________________ // अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् // * અનંતજ્ઞાની પરમાત્માના શાસનને પામવાની યોગ્યતા મોહના હ્રાસથી આવે છે. મોહનીય કર્મ ઘટે નહિ ત્યાં સુધી શાસન મળે નહિ. મોહના શસ્ત્રોને જાણી તેનો ક્ષય કરતા જવો તે જ મોહનીયને ઘટાડવાનો ઉપાય છે. “હું” અને “મારુ”-આ વિચારણા મોહનીય કર્મને વધારે છે. પુગલમાં, ધનમાં, કુટુંબમાં, માનમાં, અપમાનમાં, “હું અને મારુ”ની બુદ્ધિ રહે તો આત્મા મોહનીય કર્મના ક્ષયોપશમ વગરનો છે. આત્માનું સ્વરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે. પરમાત્માનું શાસન પામ્યા પછી મોહનીયનો ક્ષયોપશમ જોઈએ. તે માટે “હું કોણ ?" એવું વિચારવું જોઇએ. આત્માના સ્વરૂપનું ભાન, ગુણોનું ભાન થાય ત્યારે દેહ “હું છું” એવી બુદ્ધિ થતી નથી. મોટર ચલાવતા હોય ને ખાડામાં મોટર પડતી હોય અને બારણું ખોલી ઊતરી શકાય તેમ હોય તો ઊતરો કે નહિ ? તેમ શરીરના પાલનમાં, શરીરની સંભાળમાં જો આત્માનો નાશ થતો હોય તો ચલાવાય નહિ. વાત એ છે કે જેને આ શરીર પર મમતા છે અને મમતા પણ આંધળી છે તો તે આત્મા શરીર માટે ગમે તેવા પાપ કરવા તૈયાર છે. જેને ધન, કુટુંબ, બંધુ, માન, ખ્યાતિ પર મમતા છે તે ક્યું પાપ ન કરે ? બધા પાપ કરે. એટલે બધા પાપનું મૂળ કોણ ? આસક્તિ, મમત્વ. બાહ્ય પૌગલિક વિષયમાં અને આંતરિક કષાય-વિષયોમાં “હું અને મારુ” માને ત્યાં સુધી પાપથી પાછો ન ફરી શકે. પાપથી પાછા ફરવાનો ઉપાય, આત્મા મોક્ષ અપાવે છે, આત્મા સતિનું કારણ છે, એવો વિચાર જેને આવે તે પાપ છોડી દે. ભાઈનો દીકરો બાર વર્ષથી ઘરમાં રહે તો પણ “મારો” કહેવાય ? ને પોતાનો દીકરો 12 દિવસ ઘરમાં ન રહે તો “પરાયો” કહેવાય ? “આ શરીર મારું નથી, આ કુટુંબ મારું નથી, આ આરોગ્ય મારું નથી, આ પુણ્ય મારું નથી,” આવું જ વિચારે તેનું સમ્યગ્દર્શન નિર્મળ છે. પ્રતિકૂળ સામગ્રીમાં મમતા તો નથી, પણ તેને બદલાવવા માટેના ભાવો