમાંથી કાયર પુરુષ થાય. જો શક્ય સંયોગ હોય તો ભાવનાવાળા આત્મા અલ્પતાના કે ત્યાગના માર્ગે ગયા વગર રહેતા નથી. ભાવનાથી પહેલા અલ્પતા અને પછી ત્યાગ આવે છે, ત્યાગ અને અલ્પતામાં ભાવના હોય તો ટકે છે અને ભાવના ન હોય તો ત્યાગ અને અલ્પતા નાશ પામે છે. માટે ભાવના એ પાયો છે, બીજ છે તે ત્યાગ અને અલ્પતા લાવે છે અને વધારે છે. ત્યાગ અને અલ્પતાથી જો ભાવના દૃઢ થાય તો ત્યાગ અને અલ્પતા સાનુબંધ થયા કહેવાય. ભાવના વગરના ત્યાગ અને અલ્પતા નિરનુબંધ કહેવાય. - ભાવના એ સત્ત્વ વિકસાવનાર છે, સદ્ભાવનાથી રહિતનું સત્ત્વ નાશ પામે છે. આ અનુકૂળ વિષયની વાત થઈ. પ્રતિકૂળ વિષયમાં ભાવના-પૈર્ય અને સહિષ્ણુતા કેળવવી. આ ત્રણથી જીવ સત્ત્વને વિકસિત કરે છે. આ ન હોય તો સત્ત્વ હણાઈ જાય અને આર્ત-રૌદ્ર ધ્યાનને પરવશ થાય છે. જેમ જેમ સુખી અને સ્વસ્થ અવસ્થામાં સહન કરતા જઈએ, ખડતલ-મજબૂત બનીએ તેમ તેમ સહિષ્ણુતા વિકસે અને એ સહિષ્ણુતા ધર્ય આપે છે, એવી રીતે રાખે તેમ સહિષ્ણુતા આવે છે. ભાવનાસંપન્ન આત્મા ધર્ય રાખીને તપ-ત્યાગ-સંયમકષ્ટ વગેરે આરાધે છે, સહિષ્ણુ બને છે. સહિષ્ણુ બનવામાં વૈર્ય કારણ છે, ધર્મ વિકસાવવામાં સહિષ્ણુતા કારણ છે પરંતુ આંતરિક દૃષ્ટિ વિકસિત થાય, જ્ઞાન અને ભાવના સંપન્ન આત્મા બને ત્યારે પૈર્ય અને સહિષ્ણુતા સ્થાયી બને છે માટે વિષય પરવશ જેમને ન થવું હોય તેમણે ભાવના દ્વારા ધર્મ અને સહિષ્ણુતા સંપન્ન બનવું જોઈએ. વરદત્ત આચાર્ય નિદ્રાની સહિષ્ણુતા ગુમાવવાથી સત્ત્વ ગુમાવી બેઠા. કુરુટઉત્કટ આક્રોશ પરિષદમાં સત્વ ગુમાવી બેઠા અને શ્રાપ આપી સાતમી નરકે ગયા. વિશ્વભૂતિ અપમાન અને મશ્કરી સહન ન કરી શક્યા અને નિયાણ કર્યું. માટે સત્ત્વશાળી આત્મા અનુકૂળતાઓને છોડીને અને ગૌણ કરીને જેમ જીવે તેમ પ્રતિકૂળતામાં પણ અકળાયા વગર અને ઉપેક્ષાથી, પ્રસન્નતાથી સહન કરીને