________________ એવી કબૂલાત કરી. મહારાજ સાહેબે તેને કહ્યું, “આ રૂમમાં તારે એક કલાક રહેવું અને આમ આમ કરવું. આમ કરીને દ્રષ્ટિવિષ સાપ ઉત્પન્ન કરવાનો યોગ બતાડ્યો. અને યોગ એવો હતો કે આ પણ મરે અને સાપ પણ પોતે મરી જાય. વિશિષ્ટ હેય જે છે એ વિશિષ્ટ પાપસ્થાન છે, વિશિષ્ટ અધિકરણ છે, વિશિષ્ટ નિંદનીય છે. એ બધા પ્રત્યે આપણી લાગણી તિરસ્કારવાળી જોઈએ. સીનેમા થીયેટર પાસેથી જઈએ ત્યારે બોર્ડ જોવાની લાગણી થાય કે તિરસ્કારની ? શ્રાવકથી કસાઈખાનાના લત્તામાંથી પસાર ન થવાય. જેના પર ભારોભાર તિરસ્કાર હોય એ વસ્તુનું સાંનિધ્ય ન ગમે, એ જગ્યાથી જવાનું ન ગમે, એનું નામ પણ સાંભળવું ન ગમે તો એને તિરસ્કાર કહેવાય. એટલે જેમ જેમ પરિચય કરતાં જઈએ તેમ તેમ તિરસ્કાર ઘટતો જાય. માટે જ “હિમપ્રવૃત્તિતિ" કહ્યું. એટલે જેના પર તિરસ્કાર હોય તે ગહિંત, નિંદનીય સમજે. હેય અને નિંદનીયમાં ફેર કેટલો? સામાન્ય પાપ પ્રવૃત્તિ તે હેય અને વિશિષ્ટ કોટિથી મર્યાદાને ઓળંગીને જે પાપ પ્રવૃત્તિ કરવી તે નિંદનીય કહેવાય. પદ્ધતિસર અંકુશમાં રાખીને જે કામ થાય એ હેય. હેય પાપ છે, માટે તેમાં પણ જો અતિરેક થાય તો નિંદનીય કહેવાય. ત્રિપૃષ્ઠ વાસુદેવે કાનમાં સીસું રેડાવ્યું-આ પ્રવૃત્તિ નિંદનીય ગણાય. સજા મોટી, ગુન્હો નાનો. શિક્ષાની બુદ્ધિ વિષયોમાં હેયપણાની બુદ્ધિ નહોતી માટે થઈ. જો વિષયોમાં હેયતાની બુદ્ધિ હોત તો આવો રૌદ્રતાનો કષાય ચડે જ નહિ. નિંદનીય પ્રવૃત્તિ અને તેની રુચિ આપણા હૃદયના સંસ્કારને ગુમાવે. પ્રશ્ન :- આખી પ્રવૃત્તિ ઉપાદેય હોય પણ એમાં થોડું જ હેય હોય તો ? જવાબ:- લાડવા કર્યા હોય, પણ અંદર થોડું ઝેર નાંખ્યું હોય તો? શાસ્ત્ર કરુટ-ઉત્કટની કોઈ દિવસ પ્રશંસા ન કરી. જેમણે માસક્ષમણના પારણે માસક્ષમણ કર્યા હતા, જેમની સેવામાં દેવતા રહેતા હતા, છતાં પ્રશંસા નથી થઈ. એનું કારણ શું ? વરસાદ ન આવવાથી માણસ મરવા માંડ્યા. લોકોએ પથ્થરબાજી કરી. તેમણે વિવેક ગુમાવ્યો અને આવેશ ઉત્પન્ન થયો, ને શાપ આપ્યો, હે દેવ ! આ કણાલાનગરીમાં તું વરસાદ વરસાવ. પંદર દિવસ વરસાવ. મુશળધાર વરસાવ અને જેવો દિવસે તેવો રાત્રે વરસાવ.” બન્નેના પરિણામ કેવા થયા? આ હેય કે નિંદનીય ? આ સંસારના કોઈપણ કાર્યો તીવ્રતા પામીને