________________ ધર્મી આત્માને જ્યાં જ્યાં ભૂલ દેખાય ત્યાં સુધારવાની તૈયારી રાખે. સંસારી આત્માની તેવી તૈયારી ન હોય. જેને પોતાની ભૂલ ન દેખાય, ભૂલ સ્વીકારવાની તૈયારી ન હોય, એનું નામ ગર્પિત. એટલે એક માણસ પોતાની ભૂલ સમજાયા પછી વાતને આડીઅવળી કરે એ ધર્મને યોગ્ય રહે કે ન રહે ? કલ્પસૂત્રમાં આવે છે કે રોહગુમે જીવ, અજીવ અને નજીવ-આ ત્રણની સ્થાપના કરી. સારામાં સારો, ઉગ્ર બુદ્ધિવાળો સાધુ હતો. એના ગુરુએ કહ્યું કે હવે તું વાદસભામાં જઈને એટલું જ જણાવ કે આ તો સામાને ભ્રમિત કરવા મેં આ ત્રણની સ્થાપના કરી બતાવી. વાસ્તવમાં આવું નથી. અને તેણે આમ કરવાની ના પાડી, આ શું થયું? ભૂલ ન સ્વીકારવાના કારણે ઉગ્ર જ્ઞાન, ચારિત્ર, વિનય, તપ બધું સમાપ્ત. અને તે ગુરુ સામે છ મહિના સુધી વાદમાં ઉતર્યો. એની પાસે બુદ્ધિ, જ્ઞાન હતાં, ભણેલો હતો, તેથી વાદમાં ઊભો રહ્યો. એટલે સારા માટે કરેલી પ્રવૃત્તિ પણ ગહિંત કહેવાઈ. માન, ક્રોધ, લાભ વગેરેથી કરેલી સારી પ્રવૃત્તિ પણ ગર્પિત કહેવાય. આપણી વાત એટલી જ કે કષાય, વિષય, વિવેકહીનતાને આધીન જે પ્રવૃત્તિ થાય એ ગર્પિત કહેવાય. એ પ્રવૃત્તિઓને છોડતા રહેવું. અનંતજ્ઞાની પરમાત્માના શાસનને આપણા હૃદયમાં વસાવવા માટે ત્રણ વસ્તુ છે - (1) હેય (2) ઉપાદેય અને (3) સામાન્ય=મધ્યમ પરિસ્થિતિમાં મધ્યમ વસ્તુ. એટલે શું? શાસ્ત્રમાં દરેક વસ્તુના બે ભેદ બતાવ્યા છે હેય અને ઉપાદેય. પણ તાત્કાલિક હેય વસ્તુ કઈ? સૂક્ષ્મ રીતે હેય લઈએ ત્યારે પુદ્ગલની બધી વસ્તુ હેય કહેવાય અને તાત્કાલિક હેય વસ્તુ લઈએ ત્યારે પહેલા મોટા પાપ છોડવાના, પછી એનાથી નાના પાપ છોડવાના અને પછી તેનાથી પણ નાના પાપ છોડવાના. નાનું પાપ પણ હેય છે જ, છતાં પહેલા દ્રષ્ટિમાં ક્યા આવે ? જેમ ખાવાનું બંધ ન થઈ શકે, પણ એક મહિનો મિઠાઈ કે અભક્ષ્ય નહિ ખાવું, તો એ થઈ શકે. સામાન્યથી હેય વસ્તુ વિશિષ્ટ રીતે આત્માને બાધક હોય છે. દરેક ભૂમિકામાં અમુક અમુક આચરણ હેય હોય એટલે એ બિલકુલ ચલે નહિ. ડોકટરો ઓપરેશન કરતી વખતે એના બે ચાર કલાક પહેલાં ખાવાનું બંધ કરાવે. મોટું ઓપરેશન હોય તો છ-આઠ કલાક પહેલા પણ ખાવાનું બંધ કરાવે. એવી રીતે જગતની અંદર જે ગતિ અને નિંદનીય પ્રવૃત્તિઓ છે, વિશિષ્ટ કોટિની હેય છે. એના પ્રત્યે આપણા હૃદયનું વલણ કેવું જોઈએ? બંધ કરવાના વલણવાળું. જેને વિશિષ્ટ