________________ વિષયપ્રતિભાસ જેવા દેખાય છે. સમકિતીને મિથ્યાત્વનો-અજ્ઞાનનો નાશ અને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ, દર્શનમોહનીયનો ક્ષયોપશમ અને કષાય નોકષાય રૂપ ચારિત્રનો પણ અમુક જાતનો કયોપશમ થવાથી લબ્ધિરૂપે તેમજ ઉપયોગરૂપે આત્મપરિણતિમત્ જ્ઞાન હોય છે અને અનાભોગ કાળે આ પાપરૂપ વિષયપ્રતિભાસ છે. પણ તે પાપાનુબંધકારક નથી, કેમ કે ક્ષયોપશમ કાળમાં ઉદયો તીવ્રતા પકડી શકતા નથી. જાગૃત માણસ વધારે ગાફેલ બની શકતો નથી. ૪થે-પગે ગુણસ્થાનકે વિષયપ્રતિભાસની (શરૂઆતમાં બતાવેલી) છએ બાબતમાં ફેરફાર થાય છે. અપુનર્બન્ધક અવસ્થામાં આ વિષય પ્રતિભાસપણું કર્મના ક્ષયોપશમના કારણે ઘટતું જાય છે. તેથી છએ પ્રકારો મંદ થતા જાય છે, વિપરીત માન્યતા ઘટતી જાય છે, આંશિક આત્મપરિણતિ પ્રગટતી જાય છે, વધતી જાય છે. તેથી પાપાનુબંધ ઘટતા જાય છે. પુણ્યનો પાવર વધતો જાય છે અને અલ્પ પ્રમાણમાં પુણ્યાનુબંધ શરૂ થાય છે. આના કારણે અપુનર્બન્ધક અવસ્થાથી ચોથી દ્રષ્ટિમાં આત્માના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિની ઉપમાઓ માટે તૃણ (ઘાસ)-ગોમય-કાષ્ટ અગ્નિના પ્રકાશની ઉપમા આપી છે. જ્ઞાનનો બીજો ભેદ છે આત્મપરિણતિમતું. આત્મ એટલે વિષય. તેનું હેય-ઉપાદેય સ્વરૂપ જેવું છે તે રૂપે જે જાણે છે તે જ્ઞાન. બીજો અર્થ છેઃ આત્મા એટલે શુદ્ધ આત્મા, સિદ્ધ સ્વભાવ, તેને પ્રાપ્ત કરવામાં અનુકૂળરૂપે પરિણામ પામનાર-પરિણમેલું જ્ઞાન. આ જ્ઞાન જ્ઞાનાવરણના ક્ષયોપશમથી થાય છે, સાથે મિથ્યાત્વનો ક્ષયોપશમ, અનંતાનુબંધીનો ક્ષયોપશમ અને બીજી પણ ચારિત્ર મોહનીયની મંદતા ભળે છે. તેથી મિથ્યાત્વના ક્ષયોપશમથી વિષયપ્રતિભાસની એકાંત દ્રષ્ટિ બદલાઈને પ્રજ્ઞાપનીય ભાવયુક્ત અનેકાંત દ્રષ્ટિનો ક્ષયોપશમ થાય છે. અનંતાનુબંધીના ક્ષયોપશમથી રાગ-દ્વેષની મંદતા થાય છે તેથી જ્ઞાન આત્મપરિણતિરૂપ બને છે. આ જ્ઞાનમાં જેમ વિષયપ્રતિભાસ નથી હોતો તેમ તત્ત્વસંવેદન પણ નથી. માટે વચગાળાનું જ્ઞાન છે. આમાં તત્ત્વ સમજાય છે, પરંતુ અવિરતિના ઉદયથી, પ્રત્યાખ્યાનાવરણ-અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી સંવેદન થતું નથી. હેય