Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-૧૧ ૩ીં
છે.
શક્ષભૂમિઓ ત્રણ પ્રકારની કહે છે-(૧) ઉત્કૃષ્ટ શિક્ષભૂમિ, (૨) મધ્યમ શિક્ષભૂમિ અને (૩) જઘન્ય શિક્ષભૂમિ. ઉત્કૃષ્ટ શૈક્ષભૂમિને કાળ છ માસને, મધ્યમ શૈક્ષભૂમિને કાળ ચાર માસને અને જઘન્ય શિક્ષભૂમિને કાળ સાત રાત્રિદિવસને હોય છે.
સૂવાર્થ-સ્થવિર ભૂમિઓ પણ ત્રણ પ્રકારની કહી છે-(૧) જાતિ વિરની ભૂમિ, (૨) શ્રત સ્થવિરની ભૂમિ અને (૩પર્યાય સ્થવિરની ભૂમિ. ૬૦ વર્ષની ઉમરના નિર્ચથને જાતિસ્થવિર કહે છે, સ્થાનાંગ અને સમવાયાંગસૂત્રના ધારક નિગ્રંથને શ્રતસ્થવિર કહે છે અને જેણે પ્રવ્રજ્યા ગ્રહણ કર્યાને ૨૦ વર્ષ થઈ ગયાં છે એવા સ્થવિરને પર્યાય સ્થવિર કહે છે.
ટકાથ_શક્ષભૂમિઓ અથવા સેધભૂમિએ જે ત્રણ પ્રકારની કહી છે તેમાં ગ્રહણ અથવા આસેવનરૂપ શિક્ષાનું જે અધ્યયન કરે છે તેને શૈક્ષ કહે છે. અથવા
gિધા ” ના અનુસાર જે તૈિયાર કરાય છે તેને સેધ કહે છે. તેની જે ભૂમિઓ છે–મહાવ્રતારોપણ કાળરૂપ જે અવસ્થા છે, તેમને શૈક્ષભૂમિએ કહે છે. તેના ઉત્કૃષ્ટ આદિ ત્રણ પ્રકાર કહ્યા છે. છ માસમાં જ (તેનાથી અધિક સમયમાં નહીં) જેને આરેપિત (આરાધિત) કરાય છે, તેનું નામ છમાસિક ઉત્કૃષ્ટ શૈક્ષભૂમિ છે. ચાર માસમાં જ જેને આરેપિત કરાય છે, તેનું નામ મધ્યમાં શૈક્ષભૂમિ છે. સાત દિનરાતમાં જ જેને આરેપિત કરવામાં આવે છે, તેનું નામ જઘન્ય શૈક્ષભૂમિ છે. સ્થવિર ભૂમિ (વૃદ્ધની ભૂમિઓ) ના પણ ત્રણ પ્રકાર છે-(૧) જાતિસ્થવિરની ભૂમિ અને (૨) શ્રતવિરની ભૂમિ અને (૩) પર્યાય સ્થવિરની ભૂમિ. જાતિથી (જન્મથી) જે સ્થવિર હોય છે-૬૦ વર્ષની જેમની ઉમર હોય છે-એવા સ્થવિરને જાતિસ્થવિર કહે છે. શ્રત એટલે આગમ. તે આગમના જ્ઞાનની અપેક્ષાએ જે સ્થવિર હોય છે, તેમને શ્રત. સ્થવિર કહે છે. પ્રવ્રજ્યાના અમુક (૨૦ વર્ષના) કાળને કારણે જેઓ સ્થવિર ગણાય છે, તેમને પર્યાયસ્થવિર કહે છે. અહીં ભૂમિ અને ભૂમિવાનું વચ્ચે અભેદેપચારની અપેક્ષાએ આ પ્રકારનું કથન કરવામાં આવ્યું છે. ૬૦ વર્ષની ઉમર વાળા શ્રમણનિરથને જાતિસ્થવિર કહે છે. સ્થાનાંગ અને સમવાયાંગના ધારક શ્રમણનિગ્રંથને શ્રતસ્થવિર કહે છે. ૨૦ વર્ષથી જે પ્રવજ્યાનું પાલન કરી રહ્યા હોય છે તેમને પર્યાયસ્થવિર કહે છે. એ સૂ. ૩૬ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૧.