________________ ત્યાગ ન હોય ત્યાં પણ આંતરિક યાતના, હેય પ્રત્યે તિરસ્કાર, બિનજરૂરીનો અનુપયોગ, તેમાં ઉદાસીનતા વગેરે દ્વારા તત્ત્વસંવેદન ટકે છે, ક્યારેક આત્માની યોગ્યતા અનુસાર વિકસિત પણ થાય છે. પણ સામાન્યથી અપવાદ કાળે સાવધાની ન હોય તો તત્ત્વસંવેદન ઝાંખુ થાય છે. એ જ રીતે ઉપાદેય તત્ત્વમાં સન્માર્ગના આચારોમાં ભાવથી પ્રવર્તે છે આ પણ તત્ત્વસંવેદન છે. આ તત્ત્વસંવેદનમાં આંશિક રીતે આત્માનું અને સાધનરૂપે બાહ્ય હેય ઉપાદેય તત્ત્વનું તે તે રૂપે સંવેદન થાય છે, પરંતુ જેમ જેમ ચારિત્ર પરિણામ સ્થિર થાય છે, વૃદ્ધિ પામે છે તેમ આ સંવેદન છઠ્ઠી દૃષ્ટિમાં હેયના શક્ય ત્યાગ સહિત હેયથી ભયરહિત બને છે. જેમ નિર્બળ માણસથી બળવાનને ભય નથી તેમ સમજણનીશ્રદ્ધાની-આત્મપરિણતિની તીવ્રતાથી આત્મા બળવાન બનવાથી જો કે હેયમાં પ્રવર્તતો તો નથી. ઉપરાંત સ્વાભાવિક રીતે પણ તેને હેયને જોઈને ભય કે કંપારી પણ થતી નથી કારણ મોર સાપને જોઈને, ગભરાતો નથી તેવી આ તત્ત્વસંવેદનની સ્થિતિ છે. તે પછી આગળની સ્થિતિમાં ઉપાદેયમાં સાહજિક પ્રવૃત્તિ અને નિરતિચારપણું હોય છે. ત્યાં અતિચાર વર્જવાનો વિચાર પણ કરવાનો હોતો નથી. મન સદા સ્વભાવથી તત્ત્વરૂપ હોય છે. તે પછી ઉપર ઉપેક્ષા, માધ્યથ્ય અને ઉદાસીન દશારૂપ તત્ત્વ ભાવ પ્રગટ થાય છે તે રૂપે તત્ત્વસંવેદન હોય છે. માટે ભૂમિકા ભેદથી તત્ત્વની ભિન્નતા છે પરંતુ તે તત્ત્વ જ્યાં જે દેખાય છે તે રૂપે સંવેદન થાય છે. સાધ્ય તત્ત્વ સિદ્ધ સ્વરૂપ અને સાધન તત્ત્વ જ્ઞાન-દર્શન-ચારિત્રના પંચાચાર અને તેની પરિણતિ-ભાવનાઓની પરિણતિ-આ બધું તત્ત્વસંવેદન આચારોથી, શાસ્ત્ર અધ્યયન અને ગુરુકુળવાસથી થાય છે. માટે આચાર-શાસ્ત્ર અધ્યયનભાવન અને ગુરુકુળવાસ તે તત્ત્વસંવેદનના પ્રધાન અસાધારણ ઉપાય છે, અને પરાકાષ્ટામાં ઉપેક્ષા, ઉદાસીનતા, માધ્યસ્થ અને શુદ્ધ આત્મ તત્ત્વનું સંવેદન તે વીતરાગીને છે, અપ્રમત્ત પ્રાયને તે વ્યવહારથી છે. તત્ત્વસંવેદનમાં સર્વત્ર તત્ત્વદ્રષ્ટિ, એમાં પણ સિદ્ધસ્વભાવપણું પરમતત્ત્વ છે તેનું સંવેદન તે પૂર્ણ તત્ત્વસંવેદન અને તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવોના વિષયમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને ક્વચિત્ બાહ્ય વ્યવહાર પૂરતું માધ્યશ્મ એ અપૂર્ણ તત્ત્વસંવેદન છે. છવજીવણ કાવજી પછી પ૭ |જી પણ પાછા વજીર