________________
=
=
=
આ પ્રથમ આવૃત્તિનું વક્તવ્યો
જ્યારથી ઉત્તરાધ્યયન સૂત્રનું વાચન કરેલું ત્યારથી તે સૂત્ર પ્રત્યે આકર્ષણ થયેલું અને જેમ જેમ બીજાં સૂત્રો અને ગ્રંથોનો અભ્યાસ થતો ગયો તેમ તેમ તે આકર્ષણ ભિન્ન ભિન્ન રીતે પરિણમવા લાગ્યું. ત્યારબાદ ઈતર દર્શનોના એટલે ખાસ કરીને વૈશેષિક, નૈયાયિક, સાંખ્ય, વેદાંત ઈત્યાદિ દર્શનોના સાહિત્યનો અભ્યાસ અને નિરીક્ષણ કરવાનો સમય મળતો ગયો; તેમ જ દર્શન, વાદો અને મતો એ બધાનું અવલોકન થોડું ઘણું જે કંઈ થતું ગયું તેમ તેમ જૈનદર્શન પ્રત્યેની અભિરુચિ કંઈક વિશેષ અને વિશેષતર જ થવા લાગી અને તેમ થવું સ્વાભાવિક જ હતું.
છેલ્લે છેલ્લે બૌદ્ધદર્શનના ગ્રંથો વાંચવા મળ્યા. જૈનસાહિત્ય સાથે તેનો તુલનાત્મક અભ્યાસ કરતાં ખૂબ જ રસ પડ્યો. બૌદ્ધસાહિત્ય વાંચ્યા પછી જૈન સાહિત્ય પ્રત્યેનો આદર તો વિશેષતમ થયો જ, પરંતુ તેની પરિણતિ પ્રથમ કરતાં કંઈક જુદી રીતે જ થવા પામી. પરંપરાગત સંસ્કારથી જૈનદર્શન એ વિશ્વવ્યાપી દર્શન છે એમ માની લીધેલું તેને બદલે જૈનદર્શનની વિશ્વવ્યાપકતા શી રીતે અને શા માટે? આ બધું ચિંતન કરવાનો વિશેષ અવસર મળ્યો હોય તો તે બૌદ્ધ ધર્મના વિશિષ્ટ વાચન પછી જ. અને તે ચિંતનના પરિણામે જૈનદર્શન પ્રત્યેનો આદર પ્રથમ કરતાં વિશેષ થયો ખરો. પરંતુ તેની દિશા પલટી ગઈ અને ત્યારથી એવો નિશ્ચય થતો ગયો કે, એ બધું તુલનાત્મક દષ્ટિએ વિચારીને તે વિશેષતાઓ આગળ કરવી.
વૈજ્ઞાનિક, ઐતિહાસિક અને લોકોપયોગિતાની દૃષ્ટિએ જૈનદર્શન કઇ કઇ વિશેષતાઓ ધરાવે છે ? લોકમાનસનું નિદાન કરનારું તેની પાસે ક્યું રસાયણ છે? આ બધું માનસમંથન થયા પછી તે તે દષ્ટિએ વાંચતાં જે જે બુદ્ધિગ્રાહ્ય થયું તેના ગાઢ સંસ્કારોનું ચિત્ર માનસપટમાં આલેખાતું ગયું.
ભગવાન મહાવીરનાં અન્ય સૂત્રોમાં જે અમૃત વચનો છે તે પૈકી પ્રથમ ઉત્તરાધ્યયનને તદ્દન નવી ઢબે સંસ્કારવાની ભાવના પ્રથમ ઉદ્ભવવાનાં બે કારણો હતાં. (૧) સરળતા અને (૨) સર્વવ્યાપકતાઃ
ઉત્તરાધ્યયન [ ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org