________________ ગહિત પ્રવૃત્તિ બે પ્રકારે :- (1) લૌકિક અને (2) લોકોત્તર. લૌકિક ગહિત પ્રવૃત્તિના ત્રણ પ્રકાર છે. વગર ફોગટનું બીજાને દુઃખ આપવું એ લૌકિકમાં ગહિત છે. બીજા નંબરે કારણ હોય ત્યાં વિવેક વિના બીજાને દુઃખ આપવું અને ત્રીજા નંબરે, કોઈ માંગણી કરે તો એના પર ઉપકાર ન કરવો, એની ઉપેક્ષા કરવી. આ ગહિત પ્રવૃત્તિ છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી આપણે બધી પ્રવૃત્તિ આપણા સ્વાર્થ માટે જ કરીએ છીએ. પરંતુ હવે શાસનને પામેલા આપણી પ્રવૃત્તિ બીજાને ઉપકારી હોવી જોઈએ, અને કમસે કમ બીજાને દુઃખી કરનારી ન જ હોવી જોઇએ. લોકોત્તરમાં ગહિત શું? પ્રથમ તો અન્યની નિંદા. દુનિયામાં કોણ દોષ વગરનું છે? કોની ભૂલ થતી નથી ? કોને અજ્ઞાન નથી? એકની ભૂલ બીજાને કહીએ, કોઈની ભૂલ છડેચોક જાહેર કરીએ, ટીકા-ટીપ્પણનો વિષય બનાવીએ, કોઈની પણ વાત કોઈને કહીએ, એકબીજાને વાત કરીએ, સંઘની શિસ્ત મુજબ ન વર્તીએ, શ્રાવકના આચાર, સાધુના આચાર ન જાણીએ તે ગહિંત કહેવાય. આજે મોટી વ્યક્તિઓને પણ પ્રતિક્રમણ, પચ્ચકખાણ આવડતું નથી એ ગર્વિત કહેવાય. એટલે જે જે પ્રમાદના, કષાયના સ્થાન હોય તે છોડવા જોઈએ. સિદ્ધર્ષિ અને શિવભૂતિ (દિગમ્બર મત કાઢનાર) - આ બન્ને ઘરમાં રાત્રે મોડા આવે. એને કારણે માએ તેમને ઘરમાં આવવા ન દીધા, અને કહ્યું, “જ્યાં ઘર ખુલ્લું જણાય ત્યાં જાઓ. એ કારણે ઉપાશ્રયે આવ્યા. મોડા આવ્યા એને ઘરવાળાએ અંદર ન લીધા કારણ કે મોડા આવવું એ ગર્ણિત પ્રવૃત્તિ છે. ગર્ણિત પ્રવૃત્તિ કરનારા હોય એનો ત્યાગ કરવો. બાપના નામે દીકરો ગમે ત્યાંથી ગમે તેટલા પૈસા લઈ આવતો હોય તો બાપ છાપામાં પણ દીકરાનું નામ છપાવી એની ગહિત પ્રવૃત્તિનો, ટેકાનો ત્યાગ કરે. એટલે શું થયું? ગર્ધિત પ્રવૃત્તિને સંસારી પણ ટેકો ન આપે તો સંઘ, સાધુ ટેકો આપે ? એટલે એક તો, ગહિત પ્રવૃત્તિમાં આપણે પ્રવૃત ન થવું. એવી પ્રવૃત્તિઓ અટકાવવી. બીજું, એવી પ્રવૃત્તિમાં ટેકો આપનારની સાથેનો પણ વ્યવહાર બંધ કરવો. તમે જે છોકરાને કાઢી મૂકો અને તમારા ભાઈ જો ટેકો આપે તો તમે એની સાથે ન બોલો. એટલે સૌ પ્રથમ ધર્મની યોગ્યતા છે-ગહિત પ્રવૃત્તિ જાણવી. જ્ઞાનથી આચારની યોગ્યતા પ્રગટે છે. પણ કોઈ જ્ઞાનનો નિષેધ કરે તો? બુદ્ધિ ન હજી પણછ 17 443 3