________________ બંધાય, બુદ્ધિહીનને જોઈ કરુણા ન આવે તો પાપ બંધાય. જ્યારે લક્ષ્મીવાળાને જોઈ હૃદયમાં આનંદ (ઇર્ષા, તિરસ્કાર કે પ્રતિસ્પર્ધિભાવ નહીં પણ તેની પુણ્યાઈનો આનંદ) થાય તો પુણ્ય બંધાય. લૌકિક વસ્તુમાં પુણ્યને પ્રધાન કરીને પ્રમોદભાવ આવે તો પુણ્ય બંધાય. પૌદ્ગલિક વસ્તુમાં કરુણાભાવ આવે તો પણ પુણ્ય બંધાય. લૌકિક વસ્તુમાં તિરસ્કાર, ધૃણા થાય તો પાપ બંધાય. પૌગલિક વસ્તુમાં ઈર્ષા, દ્વેષભાવ થાય તો પાપ બંધાય. બીજા માણસને જોઈ ક્યો વિચાર આવવો જોઇએ ? કેટલાક પરિસ્થિતિથી દીન હોય, કેટલાક વૃત્તિથી દીન હોય. કેટલાક શરીરથી અશક્ત હોય, કેટલાક મનથી અશક્ત હોય. મનથી અશક્ત એ મોહનીય કર્મ અને શરીરથી અશક્ત એ વીયતરાય કર્મ. કેટલાકને ઘણું ધન હોવા છતાં દીનતા હોય છે, માન ન મળે એટલે દીન બને. કેટલાક સત્ત્વવાળા હોય છે. કેટલીકવાર સશક્ત માણસ હોવા છતાં દીન હોય છે, અશક્ત માણસ હોય છતાં પણ સત્ત્વ વિકસિત હોય એવું બને. સત્ત્વ મોહનીયકર્મના ક્ષયોપશમથી ખીલે. સત્ત્વ એટલે હિંમત. એને મારી નાખનાર, ઊંધા રવાડે ચડાવનાર મોહનીય કર્મ છે. કોઈ ડોકટર કોઈને કહે કે તમે અઠવાડિયું કાઢો એમ નથી, તો આ સાંભળવા માત્રથી જ અડધો મરી જાય. જેને પ્રભુના શાસનની શ્રદ્ધા, આલોકપરલોકનો હિસાબ ખબર હોય એને તો મરવાનું નક્કી જ છે, તમે મને આ જણાવીને સાધના કરવાની જાગૃતતા આપી એમ કહે અને આમ કરતાં એનું સત્ત્વ ખીલે. જે પારકી પંચાત છોડે એનું સત્ત્વ ખીલે. જે પારકી પંચાત કરે એનામાં સત્ત્વહીનતા આવે. પંચાતમાં - નિંદા, બીજાના દોષો જોવાના હોય, આ દોષો જોવાના કારણે એ અજ્ઞાન બાંધે, મોહ બાંધે, અંતરાય બાંધે અને અવિવેકને ઉત્પન્ન કરે છે, અને સત્ત્વહીન બને. જ્ઞાન ભણેલા આત્મામાં સત્ત્વ ખીલે કે ન ભણેલામાં? ઘી રોટલીમાં ચોપડેલું હોય તો કામનું, (ગરમાગરમ રોટલી એકાદ ચમચી ઘી ચૂસી જાય) બાકી ટોયલીમાં રાખેલું ઘી કશું કામ આવે નહિ. એજ રીતે રોજિંદા જીવનવ્યવહારમાં વણાયેલું જ્ઞાન કામનું, બાકી બધું પોથીમાના રીંગણા જેવું જ્ઞાન તો અજ્ઞાન જેવું જ બની રહે. આત્માને ગમે તેટલું જ્ઞાન મળે એ ટોયલીનું ઘી છે. જ્યાં સુધી એ જ્ઞાન આત્માના અનુભવમાં ન આવે ત્યાં સુધી તે ભાજનમાં પડેલા ઘી જેવું છે. આપણા જ્ઞાનનો લાભ આપણને ક્યારે થાય? રસોઈમાં ભળેલું, રોકાયેલું, પાકેલું ઘી ક્યારેય જુદું ન પડે. એ રસોઈની સાથે એકમેક થઈને પરિણમે. ઠંડી જીવ જીવણજી 36 34333