Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ ૧/-/૧ આ પ્રાકૃત-૧ — * - * — ૧૯ - સૂત્ર-૧ ઃ [શ્રી વીતરાગ પરમાત્માને નમસ્કાર થાઓ અરિહંતોને નમસ્કાર થાઓ. તે કાળે, તે સમયે મિથિલા નામે ઋદ્ધિ સંપન્ન અને સમૃદ્ધનગરી હતી, ત્યાં પ્રમુદિત જન-જાનપદ યાવત્ તે પ્રાસાદીય હતી. તે મિથિલા નગરીની બહાર ઈશાન દિશામાં અહીં માણિભદ્ર નામક ચૈત્ય હતું. તે નગરીમાં જિતશત્રુ રાજા, ધારિણી દેવી હતા. તે કાળે - તે સમયે તે માણિભદ્ર ચૈત્યમાં સ્વામી પધાર્યા. પર્ષદા નીકળી, ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ યાવત્ રાજા પણ જે દિશામાંથી આવેલો, તે જ દિશામાં પાછો ગયો. • વિવેચન-૧ : તે કાળે ઈત્યાદિ - તે કાળમાં. અર્થાત્ જ્યારે ભગવત્ વિચરતા હતા, તે કાળમાં. ત્નિ - અધિકૃત્ અવસર્પિણીના ચોથા ભાગરૂપ, Î શબ્દ વાક્યના અલંકાર અર્થે છે. સમય - અવસર વાચી છે. તથા લોકમાં, હજી પણ આ વક્તવ્યનો સમય વર્તતો નથી અર્થાત્ હજી સુધી આ વક્તવ્યનો અવસર વર્તાતો નથી. તે સમયમાં ભગવંતે આ સૂર્યવક્તવ્યતા કહી. તે સમયે મિથિલા નામે નગરી હતી. [શંકા] હજી પણ તે નગરી વર્તે છે, તો “વર્તતી હતી” તેમ કેમ કહ્યું ? કહે છે – ગ્રંથમાં કહેલ વૈભવયુક્ત વર્ણન જે કહેવાશે તે “વર્તતું હતું” પણ ગ્રંથ વિધાનકાળે તેમ નથી. આ પણ કઈ રીતે જાણવું? તે કહે છે. આ અવસર્પિણી કાળ, અવસર્પિણીમાં પ્રતિક્ષણે શુભ ભાવો હાનિને પામે છે, તે જિનપ્રવચનજ્ઞાતાને સુપ્રતીત છે. તેથી “વર્તતી હતી” તેમ કહેવામાં કોઈ વિરોધ નથી. હવે આ નગરીનું વર્ણન – ઋદ્ધ-ભવનો વડે અને પૌરજનો વડે અતી વૃદ્ધિને પામેલ. સ્લિમિત-સ્વચક્ર, પરચક્ર, તસ્કર, ડમરાદિથી ઉદ્ભવેલ ભયરૂપી કલ્લોલ માળાથી રહિત. સમૃદ્ધ-ધન, ધાન્યાદિ વૈભવ યુક્ત. તથા પ્રમોદવાળા - પ્રમોદ હેતુ વસ્તુના તેમાં સદ્ભાવથી, ખન - નગરીમાં વસતા લોકો. ખાનપ૬ - જનપદમાં રહેલ, તેમાં પ્રયોજનવશ આવતા એવા તે પ્રમુદિત જન-જાનપદ. ચાવત્ શબ્દ વડે ઉવવાઈ સૂત્રમાં પ્રતિપાદિત સમસ્ત વર્ણન જાણવું. તે ગ્રન્થ મોટો થઈ જવાના ભયથી લખતાં નથી. તે માત્ર “ઉવવાઈસૂત્ર” વડે જાણવું. ક્યાં સુધી જાણવું ? પ્રાસાદીયા સુધી. અહીં હ્ર શબ્દના ઉપાદાનથી પ્રાસાદીયા આદિ ચાર પદો જાણવા. પ્રાસાદીયા, દર્શનીયા, અભિરૂપા અને પ્રતિરૂપા. તેમાં - પ્રાસાદીયા એટલે ઘણાં પ્રાસાદોથી યુક્ત, તેથી જ દર્શનીય-દર્શન યોગ્ય, કેમકે પ્રાસાદો અતિ રમણીય છે. તથા અભિમુખ એવો અતિ આકાર જેનો છે તે અતિરૂપા, પ્રતિવિશિષ્ટ - અસાધારણ આકારવાળી તે પ્રતિરૂપા. તે મિથિલા નગરીની બહાર ઈશાન દિશા ભાગમાં - ૪ - માણિભદ્ર નામક સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ચૈત્ય હતું. ત્રિમ્ - લેય્યાદિ ચયનનો ભાવ કે કર્મ તે ચૈત્ય. તે સંજ્ઞા શબ્દપણાંથી દેવતાપ્રતિમા રૂપે પ્રસિદ્ધ છે. તેથી તેના આશ્રયભૂત જે દેવતાનું ગૃહ હોય તે પણ ઉપચારથી ચૈત્ય કહેવાય છે. તે અહીં વ્યંતરાયન જાણવું. પણ અર્હત ભગવંતનું આયતન [જિનાલય] નહીં. ચૈત્યનું વર્ણન કહેવું. તે ઉવવાઈ સૂત્રથી જાણવું. ૨૦ તે મિથિલા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેની દેવી - સમસ્ત અંતઃપુરની મુખ્ય પત્ની, સર્વ ગુણ ધારણ કરવાથી ધારિણી નામે રાણી, રાજા, રાણી વર્ણન ઉવવાઈ સૂત્રમાં કહેલ વર્ણન મુજબ જાણવું. તે કાળે, તે સમયે, તે માણિભદ્ર ચેત્યમાં સ્વામી જગદ્ગુરુ ભગવંત શ્રી મહાવીર અરહંત, સર્વજ્ઞ, સર્વદર્શી, સાત હાથ પ્રમાણ શરીર ઉંચા, સમચતુરા સંસ્થાનવાળા, વજ્રઋષભ નારાચ સંઘયણવાળા, કાજળ જેવી કાલિમાયુક્ત - સ્નિગ્ધકુંચિત-પ્રદક્ષિણાવર્ત મસ્તકના વાળવાળા, તપેલા સુવર્ણ જેવી સુંદર મસ્તકતલકેશભૂમિ આતપત્ર આકાર મસ્તક, પરિપૂર્ણ ચંદ્રમંડલથી પણ અધિકતર મુખની શોભાવાળા, પાકમળની સુગંધ જેવા નિઃશ્વાસવાળા, વદનના ત્રિભાગ પ્રમાણ કંબૂ સમાન સુંદર કંધરવાળા, શાર્દૂલ સિંહવત્ પરિપૂર્ણ વિપુલ સંધપ્રદેશવાળા, મોટા નગરના કબાટ જેવા વિશાળ વક્ષઃસ્થળથી શોભતા, યથાસ્થિત લક્ષણયુક્ત, શ્રીવૃક્ષ પરિઘ સમાન લાંબા બાહુ યુગલવાળા, રવિ-ચંદ્ર-ચક્ર-સ્વસ્તિકાદિ પ્રશસ્ત લક્ષણયુક્ત હસ્તતલવાળા, સુજાત પડખાં, મત્સ્ય જેવું ઉંદર, સૂર્ય કિરણના સ્પર્શથી વિકસેલ કમળ સમાન નાભિમંડલ, સિંહજેવો સંવર્તિત કમર પ્રદેશ, નિગૂઢમાનૂ, કુરુવિંદ જેવા વૃત્ત જંઘા યુગલ, સારી રીતે પ્રતિષ્ઠિત કાચબના સુંદર પગ જેવો તલ પ્રદેશ, એ બધાંથી યુક્ત. અનાશ્રવ, નિર્મમત્વ, છિન્નશ્રોતવાળા, નિરૂપલેપ, પ્રેમ-રાગ-દ્વેષ રહિત, ૩૪-અતિશય ચુક્ત, દેવે રચેલ નવ સુવર્ણકમળમાં પગ મૂકીને ચાલતા, આકાશમાં ચાલતા ધર્મચક્ર-છત્ર-બે ચામરો - અતિ સ્વચ્છ સ્ફટિક વિશેષમય પાદપીઠ સહિત સિંહાસનથી યુક્ત એવા, તથા આગળ દેવો વડે ખેંચાતા ધર્મધ્વજ સહિત, ૧૪,૦૦૦ સાધુઓ અને ૩૬,૦૦૦ સાધ્વીજી વડે પરિવરેલા સ્વકલ્પ સુખપૂર્વક વિચરતા, ચયાસ્વરૂપ અવગ્રહ ગ્રહણ કરી, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં સમવસર્યા. ભગવંતના સમવસરણનું વર્ણન ઉવવાઈથી જાણવું. ૫ર્ષદા-મિથિલા નગરીના વસનારા સર્વે પણ લોકો ભગવંતની આવેલા જાણીને ભગવંતના વંદનાર્થે પોતાના આશ્રય સ્થાનોથી નીકળ્યા. ત્યારે તે મિથિલા નગરીના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપશોમાં ઘણાં લોકો પરસ્પર એ પ્રમાણે કહે છે – બોલે છે - પ્રજ્ઞાપે છે - પ્રરૂપે છે કે નિશ્ચે એ પ્રમાણે હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવન્ મહાવીર, આદિકર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી યાવત્ વિચરતા અહીં આવ્યા છે, સમાગત છે, સમોસર્યા છે, આ જ મિથિલા નગરીની બહાર માણિભદ્ર ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ અવગ્રહીને તે અરહંત-જિન-કેવલી, શ્રમણ ગણથી પરિવરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. હે દેવાનુપ્રિય ! તથારૂપ અરહંત

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 223