________________ કોટિની હેય ન લાગે એવા માણસોને એમાં પ્રવર્તતા વાર ન લાગે. એવી જ રીતે, જે વિશિષ્ટ કોટિનું ઉપાદેય ન લાગે ત્યાં પણ એમ જ સમજવું. જેને હેય-ઉપાદેયની સમજણ બુદ્ધિ હોય તે બીજી પ્રવૃત્તિઓમાં ખેંચાય નહિ. બજારમાંથી જતા હોઈએ ત્યારે દરેક દુકાનોનું ખેંચાણ લાગે ? નાનો છોકરો હોય ને બજારમાંથી જતો હોય તો કઈ દુકાન પર ખેંચાણ ન હોય ? બધી દુકાનમાં જોયા કરે ને “આ લો” “આ લો” કહ્યા કરે. એવી રીતે સંસારી આત્માનું ખેંચાણ આ સંસારની દરેક પ્રવૃત્તિમાં હોય. જે કોઈ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, માન-પાન છે ત્યાં બધે જ ખેંચાણ હોય. પછી એ નિંદનીય પ્રવૃત્તિ હોય તો પણ ખેંચાણ હોય. પાપોપદેશ આપવો નહિ. અનર્થદંડમાં પાપોપદેશ આવે. શસ્ત્રક્રિયા, શસ્ત્રદાન આવે એમ અનર્થદંડ પણ આવે. કોઈકને ચપ્પ ભેટ આપવું કે કોઈકને ચપ્પ કેમ વાપરવું એ શિખવાડવું-એ બેમાં વધારે પાપ ક્યાં? ચપ્પ વાપરતા શીખડાવું એમાં, એક ચપ્પ આપો, બે આપો કે 50 ચપ્પ આપો, ને એની સામે પાપોપદેશ આપીએ તેનું પાપ કેટલું? એક પાપ શીખવાડો એની પાછળ હજાર પાપ કરતા શીખે. શાસ્ત્રમાં એક કથાનક આવે છે કે ચૌદ પૂર્વની અંદર યોનિપ્રાભૃત શાસ્ત્ર આવે છે. એમાં કઈ કઈ વસ્તુ ભેગી કરવાથી શું શું નિર્માણ થાય છે એની વાત છે. રત ઉત્પન્ન થાય, તિર્યંચ ઉત્પન્ન થાય, વાઘ અને સિંહ વગેરે પણ થાય. એક આચાર્યભગવંત તેમના શિષ્યને રાત્રિના સમયે આ શાસ્ત્ર શીખવાડી રહ્યા હતા. કોઈ સાંભળનારો સાંભળી ગયો. માછલીને ઉત્પન્ન કરવાની વાત હતી. એણે ઘરે જઈ સાંભળ્યા પ્રમાણે શરૂ કરી દીધું ને પુણ્ય હોય એટલે સીધેસીધું હાથ લાગે. એમ કરતાં હજારો જીવોનો કચ્ચરઘાણ નીકળી ગયો. આચાર્ય મહારાજે ઉપદેશ નથી આપ્યો પણ આચાર્ય કહેતા હતા ત્યારે કાન દઈને સાંભળી લીધી. થોડા દિવસો પછી એ જ માણસ આચાર્ય મહારાજને વન્દન કરવા આવે છે ને કહે, “હું આપના પ્રભાવે આટલું પામ્યો.” ભૂલ કેટલી ? આચાર્ય મ.સા. બીજા સાંભળે એટલા મોટા અવાજે શીખવાડતા હતા આ મોટી ભૂલ. આ પાપ બંધ કરવાનો રસ્તો ક્યો? આચાર્ય ભગવંતે એને કહ્યું, “હું તને રત કેમ બને તે બતાવું. શા માટે તારે આટલી હિંસા કરવી પડે. હું તને સરળ રસ્તો બતાવું” આ વાત એણે કબૂલ કરી. એને તો વિશ્વાસ હતો. આ વાત કોઈને કહેશે નહિ જીવન જીવણજી૨૦ જી વજી છાયા પછી