________________ GRERERURURURGAURLAURLARRCRURURRRRREA चित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते હિડિિિીીિ ીિીિહિિિિીિીિહરિ રત્ત શબ્દ “મન” અર્થમાં અને “જ્ઞાન” અર્થમાં વપરાય છે. મનમાં પણ દ્રવ્યચિત્ત પુદ્ગલ આત્મક છે, જ્ઞાન સ્વરૂપ નથી, જ્ઞાનનું કારણ છે. ભાવચિત્ત જ્ઞાનરૂપ છે. આ જ્ઞાન પણ લબ્ધિરૂપ, ઉપયોગરૂપ કે સંસ્કારરૂપ હોય છે. લોક વ્યવહારમાં ઉપયોગને “ચિત્ત' કહેવાય છે. ઉપયોગ વખતે એમાં મોહનીયના ઉદય કે ક્ષયોપશમ જેવા હોય કે જેવા ઉત્પન્ન થાય તેવી શુભાશુભતા આવે છે. અશુભ કર્મના (મોહનીયના) ઉદયથી અશુભતા ઉપયોગમાં આવે છે. જેમ અવધિજ્ઞાન ઉત્પન્ન થતાં દેવલોક દેખાતા ઇન્દ્ર ઇન્દ્રાણીને મનાવે છે તે જોઈને મુનિને હસવું આવ્યું અને અવધિજ્ઞાન ગયું. આમાં અવધિજ્ઞાનથી જે દેખાયું તેના ઉપર કર્મ પરતંત્રતાની ભાવના, મોહની પ્રધાનતા તેમજ ભાવદયારૂપ વિચારણા થઈ હોત તો અવધિજ્ઞાન ન જાત માટે અશુભ કર્મના ઉદયથી જીવ કોઈપણ સારા કાર્યમાં-સારી વિચારણામાં પણ અશુભ વિચાર કરનાર બને છે, આ રીતે ઉપયોગ અશુભ-સંક્લિષ્ટ બને છે. ઋષભદેવ ભગવાનના પૂર્વ ભવમાં બ્રાહ્મી-સુંદરીના જીવ પીઠ-મહાપીઠ પાસે તેમના ગુરુદેવે (ઋષભદેવ ભગવાનના જીવે) ભરત-બાહુબલિના જીવ બાહુસુબાહુના વૈયાવચ્ચ ગુણ અને ઉત્કૃષ્ટ સાધુભક્તિની પ્રશંસા કરી. તે વખતે સ્વાધ્યાય તત્પર આ બન્ને જીવોને ખોટું લાગ્યું અને મનમાં વિચાર આવ્યો કે “કામ કરે એટલે ગમે છે, પણ શરીર તોડી નાખીને, બાહ્યથી વિમુખ બનીને સ્વાધ્યાય કરીએ છીએ તેની કાંઈ કદર નહીં ?" આવા ગુરુનિંદાના વિચારથી બન્નેએ સ્ત્રીવેદ બાંધ્યું. જો પીઠ-મહાપીઠ-બાહુ સુબાહુની પ્રશંસા સાંભળી ભક્તિના ગુણની મહત્તા વિચારી હોત તો આવું કર્મ ન બંધાત. પણ અશુભ કર્મના ઉદયથી પોતાની મહત્તા વિચારી અને ચિત્ત, જ્ઞાન, ઉપયોગ અશુભ વિચારવાળા બન્યા. આ રીતે શુભ કર્મના ઉદયથી, મોહનીયના ક્ષયોપશમથી જીવ અશુભમાં ન વળતા શુભ વિચારણા તરફ વળે છે. મરુદેવીમાતા ઋષભદેવ પુત્રને (ભગવાનને) વંદન કરવા ગયા ત્યારે પ્રભુએ તેમને ન બોલાવ્યા, ઉત્કૃષ્ટ સમૃદ્ધિમાન બનવા છતાં, કરોડો દેવતાઓ સેવામાં હાજર હોવા છતાં સંદેશો પણ ન મોકલાવ્યો. તે