Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation
Catalog link: https://jainqq.org/explore/008877/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઘેર ઘેર સીમંધર સ્વામીતાં ફોટા પૂજાશે તે આરતીઓ થશે તે ઠેર ઠેર સીમંધર સ્વામીતાં દેરાસરો બંધાશે ત્યારે દુતિયાતો નકશો કંઈ ઓર જ હશે! - દાદાશ્રી EK_TET2536& વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી વર્તમાનતીર્થંકર શ્રીસીમંધર Page #2 -------------------------------------------------------------------------- ________________ ( પ્રકાશક : દાદા ભગવાન ફાઉન્ડેશન (મદ્રાસ) વતી શ્રી અજિત સી. પટેલ ૯, મનોહર પાર્ક, એગમોર, મદ્રાસ - ૬00 00૮. ફોન - ૮૨૬૧૩૬૯, ૮૨૬ ૧૨૪૩. : સંપાદકને સ્વાધીન દાદા ભગવાત કથિત પ્રથમ આવૃતિ : પ000 દ્વિતિય આવૃતિઃ પ000 વર્ષ - ૧૯૯૪ વર્ષ – ૧૯૯૭ વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામી ભાવ મૂલ્ય : ‘પરમ વિનય’ અને ‘કંઈ જ જાણતો નથી', એ ભાવ ! દ્રવ્ય મૂલ્ય : ૨૦ રૂપિયા (રાહત દરે) વર્ષ : ૧૯૯૭ પ્રાપ્તિસ્થાન : દાદા ભગવાન ફાઉન્ડેશન ૧, વરુણ એપાર્ટમેન્ટ, ૩૭, શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. ફોન - (૦૭૯) ૬૪૨ ૧૧૫૪ ફેક્સ - ૪૦૮૫૨૮ લેસર કંપોઝ : દાદા ભગવાન ફાઉન્ડેશન, અમદાવાદ પ્રિન્ટર : મારૂતિ પ્રિન્ટર્સ, અમદાવાદ, સંપાદક ડૉ. નીરુબહેન અમીત o NNNN Page #3 -------------------------------------------------------------------------- ________________ દાદા ભગવાત ફાઉન્ડેશનના અન્ય પ્રકાશનો દાદા ભગવાતનું આત્મવિજ્ઞાત આપ્તવાણી શ્રેણી - ૧ થી ૧૧ ૧) ૨) 3) ૪) ૫) ૬) પૈસાતો વ્યવહાર ૭) પૈસાતો વ્યવહાર (સંક્ષિપ્ત) પ્રતિક્રમણ પ્રતિક્રમણ (સંક્ષિપ્ત) તીજદોષ દર્શતથી.... તિર્દોષ ૮) પતિ-પત્નીતો વ્યવહાર (પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધ) પતિ-પત્નીતો વ્યવહાર (સંક્ષિપ્ત) ૯) ૧૦) મા-બાપ છોકરાંતો વ્યવહાર ૧૧) મા-બાપ છોકરાંતો વ્યવહાર (સંક્ષિપ્ત) ૧૨) વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ૧૩) મૃત્યુ સમયે, પહેલાં અને પછી.... ૧૪) વાણીનો સિદ્ધાંત ૧૫) વાણી, વ્યવહારમાં.... ૧૬) બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધ) ૧૭) "Who Am I?'' ૧૮) ‘દાદાવાણી’ - દર મહિને પ્રગટ થતું મેગેઝિન આત્મજ્ઞાની પુરુષ ‘એ.એમ.પટેલ'ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો (સમર્પણ ભેદ પ્રત્યક્ષ-પરોક્ષની ભજના તણો; ફળનાં પ્રાપ્તિનો સાધકને અંતર ઘણો. કાગળ પર દોરેલો દીવો દે પ્રકાશ અંધારે ? શાસ્ત્રની આરાધના એમ આતમ ના ઊઘાડે ! હાજર ‘જ્ઞાની’ જગાડે આત્મ પ્રકાશ, અર્જુનનું જાગે, ન વળે સંજયનું કે ધૃતરાષ્ટ્ર. પ્રત્યક્ષ તીર્થંકરનું દર્શન આરાધન પમાડે, નિશ્ચે મોક્ષ તત્ ભવમાં ન શંકા લગારે. ભરત ક્ષેત્રે ન મળે કોઈ તીર્થંકર હાલ, મહાવિદેહ ક્ષેત્રે વિચરે સીમંધર હાલ. ભક્તિ સીમંધરની બાંધે ઋણાનુબંધ, છૂટે બંધનો અહીંના તો બંધાય ત્યાંનો સંબંધ. એકાવતારી પદની પ્રાપ્તિ અક્રમ જ્ઞાન' થકી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ બે ઘડીની ‘જ્ઞાન વિધિ’ થકી. દાદા'એ સાંધો સંધાવ્યો સીમંધર સંગે, નિશ્ચે ૫૨ભવ સીમંધરના સુચરણે. રોમે રોમે સીમંધરનું ગુંજન ભજન, ઘીંગ ધણી વિણ ખપે ન અન્ય સ્વજન. પ્રભુ ચરણે દિલથી સર્વ સમર્પણ, ભક્તિ પ્રભુ કાજે જગને આ ગ્રંથ સમર્પણ. 5 Page #4 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય) ડૉ. નીરુબહેન અમીન મોક્ષે જવાની ઈચ્છા કોને ન હોય ? પણ જવાનો માર્ગ સાંપડવો કઠીન. મોક્ષમાર્ગના નેતા સિવાય એ માર્ગે દોરી કોણ જાય ? પૂર્વે જ્ઞાનીઓ તીર્થંકરો થઈ ગયા ને કેટલાંયનું મોક્ષનું કારજ સિદ્ધ કરાવી ગયા. વર્તમાનમાં તરણતારણ જ્ઞાની પુરુષ ‘દાદાશ્રી' થકી એ માર્ગ ખુલ્લો થાય છે, અક્રમ માર્ગ થકી ! ક્રમે ક્રમે ચઢવાનું ને અક્રમે ચઢવાનું, એમાં કયું સહેલું ? પગથિયાં કે લિફટ ? આ કાળમાં લિફટ જ પોષાયને સહુ કોઈને ! આ કાળમાં આ ક્ષેત્રથી સીધો મોક્ષ નથી' એમ શાસ્ત્રો વદે છે. પણ વાયા મહાવિદેહ ક્ષેત્રથી શ્રી સીમંધર સ્વામીના દર્શનથી મોક્ષની પ્રાપ્તિનો માર્ગ તો ચાલુ જ છેને સદાકાળ ! સંપૂજ્ય દાદાશ્રી એ માર્ગે મુમુક્ષુઓને પહોંચાડે છે, જેની પ્રાપ્તિની ખાત્રી મુમુક્ષુને નિશ્ચયથી વર્તાય છે. આ કાળમાં આ ક્ષેત્રમાં વર્તમાન તીર્થંકર છે નહીં, પણ આ કાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાન તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામી બિરાજે છે અને ભરત ક્ષેત્રના મોક્ષાર્થી જીવોને મોશે પહોંચાડ્યા કરે છે. જ્ઞાનીઓ એ માર્ગથી પહોંચી અન્યને એ માર્ગ ચીંધે છે. પ્રત્યક્ષ-પ્રગટ તીર્થંકરનું ઓળખાણ થવું, તેમની ભક્તિ જાગવી ને તેમનું દિનરાતનું અનુસંધાન કરી લેવું અને અંતે તેમના પ્રત્યક્ષ દર્શન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય એ જ મોક્ષની પ્રથમથી અંતિમ કેડી છે, એમ જ્ઞાનીઓ સૂચવે છે. - શ્રી સીમંધર સ્વામીની આરાધના જેટલી વધુને વધુ થાય તેટલું તેમની સાથેનું અનુસંધાન સાતત્ય વિશેષ ને વિશેષ રહે, જેનાથી એમની સાથેનું ઋણાનુબંધ ગાઢ બને. અંતે પરમ અવગાઢ સુધી પહોંચી ને તેમના ચરણકમળમાં જ સ્થાન પ્રાપ્તિની મહોર મરાય છે ! શ્રી સીમંધર સ્વામી સુધી પહોંચવા પ્રથમ તો આ ભરત ક્ષેત્રના સર્વ ઋણાનુબંધોથી મુક્તિ મેળવવી જોઈએ. અને તે મળે અક્રમજ્ઞાન થકી પ્રાપ્ત થયેલા આત્મજ્ઞાન અને પાંચ આજ્ઞાઓના પાલન થકી ! અને શ્રી સીમંધર સ્વામીની અનન્ય ભક્તિ, આરાધન દિનરાત કરતાં કરતાં તેમની જોડે ઋણાનુબંધ બંધાય છે, જે આ દેહ છૂટતાં જ ત્યાં જવાનો રસ્તો કરી આપે છે ! કુદરતી નિયમ એવો છે કે આંતરિક પરિણતીઓ જેવી હોય, તે મુજબ આવતો જન્મ નક્કી થાય. અત્યારે ભરતક્ષેત્રમાં પાંચમો આરો ચાલે છે. મનુષ્યો બધા કળિયુગી છે. અક્રમ વિજ્ઞાન પામી જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા માંડે ત્યારથી આંતરિક પરિણતીઓ એકદમ ઉચ્ચ સ્તરે પહોંચી જાય છે. કળિયુગમાંથી સગી બને છે. અંદર ચોથો આરો વર્તાય છે. બહાર પાંચમો ને અંદર ચોથો આરો ! અંદરની પરિણતીઓ ફેરફાર થવાથી જ્યાં ચોથો આરો ચાલતો હોય ત્યાં મૃત્યુ પછી આ જીવ ખેંચાય છે અને એમાં શ્રી સીમંધર સ્વામીની ભક્તિથી તેમની જોડેનું ઋણાનુબંધ ઑલ રેડી (પહેલેથી) બાંધી દીધેલું જ હોય છે તેથી તેમના સમીપમાં, ચરણોમાં ખેંચાય છે એ જીવ ! આ બધા નિયમો છે કુદરતના ! પૂજ્યશ્રી દાદાશ્રી પાસેથી સીમંધર સ્વામીનું અનુસંધાન સંધાયા પછી દિનરાત સીમંધર સ્વામીની ભુજના ચાલુ થઈ ગયેલી. ત્યારથી ખુબ જ ભાવ રહ્યા કરતા કે ઘેર ઘેર સીમંધર સ્વામીની પ્રતિમાજીઓ બિરાજે, જે પ્રત્યક્ષ હાજરી વર્તવે છે ભક્તિ કરતાં કરતાં ! પૂજ્યશ્રી સાથેનો એક પ્રસંગ છે. ઔરંગાબાદમાં પૂજયશ્રી પગે ફ્રેકચર થયા પછી ચાર મહિના આરામમાં હતા. મહાત્મા સુનિલાબેનને પ્રતિમાજીની ઘેર પધરામણી કરાવવાની ખૂબ ભાવના હતી. પણ લૌકિક-ક્રમિક તેના નિયમો કડક પળાય તેવી શક્તિ ન હતી. તેથી તેઓએ પૂજ્યશ્રીને સીધું જ પૂછયું, ‘દાદા, સીમંધર સ્વામીની પ્રતિમાજી ઘેર પધરાવવાની ખૂબ ઈચ્છા છે. પણ બહારગામ ગયા હોઈએ ત્યારે પૂજા ના થાય, મંદિરોમાં કરે છે તેવું પ્રક્ષાલન, પૂજન-અર્ચન ના થાય તો દોષ લાગે ?” ત્યારે પૂ. દાદાશ્રીએ કહ્યું, ‘ના, આપણને દોષ ના લાગે. આપણે તો ભક્તિ માટે ભાવથી મૂર્તિ રાખીએ છીએ. આપણે ક્યાં ક્રમિકની રીતે જવું છે ? આપણે તો અક્રમ છે. લૌકિક રીતે સ્થાપના કરે મૂર્તિની, તેને પછી લૌકિક કાયદાઓ લાગુ પડે. આપણું તો અલૌકિક છે. ભાવ વિજ્ઞાન છે. તેથી ભક્તિભાવ માટે ખૂબ જ સારું છે. મૂર્તિ રાખવામાં કશો વાંધો Page #5 -------------------------------------------------------------------------- ________________ (પ્રસ્તાવતા) ડૉ. નીરુબહેન અમીન નહિ. આપણાથી ભગવાન સીમંધરની મૂર્તિ ઘેર રખાય. એને કોઈ કાયદાઓ લાગુ નથી પડતા. આ તો જીવતા ભગવાન છે ! પ્રત્યક્ષ જ છે, મૂર્તિ નથી !' સંપૂજ્ય દાદાશ્રી કાયમ કહેતા કે મૂળનાયક સીમંધર સ્વામીના ઠેર ઠેર દેરાસરો બંધાશે, ભવ્ય દેરાસરો બંધાશે, ઘેર ઘેર સીમંધર સ્વામીની પૂજા-આરતીઓ થશે ત્યારે દુનિયાનો નકશો કંઈ ઓર થઈ ગયો હશે ! અને ભગવાન સીમંધરની ભક્તિ તેમના વિશે જરાક વાત કરતાં જ લોકોના હૃદયમાં ચાલુ થઈ જાય છે ! દિનરાત સીમંધર સ્વામીને દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર કર્યા કરવાના. દરરોજ સીમંધર સ્વામીની આરતી, ૪૦ વખત નમસ્કાર વિધિ કરવાના. (બને તો ૪૦ વખત સાષ્ટાંગ દંડવત્ સાથે થાય તો ઉત્તમ એવું સહજ સૂચન.) સીમંધર સ્વામીની પ્રાર્થના, વિધિ અને સીમંધર સ્વામીના ચરણોમાં સદા મસ્તક રાખી અનન્ય શરણાંની સતત ભાવનામાં રહેવું. સંપૂજ્ય શ્રી દાદાશ્રીએ વારેવારે કહેલું છે કે અમે પણ સીમંધર સ્વામી પાસે જવાના ને તમે પણ ત્યાં જ પહોંચવાની તૈયારી કરો. એ સિવાય એકાવતારી કે બે અવતારી થવું મુશ્કેલ છે ! ફરી પાછો જન્મ જો આ જ ભરતભૂમિમાં થાય તો હળહળતો પાંચમો આરો ચાલતો હોય ત્યાં મોક્ષની વાત તો બાજુએ રહી પણ પાછો મનુષ્યભવ મળવો પણ દુર્લભ છે ! એવા સંજોગોમાં અત્યારથી જ ચેતીને, જ્ઞાનીઓએ બતાવેલા માર્ગને પકડી લઈને, એકાવતારી પદની જ પ્રાપ્તિ કરી લઈએ ! ફરી ફરી આવો તાલ ખાય એવો નથી. વહેતાં પાણીના વહેણને ફરી પકડાય નહિ, વહેતો સમય પાછો પકડાય નહિ. આવેલી તક ગુમાવે, તેને ફરી તક મળવાનો તાલ ખાય નહિ, માટે આજથી જ મંડી પડીએ ને ગાયા કરીએ.... ‘શ્રી સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો !” સીમંધર સ્વામી કોણ ? ક્યાં છે ? કેવા છે ? એનું ક્યું પદ છે ? તેમજ તેમનું મહત્ત્વ કેટલું છે તેની સમગ્ર શક્ય તેટલી માહિતીઓ પૂજ્યશ્રી દાદાશ્રી સ્વમુખે નીકળેલી, તેનું અત્રે સંકલન થઈ પ્રકાશિત થાય છે. જે મોક્ષમાર્ગીઓને એમની આરાધના માટે અતિ અતિ ઉપયોગી નિવડશે ! - જય સચ્ચિદાનંદ પંચમ્ આરામાં મોક્ષની અંતિમ કડી ! અનંત ચોવીસીઓ આવી ને છતાં આ જીવ ના બૂઝયો, એ રઝળપાટનો આરો ન આવ્યો ! હવે લાખ માથા પછાડીએ, તો પણ સિદ્ધશિલાએ બિરાજેલા અનંત તીર્થંકરો શું કરે ? તે પ્રત્યક્ષ હતા ત્યારે આપણો આત્મા પણ ભટકતો ભટકતો તેમને ભેટ્યો તો હશે જ ને ? આમ છતાં આપણી આંખો ખૂલી નહિ. આજે જ્યારે આપણે તીર્થકરોના સ્વરૂપને તેમની સત્તાને તથા તેમની મહત્તાને સમજી શક્યા છીએ, ત્યારે આ કાળે, આ ક્ષેત્રે કોઈ તીર્થંકર વિદ્યમાન નથી ! આને પંચમકાળના જીવોનું હભાગ્ય નહિ, તો બીજું શું કહેવું ? શું ત્યારે આ મનુષ્યભવ એળે જવાનો ? મોક્ષનો અર્થ, મોક્ષનો ઉપાય, મોક્ષનો માર્ગ તથા મોક્ષની મહત્તા સમજ્યા છતાં ય આ જીવને કંઈ પ્રકાશ લાધી ન શકે શું ? આ પંચમ્ આરામાં એકાદ છેલ્લી તક મળી ન શકે શું ? જ્ઞાની પુરુષો આ રૂંધાયેલા માર્ગને મોકળો કરી આપે છે. છેલ્લી તક દેખાડી દે છે. વિદ્યમાન તીર્થંકર કે જે આ કાળે આ ક્ષેત્રે નથી, પણ અન્ય ક્ષેત્રે એટલે કે મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાને વિહરમાન છે. એવાં દેવાધિદેવ, ચૌદલોકના નાથ, સમગ્ર બ્રહ્માંડને પ્રકાશમાન કરનારા, કેવળજ્ઞાની ભગવાન શ્રી સીમંધર સ્વામીનું સંધાન પ્રગટ જ્ઞાની પુરુષ કરાવી દે છે. આ કાળે, આ ક્ષેત્રથી સીધો મોક્ષ શક્ય નથી, તો વાયા મહાવિદેહ ક્ષેત્રથી અશક્ય પણ નથી. આ માર્ગ જેમણે જોયો છે, એવા લોકો જ તે બતાવી શકે. શબ્દોથી નહિ, અંતઃકરણથી જ એવી અનુભૂતિ થઈ જાય કે મોક્ષ નજીકમાં જ છે ! ભગવાન શ્રી સીમંધર સ્વામી પ્રભુનું સંધાન આ કાળે આ ક્ષેત્રમાં રહીને પણ થઈ શકે છે. આત્મજ્ઞાની પુરુષો આવું સંધાન કરી શકે છે અને આપણને પણ કરાવી શકે છે. આવી અનુભૂતિ અનેક લોકો કરી ચૂક્યા છે. ભૂતકાળમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય, શ્રીમદ્ રાજચંદ્ર તથા વર્તમાન જ્ઞાની પુરુષ શ્રી ‘દાદા ભગવાન', શ્રી સીમંધર સ્વામીના સંધાનમાં રહી અન્યોને મોક્ષમાર્ગ ખુલ્લો કરી આપે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ મહાવિદેહ ક્ષેત્રની રૂપરેખા જ્યાં ભગવાન શ્રી સીમંધર સ્વામી વિચરે છે, એ મહાવિદેહ ક્ષેત્ર શું છે ? ક્યાં આવેલું છે ? કેવું છે ? ત્યાં મનુષ્યો છે ખરાં ? છે તો કેવાં છે ? અજાણ્યાના મનમાં આવાં અનેક પ્રશ્નો ઉદ્ભવે, તે સ્વાભાવિક છે. આ બ્રહ્માંડમાં કુલ પંદર ક્ષેત્રો છે. જ્યાં માનવ સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે, સજ્જનો છે, દુર્જનો છે, રાજા છે, પ્રજા છે, ઘર-બાર બધું જ છે. મનુષ્યોની ઊંચાઈ, પહોળાઈ તથા આયુષ્ય વગેરેમાં નોંધનીય ફરક છે. આ પંદર ક્ષેત્રમાંથી પાંચ ભરત ક્ષેત્રોમાં તથા પાંચ ઐરાવત ક્ષેત્રોમાં તીર્થકરોની પ્રગટ હાજરી નથી. પણ પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં કુલ વીસ તીર્થંકરો વિચરી કરોડો શુદ્ધાત્માઓને પરમપદની પ્રાપ્તિ કરાવી, આ સંસારના સમસરણ માર્ગની ભયંકર ભટકામણમાંથી મુક્ત કરી શાશ્વત મોક્ષના અધિકારી બનાવે છે. આ વીસ તીર્થંકારોમાં સીમંધર સ્વામી પ્રભુ એક તીર્થંકર છે. ભરત ક્ષેત્રમાં અત્યારે પાંચમો આરો ચાલે છે, જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં સદા ચોથો આરો હોવાથી એ ભૂમિ તીર્થંકરવિહોણી હોતી જ નથી. ક્ષેત્ર ફેરફાર શી રીતે થાય ? વર્તમાને વીસ વિહરમાન તીર્થકરો પૈકી શ્રી સીમંધર સ્વામીની જ ભક્તિ શા માટે ? અન્યની કેમ નહિ ? મોક્ષ પ્રદાન કરવાની કરુણા સર્વે તીર્થકરોની સરખી જ છે, છતાં જ્ઞાની પુરુષો શ્રી સીમંધર સ્વામીની જ આરાધના કરવાનું કેમ પ્રરૂપે છે ? શ્રી સીમંધર સ્વામીને આપણા ભરત ક્ષેત્રની સાથે વિશેષ ઋણાનુબંધ છે. આ કારણે આપણું કામ સરળતાથી સરે એટલે કે આ ભવનું આયુષ્ય પૂરું થતાં જ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીના ચરણોમાં સ્થાન મળે. કલ્યાણ મૂર્તિ પૂજ્ય દાદાશ્રી ભરત ક્ષેત્રમાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જવાનો નિયમ સમજાવતા કહે છે, “જે આરાના જીવનો સ્વભાવ થાય, ત્યાં જીવ નિયમથી જ ખેંચાઈ જાય.’ અત્યારે ભરતક્ષેત્રમાં પાંચમો આરો ચાલે છે. પણ જો કોઈ પુણ્યાત્માને એવો કોઈ ક્ષયોપશમનો યોગ કે જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ યોગ થઈ જાય કે જેથી કરીને તેના સ્વભાવમાં ફેરફાર થઈ જાય. દરેક કર્મોદયનો સમતાભાવે નિકાલ કરી નાખે, રાગ-દ્વેષ કરે નહિ, કોઈની સાથે કિંચિત્માત્ર વેર ના બાંધે, કોઈને કિંચિત્માત્ર દુઃખ ના દે કે કોઈને કિંચિત્માત્ર દુઃખ નહિ દેવાનો નિરંતર ભાવ વર્તાતો હોય, કોઈ કિસ્સામાં વર્તનથી દુઃખ દેવાઈ જાય તો તેનું તુરત જ પ્રતિક્રમણ કરી લે, તો તે જીવ ચોથા આરામાં જન્મ લેવાનો લાયક થયો ગણાય. મહાવિદેહ ક્ષેત્રમાં નિરંતર ચોથો આરો જ હોય છે. આપણું શ્રી સીમંધર સ્વામી પ્રત્યે ગજબનું આકર્ષણ થવું, રાત-દિવસ તેમનાં ભક્તિકીર્તન શરૂ થઈ જવાં વગેરે એ વાતનો સૂચક છે કે આ જીવ તેમની જોડે ઋણાનુબંધ બાંધી તેની પાસે પહોંચી જવાનો છે. આ બધું નિયમથી બને છે. જે રીતે આ પૂર્વેના જ્ઞાની પુરુષોએ જોયો છે, જાણ્યો છે, એ માર્ગ તેઓશ્રી આપણને દેખાડે છે. આપણને આ માર્ગના દર્શન થઈ જતાં પરમ તૃપ્તિના ઓડકાર આવવા લાગે છે. - પ્રત્યક્ષ વિણ સૂના મોક્ષમાર્ગ... કેટલાંય જૈનોને, ખાસ કરીને આજની યુવાન પેઢીના જૈનોને જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે શ્રી સીમંધર સ્વામી વિશે શું જાણો છો ? ત્યારે તો કાં તો પોતાની અજ્ઞાનતા પ્રકટ કરે છે અથવા તો ચૂપકીદી સેવે છે. જ્યારે આવું બને છે ત્યારે હૃદય દ્રવી ઊઠે છે. આજની યુવાન પેઢી ભૂતકાળના તીર્થકરોને યાદ કરે છે તે ઉત્તમ છે જ, પણ સાથે સાથ એ યાદ રાખવું જોઈએ કે વર્તમાન તીર્થંકરનું સ્મરણ સર્વોત્તમ છે. જે સિદ્ધદશામાં અયોગીપદે, મન-વચન-કાયાના યોગથી રહિત એવું કેવળજ્ઞાન પ્રકાશ સ્વરૂપે બિરાજે છે, તે આપણને અહીં શી રીતે મદદ કરી શકે ? આપણી ભૂલો શી રીતે દેખાડે ? આપણને દેશના સંભળાવી આપણી દ્રષ્ટિને કઈ રીતે બદલી આપે ? કર્મમલને ખંખેરી નાખવાનો માર્ગ શી રીતે દેખાડે ? સિદ્ધપદે પહોંચે પછી તીર્થંકરોનો આત્મા કે અન્ય આત્મા સર્વે સમસ્વભાવી, સિદ્ધાત્મા જ બની ગયો હોય છે. ત્યાં કોઈ ભેદ નથી. ત્યાં જ્ઞાન, દર્શન કે ચારિત્રના ય ભેદ નથી. ત્યાં તો ફક્ત પ્રકાશ જ છે. જેમાં આખું બ્રહ્માંડ ઝળહળે છે ! આ જ પ્રકાશ તીર્થકરોમાં પણ વ્યાપ્ત થયેલો હોય છે. માત્ર બાકીનાં ચાર અઘાતી કર્મ - આયુષ્ય, નામ, ગોત્ર તથા વેદનીય રહ્યાં હોય છે, જે સહજભાવે નિર્જરી રહેતાં હોય છે. જગત કલ્યાણનું નિમિત્તપદ લઈને આવેલાં હોવાથી આપણે જો તેને ઓળખી લઈને, તેનો પ્રત્યક્ષ યોગ પ્રાપ્ત કરી લઈએ તો મોક્ષ હાથવેંતમાં જ છે ! તીર્થંકર ભગવાનનાં દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે, પણ તેમની ઓળખ થવી જોઈએ. ધારો કે આજે આપણી સમક્ષ સાક્ષાત્ તીર્થંકર ભગવાન હાજર થાય તો આપણી પાસે તેમને 10 Page #7 -------------------------------------------------------------------------- ________________ ઓળખવાની દ્રષ્ટિ છે ખરી ? અહીં શાસ્ત્રોક્ત વાણી કે ભૂતકાળના જ્ઞાનીઓનું કથન કામ લાગે તેમ નથી. કારણ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને અનુરૂપ બાહ્યરૂપમાં તીર્થંકરોમાં ફેરફાર થઈ શકે. ઉદાહરણ તરીકે મહાવીર સ્વામીએ પોતાની પૂર્વેના તીર્થંકરોએ પ્રરૂપેલા ચાર મહાવ્રતના બદલે તેમાં એકનો ઉમેરો કરીને પાંચ કર્યાં, જે માટે ત્રેવીસમા તીર્થંકરના શિષ્યો, કેશીસ્વામી વગેરેને શંકા ઉપજેલી. જો કે તેનું સમાધાન થઈ ગયું, પણ તે તેમની સરળતાના કારણે જ. આજના અસરળ જીવોની આડાઈથી ભરપૂર જીવોની દ્રષ્ટિ સહેલાઈથી શી રીતે બદલાય ? જ્ઞાનીઓ કહે છે કે જેને મોક્ષ જવાની કામના છે, તે સિવાય અન્ય કશાની કામના નથી, તેવાં પુણ્યાત્માઓને તીર્થંકરોને ઓળખવાની દ્રષ્ટિ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. આટલું જ નહિ, તેમનું શ્રી સીમંધર સ્વામી સાથેનું સંધાન પણ થઈ જાય છે. આ કોઈ સ્થૂળ પ્રયોગ નથી, અંતરનો સૂક્ષ્મ પ્રયોગ છે. અરે, શ્રી સીમંધર સ્વામી વિશે ક્યારેક કંઈ સાંભળ્યું ન હોય, વાંચ્યું ન હોય, તેમના વિશે એક અક્ષરે ય જાણતા ન હોવા છતાં જ્ઞાની પાસેથી તેમનો પરિચય થતાંની સાથે જ હ્રદય થનગની ઊઠે છે. મન-બુદ્ધિ-ચિત્ત- આંખો તથા આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) પ્રભુના પ્રેમમાં એકાકાર બની જાય છે ! આ માટે કોઈ જપ, તપ કે સાધના કશું જ કરવું પડતું નથી પછી આપણું સ્થાન શ્રી સીમંધર સ્વામીનાં ચરણોમાં જ છે ! આ દ્રઢતાને કોઈ ડગાવી શક્યું નથી. આ કોઈ અહંકારપૂર્ણ ઉચ્ચારણ નથી, પણ પ્રત્યક્ષ થયેલી સહજ અનુભૂતિ છે. તમસ્કાર વિધિતી શરૂઆત સહુ પ્રથમ સને ૧૯૭૧માં વડવામાં એક રાત્રિના પૂજારીજીની ઓરડીમાં “પ્રત્યક્ષ દાદા ભગવાની સાક્ષીએ, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીને હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.'' એ મંત્ર અમો ત્યાં હાજર હતા એ બધા લોકોએ એક એક વાર વારાફરતી બોલવાનો હતો. સહુ પ્રથમ આ મંત્ર પૂજ્યશ્રીએ બોલી બતાવ્યો અને મને એક કાગળમાં લખી આપી, તેમાં સહુને વારાફરતી બોલાવવાનું કહ્યું. એ પછી ડિસેમ્બર, ૧૯૭૨માં ઔરંગાબાદની દસ દિવસની શિબિરમાં સવારની પ્રાર્થના વખતે પૂજ્યશ્રીએ મનોમન કશી ગણતરી કરીને બધાને કહ્યું કે, “જે કોઈ આ મંત્ર દરરોજ ચાલીસ વખત બોલશે, 12 તેને એકસો આઠ પ્રત્યક્ષ શ્રી સીમંધર સ્વામીના નમસ્કારનું ફળ મળશે.’’ ત્યારથી બધાને દરરોજ ચાલીસ વખત આ મંત્ર બોલાવવાનું શરૂ કર્યું અને સમય ન હોય તો છેવટે અઠવાડિયાની રજાના દિવસે આ મંત્ર ચાલીસ વાર બોલવાનું તેઓશ્રીએ સૂચન કરેલું. શ્રી દાદા ભગવાનના મુખેથી શ્રી સીમંધર સ્વામી સાથેના સંધાનની વાત સાંભળીને અનેક લોકોને આવી અનુભૂતિ થઈ છે. આશા છે, જેને પ્રત્યક્ષ યોગ ના હોય, તેને આ પુસ્તિકા પરોક્ષ રીતે સંધાનની ભૂમિકા સ્પષ્ટ કરી આપશે. જે વ્યક્તિ ખરેખર મોક્ષની ઈચ્છુક હશે, તેનું શ્રી સીમંધર સ્વામી સાથે અવશ્ય સંધાન થઈ જશે. આ પહેલાં ક્યારેક ઉત્પન્ન થયું નહોતું, તેવું શ્રી સીમંધર સ્વામી પ્રત્યેનું જબરજસ્ત આકર્ષણ ઉત્પન્ન થાય તો જાણી લેવું કે પ્રભુનાં ચરણોમાં સ્થાન પામવાના નગારાં વાગવા માંડ્યા છે. જ્ઞાતીતી સાક્ષીએ તમસ્કાર પરમ કૃપાળુ શ્રી દાદા ભગવાન સામાન્ય રીતે સર્વે મુમુક્ષુઓને સંધાન નીચે આપેલા નમસ્કારથી કરાવે છે. “પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીને હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.'' આ શબ્દો એ સંધાન નથી જ. એ વખતે મુમુક્ષુઓને પોતે શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરતો હોય તેવી અનુભૂતિ થાય તે સંધાન છે. ‘પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ' એવો શબ્દપ્રયોગ એટલાં માટે પ્રયોજવામાં આવ્યો છે કે જ્યાં સુધી મુમુક્ષુનો શ્રી સીમંધર સ્વામી સાથે સીધો તાર જોડાયો નથી, ત્યાં સુધી જેનો નિરંતરતાનો તાર તેમની સાથે સંધાયેલો છે એવા જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાનના માધ્યમ દ્વારા આપણા નમસ્કાર આપણે શ્રી સીમંધર સ્વામીને પહોંચાડીએ છીએ. જેનું ફળ પ્રત્યક્ષ કરેલા નમસ્કાર જેટલું જ મળે છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ સંદેશો અમેરિકા પહોંચાડવો છે, પણ તે આપણી મેળે પહોંચાડી શકીએ તેમ નથી એટલે આપણે આ સંદેશો પોસ્ટખાતાને સુપરત કરીને 13 Page #8 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચિત બની જઈએ છીએ. આ જવાબદારી પોસ્ટખાતાની છે અને તે તેને પૂરી પણ કરે છે. આ જ રીતે પૂજ્ય દાદાશ્રી શ્રી સીમંધર સ્વામીને આપણે સંદેશો પહોંચાડવાની જવાબદારી પોતાના શિરે લે છે. દાદા ભગવાનને સાક્ષી રાખી નમસ્કારવિધિ કરવી. આ નમસ્કારવિધિ જેમને સમ્યદર્શન લાધ્યું છે, એવાં સમકિતી મહાત્માઓ સમજપૂર્વક કરે તો તેનું ફળ ઓર જ મળે છે ! મંત્ર બોલતાં અક્ષરેઅક્ષર વાંચવો જોઈએ. તેનાથી ચિત્ત સંપૂર્ણપણે શુદ્ધ રહે છે. સંપૂર્ણ ચિત્તશુદ્ધિપૂર્વક નમસ્કાર એટલે પોતાની જાતને શ્રી સીમંધર સ્વામીના મૂર્તિસ્વરૂપને પ્રત્યેક નમસ્કાર કરતી જોવી. પ્રત્યેક નમસ્કારે સાષ્ટાંગ વંદના કરતી દેખાવી જોઈએ. જ્યારે પ્રભુનું મૂર્તિસ્વરૂપ દેખાય ને પ્રભુનું અમૂર્ત એવું જ્ઞાનીસ્વરૂપ તેનાથી કઈ રીતે ભિન્ન છે, તે પણ સમજાઈ જાય ત્યારે માનવું કે શ્રી સીમંધર સ્વામીની નિકટ પહોંચી ગયા છીએ. જેને સમ્યકદર્શનની પ્રાપ્તિ થઈ નથી, એવાં આત્માર્થીએ નીચે મુજબ શબ્દોમાં પ્રભુને પ્રાર્થના કરવી. હે પ્રકટ-પ્રત્યક્ષ પરમાત્મા, આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. આપનું કેવળજ્ઞાન સ્વરૂપ છે એ જ મારું કેવળજ્ઞાન સ્વરૂપ છે. પણ મને તેનું ભાન નથી. હે પ્રભુ, આપના આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશમાન કરવાવાળા પરમ જ્યોતિસ્વરૂપને હું અત્યંક ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હે પ્રભુ, આપ એવી કૃપા કરો કે અમારો આ ભેદભાવ છૂટી જાય અને અમને અભેદ સ્વરૂપ લાધે. અમે તમારામાં અભેદ સ્વરૂપે તદાકાર બની જઈએ.” શ્રી સીમંધર સ્વામીનું જીવનચરિત્ર આપણા ભારત વર્ષની ઉત્તર દિશામાં ૧૯,૩૧,૫૦,૦OO (ઓગણીસ કરોડ, એકત્રીસ લાખ, પચાસ હજાર) કિલોમીટરના અંતરે જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની શરૂઆત થાય છે. તેમાં ૩૨ વિજ્યો (ક્ષત્રો) છે. આ વિજ્યોમાં આઠમી વિજય ‘પુષ્પકલાવતી’ છે. તેનું પાટનગર શ્રી પુંડરિકગિણી છે. આ નગરીમાં ગત ચોવીસીના સત્તરમા તીર્થંકર શ્રી કુન્થનાથ ભગવાનનો શાસનકાળ તથા અઢારમા તીર્થપતિ શ્રી અરહનાથજીના જન્મ પૂર્વેનો સમય ઘણો સુંદર હતો. તે વખતે પુંડરિકગિણીના રાજા હતા શ્રી શ્રેયાંસ. તેઓશ્રી શૂરવીર, પ્રજાવત્સલ તથા ન્યાયપ્રિય હતા. તેમને સત્યકી નામની સુંદર, સુશીલ અને પતિવ્રતા પત્ની હતી. એક સમયે સત્યકી રાણીને રાત્રિના અર્ધજાગ્રતાવસ્થામાં ચૌદ મહાસ્વપ્નનાં દર્શન થયાં. રાણીએ સવારે પોતાને રાત્રિના આવેલ આ સ્વપ્નાંઓની વાત પતિને કહી સંભળાવી. એ વાત સાંભળીને રાજાને ઘણી ખુશી થઈ. તેણે સ્વપ્નશાસ્ત્રીઓને બોલાવીને આ સ્વપ્નાંઓનો અર્થ કરવાનું કહ્યું. સ્વપ્નશાસ્ત્રીઓએ ગણતરી કરીને કહ્યું કે મહારાણી સત્યકીની કુખે તીર્થકર ભગવાનનો જન્મ થશે. આ વાત સાંભળીને રાજા હર્ષવિભોર બની ગયા. યથાસમયે મહારાણી સત્યકીએ અદ્વિતીય રૂપ, લાવણ્યવાળા, સવાંગસુંદર, સુવર્ણ કાંતિવાળા તથા વૃષભના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. (વીર સંવતની ગણના મુજબ ચૈત્ર વદી ૧૦ની મધ્યરાત્રિના) ભગવાનનો જન્મ થતાં દેવતાઓએ ભવ્ય ઉત્સવ ઉજવ્યો. આકાશમાં દંદુભિ વાગવા લાગ્યાં અને નર્કગતિમાં પણ પળવાર આનંદ છવાઈ ગયો. ઈન્દ્રનું સિંહાસન ડોલી ઉઠ્ય. સઘળાં દેવદેવીઓને પોતાની સાથે લઈને ઈન્દ્રરાજા પુત્રના દર્શનાર્થે દોડી આવ્યા. ગર્ભમાંથી જ ત્રણ જ્ઞાનના જ્ઞાતા એવાં શ્રી જિનેન્દ્ર પ્રભુનું નામ રાખવામાં આવ્યું. શ્રી સીમંધર ભગવાનનાં પગલાં થતાં જ રાજા તથા પ્રજાની સમૃદ્ધિમાં આશ્ચર્યજનક કહી શકાય તેવી વૃદ્ધિ થવા લાગી. બાળ જિનેશ્વર કે જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન સાથે જ જન્મ્યા હતા. તે લૌકિક લીલા કરતાં મોટા થઈ રહ્યા હતા. સ્નેહાળ મા-બાપે તેમને જે જે શિક્ષણ આપ્યું, તેને તેમણે સારી રીતે ગ્રહણ કરી લીધું. આ રીતે યુવાવસ્થાએ પહોંચતાં તેમનું દેહમાન પાંચસો ધનુષ જેટલું ઊંચું થઈ ગયું. મહાવિદેહ ક્ષેત્રમાં તથા આપણા ક્ષેત્રમાં પણ ચોથા આરાનું દેહમાન સામાન્ય રીતે આટલું જ હોય છે. પોતાની સંપૂર્ણ અનિચ્છા હોવા છતાં મા-બાપ તથા આપ્તજનોની તીવ્ર ઈચ્છા આગળ નમતું જોખીને પ્રભુને પ્રભુતામાં પગલાં માંડવાની ફરજ પડી. રાજકુમારી રુકિમણી પ્રભુનાં અધગના બનવા માટે પરમ સૌભાગ્યશાળી બન્યાં. ભગવાનનું મહાભિનિષ્ક્રમણ પોતાના ફાળે આવેલી ભૂમિકા ભજવતાં ભજવતાં ભગવાનના અંતરમાં તો આ એક જ વિચાર ઘોળાયા કરતો હતો કે આ જગતને જન્મ, જરા તથા મરણના બંધનમાંથી મુક્ત કરીને કેવી રીતે મોક્ષ અપાવવો. આ 15 Page #9 -------------------------------------------------------------------------- ________________ ભાવનાના ફળરૂપે ભરત ક્ષેત્રમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી તથા એકવીસમાં તીર્થંકર શ્રી નેમીનાથજીના પ્રાગટ્ય કાળની વચ્ચે, અયોધ્યામાં રાજા દશરથના શાસનકાળ દરમિયાન તથા રામચંદ્રજીના જન્મ પૂર્વે શ્રી સીમંધર સ્વામીએ મહાભિનિષ્ક્રમણના ઉદયયોગે ફાગણ સુદી ત્રીજના દિવસે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કરતાં જ તેમને ચોથું મન:પર્યવ જ્ઞાન લાધ્યું. દોષકર્મોની નિર્જરા થતાં હજાર વર્ષના છદ્મસ્થકાળ પછી બાકીનાં ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને ચૈત્ર સુદી તેરસના દિવસે ભગવાન કેવળજ્ઞાની તથા કેવળદર્શની બન્યા. પૂર્ણપદની પ્રાપ્તિ થતાં પ્રભુ કરોડો લોકોના તારક બન્યા. એ પછી તુરત જ તેમને ચતુર્વિધ સંઘ એટલે કે સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓના સંઘની સ્થાપના કરી. કલ્યાણજ્ઞાન યજ્ઞની પ્રવૃત્તિ પૂરા જોશથી આગળ વધવા લાગી. એમનાં દર્શન માત્રથી જ જીવો મોક્ષમાર્ગી બનવા લાગ્યા. આટલું જ નહિ, સમ્યક્દર્શની તથા કેવળદર્શની પણ બન્યા ! આવા સમર્થ પુરુષને કોટિ કોટિ વંદન કરી તેમના દર્શનની જ કામના દિનરાત કર્યા કરીએ. આવતી ચોવીસીના આઠમા તીર્થંકર શ્રી ઉદયસ્વામીના નિર્વાણ પછી તેમ જ નવમા તીર્થંકર શ્રી પેઢાળસ્વામીના જન્મ પૂર્વે શ્રી સીમંધર સ્વામી તથા અન્ય ઓગણીસ વિહારમાન તીર્થકર ભગવંતો શ્રાવણ સુદી ૩ના અલૌકિક દિવસે ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરી નિર્વાણપદને પામશે. મહાવિદેહ ક્ષેત્રમાં જન્મતી તૈયારીઓ ભરત ક્ષેત્રના પુણ્યાત્માઓ આ ભવમાં એવાં સ્વભાવમાં આવી જાય કે ચોથા આરાના જીવો જેવાં જ થઈ જાય. કળિયુગ ખૂબ જ આગળ વધી ગયો છતાં ય ઘરમાં તથા બહાર સર્વત્ર સયુગનું વાતાવરણ સર્જ. અહીં, આ ક્ષેત્રના જીવોના ઋણાનુબંધ ‘સમભાવે નિકાલ' કરી પૂરાં કરે, ક્યાંય વેર ના બાંધે તો તે અવશ્ય શ્રી સીમંધર સ્વામીનાં સુચરણોમાં સ્થિત થવાને લાયક થયો ગણાય. રાત-દિવસ શ્રી સીમંધર સ્વામીનું સ્મરણ રહ્યા કરે અને સ્વપ્નો પણ પ્રભુના આવવા માંડે. અરે, એકાદ વખત પણ જો સ્વપ્નમાં પ્રભુના દર્શન થઈ જાય તો પ્રભુ ચોક્કસ તેનો હાથ પકડી લે. ચિત્તની નિર્મળતા તથા પ્રભુ પ્રત્યેની લગની મુમુક્ષુને અવશ્ય આ સ્થિતિએ પહોંચાડી દે તેમ છે. શ્રી સીમંધર સ્વામી પ્રભુના કલ્યાણ યજ્ઞના નિમિત્તોમાં ચોર્યાસી ગણધરો, દસ લાખ કેવળજ્ઞાની મહારાજાઓ, સો કરોડ સાધુઓ, સો કરોડ સાધ્વીજીઓ, નવસો કરોડ શ્રાવકો ને નવસો કરોડ શ્રાવિકાઓ છે. તેઓશ્રીના શાસક રક્ષકોમાં યક્ષદેવ શ્રી ચાંદ્રાયણદેવ તથા યક્ષિણીદેવી શ્રી પાંચાંગુલિદેવી છે. | પૌરાણિક કથા સંદર્ભ અને અધતન પરંપરા (૧) તારદમુતિનું મહાભિતિષ્કમણ-દર્શત નારદમુનિ રામચંદ્રજીના જન્મ પૂર્વે મહારાજા દશરથની સભામાં પધારે છે. તે મહાવિદેહ ક્ષેત્રમાંથી શ્રી સીમંધર સ્વામી પ્રભુનું મહાભિનિષ્ક્રમણ જોઈને સીધા જ અહીં પધારે છે. તે પ્રભુના દીક્ષા મહોત્સવનું વર્ણન આ શબ્દોમાં કરે છે. “પ્રભુના મહાભિનિષ્ક્રમણને એક વરસની વાર હતી ત્યારે સર્વે દેવો, ઈન્દ્રો, મહેન્દ્રોએ પ્રભુને પ્રાર્થના કરી, “હે દેવાધિદેવ, અનંતકાળથી આ સંસારનાં ભયંકર આધિ, વ્યાધિ ને ઉપાધિના ઉદધિમાં ડબકાં ખાતાં જીવો કે જે અનંતતારક પ્રભુની રાહ જોતાં જીવી રહ્યા છે, તેઓના કલ્યાણાર્થે આપ મહાભિનિષ્ક્રમણ કરો. આપનું સ્થાન આ રાજમહેલની ચાર દીવાલો વચ્ચે જ સીમિત નથી. આપ તો આ ધરતીના ખૂણે ખૂણે વિચરી, ઠેર ઠેર તીર્થ પ્રવર્તાવનાર તીર્થંકર ભગવાન છો. આપનું સ્થાન તો ધરતીના ખોળે છે. સમય નજીક આવી લાગ્યો છે. પ્રભુ હવે આપ મહાભિનિષ્ક્રમણની તૈયારી કરીને, આપના તીર્થકરી પદને સાર્થક કરો.” પ્રભુએ દેવોની પ્રાર્થનાનો સ્વીકાર કરીને એ જ દિવસથી દરરોજ એક કરોડ સોનામહોરનું દાન આપવું શરૂ કર્યું અને વર્ષાંતે લોચ કરી દીક્ષા અંગીકાર કરતાંની સાથે જ તેમને ચતુર્થ મન:પર્યવ જ્ઞાન લાધી ગયું. આ પ્રસંગે દેવોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી પ્રભુના આ પાવન કાર્યના વધામણાં કર્યા અને લાખો લોકોએ તેમનાં દર્શન કરીને પોતાની જાતને કૃતાર્થ કરી.” આ પ્રસંગનું વર્ણન કરતાં નારદમુનિ ઉમેરે છે, “પ્રભુના આવાં મંગલ દર્શન કરીને હું લંકા નગરીમાં રાજા રાવણની સભામાં ગયો. અહીં રાજા રાવણ પોતાના જ્યોતિષીઓને પૂછી રહ્યો હતો કે મારું મૃત્યુ 16 Page #10 -------------------------------------------------------------------------- ________________ કુદરતી રીતે થશે કે કોઈના નિમિત્તથી થશે ? જયોતિષીઓએ ગણતરી કરીને કહ્યું કે અયોધ્યાના રાજા દશરથના જ્યેષ્ઠ પુત્ર રામચંદ્રજીના પત્ની, સીતાજી તમારું મૃત્યુનું નિમિત્ત બનશે. આ સાંભળીને રાવણના નાનાભાઈ વિભીષણે પ્રતિજ્ઞા લીધી કે હું મહારાજા દશરથ તથા મહારાજા જનકનો વધ કરીશ. માટે હે મહારાજા દશરથ, હું તમને ચેતવવા માટે આવ્યો છું, તમે ચેતજો.” આટલું કહીને નારદમુનિએ તેમની વિદાય લીધી. (૨) શ્રીકૃષ્ણ પુત્રનું અપહરણ ભગવાન શ્રીકૃષ્ણના મહારાણી રુકિમણીની કૂખે પુત્રનો જન્મ થતાં જ પૂર્વભવના વેરી દેવે અદ્રશ્ય રીતે રાજકુમારનું અપહરણ કર્યું. સૈન્ય રાજકુમારની શોધ માટે આકાશ-પાતાળ એક કરી નાખ્યાં, છતાં રાજકુમારની ક્યાંય ભાળ મળી નહિ. માતા રુકિમણીના ઉરફાટ રુદને સહુના હૈયાને હચમચાવી મૂક્યાં. પણ બધાં લાચાર હતાં. બરાબર ત્યાં જ આકાશગમન કરીને નારદમુનિ ત્યાં પધાર્યા. તેમણે બધી વાતથી વાકેફ થઈને રુકિમણીને આશ્વાસન આપતાં કહ્યું, માતા, આપ શા માટે આવો વિલાપ કરો છો ? આપ તો પ્રજ્ઞ છો, કર્મની અકલ ગતિને જાણનારાં છો. આપ કૃપા કરીને સમભાવમાં રહો. હું આ વિશે શ્રી સીમંધર સ્વામીને પૂછીને આપને સમાચાર આપીશ.” આમ કહીને આકાશગામી વિદ્યાના જ્ઞાતા નારદમુનિ આકાશગમન કરીને મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી પાસે આવ્યા અને તેમને સાષ્ટાંગ પ્રણામ કરીને પૂછયું, “હે પ્રભુ, રુકિમણીદેવીએ એવાં તે કેવાં કર્મો કર્યા છે કે જન્મતાંની સાથે જ તેમના પુત્રનું અપહરણ થઈ ગયું ?'' નારદજીનો આવો પ્રશ્ન સાંભળીને પ્રભુએ મંદસ્મિત ફરકાવીને કહ્યું, “રુકિમણીદેવી પૂર્વભવમાં જ્યારે બ્રાહ્મણી હતા ત્યારે મોરના બચ્ચાને જોઈને અત્યંત મોહિત બની ગયા હતા. આ મોહને વશ થઈ જઈને તે જંગલમાંથી મોરના બચ્ચાને પોતાના ઘેર લઈ આવ્યા. પોતાના બચ્ચાથી વિખૂટી પડી જતાં ઢેલ અત્યંત કલ્પાંત કરવા લાગી છતાં બ્રાહ્મણીના પેટનું પાણી ય હાલ્યું નહિ. એ તો જાણે કે કશુંય બન્યું ન હો તેમ મોરના આ બચ્ચાને ખૂબ જ સ્નેહથી ઉછેરવા લાગી. આ બાજુ ઢેલ પોતાના બચ્ચાના વિરહમાં નગરની શેરી-ગલીઓમાં ભટકવા લાગી. લોકોએ જ્યારે બ્રાહ્મણીને ખૂબ સમજાવી ત્યારે સોળ મહિને તેણે ઢેલના આ બચ્ચાને મુક્ત કર્યું. આગલા ભવનું સોળ વરસના પુત્ર-વિરહના રૂપમાં ઉદય પામ્યું. હવે સોળમા વરસે રુકિમણીને પોતાનાં પુત્રનું પુનઃમિલન થશે.” પ્રભુની આવી વાત સાંભળીને નારદજીએ દલીલ કરતાં કહ્યું, પ્રભુ, રાણીએ કરેલા કર્મની વાત તો સમજાણી, પણ રાજકુમારે એવું તે કયું કર્મ કર્યું હતું કે જેથી જન્મતાંની સાથે જ તેનું અપહરણ થઈ ગયું ?” તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીએ નારદ મુનિની શંકાનું સમાધાન કરતા કહ્યું, “હે આયુષ્યમાન ! આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શાલિગ્રામ નામના નગરમાં મનોરમ નામના ઉદ્યાનનો સુમનયક્ષ નામનો અધિપતિ હતો. આજ નગરમાં સોમદેવ નામનો બ્રાહ્મણ પોતાના અર્ગિલા નામની પત્ની સાથે રહેતો હતો. તેમને ચૌદ વિદ્યાના પારગામી એવા અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે પુત્રો હતા. એક સમયે અનેક મુનિવરોથી પરવરેલા આચાર્યશ્રી નંદીવર્ધનસૂરિજી આ ઉદ્યાનમાં પધાર્યા. અતિ ગર્વિષ્ઠ એવા અગ્નિભૂતિ અને વાયુભૂતિ નંદીવર્ધનસૂરિજી સાથે વાદવિવાદમાં ઉતર્યા અને કારમી હાર પામ્યા. મુનિવર્યે તેમને ઠપકો આપતાં કહ્યું, “આવો મદ રાખીને શા માટે કરો છો ? ગત જન્મમાં તમો બંને શિયાળ હતાં.” આવાં અપમાનજનક શબ્દો સાંભળીને બંને ભાઈઓને મુનિવર્ય પર ઘણો ક્રોધ ચઢ્યો. ક્રોધાવેશમાં સારાસારનું ભાન ભૂલી જઈને બંને ભાઈઓ મુનિવર્યનો વધ કરવા માટે ઉદ્યાનમાં આવ્યા. પણ સુમનયક્ષે તેમને આવું દુષ્કૃત્ય કરતા રોકી લઈને કેદ પકડી લીધા. આથી બંને ભાઈઓ લોકોમાં ખૂબ જ તિરસ્કૃત થયા. પોતાના પુત્રોને સુમન કેદ પકડ્યાના સમાચાર સાંભળીને સોમદેવ તથા અર્ગિલા ઉદ્યાનમાં આવી પહોંચ્યા અને તેમને છોડી મૂકવા માટે બે હાથ જોડીને સુમનયક્ષને કાકલૂદી કરવા લાગ્યાં. તેમની કાકલૂદીથી પીગળી જઈને સુમનયક્ષે તેમને કહ્યું, “હું તમારા પુત્રોને એક શરતે મુક્ત કરું. જો તે જૈન ધર્મ અંગીકાર કરે તો.” બન્નેએ તેની શરત માન્ય રાખી. સુમનયક્ષે બંને બ્રાહ્મણ પુત્રોને મુક્ત કરી દીધાં. બન્નેએ એ જ ક્ષણે જૈનધર્મ અંગીકાર કર્યો અને સુંદર 18 Page #11 -------------------------------------------------------------------------- ________________ રીતે તેને પાળવા લાગ્યાં. એ પછી કાળધર્મ પામીને બંને દેવ બન્યાં ને ત્યાંથી ફરી પૃથ્વી પર આવીને હસ્તિનાપુરમાં અર્હદ્દાસ શ્રાવકના પૂર્ણભદ્ર તથા મણિભદ્ર નામના પુત્રો બન્યાં. બંને ભાઈઓ શ્રાવક ધર્મની સુંદર, સ્વચ્છ આરાધના કરી દેવગતિને પામ્યાં અને ત્યાંથી આવીને હસ્તિનાપુરના રાજા વીરસેનની રાણીની કૂખે જન્મ લઈને મધુ તથા કેઢવ નામે ઓળખાણાં. મોટો થઈને મધુ રાજગાદી પર બેઠો અને થોડા સમય પછી તેને કુબુદ્ધિ સૂઝતા કનકાભરણ નામના રાજાની પત્ની ચંદ્રાભાનુનું અપહરણ કરીને તેની સાથે ભોગવિલાસ ભોગવવા લાગ્યો. આ બાજુ કનકાભરણ રાજા પોતાની પત્નીના વિરહમાં ઝૂરવા લાગ્યો ને વિરહની પરાકાષ્ટામાં તાપસ બની ગયો. ચંદ્રાભાનુએ પોતાના પતિની આવી દુર્દશા જોઈ તો તેના અંતરમાં કરુણાનું ઝરણું ફૂટી નીકળ્યું. તેણે મધુરાજાને પોતાના પતિની હાલત દેખાડી, તો તેને પણ ઘણું દુ:ખ અને પસ્તાવો થયો. તેણે પોતાના પાપકર્મના પ્રાયશ્ચિતરૂપે પુત્રને રાજગાદી સોંપી દઈને દીક્ષા લઈ લીધી. એ પછી સંયમમાં શેષ જિંદગી પૂરી કરીને દેવલોકમાં ગયો. કનકાભરણ પણ ઉગ્ર તપ કરીને ધૂમકેતુ નામનો દેવ થયો. મધુ રાજાના જીવે દેવનું આયુષ્ય પૂરું કરીને ભગવાન વાસુદેવના ભાર્યા રુકિમણીદેવીની કૂખે જન્મ લીધો. ધૂમકેતુ દેવે પોતાના પૂર્વજન્મની પત્નીના અપહરણનું વેર વાળવા માટે રુકિમણીદેવીના પુત્રનું જન્મતાંની સાથે જ અપહરણ કરીને તેને છોડી દીધો. બાળકના પુણ્યકર્મના યોગે બરાબર એ જ સમયે વિદ્યાધર અને તેમના પત્ની વિમાનમાં બેસીને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજરે આ નવજાત બાળક ચઢી જતાં તેમણે તેને વિમાનમાં ઊંચકી લીધું. તેમણે તેનું નામ પ્રદ્યુમ્ન રાખ્યું અને એક રાજકુમારની જેમ તેને ઉછેરવા લાગ્યાં.'' શ્રી સીમંધર સ્વામી પાસેથી આવો ખુલાસો મેળવીને નારદજી પ્રદ્યુમ્નને જોઈને દ્વારિકા આવ્યા અને રુકિમણીદેવીને આ વાતથી વાકેફ કર્યા. પોતાનો પુત્ર હેમખેમ હોવાના સમાચાર સાંભળીને રુકિમણીદેવીનું હૈયું આનંદના હિલોળે ચઢ્યું. 