________________ પ્રધાનતયા કહેવાય અને તેનો ઉપશમ કે ક્ષયોપશમ તે ઉપશમ કહેવાય. આમાં સર્વાશે ઉપશમ અવસ્થા ફક્ત મોહનીયની હોય છે, જ્યારે આંશિક ઉપશમ અવસ્થા ચાર ઘાતિકર્મની હોય છે. કષાય, નોકષાયના ક્ષયોપશમરૂપી ઉપશમથી વિવેકને ઉત્પન્ન કરનાર મિથ્યાત્વમોહનીયનો ઉપશમ છે. પુદ્ગલમાં ઔદયિકભાવ મુખ્યતઃ ન હોવા છતાં, કર્મના ઉદયની મુખ્ય અસર જીવમાં થવા છતાં પોતાના જ સ્વરૂપ રૂપ વર્ણાદિ જીવમાં કર્મોદય દ્વારા જીવશક્તિથી નિર્માણ થતા હોવાથી ઔપચારિક રીતે આંશિક ઔદયિકભાવ માન્યો છે. એ રીતે કર્મના ઉદયનો ઉપશમ જીવની શક્તિથી થાય છે, પરંતુ ઉપશમ પુદ્ગલનો થાય છે. તે અપેક્ષાએ ઉપશમ પુલનો કહેવાય અને ઉપશમ નિષ્પન્ન ગુણ જીવનો કહેવાય; એમ બે ભેદ પડે છે. એ રીતે ઉદય એ પૌદ્ગલિકભાવ છે અને ઉદયનિષ્પન્ન નરકગતિ વગેરે જીવભાવ છે. એ રીતે ક્ષયોપશમ એ પૌગલિક ભાવ છે અને ક્ષયોપશમ નિષ્પન્ન ગુણ એ જીવભાવ છે. ક્ષય એ પૌદ્ગલિક ભાવ છે અને ક્ષયનિષ્પન્ન ગુણ એ જીવભાવ છે. આ પરભાવરૂપ મોહનીયના હાસથી ઉપશમ દ્વારા વિવેક આવે છે. વિવેક એ વાસ્તવિક જ્ઞાન=ઉપશમપ્રધાન જ્ઞાન છે. તેનાથી ઉપશમ ભાવ વધે છે, ઉપશમથી વિવેક વધે છે, બન્ને આંતરિક મિથ્યાત્વના ઉદય અને મિથ્યાત્વના આશ્રવને ઘટાડે છે, અટકાવે છે અને સંપૂર્ણ નાશ કરે છે. તે પછી કષાયનોકષાયના આશ્રવોનો ઘટાડો ચાલુ જ રહે છે અને તેથી અવિરતિરૂપ આશ્રવ ક્રમ કરીને ઘટતા ઘટતા સંપૂર્ણ નાશ પામે છે. તે પછી પણ કષાય-નોકષાયના આશ્રવ ઘટતા જ જાય છે, પ્રમાદ પણ ઉપશમ અને વિવેકના બળથી કષાય નોકષાય ઘટવાથી ઘટે છે. ઉપશમ અને વિવેકના બળથી કષાય નોકષાય સંપૂર્ણપણે શાન્ત થાય છે, અને કાળક્રમે નાશ પામે છે. જેમ જેમ અવિરતિ ઘટે કે નાશ પામે; જેમ જેમ કષાય-નોકષાય ઘટે, શાન્ત થાય કે નાશ પામે, તેમ તેમ ઉપશમ અને વિવેક પણ પ્રબળ થાય છે. આમ બન્નેના બળથી દેશ સંવર વધતો જાય છે અને છેવટે સર્વ સંવર રૂપે બન્ને પરિણમે છે. ઉપશમ એ વિવેકને જન્માવીને સંવરની પરાકાષ્ટા સુધી પહોંચાડે છે. તેથી ઉપશમ દ્વારા સમ્યગ્દર્શન; વિવેક દ્વારા સમ્યગ જ્ઞાન અને બન્ને દ્વારા સમ્યક્ ચારિત્રરૂપ સંવર પામીને આત્મશુદ્ધિની પરાકાષ્ટા પમાય છે. દ્રવ્ય ઉપશમ, દ્રવ્ય