________________ (5)- પાપની પ્રેરણા કરવી નહિ. પાપની પ્રેરણા કોઈ આપે તે સાંભળવી નહિ. પાપની સલાહ અશુભ વાંચનથી, ટી.વી. જોવાથી, વીડીયોથી, નાટકથી પણ મળે. માટે તેવા નિમિત્તોથી સદા દૂર રહેવું. શુભ વિચારણા ઉત્પન્ન થાય, તેવી પ્રેરણા મળે તેવા વાંચન વગેરે કરવા. તેથી શાસ્ત્રવાંચન-પરાવર્તન, ધર્મી લોકોની સાથે સંપર્ક, સજ્જન-શિષ્ટજનોનો પરિચય આ સદા શુભ પ્રેરણાનું કારણ બને છે. જીવ જેમ જેમ શુભ જ્ઞાન, શુભ વિચારણા, અને શુભ વ્યક્તિના પરિચયમાં આવે તેમ તેમ અશુભ વિચારો ઉપર અંકુશ આવે, વિચારો ઘટે. જે શાંત અને સ્વસ્થ છે તેના પર અશુભ વિચારોનું જોર નથી ચાલતું. તામસભાવવાળા પર અશુભ વિચારોનું જોર વધારે ચાલે, તેનાથી રાજસવાળા પર ઓછું, અને તેના કરતા સાત્વિકભાવવાળાને અશુભ વિચાર ઓછા આવે. કષાયપરવશને સંકલ્પ-વિકલ્પો વધારે, વિષયપરવશ ન હોય પણ અનુકૂળતાપ્રિય સુખશીલીયો હોય તેને એથી અલ્પ હોય અને અનુકૂળતા પ્રતિકૂળતાને સમ ગણનારને નકામા વિચારો પ્રાયઃ ન હોય. આવું જીવન જીવી વિચાર ઘટાડવા પ્રયત્ન કરવો. - , , . .' '***- * :-:-- ---- --- - *