Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાળા છે. દક્ષિણમાં તેમનાથી પણ વિશેષાધિક છે. કેમકે દક્ષિણ દિશામાં કૃષ્ણ પાક્ષિકોનું અધિકતાથી ગમન થાય છે.
ઈશાન કલ્પના વિમાનિક દેવેનું અપ-બહત્વ–દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા દેવ ઈશાન કલ્પમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે, ઉત્તરમાં એનાથી અસંખ્યાત ગુણિત છે, તેનું કારણ પહેલાં જે બતાવ્યું છે તે જ સમજવું જોઈએ. દક્ષિણમાં તેમનાથી પણ વિશેષાધિક છે કેમકે ત્યાં કૃષ્ણપાક્ષિકોની પ્રચુરતાથી ગમન થાય છે.
સનકુમાર કલપના દેવેનું અ૮૫ બહત્વ–બધાથી ઓછા દેવ સનકુમાર કલ્પમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે, ઉત્તરમાં તેમનાથી અસંvયાત ગણું છે અને દક્ષિણમાં તેમનાથી પણ વિશેષાધિક છે. તેનું કારણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ.
મહેન્દ્ર કલ્પના દેવેનું અલ્પ બહુ–મહેન્દ્ર કપમાં બધાથી ઓછા દે પૂર્વ પશ્ચિમમાં છે, તેમની અપેક્ષાએ ઉત્તરમાં અસંખ્યાત ગુણ અને ઉત્તરની અપેક્ષાએ દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. તેનું કારણ પણ પૂર્વની જેમ સમજી લેવું જોઈએ.
બ્રહ્મલેક કલપના દેવેનું અ૫ બહુત્વ-બધાથી ઓછા દેવ બ્રહ્મલોકમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં છે, કેમકે બહુસંખ્યક કૃષ્ણપાક્ષિક તિર્યંચ દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે અને શુકલ પાક્ષિક હાજ હોય છે તે કારણે બ્રહ્મલેકમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં બધાથી ઓછા દેવ છે તથા દક્ષિણ દિશામાં તેમની અપેક્ષાએ અસંખ્યાત ગુણ છે, કેમકે ત્યાં ઘણ કુષ્ણુ પાક્ષિક ઉત્પન્ન થાય છે.
લાન્તક દેવેનું અ૫ બહુ––લાન્તક કપમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં બધાથી ઓછા દેવ છે તથા દક્ષિણમાં તેનાથી અસંખ્યાત ગણા છે તેનું કારણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ.
મહાશુક કલ્પના દેવેનું અ૫બહુત્વ-મહાશુક નામક ક૯પમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશાઓમાં બધાથી ઓછા દેવ છે તથા દક્ષિણમાં તેનાથી અસંખ્યાત ગણ છે, કેમકે દક્ષિણ દિશામાં બહુસંખ્યક કૃષ્ણ પાક્ષિક ઉત્પન્ન થાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧ ૫.