20 (૩) કામગજેન્દ્રનો ઉદ્ધાર એક વાર જ્યારે ભગવાન શ્રી મહાવીર સ્વામી શ્રાવસ્તી નગરીમાં પોતાની અમૃતવાણીમાં દેશના સંભળાવી રહ્યા હતા, ત્યારે એક રાજકુમારે તેમની પાસે આવીને ખૂબ જ વિનયપૂર્વક પૂછયું, “પ્રભુ, રાત્રિએ મેં જે જોયું તે સાચું છે કે ખોટું ? એ સત્ય હકીકત હતી કે મારો ભ્રમ હતો ?’’ પ્રભુએ જવાબ આપ્યો, “રાજકુમાર, એ બિલકુલ સત્ય હકીકત હતી.’’ સમાધાન પામી રાજકુમાર ચાલ્યો ગયો તો ગણધરપતિ શ્રી ગૌતમ સ્વામીએ ઉત્સુકતાવશ પ્રભુને પૂછ્યું, “પ્રભુ, આ માણસ કોણ હતો ? તેણે આપને શો પ્રશ્ન પૂછયો ? તેણે શું જોયું તે કૃપા કરીને આપ અમને કહેશો ?’’ પ્રભુએ તેની શંકાનું સમાધાન કરતાં કહ્યું, “હે ગૌતમ, તે કામગજેન્દ્ર નામનો યુવરાજ છે. તેના પૂર્વના દેવમિત્રોએ તેને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીની સમવસરણોમાં અહીંથી ઉપાડીને ત્યાં મૂકી દીધો.” શ્રી સીમંધર સ્વામીના સમવસરણમાં એક રાજાએ પ્રભુને પૂછયું, “આ માણસ કોણ છે ? ક્યાંથી આવે છે ? એ શા માટે અહીં આવી ચઢ્યો છે ?’’ શ્રી સીમંધર સ્વામીએ તેને જવાબ આપતા કહ્યું, “હે રાજન ! પૂર્વભવમાં આ કામગજેન્દ્ર રાજકુમારના મિત્ર દેવોએ એકબીજાને ધર્મમાં આસક્ત બનાવવાના કોલ આપેલા. પણ પ્રબળ વિષય વાસનાના કારણે આ રાજકુમારનું મન હંમેશા રમણીઓમાં જ રમતું હતું. આથી દેવમિત્રો તેને ફોસલાવીને અહીં લઈ આવ્યા છે. પૂર્વભવમાં કામગજેન્દ્ર કૌશલ રાજાનો તોસલ નામનો રાજકુમાર હતો. આ જ નગરના શ્રેષ્ઠીપુત્રની પત્ની સુવર્ણાદેવી પતિના લાંબા સમયના પરદેશગમનથી વિષયાંધ બની જઈને રાજકુમાર તોસલ સાથે અણહક્કના વિષયો ભોગવવા લાગી. પરિણામે તેને રાજકુમારથી ગર્ભ રહી ગયો. વાત ઊડતી ઊડતી રાજાના કાને પહોંચી. રાજાને પોતાના પુત્રના આવાં દુષ્કૃત્યથી ઘણો આઘાત 21 Page #12 -------------------------------------------------------------------------- ________________ લાગ્યો અને તેણે તેને મોતની સજા ફરમાવી. રાજકુમારનો વધ કરવા માટે પ્રધાન તેને જંગલમાં લઈ ગયો. પણ રાજકુમારનો વધ કરવા માટે તેનો જીવ ચાલ્યો નહિ. તેણે રાજકુમારને રાજ્યની હદ છોડી દઈને દૂર દૂર ચાલ્યા જવાની સલાહ આપી. તોસલ ત્યાંથી નીકળીને પાટલીપુત્ર આવીને ત્યાંના રાજા જયવર્માની સેવામાં રહી ગયો. આ બાજુ સુવર્ણાદેવીથી પણ આ કલંકનો બોજ જીરવાયો નહિ. તે ઘરનો ત્યાગ કરીને જંગલમાં રહેવા લાગી. અહીં જંગલમાં જ તેણે પૂરા માસે પુત્ર-પુત્રીના જોડકાંને જન્મ આપ્યો. એકવાર તે કોઈક ગામની સમીપે જઈને પુત્રના ગળામાં તોસલકુમારના નામની તથા પુત્રીના ગળામાં સુવર્ણાદેવીના નામની મુદ્રિકા નાખી દઈને, વસ્ત્રના એક છેડે પુત્રને તથા બીજા છેડે પુત્રીને બાંધી દઈને તેમને એક સુરક્ષિત સ્થળે મૂકી દઈને વસ્ત્ર તથા શરીર શુદ્ધિ માટે વિંધ્યાચળની તળેટીમાં આવેલા એક ઝરણાની અંદર ઉતરીને નહાવા લાગી. આ બાજુ એક નવપ્રસૂતા ભૂખી વાઘણ ત્યાંથી પસાર થાય છે. તેની નજરે આ પોટલી ચઢી જતાં તે તેને વચ્ચેથી પકડીને ભાગી છૂટે છે પણ વસ્ત્રની ગાંઠ ઢીલી હોવાને કારણે માર્ગમાં પુત્રી તેમાંથી સરકીને જમીન પર પડી જાય છે. વાઘણ પુત્રને ઉપાડીને સહેજ આગળ વધે છે તો પાટલીપુત્રના રાજા જયવર્માનો પુત્ર શબરશીલ તેને સામો મળે છે. રાજકુમાર તીર મારીને વાણને મારી નાખે છે. નવજાત બાળકને સંભાળપૂર્વક ઊંચકી લઈને રાજકુમાર તેને પોતાના મહેલમાં લઈ આવીને ગુપ્ત રીતે પોતાની પત્નીને સુપ્રત કરે છે. તે આ બાળકનું નામ મોહદત્ત રાખે છે. આ બાજુ વાઘણના મોંમાથી રસ્તામાં પડી ગયેલી બાળકી એક રાજદૂતના હાથમાં આવે છે. તે તેને પોતાની સાથે ઘેર લઈ જઈને ઉછેરે છે અને તેનું નામ વનદત્તા પાડે છે. આ બાજુ સુવર્ણાદેવી ઝરણામાં સ્નાન કરીને બહાર આવે છે. અને પોતે જ્યાં સુરક્ષિત રાખ્યાં હતા તે જગ્યાએ પોતાના વહાલાં બાળકોને ન જોતા તેમના વિયોગમાં બહાવરી બની જઈને ઉરફાટ આક્રંદ કરવા લાગે છે. એ પછી તપાસ કરતાં વાઘણના પગની છાપ તેને જોવાં મળે છે. સુવર્ણાદેવીના મનમાં એવું ઠસાઈ જાય છે કે વાઘણ મારા બંને બાળકોને ખાઈ ગઈ છે. રડતી-કકળતી તે પાટલીપુત્ર 22 નગરીમાં પ્રવેશ કરે છે. યોગાનુયોગ તે પેલા રાજદૂતને ત્યાં જ વનદત્તાની ધાવમાતા તરીકે રહીને નોકરી કરવા લાગે છે. આ બાજુ એક જ શહેરમાં રહીને સુવર્ણાદેવીના બન્ને બાળકો યુવાવસ્થામાં પ્રવેશ કરીને એકમેક પર આસક્ત બને છે. બન્નેની આસક્તિ કળી જઈને સુવર્ણાદેવી તેમને એકાંતમાં મળવાની સગવડ કરી આપે છે. કર્મની વિકટતાએ એ જ સમયે તોસલકુમાર ત્યાંથી પસાર થાય છે અને વનદત્તા પ્રત્યે આકર્ષાઈને, તેના પર મોહાંધ બની જઈને પોતાની જ પુત્રી પર બળાત્કાર ગુજારવા માટે તત્પર બની જાય છે. આ આક્રમણથી બચવા માટે વનદત્તા ‘બચાવો, બચાવો'ની બૂમો પાડવા લાગે છે. વનદત્તાનો આર્તનાદ સાંભળીને મોહદત્ત ત્યાં દોડી આવે છે. મોહદત્ત તથા તોસલકુમા૨ વચ્ચે ભયંકર લડાઈ થાય છે અને મોહદત્ત તક જોઈને તલવારના એક જ ઝાટકે કોળાની જેમ પોતાના પિતા તોસલકુમારનું મસ્તક વધેરી નાખે છે. તે પછી સુવર્ણાદેવીએ નક્કી કરેલી જગ્યાએ તે વનદત્તાને પોતાની વિષયવાસના સંતોષવા માટે લઈ જાય છે. પણ ત્યાં જ રસ્તામાં આકાશવાણી થાય છે, હે દુષ્ટ, પહેલા બાપની હત્યા કરી અને હવે સગી માની હાજરીમાં જ તારી સગી બહેનની આબરુ લૂંટવા માટે તત્પર બન્યો છે ?’’ આ રીતે ત્રણ વાર આકાશવાણી થઈ. આ આકાશવાણી સાંભળીને મોહદત્તના મનમાં તીવ્ર વૈરાગ્ય ભાવના ઉત્પન્ન થઈ આવે છે અને તે જંગલમાં જ દીક્ષા અંગીકાર કરીને અન્ય ચાર મુનિવરો સાથે ધર્મ આરાધતાં આરાધતાં કાળધર્મ પામી દેવલોકમાં જાય છે. આ દેવો એક સમયે તીર્થંકર શ્રી ધર્મનાથજીની દેશના સાંભળવા ગયાં. અહીં બધાંએ એકમેકને ધર્મ પમાડવાની પ્રતિજ્ઞા લીધી. અહીં કામગજેન્દ્રને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેણે સમ્યક્ત્વ અંગીકાર કર્યું. (૪) યક્ષા સાધ્વીજીનું સમાધાત શ્રીયકમુનિની પ્રકૃતિ ઉપવાસની વિરુદ્ધ હતી. એકવાર તેમના સંસારી બહેન યક્ષાસાધ્વીજી મહારાજે તેમને વિનંતિ કરી, ‘આજે તો સંવત્સરી પર્યુષણ મહાપર્વ હોવાથી આપ પોરિસનું પચ્ચક્ખાણ કરો.' શ્રીયકમુનિએ બહેનના આગ્રહને માન આપીને પચ્ચક્ખાણ કર્યું. પણ રાત્રિના જ ક્ષુધાવેદના અસહ્ય બનતા તેઓશ્રી આકુળ-વ્યાકુળ બની ગયા અને આ ક્ષુધાવેદનાના કારણે રાત્રિમાં જ તેઓશ્રી કાળધર્મ પામી 23 Page #13 -------------------------------------------------------------------------- ________________ દેવગતિને પામ્યા. આ ઘટનાથી યક્ષા સાધ્વીજીને પારાવાર આઘાત લાગ્યો. ‘અરેરે, મેં ઋષિમુનિનો ઘાત કર્યો.' શ્રમણસંઘ સમક્ષ ઉપસ્થિત થઈને તેમણે પ્રાયશ્ચિત માંગ્યું. શ્રમણસંઘે કહ્યું કે તમારો આશય શુદ્ધ હોવાથી પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. છતાં સાધ્વીજીના મનનું સમાધાન થયું નહિ. તેમણે તો બસ આ એક જ વાતનું રટણ પકડ્યું, ‘સાક્ષાત્ જિનેન્દ્ર પરમાત્મા મને આવું કહે તો જ મારા મનને સંતોષ થાય.’ સકળસંઘે કાયોત્સર્ગ કરી શાસનદેવીને બોલાવ્યા. શાસનદેવીએ આવીને પૂછ્યું, ‘મને કેમ બોલાવી ? મારા માટે શી આજ્ઞા છે ?” શ્રીસંઘે જણાવ્યું કે યક્ષાસાધ્વીજીને દેવાધિદેવ શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈને તેમના મનનું સમાધાન કરાવી આપો. શાસનદેવી યક્ષાસાધ્વીજીને દેવાધિદેવ શ્રી સીમંધર સ્વામી પાસે લઈ ગયા. દેવાધિદેવે તેમને શાંતિપૂર્વક સાંભળીને ફેંસલો આપ્યો કે તમે નિર્દોષ છો, સંતાપ કરવાની જરૂર નથી. દેવાધિદેવના આવા ફેંસલાથી યક્ષાસાધ્વીજીને સંપૂર્ણ સંતોષ થયો અને તેમના મનનું સમાધાન થઈ ગયું. દેવાધિદેવે તેમને ભાવના, વિમુક્તિ, રતિકલ્પ તથા વિચિત્રચર્યા એમ ચાર યૂલિકાઓની વાચના આપી, જે ફક્ત એક જ વારના શ્રવણથી તેમને કંઠસ્થ થઈ ગઈ. (૫) કાલિકાચાર્યજી અને શકેન્દ્ર દેવ એક વખત દેવાધિદેવ શ્રી સીમંધર સ્વામીએ નિગોદના સ્વરૂપનું વર્ણન કર્યું. આ વર્ણન સાંભળીને અત્યંત પ્રભાવિત બનેલા શ્રી શકેન્દ્ર મહારાજાએ પ્રભુને પૂછ્યું, ‘હે પ્રભુ ! ભરતક્ષેત્રમાં નિગોદના સ્વરૂપનું આવું સૂક્ષ્માતિસૂક્ષ્મ અક્ષરશઃ વર્ણન કોઈ કરી શકે ખરું ? હાલ આવી કોઈ વ્યક્તિ છે ખરી ?’ પ્રભુએ ધીરગંભીર વાણીમાં જવાબ આપ્યો, ‘હા, શ્રી કાલિકાચાર્યજી મહારાજ આવું જ વર્ણન કરવાનું સામર્થ્ય ધરાવે છે.’ શ્રી શકેન્દ્ર મહારાજ આ વાતની ખાતરી કરવા માટે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને શ્રી કાલિકાચાર્યજી પાસે ગયા અને તેમને ‘નિગોદનું સ્વરૂપ કેવું છે ?’ તેની પૃચ્છા કરી. શ્રી કાલિકાચાર્યજીએ દેવાધિદેવે જેવું વર્ણન કર્યું હતું, તેવું જ અક્ષરશઃ વર્ણન કરી બતાવ્યું. આથી શકેન્દ્ર મહારાજ અત્યંત પ્રભાવિત થયા અને મનોમન ખૂબ જ ભાવપૂર્વક તેમને 24 વંદના કરીને તેમને પૂછયું, ‘ભગવન, મારું આયુષ્ય કેટલા વરસનું છે ?’ તેમનો આવો પ્રશ્ન સાંભળીને શ્રી કાલિકાચાર્યજીએ મંદ મંદ હસતાં કહ્યું, “આપ બે સાગરોપમના શકેન્દ્ર મહારાજ છો. પણ અત્યારે આપ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને અહીં આવ્યા છો. જે હમણાં જ પૂરું થશે !' શ્રી કાલિકાચાર્યજીના મુખેથી આવી વાત સાંભળીને શકેન્દ્ર મહારાજ તુરત જ પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. તેમનું આ સ્વરૂપ જોઈને મુનિશ્રીએ તેમને કહ્યું, “આપ સત્વરે અહીંથી ચાલ્યા જાવ. મારા શિષ્યો બહાર ગયાં છે, તે તમારા રૂપને જોતાં જ મોહિત થઈ જઈને સાંસારિક નિયાણું ન કરે એટલા માટે તે વસતિમાં પાછાં ફરે એ પહેલાં ન આપ સ્વસ્થાને પધારો તેવી મારી આપને નમ્ર વિનંતી છે.’’ શ્રી કાલિકાચાર્યજીની આવી વિનંતિનો સ્વીકાર કરીને શકેન્દ્ર મહારાજ શ્રી કાલિકાચાર્યજીના શિષ્યોને પોતાના આગમનની પ્રતીતિ થાય તે માટે પ્રતિશ્રય-ઉપાશ્રયની દિશાનું પરિવર્તન કરીને સ્વસ્થાને ચાલ્યા ગયા. આ બાજુ શિષ્યો વસતિમાં પાછા ફરે છે. વસતિના દ્વા૨ના સ્થાને દીવાલ જોઈને આંટાફેરા મારવા લાગે છે. તેમને આ રીતે આંટાફેરા મારતાં જોઈને કાલિકાચાર્યજીએ બહાર ડોકિયું કરીને કહ્યું કે દ્વાર આ દિશામાં છે, અહીંથી અંદર આવી શકાશે. દ્વારના દિશા પરિવર્તનથી શિષ્યો આશ્ચર્યચકિત બની જાય છે. આચાર્ય મહારાજે તેમને શકેન્દ્ર મહારાજના આગમનનો વૃતાંત કહી સંભળાવ્યો. આ સાંભળીને શિષ્યોએ આચાર્ય મહારાજને વિનંતિ કરી, “ભગવાન્ ! શકેન્દ્ર મહારાજને સ્થિરતા કરાવવી હતીને ?'' આચાર્ય મહારાજે સ્પષ્ટતા કરતા કહ્યું, “એમની રૂપ સંપદા તથા વૈભવાદિ જોઈને તમે નિયાણું ન કરો, એટલાં માટે મેં જ તેમને સ્વસ્થાને જવાની વિનંતી કરેલી.'' (૬) હેમચંદ્રસૂરીશ્વરજી તથા કુમારપાળતા શેષ ભવો એકવાર કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીને મહારાજા કુમારપાળે વાતવાતમાં પૂછ્યું, “પ્રભુ, મારા ભવ કેટલા ?’’ આચાર્યશ્રીએ શાસનદેવીનું આવાહ્ન કરીને તેમને બોલાવ્યા અને 25 Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી પાસેથી મહારાજાના તથા પોતાના ભવ જાણી લાવવાનું કહ્યું. શાસનદેવી દેવાધિદેવ પાસે ગયા અને તેમને ભાવપૂર્વક વંદન કરીને પૂછયું, “ભગવનું, આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી તથા મહારાજા કુમારપાળના ભવ કેટલાં ?” દેવાધિદેવ મંદ સ્મિત ફરકાવીને કહ્યું, “તમે ત્યાં જઈને જોશો ત્યારે જે વૃક્ષની નીચે જે ઊભા હશે, એ વૃક્ષના જેટલા પાંદડાં હશે તેટલાં તેના ભવ સમજવા.” દેવાધિદેવને વંદના કરીને શાસનદેવી પાછા ફર્યા. આવીને જોયું તો આચાર્યશ્રી આંબલીના વૃક્ષ નીચે ઊભા હતા અને મહારાજા કુમારપાળ ત્રણ પાંદડાંવાળા પલાશના વૃક્ષ નીચે ઊભા હતા. પોતાના આંબલીના પાંદડાં જેટલા ભવ છે, એ વાત જાણ્યા પછી પણ કળિકાળ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી હર્ષ પામ્યા. તેમણે હસતાં હસતાં કહ્યું, “અનંતાનંત ભવોની સામે આટલાં ભવ તો કંઈ જ નથી !” (૭) વસ્તુપાળ અને પ્રભાદેવી મહાવિદેહ ક્ષેત્રમાં મહામંત્રી વસ્તુપાળ કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળતાં જ વર્ધમાનસૂરીશ્વર મહારાજને ઘણો આઘાત લાગ્યો. તેમણે ઉગ્ર તપશ્ચર્યા કરી દેહને ગાળવા માંડ્યો. તેમણે અભિગ્રહ કર્યો કે શંખેશ્વર તીર્થના દર્શન કર્યા પછી જ પારણાં કરીશ. પણ શરીર અતિકશ થઈ જવાના કારણે રસ્તામાં જ કાળધર્મ પામીને શંખેશ્વર તીર્થના દેવ બની ગયા. એ પછી તે મહામંત્રી વસ્તુપાળનો પુનર્જન્મ ક્યાં થયો છે, તે જાણવા માટે મહાવિદેહ ક્ષેત્રમાં ગયા અને દેવાધિદેવ શ્રી સીમંધર સ્વામીને ભક્તિભાવપૂર્વક વંદના કરીને મહામંત્રીની ગતિ વિશે પૂછયું. દેવાધિદેવે કહ્યું, “મહામંત્રી વસ્તુપાળ આ પુષ્પકલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં પરમ સમ્યકત્વશાળી શ્રી કુચંદ્ર નામે રાજા થયા છે. તે સંયમ ધારણ કરી દેવગતિમાં જશે અને ત્યાંથી પાછા અહીં જ આવીને કેવળજ્ઞાન પામશે.' “મહામંત્રી વસ્તુપાળનાં ધર્મપત્ની શ્રીમતી અનુપમાદેવી આજ નગરીમાં શ્રાદ્ધરત્ન શ્રેષ્ઠિની પુત્રી રૂપે જન્મી, આઠમા વરસે ચારિત્ર અંગીકાર કરી, આત્મકલ્યાણ સાધી, નવમા વરસે કેવળજ્ઞાન પામી સાધ્વીજીની પર્ષદામાં કેવળજ્ઞાની રૂપે બિરાજશે. એ પછી આયુષ્ય પૂરું થતાં મોક્ષપદને પામશે. “મહામંત્રી તેજપાળ પ્રાન્ત સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવલોકમાં જઈ, ત્યાં ચોથા ભવે મોક્ષપદને પામશે.” દેવાધિદેવની અમૃતવાણી શ્રવણ કરીને તેમને ભાવપૂર્વક વંદના કરીને દેવ સ્વસ્થાનકે પાછા ફર્યા. (૮) શ્રી કુંદકુંદાચાર્યજી સુપ્રસિદ્ધ દિગંબરી આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યજી અવારનવાર મહાવિદેહ ક્ષેત્રમાં દેવાધિદેવ પાસે જઈને તેમના પાસેથી પોતાના પ્રશ્નોના ખુલાસા મેળવીને જ્ઞાનપ્રકાશ મેળવતા હતા. જેના ફળસ્વરૂપે તેમણે સમયસાર, પ્રવચનસાર, નિયમસાર વગેરે તથા આત્મતત્વ અને અન્ય તત્ત્વોના છેલ્લામાં છેલ્લા ફોડ પાડ્યા છે. (૯) શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર, કૃપાળુ દેવે પણ સીમંધર સ્વામીનો વારંવાર ઉપકારી ભાવે અત્યંત ભક્તિપૂર્વક ઉલ્લેખ કર્યો છે. પૂજય કાનજીસ્વામીએ પણ શ્રી સીમંધર સ્વામીની ખૂબ જ કીર્તન-ભક્તિ કરી અને લોકો પાસે કરાવી. અનેક જગ્યાએ શ્રી સીમંધર સ્વામીના સુંદર દેરાસરો બંધાવી લોકોને શ્રી સીમંધર સ્વામીની પિછાણ ને ભક્તિ કરવાનો માર્ગ મોકળો કરી આપ્યો. આચાર્ય શ્રી કલ્યાણસાગરે શ્રી સીમંધર સ્વામીની ભક્તિ કરી મહેસાણામાં તેમનું ભવ્ય દેરાસર બંધાવ્યું છે. આ દેરાસરમાં બિરાજતી પ્રતિમા લોકોના નયનોમાંથી કેમેય કરીને ખસતી નથી. આ રીતે તેમણે આ બાબતમાં એક મહત્ત્વનું પ્રદાન કર્યું છે. (૧૦) શ્રી દાદા ભગવાન પરમ પૂજ્ય દાદાશ્રી ‘અક્રમમાર્ગ'ના જ્ઞાની પુરુષ કહેવાય કે જેમનાં જ્ઞાન પ્રયોગથી એક કલાકમાં જ આત્મા જાગૃત થઈ જાય. એનો Page #15 -------------------------------------------------------------------------- ________________ અનુભવ હજારો લોકોએ કરેલો છે. ૧૯૫૮માં તેઓશ્રીને ‘આત્મજ્ઞાન' સુરત સ્ટેશનના બાંકડા પર બેઠેલા ત્યારે થયેલું. તેઓશ્રીનો દેહવિલય ૧૯૮૮માં થયેલ, પણ તેમનું બોધેલું અક્રમ વિજ્ઞાન આજે પણ હજારો લોકોને આત્મધર્મ તરફ વાળે છે. દાદાશ્રી હંમેશાં કહેતાં કે જેને ‘શુદ્ધાત્મા’નું લક્ષ બેઠેલું હોય, તે અહીં ભરત ક્ષેત્રમાં રહી શકે જ નહીં, તે મહાવિદેહ ક્ષેત્રમાં પહોંચી જાય અને ત્યાં એક કે બે અવતારમાં તીર્થંકરનાં દર્શન કરીને મોક્ષે ચાલ્યો જાય, એવો નિયમ છે. વર્તમાનકાળના જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાને હજારો લોકોના હૃદયના તાર શ્રી સીમંધર સ્વામીની સાથે હંમેશ માટે જોડી આપીને તેમની સંસ્કૃતિ જગાવી આપી છે ! પૂજ્ય દાદાનું મંદિર બાંધવા માટે તેમના ભક્તો વારંવાર તેમને વિનવે છે, પણ દાદા હસીને બધાંને આ એક જ જવાબ આપે છે, “મંદિર તો શ્રી સીમંધર સ્વામીનું બંધાવું જોઈએ. મારી મૂર્તિ કે ફોટા ક્યાંય મૂકશો નહિ. મારું સ્થાન તો શ્રી સીમંધર સ્વામીના ચરણોમાં જ છે, પણ મારા મર્યા પછી લોકો મા૨ી મૂર્તિ મૂક્યા વિના નહિ રહે, જેમ શ્રીમદ્ રાજચંદ્રનું થયું છે તેમ ! શ્રીમદ્ રાજચંદ્રે પોતાની મૂર્તિ મૂકવાની ચોખ્ખી ના પાડેલી, પણ સાંભળે કોણ ? મારો ફોટો તમારા ઘેર નહિ લટકાવો તો ચાલશે, પણ શ્રી સીમંધર સ્વામીના ફોટા ઘેર ઘેર મૂકાવા જોઈએ. આમ થશે તો જ દુનિયાનું ભલું થશે અને શાંતિનું સામ્રાજ્ય સ્થપાશે.’ શ્રી સીમંધર સ્વામીની નમસ્કારવિધિ તેમનાં ચાલીસ-પચાસ હજાર ભક્તોમાં દ૨૨ોજ ભાવપૂર્વક બોલાય છે. આનાથી શ્રી સીમંધર સ્વામીનું અખંડ સાતત્ય અનુભવાય છે. - જય સચ્ચિદાનંદ 28 (‘દાદા ભગવાન' કોણ? પ્રગટયા ‘દાદા ભગવાન' ૧૯૫૮માં જૂન ઓગણીસ્સો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, મીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં: ૩ પરનાં રેલ્વેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા! અને કુદરતે એ સમયે સર્યું અધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્ય! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું! જગત શું છે? કેવી રીતે ચાલે છે? આપણે કોણ? ભગવાન કોણ? જગત કોણ ચલાવે છે? કર્મ શું? મુક્તિ શું? વિ.વિ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા! આમ કુદરતે, જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતરનાં ભાદરણ ગામનાં પાટીદાર, કંટ્રાકટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ! અક્રમમાર્ગની અદ્ભુત કુદરતની ભેટ ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો અને ક્રમ એટલે પગથિયે પગચિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો! અક્રમ એટલે લિફટ માર્ગ! શોર્ટકટ! દાદા ભગવાન કોણ ? તેઓશ્રી સ્વયં પ્રત્યેકને દાદા ભગવાન કોણ નો ફોડ પાડતા કહેતાં, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન' ન્હોય. દાદા ભગવાન તો ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. પણ તમારામાં પ્રગટ નથી થયેલા, તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં ’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું નમસ્કાર કરૂં છું.'' ‘હું’ કોણ છું ? અનંત અવતારથી ‘પોતે’ પોતાથી જ ગુપ્ત રહેલો છે! પોતે કોણ છે એ જાણવા માટે આ અવતાર છે. એ જાણવાની શું મેયડ? હું કોણ? મારૂં શું? |એ વસ્તુ સ્વરૂપ છે ને My સંયોગ સ્વરૂપ છે. I એ ભગવાન ને My એ માયા. My name sett. Body My body. My mind, My speech, My ego, My intellect, My wife, My children, My money, My house કહેવાય. પણ I am house કહેવાય? જગતમાં જે જે છે એ બધું My માં જાય છે. । માં શું આવે છે? બીજું કંઈ જ નહિ. | એકલો જ છે. Absolute છે. એ | આ૫ણે પોતે જ છીએ, રીયલ છીએ, 29 Page #16 -------------------------------------------------------------------------- ________________ પરમેનન્ટ છીએ ને My બધું પારકું છે, રીલેટીવ છે, ટેમ્પરરી છે. રીયલમાં આપણે જે છીએ તે જાણવાનું છે. એ એ આત્મા છે, My એ સંસારની વળગણો છે. જગતકતની વાસ્તવિકતાઓ ! આ જગત કોણે બનાવ્યું? God is not creator of this world at all, Only scientific circumstancial eડિoidences છે આ. ભગવાન જો ક્રીયેટર હોય, અને આ દુનિયા એ ચલાવતો હોય તો તે કાયમનો ઉપરી ઠરત. પછી મોક્ષ જેવી, કર્મ જેવી વસ્તુ જ ના હોત. મોક્ષ અને ઉપરી બે વિરોધાભાસ વાત છે. જે દુનિયા ચલાવે તેને માથે જવાબદારી. પછી આપણને કર્મ જેવું રહે જ નહીં ને! જગત ભગવાને બનાવ્યું, તો ભગવાનને કોણે બનાવ્યો? જગત અનાદિ-અનંત છે. Eternal છે. એનો કોઈ કર્તા નથી કે ચલાવનાર નથી. It happens. બધું સ્વયંભૂ છે. The world is the puzzle itself. God has not puzzled this world at all. God is in eßðery creature whether Bðisible or in Bðisible, not in man made creation! ભગવાન બીજે કયાંય નથી, જીવમાત્રની મહીં રહેલા છે! કર્તા, નૈમિત્તિક કર્તા! આ જગતમાં કોઈ સ્વતંત્ર કર્તા નથી. પણ નૈમિત્તિક કર્તા છે. આ જગતમાં કોઈ જગ્યું નથી કે જેને સંડાશ જવાની પણ સ્વતંત્ર શકિત હોય! એ તો અટકે ત્યારે ખબર પડે કે આપણી શકિત હતી કે નહિ! ભલભલા ડૉકટરને ય એનું અટકે ત્યારે બીજા ડૉકટરની મદદ લેવી પડે કે નહિ? જયાં બીજાની કિચિતું માત્ર હેલ્પ લેવી પડે છે તે વસ્તુ પોતે જ પૂરવાર કરે છે કે આપણી સ્વતંત્ર શકિત ક્યાંય નથી. કેટલાં બધાં સંયોગો ભેગાં થાય ત્યારે એક કાર્ય બને છે. કોઈ એક સંયોગથી કોઈ કાર્ય ન બને! સાદી ચા બનાવવી હોય તો કેટલી બધી ચીજવસ્તુઓની જરૂર પડે? આમાં આપણે કેટલા કત? એક નાની અમસ્તી દીવાસળી ના હોય તો? તપેલું ના હોય તો? સ્ટવ ના હોય તો? આપણે સ્વતંત્ર કર્તા હોઈએ તો કોઈ ચીજની જરૂર વગર જ કરી શકીએ. પણ જગતમાં કોઈ સ્વતંત્ર કર્યા નથી. બધાં નૈમિત્તિક કર્તા છે. જાનીનાં લક્ષણો પ્રકામાં બાળપણથી જ. પૂજ્યશ્રીનો જન્મ ૭ નવેમ્બર ૧૯૦૭, વડોદરા પાસેના તરસાળી ગામમાં. પિતાશ્રી મુળજીભાઈ અને માતા ઝવેરબા, પત્ની હીરાબા. બાળપણથી જ દીવ્ય લક્ષણો. માતાએ કંઠી બાંધવાની કહી તો તેઓશ્રીએ ના પાડી! માતાએ કહ્યું કે, કંઠી બંધાવીશ નહીં તો નગરો (ગુરૂ વિનાનો) કહેવાઈશ'. પૂજયશ્રીએ કહ્યું, મને જે જ્ઞાન આપે, તે મારા ગુરૂ કંઠી બાંધવાથી યોst ગુરૂ થઈ જાય?!' તે તેમણે કંઠી ના બંધાવી તે ના જ બંધાવી. સ્કુલમાં લ.સા.અ. (L.C.M.) પ્રથમવાર શિક્ષકે શીખવ્યું કે આ બધી રકમોમાં નાનામાં નાની અવિભાજય તથા બધામાં સમાયેલી હોય, તે રકમ ખોળી કાઢો. એ એનો લ.સા.