________________ અચરમાવર્તમાં પણ અમુક રીતે કર્મના ઉદય માટે આત્મા ભાવુક છે, અમુક રીતે કર્મની મંદતા પણ ભાવુક છે તેથી કર્મના ઉદયો નિમિત્તોથી વધે છે, નિમિત્તોથી ખસે છે. તેથી યુગલિક કાળમાં જીવે મંદ કષાયી થાય છે, સિંહ-વાઘના ભવોમાં કષાયી થાય છે. સાધુના સાન્નિધ્યમાં અભવ્યને સાધના કાળમાં રાગાદિ ઉપલક * દ્રષ્ટિએ મંદ થાય છે, અને માખીની પાંખ જેવું નિર્મળ ચારિત્ર પાલન થાય છે અને નવમા રૈવેયક જેવા યોગ્ય અધ્યવસાયો આવે છે. આ બધા નિમિત્તોથી થતા કર્મના ફેરફાર છે. આ વાત અશુભ નિમિત્તોને શક્યતયા ટાળવા માટે અને શુભ નિમિત્તોને શક્યતયા ગ્રહણ કરવા માટે છે. પરંતુ અશક્ય પરિહાર જેવા સ્થળમાં નિમિત્તોથી આત્મા ઉપર થતા ગુણ-દોષને અટકાવવા માટે, આત્મસત્વ પ્રગટ કરવા માટે અને નિમિત્તોને દોષ ન આપવા માટે આ ભાવના છે કે બીજો દોષમાં નિમિત્ત માત્ર છે, અર્થાત્ મારામાં જો દોષની યોગ્યતારૂપ કર્મ ન હોત તો બીજાથી દોષ ન થાત. માટે દોષ તો મારા કારણે જ છે. વ્યવહારમાં બીજા દ્વારા નુકશાન થાય ત્યાં બીજો નિમિત્ત માત્ર છે, આપણા અંતરાયકર્મ જ મુખ્ય છે, આ ભાવનાથી બીજા ઉપરનો દ્વેષ વિલીન થાય છે. બીજા તો ગુણમાં નિમિત્ત માત્ર છે, આમ કહીને પર ઉપકારની મહત્તા ઘટાડી નાખીએ તે શી રીતે ચાલે? આવો પ્રશ્ન મનમાં ઉઠે, ત્યારે વિચારવાનું કે આપણે બીજાને સુધારવા ઘણી મહેનત કરતા હોવા છતાં તે ન સુધરે ત્યારે આપણને એના ઉપર દ્વેષ ન થાય, માટે આપણે વિચારવાનું કે ગુણો પણ બીજામાં ઉત્પન્ન કરવામાં નિમિત્ત માત્ર બની શકે છે, જ્યારે તેના આત્માની યોગ્યતા જ મુખ્ય છે. સામાની પરીક્ષા કરીને ગુણ આપવા પ્રવર્તવું. પાત્રાપાત્રની પરીક્ષા વગર ગુણ આપવાથી લાભના બદલે નુકશાન થવાની સંભાવના રહે છે. બીજું આપણી સામાન્ય મહેનતથી કે સાહજીક સાન્નિધ્યથી એનામાં ગુણારોપ થયો અને એ આપણા ગુણ ગાય ત્યાં ગુણની ઉત્પત્તિ આપણાથી નથી, પણ એની યોગ્યતાથી છે એ રીતે વિચારતા આપણા ગર્વનું પણ નિરાકરણ થાય છે. બીજાથી થયેલ નુકશાનમાં તેના ઉપર દ્વેષ ન કરીએ તે માટે બીજો નિમિત્ત માત્ર છે, એમ વિચારવું એ પોતાની સમાધિનું કારણ છે. એ રીતે બીજા આપણા માટે મહેનત ઘણી કરે, પણ આપણી જાગૃતિ અને પુરુષાર્થ ન હોય તો વિશેષ લાભ ન થાય, માટે બીજાના પ્રયતમાં ફળ આપણા પુરુષાર્થને આધિન છે એમ વિચારી જીવ પ્રયત વધારે. માટે પણ ગુણમાં પણ છgggggણજી 5 છggggggggs