Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છઠ્ઠી પૃથ્વીના પૂર્વ પશ્ચિમ તેમજ ઉત્તર દિશાના નારકાની અપેક્ષાએ દક્ષિણના નારક અસંખ્યાત ગુણા છે. છઠ્ઠી તમાપૃથ્વીના દક્ષિણના નારકાની અપેક્ષાએ પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના પૂર્વ, પશ્ચિમ ઉત્તરમા નારક અસંખ્યાત ગુણા છે અને ધૂમપ્રભાની દક્ષિણુ દિશાના નારક તેનાથી પણ અસંખ્યાત ગુણા છે. દક્ષિણ દિશાના ધૂમપ્રભા પૃથ્વીના નારકેાની અપેક્ષાએ ચેાથી પંકપ્રભા પૃથ્વીના પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશાના નારક અસ`ખ્યાત ગુણા છે. દક્ષિણ દિશાના ધૂમપ્રભા પૃથ્વીના નારકેાની અપેક્ષાએ ૫કપ્રભા પૃથ્વીના પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર વંશાના નારક અસખ્યાત ગુણા છે અને તેજ પ ́કપ્રભાની દક્ષિણ દિશાના નારકો તેનાંથી પણ અસંખ્યાત ગુણા છે. દક્ષિણ દિશાના પંકપ્રભાના નારકાથી ત્રીજી વાલુકાપ્રભાના નારક પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસખ્યાત ગુણા છે તેનાથી વાલુકાપ્રભાની દક્ષિણ દિશાના નારક અસંખ્યાત ગણા છે. દક્ષિણ દિશાના વાલુકાપ્રભા પૃથ્વીના નારકાની અપેક્ષાએ દ્વિતીય શર્કરા પ્રભા પૃથ્વીના નારક પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામા અસખ્યાત ગુણા છે. આ શરાપ્રભા પૃથ્વીના નારક દક્ષિણ દિશામાં અસ`ખ્યાત ગુણા છે. દક્ષિણ દિશાના શર્કરપ્રભા પૃથ્વીના તારકાથી આ રત્નપ્રભા પૃથ્વીના નારક પૂ પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાત ગુણા છે અને દક્ષિણ દિશામાં એનાથી પણુ અસંખ્યાત ગણા છે.
દિશાની અપેક્ષા તિય ચ પંચેન્દ્રિયાનુ અલ્પ બહુત્વ-દિશાની અપેક્ષાએ બધાથી ઓછા પાંચેન્દ્રિય તિર્યંચ પશ્ચિમ દિશામાં છે, કેમકે પશ્ચિમમાં ગૌતમદ્વીપ છે, તેની અપેક્ષાએ પૂર્વમાં વિશેષાધિક છે કેમકે પૂર્વમાં ગૌતમ દ્વીપ નથી. દક્ષિણ દિશામાં એનાથી પણ વિશેષાધિક છે. કેમકે ત્યાં ચન્દ્ર સૂક્ષ્મ દ્વીપને અભાવ છે. ઉત્તર દિશામાં તેનાથી પણ વિશેષાધિક છે, કેમકે ત્યાં માનસ સરાર હૈાવાથી ઘણુ જળ છે અને પૂર્વોક્ત યુક્તિના અનુસાર જળમાં ઘણા પોંચેન્દ્રિય તિય``ચ (જળચર) વિદ્યમાન છે.
મનુષ્યનુ અલ્પમડુત્વ દિશાઓની અપેક્ષાએ બધાથી એછા મનુષ્ય દક્ષિણ અને ઉત્તર દિશમાં છે. કેમકે આ દિશાઓમાં પાંચ ભરત અને પાંચ અરવત ક્ષેત્ર ચેડાં જ છે. તેમની અપેક્ષાએ પૂર્વ દિશામાં અસંખ્યાતગુણા અધિક છે કેમકે ત્યાં ક્ષેત્ર સંખ્યાત ગુણા અધિક છે; તેમની અપેક્ષાએ પણ પશ્ચિમમાં વિશેષાધિક છે, કેમકે અધેલૌકિક ગામામાં સ્વભાવથી જ મનુષ્યેાની બહુલતા છે.
દિશાની અપેક્ષાએ ભવનવાસિયાનું અલ્પ–અહુત્વ, દિશાઓની અપેક્ષાએ અધાથી અલ્પ ભવનવાસી દેવ પૂર્વ અને પશ્ચિમમાં છે કેમકે, આ બન્ને દિશાઓમાં તેમના ભવન એછાં છે તેમની અપેક્ષાએ ઉત્તરમાં અસખ્યાત ગુણા અધિક છે કેમકે સ્વસ્થાન હાવાથી ત્યાં ભવન ઘણાં અધિક છે. દક્ષિણ દિશામાં તેનાથી પણુ અસખ્યાત ગણુા છે કેમકે ત્યાં પ્રત્યેક ત્રિકાયના ચાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૧૩