અ. કહેવાશે. પૂજયશ્રીએ તરત જ ઊભા થઈને બોલ્યા, ‘માસ્તર, માસ્તર! આ વ્યાખ્યા પરથી તો મને ભગવાન જડી ગયા! બધામાં સમાયેલા, નાનામાં નાના ને અવિભાજ્ય તો ભગવાન જ છે ને!' તેરમે વરસે એક સંતે એમને આર્શિવાદ આપતાં કહ્યું, “જા બચ્ચા, ભગવાન તુમકો મોસમેં લે જાયેગા'. ત્યારે એમણે કહ્યું, ‘ભગવાન મને મોક્ષે લઈ જાય એવો મોક્ષ મારે ના જોઈએ. ભગવાન મોક્ષે લઈ જાય એટલે માથે એ ઉપરી ઠર્યો. ઉપરી અને મોક્ષ બે વિરોધાભાસ છે!” મેટ્રીકમાં જાણીજોઈને નાપાસ થયાં! કેમ? પિતાશ્રી ને બંધુશ્રી ને વાત કરતા સાંભળી ગયા કે મેટ્રીક પાસ થાય એટલે અંબાલાલને વિલાયત મોકલી સુબો બનાવીશું. એટલે પોતે નક્કી કર્યું કે મેટ્રીકમાં જાણી જોઈને નાપાસ થવાનું. કારણકે નોકરી તો જીંદગીમાં કરવી નથી! માથે બોસ ના જોઈએ. પરણતી વખતે માથેથી સારો ખસ્યો ને વિચાર આવ્યો, ‘આ લગ્નનું એન્ડ રીઝલ્ટ શું? બેમાંથી એકને તો રાંઝવાનું જ ને!' પણ ચઢયું હોય એવા મોહના પ્રસંગે ઉત્કૃષ્ટ વૈરાગ્યનો કેવો અદ્ભૂત વિચાર! બાબા-બેબી જમ્યા પછી... વીસમે વરસે બાખો જભ્યો. મિત્રોને હોટલમાં પાર્ટી આપી. બે વરસ પછી પાછી હોટલમાં પાર્ટી આપી. બધાએ પૂછયું, “શેની પાર્ટી?' પૂજયશ્રીએ કહ્યું, ‘ મહેમાન આવ્યા તે ગયા!” પાછી બેબી જન્મી તે વખતે પણ પાર્ટી આપી. છ મહિના પછી બીજી પાર્ટી આપી. શેની? ‘મહેમાન આવ્યાં, તે ગયાં!” અધ્યાત્મ તરફ વળ્યું જીવન! બાવીસમે વર્ષે શ્રીમદ રાજચંદ્રનું પુસ્તક વાંચવામાં આવ્યું. ત્યારથી આત્માની ખોજ ચાલુ થઈ, તે પૂરી થઈ ૧૯૫૮માં. હજારોને ત્યારબાદ જ્ઞાન આપી મોક્ષના દ્વારે પહોંચાડ્યા! જીવન સાદું, સરળ, કોઈપણ જાતનાં બાહ્ય આડંબર રહિત. કોઈના ગુરૂ થયા નહીં. લઘુત્તમ પદમાં જ સદા રહ્યા. કોઈ વાડો નહિ, સંપ્રદાય નહિ. કેવળ આત્મધર્મની જ પ્રાપ્તિકરાવાનો અભૂતપૂર્વ સિધ્ધાંત! ૧૯૮૮માં સ્થળ દેહવિલય. સૂક્ષ્યદેહે વિશ્વમાં વ્યાપી જગત કલ્યાણનું અવિરત કાર્ય વધુ વેગે વધાવી રહ્યા છે! पैसाना व्यवशरनो घाश्रीनो सिध्धांत વેપારમાં ધર્મ ધટે, ધર્મમાં વેપાર ન ઘટે' એ સિધ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયાં. જીવનમાં કયારે ય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઉર્દુ ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા ! Page #17 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ત્રિમંત્ર સમર્પણ સંપાદકીય પ્રસ્તાવના મહાવિદેહ ક્ષેત્રની રૂપરેખા શ્રી સીમંધર સ્વાનીનું જીવન ચારિત્ર પૌરાણિક કથા સંદર્ભ અને અદ્યતન પરંપરા શ્રી દાદા ભગવાન અનુક્રમણિકા વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી અરિહંત એટલે કોણ ? નવકાર મંત્ર ક્યારે ફળે ? ત્રિમંત્ર મંદિરનો આશય ! શ્રી સીમંધર સ્વામી ભરત કલ્યાણના નિમિત્ત અન્ય વર્તમાન તીર્થકરો મહાવિદેહ ક્ષેત્ર છે ક્યાં ? મહાવિદેહ ક્ષેત્રમાં જવાનો હેતુ !! અક્રમ વિજ્ઞાન જ ક્ષેત્ર ફેરફાર લાવે ! વર્તમાન તીર્થંકરની ભજનાથી મોક્ષ ! અહીં એકાવતારની ગેરન્ટી રખે એમને પરોક્ષ માનતા ! નિષ્પક્ષપાતી ધર્મમંદિરનું નિર્માણ ! ક્યાં સુધી એ રિવાજોમાં રહેવું ? મળ્યો મહાવિદેહ ક્ષેત્રનો વિઝા ! સીમંધર સ્વામી આજે પ્રત્યક્ષ શ્રી સીમંધર સ્વામી પ્રાર્થના પ્રાપ્તિસ્થાન Page #18 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામી ભજતા સમજ સાથે ! દાદાશ્રી : મોક્ષે જવું નથી ? મોક્ષે જવાનો વિચાર થાય છે ? પ્રશ્નકર્તા : જવું તો હોય જ ને ! દાદાશ્રી : તો પછી કેમ ખટપટ કરતાં નથી ? કશી સિફારસ લાવો ને ! પ્રશ્નકર્તા : ભગવાનનું નામ લઈએ એ સિફારસ. દાદાશ્રી : કયા ભગવાનનું નામ લો છો ? પ્રશ્નકર્તા: આખો દહાડો નવકાર મંત્રનો જાપ કરીએ છીએ. દાદાશ્રી : એ બરોબર છે. પણ નવકાર મંત્ર તો શાંતિ આપે. પ્રશ્નકર્તા : રોજ નવકાર મંત્ર સાતસો-સાડી સાતસો ગણું છું. દાદાશ્રી : સાડી સાતસો ? પ્રશ્નકર્તા : હા જી. દાદાશ્રી : ‘નમો અરિહંતાણં’ એટલે શું ? પ્રશ્નકર્તા: એ તો ખબર નથી સાહેબ. સર્વ દેવોને નમસ્કાર થાય એટલી અમને ખબર છે, બીજી ખબર નથી. વર્તમાન તીર્થંકર દાદાશ્રી : આવું જ છે ને ! પ્રશ્નકર્તા : આપણને નવકાર મંત્રમાં વિશ્વાસ. એ ગણ્યા કરીએ. સર્વ દેવોને નમસ્કાર થાય એમાં. દાદાશ્રી : હા, પણ નવકારમંત્રનો અર્થ સમજીને કરવાનું કહ્યું છે કે સમજ્યા વગર ? પ્રશ્નકર્તા : એ ચોપડી વાંચી પણ યાદ ના રહે એ. દાદાશ્રી : ‘નમો અરિહંતાણં’ શાથી કહે છે ? ‘અરિહંતાણં’ એટલે શું ? પ્રશ્નકર્તા : હું તો સર્વ દેવોને નમસ્કાર એટલું જ જાણું, બીજું કંઈ ઊંડો હું ઊતર્યો નથી. દાદાશ્રી : જુઓ તો, આ કહે છે, “અમે બધું જાણીએ છીએ.’ પણ કશું જ જાણતાં નથી ? સાચું જાણે તો કેટલો ફાયદો થાય ?!!! પ્રશ્નકર્તા : જાણીને કરીએ તો ફાયદો થાય. એમાં ભૂલ કોની ? દાદાશ્રી : અરિહંત કોને કહેવાય ? જે સિદ્ધ થયેલા ના હોય અને અહીં આગળ દેહધારી, કેવળજ્ઞાની હોય તેને અરિહંત કહેવાય. ક્રોધમાન-માયા-લોભ(રૂપી) દુશ્મનોનો જેણે નાશ કર્યો છે એવા કેવળજ્ઞાની, એને અરિહંત કહેવાય. તો અરિહંતને નમસ્કાર કરતાં નથી ? કયા અરિહંતને નમસ્કાર કરો છો ? શી ભૂલ થઈ જાણો છો ? એક આચાર્ય મહારાજ હતા. એમને મેં પૂછયું, ‘નવકાર મંત્ર બોલો છો ?” ત્યારે કહે, ‘એ તો રોજ બોલીએ જ છીએ ને !' મેં કહ્યું, ‘શું ફળ મળે છે ?” ત્યારે કહે, ‘એ તો જેવું જોઈએ, એવું ફળ મળતું નથી.” મેં કહ્યું, ‘ભૂલ શું છે મહીં, એ જાણો છો ?” Page #19 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી મહીં ભૂલ હશે ખરી, નવકાર મંત્રમાં ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : નવકાર મંત્રમાં ભૂલ ના હોય. દાદાશ્રી : મંત્રમાં ભૂલ ના હોય, પણ મંત્ર બોલનારમાં ભૂલ તો હોય ને ? આ તો મંત્ર સમજવામાં ભૂલ થઈ છે ! અરિહંત એટલે કોણ ? આ ‘નમો અરિહંતાણં’ બોલો છો, એ કોના નામ પર બોલો છો ? અરિહંત એટલે શું ? પ્રશ્નકર્તા : અરિહંત એટલે તીર્થંકર. દાદાશ્રી : હા, તે કોણ પણ ? શું નામ ? પ્રશ્નકર્તા : ચોવીસે ય તીર્થંકરો આવી ગયા એમાં. દાદાશ્રી : પણ હવે એ ચોવીસ તીર્થંકરો હતાં ને, તે અત્યારે સિદ્ધ થઈ ગયા. તે તમે એમને ‘નમો અરિહંતાણં' કહો, તે ગુનો છે. એટલે એ તો એમને ખરાબ લાગે. એ તો બહુ નુકસાન થાય, આપણને દોષ બેસે ! ખરેખર તો એમને ખરાબ ના લાગે પણ એનો પડઘો આપણને પડે, આપણને દોષ બેસે. કારણ કે એ પોતે સિદ્ધ થઈ ગયા. તો ય એમને આપણે અરિહંત કહ્યા !! કોઈ કલેક્ટર હોય અને તે ગવર્નર થયા પછી આપણે એમને કહીએ, ‘હેય... કલેક્ટર ! અહીં આવો.' તો કેટલું બધું ખરાબ લાગે, નહીં ? પ્રશ્નકર્તા : લાગે જ. દાદાશ્રી : એવી રીતે આમને અરિહંત માનીએ, તે બહુ જ નુકસાન થાય છે, એટલે જેનું જે પદ છે, તેનું તે પદ શોભે ! ભૂત તીર્થકરો, વર્તમાનમાં સિદ્ધ ! પ્રત્યક્ષ ઉપકારીને ‘નમો અરિહંતાણં’ કહ્યું, તે તો છે નહિ ને લોકો ગાયા કરે છે. કોને ગાયા કરે છે ? આ ટપાલ કોને પહોંચશે તે ? આ એક જણની ભૂલ છે ? બધાં જ આવી ભૂલ કરે ?! ‘ઈઝ ધીસ એ વે ?” મારી વાત સમજાઈ તમને ? થોડી પહોંચી ? પ્રશ્નકર્તા : હા, હા, સમજાઈ. દાદાશ્રી : મહાવીર હતા ત્યાં સુધી તીર્થકરોને અરિહંત કહેવાનો અધિકાર હતો. એ ચોવીસી ચાલુ હતી ત્યાં સુધી એના પર્યાયો પણ ચાલુ હતા. હવે ભગવાન મહાવીરે ચોવીસી બંધ કરી અને બધાં જ ‘એન્ડ પોઈન્ટ’ બંધ કરીને પછી ચલે ગયા ! હવે બીજા હમણે થોડાં વખત પછી થવાનાં હોય તો બોલાય, ‘નમો અરિહંતાણં.’ તો ચોવીસી ચાલું કહેવાય.... અત્યારે ચોવીસી જ બંધ છે એટલે પ્રગટ થવાનાં નથી. હવે તો અરિહંત કોને કહેવાય ? આ તો જેને આપણા લોકો અરિહંત કહે છે, એ તો સિદ્ધમાં છે. એ સિદ્ધનું પદ તો પાછું નીચે આવે જ છે, ‘નમો સિદ્ધાણં'માં. તો અરિહંત કોને કહેવા ? અરિહંતની સાચી સમજ ! પ્રશ્નકર્તા એ જરા વિશેષ ફોડ પાડો ને ! દાદાશ્રી : અત્યારે એ અવળી માન્યતા ચાલ્યા કરે છે કે ચોવીસ તીર્થકરો જે થઈ ગયા, એને અરિહંત કહેવામાં આવે છે. પણ જો વિચારવામાં આવે તો એ લોકો તો સિદ્ધ થઈ ગયા છે. તે ‘નમો સિદ્ધાણં' બોલીએ તેમાં એ આવી જ જાય છે. તો અરિહંતનો ભાગ જ રહે છે બાકી. એટલે આખો નમસ્કાર મંત્ર એ પૂર્ણ થતો નથી. અને અપૂર્ણ રહેવાથી એનું ફળ મળતું નથી, માટે અત્યારે વર્તમાન તીર્થંકર હોવાં જોઈએ. વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામી છે, એમનાં નામથી એમને અરિહંત માની અને કામ લેવું પડશે ! તીર્થકર શ્રી “સીમંધર' સ્વામી ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી એ કોણ છે ? તે સમજાવવા કૃપા કરશો ! દાદાશ્રી : સીમંધર સ્વામી અત્યારે તીર્થકર સાહેબ છે. તેઓ બીજા ક્ષેત્રમાં છે ! અને સીમંધર સ્વામી, જે આજે મહાવિદેહ ક્ષેત્રમાં Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી તીર્થંકર સાહેબ છે. ઋષભદેવ ભગવાન થયા, મહાવીર ભગવાન થયા.... એવાં એ સીમંધર સ્વામી તીર્થંકર છે. ૫ બાકી ભગવાન તો બધું બતાવી ગયા છે. પણ આ લોકોની સમજણ વાંકી, તે શું થાય ? તેથી ફળ નથી મળતું ને ? આ લોકોએ તો આખું અરિહંત પદ જ ઉડાડી મૂક્યું છે. અને તીર્થંકરો કહેતા ગયા કે ‘હવે ચોવીસી બંધ થાય છે, હવે તીર્થંકર થવાનાં નથી એટલે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર છે તેને ભજજો ! ત્યાં આગળ વર્તમાન તીર્થંકરો છે. તો ત્યાં આગળ હવે ભજના કરજો !’ પણ એ તો હવે લોકોના લક્ષમાં જ નથી. અને આ ચોવીસને જ તીર્થંકર કહે છે તેમાં બધાય લોકો પાછાં !! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનું દિગંબર સંપ્રદાયે જરા આગળ મૂક્યું. એની મૂર્તિ પહેલાં તો હતી જ નહીં. એમની આરાધના કોઈ કરતાં જ ન્હોતાં. એ દિગંબરમાંથી શરૂ થયેલું ? દાદાશ્રી : ના. એ મહાવીર ભગવાને બધું ખુલ્લું કર્યું હતું ! મહાવીર ભગવાન જાણતા હતા કે હવે અરિહંત નથી. કોને ભજશે આ લોકો ? એટલે એમણે ખુલ્લું કર્યું કે વીસ તીર્થંકરો છે અને સીમંધર સ્વામી પણ છે. ખુલ્લું કર્યું એટલે પછી એ ચાલુ થયું. માર્ગદર્શન મહાવીર ભગવાનનું પછી કુંદકુદાચાર્યને તાલ મળેલો હતો. નિર્વાણ બાદ.... અરિહંત એટલે અહીં અસ્તિત્વ હોવું જોઈએ. જે નિર્વાણ થયા હોય, તેને તો સિદ્ધ કહેવાય. નિર્વાણ થાય ને, તે પછી એમને અરિહંત કહેવાય નહિ. પ્રશ્નકર્તા : એટલા માટે સીમંધર સ્વામીને અરિહંત કહી શકાય એમ ? દાદાશ્રી : હા, સીમંધર સ્વામીને અરિહંત કહી શકાય. નમસ્કાર મંત્ર ફળ જ નથી આપતો ને ! કશુંય ફળ નથી વર્તમાન તીર્થંકર આપતો. મોઢાં કેવાં ચીમળાઈ ગયેલાં છે ! નહિ તો નમસ્કાર મંત્ર બોલનારનું મોઢું કેવું સરસ હોય ! આ તો ફળ જ નથી આપતું. સાચી વાત જ નથી ને ! ‘નમો અરિહંતાણં’ જ સાચું નથી ત્યાં આગળ ! એટલે આટલું બદલાઈ જશે ને તો બહુ થઈ ગયું. પછી બધા લોકોને ખબર પડશે ને ! જેનું નિર્વાણ થયેલું તેને ફરી અરિહંત કહેવાય નહિ. અરિહંત તો ચરમ શરીર હોવાં જોઈએ અને નિર્વાણ ના થાય ત્યાં સુધી એ અરિહંત ! ૬ ભૂલવાળું ક્યાં લગી ચલાવવું ? પ્રશ્નકર્તા : એટલે સીમંધર સ્વામી છે, તેમને સિદ્ધ ભગવાન કહેવાય નહિ ને ? દાદાશ્રી : ના કહેવાય. એ હાજર છે. માટે એ સિદ્ધ ભગવાન નહીં અને સિદ્ધ ભગવાન જોડે આપણે શું લાગે-વળગે ? એ જવાબે ય ના આપે. આ તો તીર્થંકર ભગવાન પાસેથી જવાબ મળે, બધું મળે ! જરા વિચારવું તો જોઈએ ને ? એટલે મહાવીર ભગવાન ગયા ત્યારથી, છેલ્લાં પચ્ચીસસો વર્ષથી આ ભૂલ ચાલે છે. ક્યાં સુધી આવું ને આવું ચાલશે ? પ્રશ્નકર્તા : આ દેશની આવી દશા ક્યાં સુધી રહેવાની ? દાદાશ્રી : થોડાં જ વર્ષ ! આ દેશ સારો થાય તેવી ભાવના છે ને તમારી ? પ્રશ્નકર્તા : ચોક્કસ છે. દાદાશ્રી : તો થોડાંક જ વર્ષ બાકી રહેવાનાં છે ! મારી યે એ જ ભાવના છે. અને બધાંની પણ એ જ ભાવના છે. હવે બધાં લોકોનું મન ફર્યું છે કે આવું ન રહેવું જોઈએ. અમારી પાછળ જોઈશેતે ? તેથી આ સુરત પાસે સીમંધર સ્વામીનું જબરજસ્ત દેરાસર Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર બંધાય છે. કારણ કે આ બધાંને ખાતરી થઈ જાય કે ભઈ, આ તીર્થંકરને આપણે સ્વીકારીશું તો જ આપણું કામ ચાલશે. હું તો કેટલાંક જણને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું. પછી પાછળ જોઈએ કે ના જોઈએ ? પાછળ લોકોને માર્ગ તો જોઈશે ને ? અલ્લાની કૂણી જેવી દશા ! પ્રશ્નકર્તા : જૈનોમાં ‘નમો અરિહંતાણં’ માટે અલ્લાની કૂણી જેવું ચાલ્યા કરે છે. પહેલાથી એવું ચાલતું આવ્યું છે. તેથી બધા એ જ પ્રમાણે કર્યા કરે છે. કોઈએ વિચાર કર્યો નથી કે આ અરિહંત એટલે પ્રત્યક્ષ દેહે વિચરતા હોવાં જોઈએ. દાદાશ્રી : હા, જુઓને, હવે કેવડી મોટી ભૂલ ચાલુ છે ?! તમને કેમ લાગે છે ? હવે કંઈ સુધરવું જોઈએ કે ના સુધરવું જોઈએ ? આ જાણ્યા પછી લોકોએ ભૂલ સુધારવી જોઈએ ને ? પ્રશ્નકર્તા અને પાછું એમ તો માને છે જ કે મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાન તીર્થકર છે. દાદાશ્રી : હા, માને છે પણ એમને ભજતા નથી, એમને અરિહંત કરીને ભજતા નથી. ‘નમો અરિહંતાણં” આમને જ, ચોવીસ તીર્થકરોને દાદાશ્રી : હા, તે વર્તમાન વીસને અરિહંત માનો તો તમારો નવકાર મંત્ર ફળશે, નહીં તો નહીં ફળે. એટલે આ સીમંધર સ્વામીની ભજના જરૂરી છે, તો મંત્ર ફળે. તે કેટલાંક લોકો આ વીસ તીર્થંકરનું જાણતા નહીં હોવાથી અગર તો “એમને ને આપણે શી લેવાદેવા ?” એમ કરીને આ ચોવીસ તીર્થકરોને જ “આ અરિહંત છે” એમ માને છે. આજે વર્તમાન જોઈએ. તો જ આ ફળ મળે ! આવી તો કેટલી બધી ભૂલો થવાથી આ નુકસાન થઈ રહ્યું છે. ખ્યાલમાં તો સીમંધર સ્વામી જ ! લોકો મને કહે છે કે તમે સીમંધર સ્વામીનું કેમ બોલાવો છો ? ચોવીસ તીર્થકરોનું કેમ નથી બોલાવતા ? મેં કહ્યું, ‘ચોવીસ તીર્થંકરોનું તો બોલીએ જ છીએ. પણ અમે રીતસરનું બોલીએ છીએ. આ સીમંધર સ્વામીનું વધારે બોલીએ છીએ. એ વર્તમાન તીર્થકર કહેવાય અને આ નમો અરિહંતાણં’ એમને જ પહોંચે છે. નવકાર મંત્ર બોલતી વખતે સાથે સીમંધર સ્વામી ખ્યાલમાં આવવાં જોઈએ, તો તમારો નવકાર મંત્ર ચોખ્ખો થયો કહેવાય. ત્રિમંત્ર મંદિરનો આશય ! સીમંધર સ્વામીનું એક મંદિર બંધાયું છે, મહેસાણામાં. જૈનોએ મંદિર એક બાંધ્યું છે. જેનો બધા ય સીમંધર સ્વામીને એક્સેપ્ટ (સ્વીકાર) કરે, કારણ કે એ હાલ તીર્થંકર છે અને ચોવીસ તીર્થંકરો ગયા કહેવાય, એ ભૂત તીર્થંકર કહેવાય. એટલે વર્તમાન તીર્થંકરની જરૂર છે. એટલે આ વર્તમાન તીર્થંકરનું સુરતમાં દેરાસર બંધાય છે. પ્રશ્નકર્તા : જૈનના તીર્થધામ તો પર્વત ઉપર જ હોય છે ? દાદાશ્રી : એ તો બરાબર છે, એ તીર્થધામ ઘણાં ખરાં તો પર્વત ઉપર જ રાખ્યા છે. પણ આ મહેસાણામાં એક બંધાયું છે. એ ય પણ તીર્થધામ જેવું જ છે. કારણ કે સીમંધર સ્વામીના દર્શન કરવા તો સહુ કોઈ જાય ને ? નવકાર મંત્ર ક્યારે ફળે ? એટલા માટે કહેવું પડ્યું કે, “અરિહંતને નમસ્કાર કરો.' ત્યારે કહે છે કે, અરિહંત ક્યાં છે અત્યારે ?” ત્યારે મેં કહ્યું, “આ સીમંધર સ્વામીને નમસ્કાર કરો. સીમંધર સ્વામી એ બ્રહ્માંડમાં છે. એ આજે અરિહંત છે, માટે એમને નમસ્કાર કરો ! હજુ એ છે. અરિહંત તરીકે હોવાં જોઈએ, તો આપણને ફળ મળે.” એટલે આખા બ્રહ્માંડમાં જે લોકો અરિહંત જ્યાં પણ હોય એમને નમસ્કાર કરું છું. એવું સમજીને બોલે તો એનું ફળ બહુ સુંદર મળે છે. પ્રશ્નકર્તા : પણ વર્તમાનમાં વિહરમાન વીસ તીર્થંકરો ખરાં ને ? Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૦ વર્તમાન તીર્થંકર એટલે એવું અહીં આગળ બીજું તીર્થ, સીમંધર સ્વામીનું દેરાસર બંધાય છે. એ શું હેતુ માટે બંધાય છે ? એ હેતુ આપને કહી દઉં. આ જગતના લોકોને આત્માર્થ કરવાનો હતો અને લોકો શેમાં પડ્યા ? મતમાં. પલાં કહે, અમારો મત સાચો ને પેલાં કહે, અમારો મત સાચો. મતાર્થમાં જ આત્માર્થ ક્યાંય જતો રહ્યો ! એટલે આ મતાર્થ જવા માટેનું ત્યાં સુરતમાં એક દેરાસર આ સીમંધર સ્વામીનું બંધાય છે. જોડે શ્રીકૃષ્ણ વાસુદેવનું મંદિર આવશે. જુદું, સેપરેટ ! ત્યાંથી સેપરેટ બિલકુલ અને આ બાજુ સેપરેટ એક શિવનું મંદિર આવશે. અને તે આ મતભેદ મટાડવાનું સાધન છે. આપણા મતભેદ તૂટી જશે, આ દર્શન કરવાથી. પ્રશ્નકર્તા : મતભેદ વધે નહીં ? દાદાશ્રી : મતભેદ વધે નહીં એવો રસ્તો કર્યો છે અમે. એવું છે ને, આ જુદું છે જ નહીં. આ કોણે મતભેદ પાડ્યા છે એ જાણો છો ? આ દુકાનદાર લોકોએ, વ્યાપારીઓએ મતભેદ પાડ્યા છે આ. એ બધા દુકાનદારો ઊડી જશે. તેથી આ દેરાસર બંધાય છે, તમારા સૂરત ગામની પાસે જ બંધાય છે, હાઈવે પર. તે તમે વાત સાંભળેલી ? તમારી કોલેજ છે ને ગામની ? તેની સામે જ ! એટલે મને ‘ત્યાંથી સંજ્ઞા થયેલી કે આ દેરાસર બંધાય. તે દેરાસર પાછું કેવું ? વચ્ચે સીમંધર સ્વામીનું જબરજસ્ત દેરાસર ! અને સીમંધર સ્વામીની બાર ફૂટ ને એક ઈચની ઊંચી મૂર્તિ ! બાર ફૂટ ને એક ઇંચ ઊંચી !! નવ ફૂટ તો આમ પલાંઠી વાળેલ. તે પલાંઠી નવા ફૂટની થાય !!! એ મૂર્તિ આરસની બનાવવાની !!! કૃષ્ણ વાસુદેવ નારાયણ છે. તીર્થકરોએ એક્સેપ્ટ (સ્વીકાર) કરેલા. અને શિવ છે એ જ્ઞાની તરીકે એક્સેપ્ટ કરેલા છે. જે કોઈ પણ જ્ઞાની થાય, એ શિવ કહેવાય. એટલે આ બધાને એક્સેપ્ટ કરેલાં છે. એ બધાનાં મતભેદ ચાલ્યા જશે. આ ત્રણ મંદિરોમાં મૂર્તિ જોશો ત્યારે તમને ભવ્યતા લાગશે. હવે જે હાજર હોય તે મૂર્તિનાં દર્શન કરીએ તો ઘણો લાભ થાય. બાકી જે ગયા, એ હેલ્પ ના કરે. જે કલેક્ટર આજે ખુરશી પર હોય તેની સહી ચાલે કે પેલા ગયા તેની ? રીટાયર થયા તેની ચાલે ? રીટાયર થયા તેને કોણ પૂછે ? એટલે સીમંધર સ્વામી હાજર છે. ચોવીસ તીર્થંકરો તો ગયા. એ એની હવે સહી કરે નહીં. થોડી સમજણ પડી, સીમંધર સ્વામીની ?! સીમંધર સ્વામીને નમસ્કાર, નિશ્ચયથી ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનાં દર્શન કરીએ તે નિશ્ચયથી કે વ્યવહારથી ? દાદાશ્રી : એ તો નિશ્ચયથી. સીમંધર સ્વામીને તો આપણે નિશ્ચયથી નમસ્કાર કરીએ છીએ. મહાવીર ભગવાનને વ્યવહારથી. ચોવીસ તીર્થકરોને વ્યવહારથી. પણ ત્યાર પછી કોઈ કહે કે વ્યવહારથી તમે છે તે આ મુસ્લિમોના દેવોને નમસ્કાર કરો છો, તે જુદું હોયને આપણે ? આપણા ઘરના માણસોને પગે લાગીએ ને બહારનાને પગે લાગીએ, તે ફેર ના પડે ? પ્રશ્નકર્તા : પડે. દાદાશ્રી : એક સારી સ્ત્રી ય પોતાના ધણીને આમ આમ કરે ( જે જે કરે) અને બીજા લોકોને આમ આમ કરે. માટે તેમાં ફેર નહીં ? અને પેલો પૈણવાનો વિચાર કરતો હોય તો, “મેર મૂઆ, મારી નાખશે !” એ તો જે જે કરે, સ્વાભાવિક રીતે. એ છે ક્યાં અત્યારે ? પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી આવતી ચોવીસીમાં ગણાય ? તે અત્યારે ક્યાં છે ? દાદાશ્રી : અત્યારે તો મહાવિદેહ ક્ષેત્રમાં છે. અહીં આવતી ચોવીસીમાં નથી. પ્રશ્નકર્તા : નથી ? Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર આ જ અરિહંત ! આ સમજીને હવે નમસ્કાર બોલો, તો ફળ આપે. દર્શનથી થવાય નિષ્પક્ષપાતી ! આ નવકારમાં આ જે અરિહંત એ સીમંધર સ્વામી છે, એવું માનીને બોલજો હવે અને બીજા મંત્રો છે, ત્રણેય મંત્રો, તે બધા ય જોડે બોલજો. એમના દેરાસરમાં દર્શન કરવા ગયેલાં ? પ્રશ્નકર્તા : ના. અમે સ્થાનકવાસી છીએ. દાદાશ્રી : તમે સ્થાનકવાસી હો તો પણ એમના દર્શન તો કરવાં તમારે. સ્થાનકવાસી એક મત છે. એટલે આપણે મતની બહાર નીકળવું છે, હવે ક્યાં સુધી આ મતમાં પડી રહેવું ? મોક્ષે જવું છે ને કે મોક્ષે નથી જવું ? દાદાશ્રી : ના. એ તો મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે તીર્થકર જ છે. આપ શું કહો છો ? પ્રશ્નકર્તા : બરાબર છે. સીમંધર સ્વામી અત્યારે વિચરે છે. દાદાશ્રી : તમે ગયેલા ખરાં કોઈ દહાડો અહીં મહેસાણા ? મહેસાણામાં સીમંધર સ્વામીનું દેરાસર છે, એ જાણો છો ? પ્રશ્નકર્તા : હો. દાદાશ્રી : એ ભગવાનનું આપણા ભરતક્ષેત્ર ઉપર અનુસંધાન છે. વર્તમાન તીર્થંકરો વીસ ! પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર છે. એવા બીજા તીર્થકરો પણ ત્યાં છે ! દાદાશ્રી : છેને ત્યાં બધા. પ્રશ્નકર્તા : વર્તમાનમાં ? દાદાશ્રી : હા. એવાં અત્યારે વીસ તીર્થંકરો છે વર્તમાનમાં. એ હોય છે જ ! આ સીમંધર સ્વામી છે. બીજા ઓગણીસ તીર્થંકરો છે, પણ બીજા તીર્થંકરોની મૂર્તિ નથી બેસાડી. કારણ કે આમનું અનુસંધાન છે આપણા ક્ષેત્ર સાથે. સીમંધર સ્વામીનું વીસ તીર્થંકરોમાં ખાસ ભજવાનું એટલા માટે કે આપણા ભરતક્ષેત્રની નજીકમાં નજીક તે છે અને ભરતક્ષેત્રની જોડે એમનું ઋણાનુબંધ છે. પ્રશ્નકર્તા : તો અરિહંત એટલે વિદ્યમાન તીર્થકરોને ? દાદાશ્રી : હા. તે તીર્થંકર તેમને ગણો. બાકી આ ચોવીસ તીર્થકરો થઈ ગયા, એમને અરિહંત ના કહેવાય. અરિહંત તો સીમંધર સ્વામી છે અગર તો બીજા ઓગણીસ તીર્થંકરો હોય એ અરિહંત છે, જે વર્તમાન તીર્થંકર હોય એ અરિહંત કહેવાય. ઉપયોગપૂર્વકતા તવકાર જાપ ! અને આ તો ઉતાવળે બોલે છે ને, કે નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં. અલ્યા, આ ભંડવાની (ભરડવાની) ચીજ છે ?! આ ઘઉં ભેડો (ભરડો) છો ? નમો અરિહંતાણંની રોટલી કરવી છે ? આ લોક તો રોટલી કરી નાખે, લોટ બાંધીને ? જ્યાં છે ત્યાં નમસ્કાર ! અને તે અરિહંત ભગવાન આજ અમારા દેશમાં ના હોય, તો બીજી દુનિયામાં જ્યાં હોય ત્યાં બધે અમે આ નમસ્કાર પહોંચાડીએ છીએ. એ જ્યાં હોય ત્યાં અમારા નમસ્કાર પહોંચે. આપણે કાગળ લખીએ છીએ ને કે ફલાણાભાઈના નામનો એટલે ત્યાં પહોંચે. એટલે નવકારમંત્રમાં બહુ ઉત્તમ કાર્ય કરનારા શબ્દ છે આ બધા. પ્રત્યક્ષ-પરોક્ષની સ્તુતિમાં ફેર ! પ્રશ્નકર્તા: મહાવીર ભગવાનની સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ અને સીમંધર સ્વામીની આપણે સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ તો, એ Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર બન્નેની ફલશ્રુતિમાં શો ફેર પડે ? દાદાશ્રી : ભગવાન મહાવીરની સ્તુતિ કોઈ સાંભળે જ નહીં, ભગવાન મહાવીરની સ્તુતિ કોણ સાંભળે ? છતાં ય સીમંધર સ્વામીનું નામ ના દેતો હોય પણ મહાવીર ભગવાનનું નામ દેતો હોય તો સારું. પણ મહાવીર ભગવાનનું સાંભળે કોણ ? એ પોતે તો સિદ્ધગતિમાં જઈને બેઠા !! એમને અહીં લેવાદેવા ના હોય ને ! એ તો આપણે આપણી મેળે રૂપકો બનાવી બનાવીને મૂક મૂક કરીએ. એ તો સિદ્ધમાં જઈને બેઠા. એ તીર્થકરે ય ના કહેવાય. એ તો હવે સિદ્ધ જ કહેવાય. આ સીમંધર સ્વામી એકલાં જ ફળ આપે. પ્રશ્નકર્તા : તો પછી “નમો અરિહંતાણં'નું ફળ શું મળે ? અને ‘નમો સિદ્ધાણં' બોલવાથી, બન્નેના ફળમાં ફેર શો પડે ? દાદાશ્રી : “સિદ્ધાણં' ના બોલે તો ચાલે, પણ પેલું ‘નમો અરિહંતાણં’ તો બોલવું પડે. મોક્ષ થવા માટે “નમો અરિહંતાણં” બોલવું પડે. બજોતી ભજતાતા ફળમાં ફેર ? પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીને આપણે ભજીએ છીએ એ બરોબર છે. પણ ચોવીસ તીર્થંકર છે, એમાં કોઈને પણ ભજીએ તો તેનું ફળ ના મળે ? દાદાશ્રી : કશું ના કરે, તેના કરતાં કરે એ સારું. પણ તે ખરું ફળ, તીર્થકરનું ફળ મળે નહિ. જે તીર્થકર માનીને કરે પણ તીર્થકર નથી એ, એ સિદ્ધ છે. તમને સમજાયું એ સિદ્ધ છે એવું ? પ્રશ્નકર્તા: બરોબર. દાદાશ્રી : અહીં હોય ને. અહીં પ્રગટ હોય તો ! ભગવાન મહાવીર એમના સમયમાં તીર્થંકર હતા. હવે સમય પૂરો થઈ ગયો. એટલે સિદ્ધ થઈ ગયા. ચોવીસેય તીર્થકર સિદ્ધ થઈ ગયા અને આ તો આપણે જઈશું તો ય આ તીર્થંકર રહેવાનાં. ઋણાનુબંધ ભરતક્ષેત્રનું ! સીમંધર સ્વામી તો અઢારમા (ભરતક્ષેત્રમાં) તીર્થંકર હતા ત્યારના છે ભગવાન ! બધા તીર્થકરોએ અનુમોદના કરેલી. તે આ અનુમોદનારૂપ એમની કૃપા ઊતરતી જ ચાલે છે. એટલે બધું અહીંનું કામ જ જાણે એમનું હોય એવી રીતના ચાલે છે. બાકી છે તો વીસ તીર્થકરો, પણ આ તીર્થકર વધારે એક્સેપ્ટ કરે બધાય. તે ઋણાનુબંધી હિસાબ હશે. પહેલાંનો હિસાબ હશે ને, તે છૂટે હંમેશાં. વીતરાગમાં હિસાબ ના હોય. હિસાબ પહેલાંનો છૂટતો હોય. જે દ્રવ્યકર્મના આઠ કર્મ છુટેને, એવી રીતે એ છૂટે, તેની મહીં ભેગા હિસાબ છૂટે. એમને બધા તીર્થંકરોએ માન્ય કરેલા. અને અત્યારે એ માન્ય કરીએ તો આપણને ફળ મળે. પ્રશ્નકર્તા : જે અત્યારે, હાલમાં વિચરી રહ્યા છે ને ? પ્રશ્નકર્તા : એટલે જે ફળ મળે છે તે આ આમનું જ, ‘નમો અરિહંતાણં'નું જ ફળ મળે છે, એવું થયું ને ? “નમો સિદ્ધાણં'નું કશું ફળ નહીં ? દાદાશ્રી : બીજું કશું ફળ મળે નહીં, એ તો આપણે એમ નક્કી કરી નાખીએ કે, ‘ભઈ, ક્વે સ્ટેશને જવું છે ?” ત્યારે કહે, ‘ભઈ, આણંદ જવું છે.' તે આણંદ આપણા લક્ષમાં રહ્યા કરે. એટલે મોક્ષમાં જવાનું, સિદ્ધગતિમાં જવાનું, તે એ લક્ષમાં રહ્યા કરે. બાકી સર્વશ્રેષ્ઠ ઉપકારી અરિહંત કહેવાય. અરિહંત કોને કહેવાય ? જે હાજર હોય તેને. ગેરહાજર હોય, તેને અરિહંત ના કહેવાય. પ્રત્યક્ષ-પ્રગટ હોવું જોઈએ. માટે સીમંધર સ્વામીની ઉપર બધું લઈ જાવ હવે. જો કે બધા વીસ તીર્થંકરો છે. પણ બીજા કંઈ નામ આપણને ખ્યાલ રહે ?! તેનાં કરતાં આ જે મહત્ત્વ છે, આપણા હિન્દુસ્તાનને માટે ખાસ મહત્ત્વ ગણાયા છે તે સીમંધર સ્વામી, તેમના પર લઈ જવાનું અને એમને માટે જીવન અર્પણ કરો હવે. દાદાશ્રી : હા. વિચરી રહ્યા છે. હજુ બહુ કાળ સુધી રહેવાનાં છે અહીં આગળ. તાર જોઈન્ટ કરીએ, તો કામ નીકળી જાય. