________________ જે જે આત્મા સમ્યકત્વ અને સંયમથી ભ્રષ્ટ થાય છે તેમાંના મોટાભાગના જીવો અનુકૂળતામાં ખેંચાઈને અથવા પ્રતિકૂળતાથી અકળાઈને સત્ત્વ ગુમાવી બેઠા હોય છે. જેમકે મરિચિ ગરમીથી કંટાળી સાધુપણું હારી ગયા.... સંયમ કે ધર્મથી ભ્રષ્ટ થનાર લગભગ બધામાં વિષયગણથી કાયર થવાનું જોવા મળશે. માટે વિષયગણોમાં વશ ન થવા માટે (1) અનુકૂળ વિષયોમાં ત્યાગ (2) તેની અલ્પતા કરવી અને (3) ભાવના ભાવવી એમ ત્રણ માર્ગ બતાવ્યા છે. ત્રણેનો જે અમલ કરે તેનું મન વિષયોને પરવશ બનતું નથી. આજ કારણે સર્વજ્ઞપ્રભુના શાસનમાં તપ-ત્યાગ અને ભાવનાને મોક્ષમાર્ગ બતાવ્યો છે. (1) સામાન્યથી ધર્મી આત્મા, ધર્મ પામનાર આત્મા, ધર્મમાં આગળ વધનાર આત્મા, ધર્મમાં સ્થિર રહેનાર આત્માએ બને ત્યાં સુધી સારી વસ્તુઓનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ, કારણ કે અનાદિકાળથી જીવ સારી વસ્તુમાં આનંદ પામતો આવ્યો છે, એની ઇચ્છા કરતો આવ્યો છે, એ ન મળે કે જતી રહે તો અકળાય છે, વિહળ બને છે માટે સારી વસ્તુઓનો સામે ચડીને જે સંપૂર્ણ ત્યાગ કરે છે તે એ વસ્તુઓના નિમિત્તે થતાં રાગદ્વેષના સંકલેશથી સહજ રીતે બચી શકે છે. વિષયોમાં આસક્ત થવાને બદલે એ જીવ વિષયો પ્રત્યે નફરત કરે છે તેથી એમાં ખેંચાતો નથી. વિષયોમાં-અનુકૂળતામાં ડૂબેલા આત્માને પણ એ દયાની દૃષ્ટિથી જાએ છે. આ ત્યાગ જેના જીવનમાં જેટલો આવે તેટલો લાવવો. (2) ત્યાગ સંપૂર્ણ ન આવે તો જેમ ઉપવાસ ન થાય તો ટંકોની અલ્પતા અને પ્રમાણની અલ્પતા કરવાનું બતાવ્યું છે. તેમ વિષયોના પ્રકારોની અને પ્રમાણની સંગ્રહમાં અને ઉપયોગમાં અલ્પતા કરવી. આ અલ્પતા કરવાનો ઉદેશ એ છે કે, એ વિષયો અને વિષયોના સાધનભૂત વસ્તુઓ આત્માના પરિણામને બગાડનાર છે માટે સંપૂર્ણ ત્યાગ યોગ્ય છે છતાં નિર્વાહ માટે કે સત્ત્વના ઉલ્લાસના અભાવમાં જે કાંઈ ઉત્તમ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે તો તેમાં બને તેટલી ઓછી વાર ઉપયોગ કરવો એ ટંક ઘટાડ્યા કહેવાય અને પ્રમાણ પણ ઓછુ કરવું. આ રીતે ટુંકમાં પતાવવાની બુદ્ધિ એ વિષયોમાં થતી રતિની તીવ્રતા અટકાવે છે. રતિની તીવ્રતા વિષયોને પરવશ થવાની ભૂમિકા છે. આ રીતે બને તેટલી વસ્તુઓમાં સાદાઈ રાખવી અને વિશિષ્ટતામાં અલ્પતા રાખવી. (3) આ કરવા છતાં જીવ અનિત્યતાદિ ભાવનાથી ભાવિત ન બને તો બીજાના વિષયો-બીજાની સામગ્રી જોઇને તેને મેળવવા-ભોગવવાનું-સંગ્રહ કરવાનું