Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Th( 5.
વિષય કષાયથી મલિન થયેલા વસ્ત્રો પરિધાન કરાવી, મોહરાજાએ કુસંસ્કારનો માર મારી તમને હેરાન પરેશાન કર્યા છે, તે જ વિષય અને કષાયની મલિનતા મૂળમાંથી કાઢવાનો પ્રયોગ હું તમને શીખવાડીશ. તમે આજ આરામ કરો, ધર્મના બગીચામાં આવી પહોંચ્યા છો, હવે તમોને આનંદ જ પ્રાપ્ત થશે. બંને કુમારોએ અંતરતમ પ્રદેશમાં ક્યારેય ન અનુભવી હોય તેવી શીતળ છાંય પ્રાપ્ત કરી. આરામ કરી બંને કુમારો સ્વસ્થ બની આવી પહોંચ્યા.
તે બંને કુમારોને ભગવતી મૈયાએ આવકાર્યા, પાસે બેસાડ્યા, વાત્સલ્યસભર ભાવે નમસ્કાર મહામંત્રનું કવચ અર્પણ કર્યું. તેની વિધિ સમજાવીને પહેરાવ્યું. ત્યાર પછી આત્માનું ધ્યાન ધરાવી, બ્રાહ્મી લિપિનો ભાવ સમજાવી, શ્રુતજ્ઞાનને નમસ્કાર કરાવ્યા. આ પ્રમાણે મંગલાચરણ કરાવ્યા પછી પ્રયોગનો પ્રારંભ કરાવ્યો.
પાઠ - ૧ઃ સહુ પ્રથમ પૂર્ણ શુદ્ધિના ઉપાયભૂત રત્નમાળે ચતિ થી જિજ્ઞરિઝમને frગvો તે નવ પદનું ઉચ્ચારણ કરાવ્યું. બાળકોની અપૂર્વ જિજ્ઞાસા વૃદ્ધિ પામતી જોઈને ભગવતી મૈયાએ કહ્યું કે આપણે આત્મા છીએ, જડ શરીર નથી. જડ શરીરનો યોગ આત્મા સાથે થયો છે, તેને કર્મ કહેવાય છે. કર્મની મલિનતા રાગદ્વેષથી આવી છે. તેના ફળ રૂપે શરીર મળ્યું છે. જેથી આત્મા પોતે પોતાના દ્વારા બંધાઈને સુખી દુઃખી થઈ રહ્યો છે. આત્મા જો શુદ્ધ થાય તો સહજ આનંદ અને સુખનું ધામ છે. સુખના ધામને શોધવાનો ઉપાય સંયમ અને તપ છે. તેના દ્વારા બદ્ધ કર્મોને આત્મપ્રદેશથી અલગ કરી શકાય છે. પ્રયોગ દ્વારા કર્મને છૂટું પાડવાની ક્રિયા કરે તે ચલાયમાન ચલિત કહેવાય. તે જ કર્મ પ્રયત્નપૂર્વક ઉદિત કરાય તે ઉદીર્યમાણ ઉદિત કહેવાય, ઉદયમાં લાવી સુખ-દુઃખ ભોગવાય તે વેદ્યમાન વેદિત, કર્મ વેદાતા વેદાતા ક્ષીણ થાય તે પ્રહાયમાણ પ્રહીણ, કર્મની સ્થિતિ ક્ષય કરવામાં આવે તેને છિદ્યમાન છિન્ન, ધ્યાન, તપ, દ્વારા કર્મને ભસ્મીભૂત કરાય તેને દહ્યમાન દગ્ધ અનેત્યાર પછી કર્મ બિલકુલ નીરસ કરાય તેને પ્રિયમાણ મૃત અને અંતે કર્મની અવસ્થા અકર્મ - પુદગલ રૂ૫ બની, ખરી જાય તેને નિર્જીર્યમાણ નિર્જીર્ણ કહેવાય છે.
આ રીતે આત્માને શુદ્ધ કરવામાં આવે તો પછી ક્યારે ય અશુદ્ધ થતો નથી, તે અરિહંત બનીને સિદ્ધ થાય છે.
આ રીતે ચલિત આદિ નવ પદ દ્વારા આત્મશુદ્ધિનો સંક્ષિપ્ત પાઠ શીખવ્યો તેનો જ વિસ્તાર પ્રસ્તુત સૂત્રમાં જોવા મળશે. આત્મપ્રદેશ ઉપર લાગેલી મલિનતાના થરના થરમાં ભવોભવના ચલચિત્રો કેવા હોય, નારકી આદિ જીવોને દુર્ગતિમાં દુઃખી થઈ ક્યાં સુધી રહેવું પડશે ? કયારેક મલિનતા ઓછી થાય તો મનુષ્ય, તિર્યંચ, દેવ ભવના સુખ વગેરે કેમ ભોગવવા પડે, તે સર્વ વર્ણન સમજાવ્યું. પંચરંગી ધાબાવાળી મલિનતા, ઈન્દ્રિય વિષય છે. આ રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ વિષયમાં આસક્ત વ્યક્તિ કઈ રીતે આરંભ કરે છે, કરાવે છે, તેના
28