________________ તો પણ ભૌતિક સુખની ઝંખનામાં રમતા હોય છે. વિષયો ન મળવા છતાં વિષય લંપટ હોય છે, તેથી જ તંદુલીયા મલ્યની જેમ પાપ ન કરવા છતાં દુર્ગતિમાં જાય છે, આ કામભોગને બીજી ભાષામાં નવ નોકષાયોમાં ગોઠવેલ છે. તેનાથી ઉત્તેજિત કષાયો દ્વારા જીવ પાપો, દુર્ગતિઓ ઉપાર્જિત કરે છે. જે નોકષાયનો જય કરે છે, તે કષાયનો જય સહેલાઈથી કરી શકે છે, જે કષાયનો જય કરે છે તે દુ:ખનો જય પણ કરી શકે છે. કામભોગની ઇચ્છા અને તેની તીવ્ર લાગણીઓના પ્રતાપે આ સંસારમાં એવા કોઈ દુઃખ નથી કે જે જીવે અનંતીવાર પ્રાપ્ત ન કર્યા હોય. એક એક વિષયો, વિષયના વિચારો, રાગદ્વેષથી બાળજીવને આર્તધ્યાન તથા પાપબંધના કારણ અને દુઃખના સર્જક છે. ખાણમાંથી ક્યારે પણ ઉત્પત્તિ અટકતી નથી, તેમ કામભોગની ઝંખના, ઇચ્છા, ભોગવટાની રુચિ, પ્રતિકૂળતામાં અરુચિ, પ, છૂટવાની કે છોડવાની ઇચ્છા, આ બધી જીવની જે વૃત્તિ અને તદનુસાર શક્ય પ્રવૃત્તિઓ તે કામભોગ કહેવાય, પણ તેમાંથી પેદા થતી અનર્થની ઉત્પત્તિ અટકતી નથી. તે પ્રત્યેક વૃત્તિ અને તેના અનુસાર સાક્ષાત કે પરંપરાની જે પ્રવૃત્તિ તે પણ અનર્થની-દુઃખ-પરંપરાની ખાણ છે. અર્થ એટલે જીવને ઈષ્ટ. તે બે પ્રકારનું હોય છે-વૈષયિક અને આધ્યાત્મિક. જીવને ઇષ્ટ હોય તે સુખ આવે જ, તેવો નિયમ નથી કારણ જે સુખ આપનાર હોય તે સુખ આપે, દુઃખ આપનાર હોય તે દુઃખ આપે. કુટુંબ, પરિવાર, ધન, ધાન્ય, માનપાન, એશ આરામ, રસ-ઋદ્ધિ-શાતાગારવ વગેરે સુખાભાસ છે, આંશિક સુખનો આભાસ કરાવી પાછળથી ભયંકર દુખો આપે છે. માટે વિષયોને અર્થ ન કહેતા અનર્થ કહ્યા છે. ઈષ્ટ છે માટે અર્થ અને ઈષ્ટનું કાર્ય સાતા, સુખ અને તેની પરંપરા નથી કરતા, તેથી વિપરીત કરે છે માટે અનર્થ કહ્યા છે, સામાન્ય અનર્થ નહિ પરંતુ અનર્થની ખાણ. મરિચીને દીક્ષા લીધા બાદ ઘણા વર્ષો સંયમ પાળ્યા પછી ગરમીના કારણે ઠંડકના વિષયે ત્રિદંડી વેષ કરાવી સંયમભ્રષ્ટ કર્યા, છતાં સંયમરાગ ઊભો હતો. પરંતુ ઠંડકના રાગે આચાર રાગ ઘટાડયો. પછી માંદા પડ્યા અને સાધુઓએ સેવા ન કરી ત્યારે સાધુ રાગ ગૌણ થયો, તેથી દીક્ષા આપવાની ઇચ્છા થઈ. પોતાના માર્ગમાં બીજાને પેસાડવા માટે ઉત્સુત્ર પ્રરુપણ થયું. આમ શાસ્રરાગ જીવજી 31 કણકણજી જીરું