________________ खाणी अणत्थाण हु कामभोगा જેમ રતની ખાણ રતો ઉત્પન્ન કરે, હીરાની ખાણ હીરા ઉત્પન્ન કરે, સુવર્ણની ખાણ સોનું અને કોલસાની ખાણ કોલસા ઉત્પન્ન કરે તેમ જ્ઞાની પુરુષ કામભોગને અનર્થની ખાણની ઉપમા આપે છે. પાંચ ઇન્દ્રિયના વિષયો છે શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ. તે શબ્દાદિ અને વર્ણાદિ તરીકે પણ ઓળખાય છે. આમાંથી શબ્દ અને રૂપની આકાંક્ષા-ઉપયોગને કામ કહેવાય છે અને ગંધાદિકની આકાંક્ષા તે ભોગ કહેવાય છે. શબ્દાદિ પાંચે પુદ્ગલરૂપ છે, જ્યારે એને જીવ વિષયરૂપે ઝંખે છે, સેવે છે ત્યારે જીવમાં રાગાદિ પરિણતિ જન્મે છે. તેથી રાગાદિ પરિણતિને જન્માવનાર આ કામભોગ અર્થાત્ શબ્દાદિ વિષયો છે. રાગાદિ પરિણતિ જન્મવાથી સારી વસ્તુમાં જીવ તેની રુચિ-પક્ષપાતવાળો થઈને પુણ્ય-પાપ, કર્તવ્ય-અકર્તવ્ય, યોગ્યઅયોગ્ય, પેથાપેય, ભક્ષ્યાભઢ્ય, ગમ્યાગમ્ય વગેરે બધું જાણે ભૂલી ગયો હોય, જાણે જાણતો ન હોય તેમ એ સારી માનેલ વસ્તુ માટે વિવેકહીનપણે પ્રવર્તે છે. આ જે વિવેકહીનતા, જાણવા છતાં અનુચિત પ્રવૃત્તિ, અનુચિતતાને ન જાણવા દેનાર રાગાદિ અને તેને ઉત્પન્ન કરનાર જે શબ્દાદિ વિષયો તેને અહીં ખાણ તરીકે બતાવેલ છે. આ કામભોગ કામાંધ, રાગાંધ, નિયાણા કરાવનાર બને છે. સન્માર્ગમાંથી ભ્રષ્ટ કરનાર પણ આ કામભોગો જ છે. આને બીજી ભાષામાં પાંચ પ્રકારના પ્રમાદ કહેવાય છે. આ પ્રારંભમાં કષાય કે અનાભોગથી પ્રેરિત હોય છે પણ પછી જો સુધારવામાં ન આવે તો તે પ્રમાદરૂપી વિષયો કષાયોના વિશેષ ઉત્તેજક બને છે, અને જીવને મિથ્યાત્વમાં ખેંચી જાય છે. આના કારણે જ જીવ અનંત સંસાર પણ ભટકે છે, નરકાદિ દુર્ગતિઓમાં ભટકે છે, સ્વચ્છંદ અને ઉન્મત્ત માણસની જેમ જ્ઞાની પુરુષોના વચન સાંભળવા, વિચારવાનું, સમજવાનું, સ્વીકારવાનું, આચરવાનું તે જીવ કરી શકતો નથી, કરતો નથી. આના કારણે મદિરા પીધેલ માણસનું મન તેની અસર સુધી જેમ તાત્ત્વિક વાત સાંભળવા, સમજવા અયોગ્ય હોય છે તેમ કામભોગથી મૂઢ બનેલ જીવનું ચૈતન્ય-જ્ઞાન પણ તત્ત્વવિચારણા તરફ રુચિ ધરાવતું નથી. તેમ તેવા જીવો ગમે તેવા દુઃખી હોય છg ggg g30 gggggggs