Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યુક્ત હોતા નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં પણ તેઓ વીતરાગપ્રણીત આગમથી કદી ચલિત થતા નથી. પુલાક એટલે ઘાસના પુળા જેમ પુળા સારભાગથી રહિત હોય છે, તેમ તે પુલાક નિગ્રંથે પણ સારભાગથી રહિત હોય છે. જેમણે રાગદ્વેષને અભાવ કરી નાખે છે અને જેઓ અન્તમુહૂર્ત બાદ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવાના છે, તેમને નિથ કહે છે. એવાં તે જ ઉપશાન્ત મહ અથવા ક્ષીણમેહ નામના ગુણસ્થાને પહોંચેલા હોય છે. જેમનામાં સર્વજ્ઞતા પ્રકટ થઈ ચુકી છે, એટલે કે જેમણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય, આ ચાર ઘાતકર્મોને નાશ કરીને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી લીધી હોય છે. તેમને સ્નાતક કહે છે. તથા સંજ્ઞા નેસોપયુક્ત જે નિગ્ર છે તેમના બકુશ આદિ ત્રણ ભેદ કહ્યા છે. જે નિગ્રંથ શરીર અને ઉપકરણને સંસ્કારિત કરતા રહે છે, દ્ધિ અને યશની અભિલાષા રાખે છે. પરિવારથી વીંટળાયેલા રહે છે અને માહજન્ય દેષથી યુક્ત હોય છે તેમને બકુશ કહે છે. તે બકુશ નિગ્રંથ વ્રતનું બરાબર પાલન કરે છે પણ તેમને ચારિત્ર અતિચાર થી યુક્ત હોય છે. પરિગ્રહ પ્રત્યેની એમની આસકિત ઘટી નથી, તથા મૂલગુણે અને ઉત્તરગુણેને પાળવા છતાં પણ જેઓ કયારેક ઉત્તરગુણોની વિરાધના કરી નાખે છે, તેમને પ્રતિસેવનાકુશીલ કહે છે. જે નિર્ચ થે અન્ય કષાયેપર કાબૂ રાખવા છતાં પણ સંજવલન કષાયને આધીન છે તેમને કષાયકુશીલ નિગ્રંથ કહે છે. સૂ. ૩૫ છે
વ્રતારોપણકે કાલકા નિરૂપણ
નિર્ચ”થે થયેલા કેટલાક જી આરેપિત વ્રતવાળા પણ હોય છે, તેથી હવે સૂત્રકાર વતાર પણ કાળવિશેની પ્રરૂપણ કરવા નિમિત્તે શૈક્ષભૂમિ અને સ્થવિરભૂમિનું કથન કરે છે-“તો મિત્રો પાસામોઈત્યાદિ–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