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૬ વર્તમાન તીર્થંકર દહાડો બળદિયાની પેઠ દોડ દોડ શું કામ કરો છો ? સહજ છે જગત. એટલે આમ પદ્માસન ન થાય તો પલાંઠી વાળીને બેસજો, પણ આમ હાથમાં હાથ વાળીને બેસજો નિરાંતે. થઈ ગયું બધું કામ ! પ્રશ્નકર્તા : એ જાગૃતિનું પ્રતીક કહેવાય ? દાદાશ્રી : પ્રતીક હોય જ નહીં ને ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી એટલે સીમાના ધારણ કરનાર એમ કેમ કહ્યા ? પ્રશ્નકર્તા: સીમંધર સ્વામી સાક્ષાત્ હોય એવા અનુભવ થાય છે. દાદાશ્રી : થાય. સાક્ષાત્ છે જ. ભાવે કરીને સંપૂર્ણ વીતરાગ જ છે, તીર્થંકર જ છે. પણ જે મૂળ છે તે તીર્થંકર નામકર્મનાં આધારે આ કર્મ ભોગવે છે અત્યારે. સીમંધર સ્વામી એ તો કેંશ (રોકડા) કહેવાય. ભલે બીજા ક્ષેત્રમાં હોય પણ હાજર છે એ ! દ્રષ્ટિ ભગવાનના દર્શનની ! પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીની પ્રવૃત્તિ શું ? દાદાશ્રી : પ્રવૃત્તિ શેની આ ? બસ ભગવાન ! દર્શન કરે લોકો અને એ વીતરાગ ભાવે બધી વાણી બોલે. પ્રશ્નકર્તા : દેશના ? દાદાશ્રી : હા, બસ, દેશના આપે-કરે બધું. પ્રશ્નકર્તા: સીમંધર સ્વામીના આપ દર્શન કરવા જાવ છો, તે આવા ફોટામાં છે એવાં જ છે કે બીજા દેખાવમાં છે ? દાદાશ્રી : આ ચિત્રપટને જુઓ છોને, એમાં અને પેલામાં ફેરફાર હોય. પણ ચિત્રપટમાં ફેરફાર જોવાનું નથી, આપણે મૂળ વસ્તુ સાથે જોવાનું છે. ચિત્રપટમાં ફેરફાર હોય. અને અમારે દર્શન ફોટાથી નહિ થયેલા, અમારે એમનાં પોતાનાં સ્વભાવિક ભાવથી દર્શન થયેલાં. આપણે તો તીર્થંકરનાં દર્શન કરવાં છે, મહીં બેઠા છે તેમને ! એમાં આપણે સમજીએ કે આ ભગવાન દેખાય છે, એ કેવળજ્ઞાની છે. મહીં શું સામાન ? ત્યારે કહે, ‘કેવળજ્ઞાન !' બસ, આટલું જ ટૂંકું સમજીએ ! સૂચવે સંપૂર્ણ અકર્તાપદ ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનું પ્રતીક છે, તે શું સૂચવે છે ? દાદાશ્રી : એ કહે છે કે આમ બેસજો (પદ્માસન) અને કશું કરશો નહિ. કશું કરવા જેવું છે નહિ આ જગતમાં, નિરાંતે બેસજો. આખો દાદાશ્રી : એ તો કોઈએ લખેલું હશે ! બાકી સીમા-બીમા ધારણ ના કરે છે ! આ જાતે જે હાજર છે એની પર ટીકા કશી ના થાય. અલ્યા, ના બોલાય કશું. તેમનાં દર્શન કરો. આ તો હાજર છે. કશું ટીકા ના કરાય. આવું જોવાયે ય નહિ. આપણાં માબાપની મૂર્તિઓમાં ઊંડા ઊતરતા નથી, એવું આમા ઊંડું ના ઊતરવાનું. આવું આની પર વિવરણ ના થાય. બુદ્ધિ ના ચલાવાય. આ બુદ્ધિ ચલાવવાની ચીજ ન હોય. બહુ દોઢ ડાહ્યો થાય તેનો દુરુપયોગ થાય. બુદ્ધિ તો અમારી પર પણ ચલાવવાની ના કહી છે. પ્રતીક શબ્દ ના જોઈએ એમાં. એમ માનો કે આપણા બાપા બહુ ઊંચા હોય તો પ્રતીક શું હશે ? આમ જો જો કરીએ તો બાપ કહેશે ‘મૂઆ મૂરખો છે, તે જો જો કરે છે ! મારામાં ના જોવાય.’ પ્રતીક ના દેખાય કોઈ જગ્યાએ. પ્રતીક તો જડ વસ્તુમાંથી દેખાય અને આ તો ભગવાન ! એમાં તો બુદ્ધિ ગાંડા કાઢે. આમને તો આવો વિચાર જ ના આવે. આ વિચાર આવે ને તે આ બધી ગાંડછા કહેવાય. એ કરતા શું હશે ? પ્રશ્નકર્તા : આ સીમંધર સ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં શું કરે છે ? Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૮ વર્તમાન તીર્થંકર દાદાશ્રી : કરવાનું એમને કશું જ ના હોય ને. કર્મના ઉદય પ્રમાણે બસ. પોતાના ઉદયકર્મ જે કરાવડાવે એવું કર્યા કરે. પોતાની જાતનો ઈગોઈઝમ (અહંકાર) ખલાસ થઈ ગયો હોય ને આખો દહાડો જ્ઞાનમાં જ રહે. મહાવીર ભગવાન રહેતા હતા એવું. એમને ફોલોઅર્સ (અનુયાયીઓ) બહુ હોય ને બધા. અવતાર કરીને પછી જશે અને રામને તો એવી ઇચ્છા ન હતી. રામને તો મોક્ષે જ જવું હતું ! કૃષ્ણ ભગવાને તો નિયાણું કર્યું હતું કે આખું જગત મને પૂજે. અને બધાનું કલ્યાણ કરી અને પછી જવાના, એટલે એ તીર્થંકર થવાના છે. કૃષ્ણ તીર્થંકર છે, દેવકી તીર્થંકર છે ને બળદેવ, એ ત્રણે ય તીર્થંકર થવાના છે અને ચોથા રાવણ પણ તીર્થંકર થવાના છે. આ ડિસાઈડડ (નક્કી) થઈ ગયેલું છે. નામ-બામ બધું ડિસાઈડેડ થઈ ગયું. કયા નંબરના તીર્થંકર થવાના છે, એ ય ડિસાઈડડ થયેલું છે. અનંત કોણ ? પ્રશ્નકર્તા: આપે એમ કહ્યું કે સીમંધર સ્વામીનું એક લાખ વર્ષનું આયુષ્ય છે ને પછી ફરી પાછો એમનો જનમ થવાનો છે ? દાદાશ્રી : ના, એમને જનમ-બનમ હોતો હશે ? એ તો તીર્થંકર ભગવાન ! જગતનું કલ્યાણ કરવા માટે આવેલા. પ્રશ્નકર્તા : પણ એ તો અનંત હોય. એમને કોઈ મર્યાદા જ ના હોય. દાદાશ્રી : ના, એ તો દેહ છે માટે દેહધારીરૂપે છે. રામ અનંત હોય. કારણ કે એમને દેહ નથી. દેહધારી છે ત્યાં સુધી દેહ આટલાં વરસ ટકવાનો છે એવું આપણે કહીએ છીએ. બાકી એ તો અનંત જ છે પોતે. અમર તો આપ છો, પેલાં ય અમર છે અને આ બધાં અમર તો મારી જોડે કેટલાંય બન્યા છે. જે મરવાનાં નથી, પણ દેહ તો મરવાનો ને ! દેહ તો કપડાંની પેઠે મરવાનો. પ્રશ્નકર્તા: એ દ્રષ્ટિએ જોઈએ તો બધા દેહોમાં જે આત્મા છે એ બધા અમર છે. ફક્ત દેહનો નાશ થવાનો છે. દાદાશ્રી : હા, પણ પોતે દેહને હું છું એવું માનતો નથી, એમને દેહાધ્યાસ નથી ને જગતના લોકોને દેહાધ્યાસ છે. જેને દેહાધ્યાસ જાય, તે અમર થઈ ગયા. તમને દેહાધ્યાસ ગયો નથી ને ? પ્રશ્નકર્તા : નથી ગયો. એ જ સિદ્ધાંત સ્વીકારીએ તો રામ મોક્ષે ગયા ને કૃષ્ણ મોક્ષે કેમ ના ગયા ? એ પણ અનંત જ હતા ને ? દાદાશ્રી : કૃષ્ણ એ વાસુદેવ નારાયણ છે. લોકોનું કલ્યાણ કરવા માટે રહ્યા છે. એમને પોતાને બહુ મોટું કલ્યાણ કરવું છે એટલે એક અંધારામાં રહ્યું જગત ! પ્રશ્નકર્તા : રામ, કણ, અલ્લા, ક્રાઈસ્ટ આવાં કેટલાંય થઈ ગયા. પણ દોઢ લાખ વર્ષથી જો સીમંધર સ્વામી છે, તો એના માટેનું આટલું બધું અજ્ઞાન કેમ છે ? દાદાશ્રી : એમના એકલાં માટે નહિ, બધા બહુ જણ માટે અજ્ઞાન છે. બધું અજ્ઞાન જ છે આ ! અંધારામાં જ છે જગત. આ તો જેટલું દેખાયું એટલું અજવાળું થયું. બાકી બધું અંધારું જ છે. જગત તો બહુ વિશાળ છે અને સીમંધર સ્વામી જેવા પાછાં બીજાં છે. આ તો ટુંકી, દ્રષ્ટિથી-શોર્ટ સાઈટથી આવું અંધારામાં દેખાય છે. બહુ વિશાળ છે જગત. મોટા મોટા ઇન્દ્ર લોકો ય છે. તેમને બે-બે લાખ વર્ષના આયુષ્ય છે. નર્કગતિમાં ય જીવો છે, તેમને ય બે-બે લાખ વર્ષના આયુષ્ય છે. ત્યાં આયુષ્યની ખોટ જ નથી. અહીં મનુષ્ય એકલામાં જ આયુષ્યની ખોટ છે. અહીં જ ભાંજગડ બધી ! સાસુ-સસરો થયો કે હંડ્યો....! દર્શન માત્રથી જ મોક્ષ ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનાં દર્શનનું વર્ણન કરો. દાદાશ્રી : સીમંધર સ્વામી અત્યારે પોણા બે લાખ વરસની ઉંમરના છે. એ ય ઋષભદેવ ભગવાન જેવા છે. ઋષભદેવ ભગવાન આખા બ્રહ્માંડના ભગવાન કહેવાય. તેવા આ આખા બ્રહ્માંડના ભગવાન કહેવાય. તે આપણે અહીં નથી, પણ બીજી ભૂમિકામાં છે કે જ્યાં માણસ જઈ શકતો નથી. જ્ઞાનીઓ પોતાની શક્તિને ત્યાં મોકલે Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી છે. પૂછીને પછી પાછી આવે છે. ત્યાં સ્થૂળ દેહે કરીને ના જવાય પણ અવતાર ત્યાં થાય ત્યારે જવાય. આપણે અહીં તીર્થંકરોનો જન્મ થતો તે બંધ થઈ ગયો. અઢી હજાર વર્ષથી ! તીર્થંકર એટલે છેલ્લા, ‘ફૂલ મૂન’ ! પણ ત્યાં કાયમને માટે તીર્થંકરો જન્મ લે છે. સીમંધર સ્વામી ત્યાં આજે હયાત છે. આપણા જેવો દેહ છે, બધું છે. પ્રશ્નકર્તા : એ અંતર્યામી છે ? ૧૯ દાદાશ્રી : એ આપણને જુએ છે. આપણે એમને જોઈ શકતાં નથી, એ આખી દુનિયા જોઈ શકે છે. સીમંધર સ્વામી એ બીજા ક્ષેત્રમાં છે, એ બુદ્ધિની બહારની વાત છે બધી. પણ મારા જ્ઞાનમાં આવેલી છે, આ લોકોને સમજાય નહિ. પણ અમને એક્ઝેક્ટ (જેમ છે તેમ) સમજાય. હવે એનાં દર્શન કરવાથી લોકોનું કલ્યાણ બહુ થઈ જાય. એમનું સ્વરૂપ કેવું ? પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીનું સ્વરૂપ કેવું છે ? દેહ સ્વરૂપ છે કે નિરંજન-નિરાકાર છે ? દાદાશ્રી : દેહ સ્વરૂપ છે. પ્રશ્નકર્તા : દેહ કેવો ? દાદાશ્રી : દેહ તમને દેખાય અને અમને આત્મા દેખાય. તમને આત્મા ના દેખાય અને અમને આત્મા દેખાય. જેવો ? પ્રશ્નકર્તા : એમનો દેહ કેવો હોય ! મનુષ્ય જેવો ? આપણા દાદાશ્રી : દેહ આપણા જેવો જ. માણસ જેવો જ છે દેહ. પ્રશ્નકર્તા : એમના દેહનું પ્રમાણ શું ? વર્તમાન તીર્થંકર દાદાશ્રી : પ્રમાણ બહુ મોટું હોય. હાઈટ બહુ ઊંચી છે. બધી વાત જ જુદી છે. એનું આયુષ્ય જુદું છે. ત્યાં પણ માણસની લાગણીઓ આપણા જેવી જ બધી. મહાવિદેહ ક્ષેત્રમાં ય માણસો છે તે આપણાં જેવાં છે, દેહધારી જ છે. ૨૦ પ્રશ્નકર્તા : તો એ દેહધારી છે, તો ય આપણને કેમ દેખાતા નથી ? પ્રત્યક્ષ કેમ થતાં નથી ? દાદાશ્રી : તમને આ જોડેની રૂમમાં કશું પલંગ છે, એ દેખાય છે અહીંથી ? પ્રશ્નકર્તા : પલંગ છે, એ ખબર છે. દાદાશ્રી : હા, પણ દેખાતો નથી. શાથી નથી દેખાતો ? એટલે એ તો કેવળજ્ઞાન થવું જોઈએ ! તામ, રૂપતું રહસ્ય ! પ્રશ્નકર્તા : જો ભગવાન નિરાકાર હોય તો નામ અને રૂપમાં આપણે સીમંધર સ્વામી કહીએ, તો એ તો ‘સીમંધર સ્વામી’ એ નામ કહ્યું. તો ભગવાનનું એ સ્વરૂપ છે, એ સીમિત ના થઈ જાય ? કારણ કે પરમાત્મા તો નિરાકાર છે. તો પછી આ નામ અને રૂપની જ ભજના કરવી, એનું શું કારણ ? દાદાશ્રી : એવું છે ને, કેરી નામ દેવાથી આપણા લક્ષમાં જ હોય કે રસ હતો. રસને માટે જ કેરીનું નામ દઈએ છીએને આપણે ? એટલે આ નામ દેવાથી ભગવાન મહીં છે એની ખાતરી જ હોય. નામ એ મંદિર કહેવાય અને મહીં ભગવાન. અને પેલું જે છે એ તત્ત્વ. એ અરૂપી તત્ત્વ હોય તે લક્ષમાં નહીં આવી શકે. માટે જ્યાં અરૂપી તત્ત્વ પ્રગટ થઈ ગયેલું છે. સંપૂર્ણ પ્રગટ થઈ ગયેલું છે, કમ્પ્લીટ પ્રગટ ! તે ત્યાં એમનાં મંદિરનું નામ દઈએ, ત્યારથી જ આપણને એનો લાભ થાય. આપણે અહીં કેરી બોલીએ તે કંઈ કેરી શબ્દ માટે નથી, રસને માટે છે. અને ઘણાં ફેરી તો કેરી જોઈએ છીએ અને જીભમાં સ્વાદ આવે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર પ્રશ્નકર્તા : મગર મોટર નામ દેને સે મોટર નહીં આ જાતી ! જેનું નામ દઈએ, તો પ્રેમ મળતો નથી. દાદાશ્રી : નામ ઉપર બેસી રહેવા જેવું નથી અને નામ વગર ચાલે એવું નથી. કારણ કે અરૂપીને કેમ કરીને તમે પડકશો ? અરૂપી પકડાશે નહીં. આ માટે આ નામ દીધેલું છે. એમાં નામ કંઈ અડચણ કરતું નથી કોઈ જાતનું, પણ નામમાં જ જે પેસી જાય છે તેને અરૂપી પકડાતા નથી, નામના હઠાગ્રહી જ થઈ જાય છે. અરૂપીના હેતુ માટે જ નામ ઘાલીએ છીએ આપણે. બીજું કોઈ કારણ નથી. પ્રશ્નકર્તા નામને પકડવાથી પાછી આપણામાં એ યાંત્રિકતા નહીં આવી જાય ને ? મિકેનિકલ નહીં થઈ જાય ને ? દાદાશ્રી : એવું છે ને, આ દાદા ભગવાન કહો તો આ દેખાય છે એ હોય. મહીં પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે, પણ કહેતાંની સાથે સમજાઈ જાય કે મહીં દાદા ભગવાન છે. એમનાં દર્શન કરીએ. આપણે તો આ દાદા બોલાવે છે ને, સીમંધર સ્વામીનું, તે બધું બોલાવે એટલું બોલવાનું, એટલે બહુ થઈ ગયું. એક ફેરો દર્શન થયા તો કામ કાઢી નાખે. તો આ દાદાની હાજરીમાં દર્શન પહોંચ્યા કરે છે ને ભગવાન ત્યાં સ્વીકાર કરે છે. સ્વીકાર કરે એ ચાલે ને, નહિ તો એ કેવળજ્ઞાની ના કહેવાય. હા, ભીંતની બહાર રહીને દર્શન કરતો હોય તો ય કેવળજ્ઞાની સ્વીકાર કરે ! અહીં બેઠાં બેઠાં નીચેવાળો દર્શન કોઈ કરતો હોય ને, તેનો સ્વીકાર પોતે કરે. તે આ તો દાદાના શ્રુ કહેવાય, તે સિફારસ આપે. મહાવિદેહ ક્ષેત્ર ક્યાં ? કેવું ? પ્રશ્નકર્તા: સીમંધર સ્વામી વિચરે છે, તો એ મહાવિદેહ ક્ષેત્ર ક્યાં પ્રશ્નકર્તા : આ મહાવિદેહ ક્ષેત્ર, એ આપણાં ભરતક્ષેત્ર કરતાં જુદું ગણાય છે ? દાદાશ્રી : હા, જુદું. એક આ મહાવિદેહ ક્ષેત્ર છે જ્યાં કાયમને માટે તીર્થંકરો જન્મ્યા જ કરે છે અને આપણા ક્ષેત્રમાં અમુક ટાઈમે જ તીર્થકરો જન્મ પછી ના રહે. આપણે અહીં અમુક ટાઈમે તીર્થંકર ના ય હોય. પણ અત્યારે આ સીમંધર સ્વામી છે, એ આપણાં માટે છે. એ હજુ ઘણાં કાળ સુધી રહેવાના છે અને અઢારમા તીર્થંકરના વખતથી છે એમનો જન્મ ! પ્રશ્નકર્તા : એ મહાવિદેહ ક્ષેત્રમાં જ કે બીજા ક્ષેત્રમાં ? દાદાશ્રી : મહાવિદેહ ક્ષેત્રમાં જ. આપણા અહીં આગળ તીર્થંકરો કોણ હતા, તે વખતે એમનો જન્મ છે, તે કહું ! તે આપણે ત્યાં ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ, એમની આગળના તીર્થંકરના જન્મ પૂર્વે સીમંધર સ્વામીનો જન્મ થયેલો હતો. ભૂગોળ, મહાવિદેહ ક્ષેત્રની ! પ્રશ્નકર્તા : હવે મહાવિદેહ ક્ષેત્ર વિશે થોડું ડિટેલમાં જણાવો ને. આટલાં જોજન દૂર આ મેરુ પર્વત, એ જે બધી વસ્તુ શાસ્ત્રમાં લખેલી છે, એ બરાબર છે ? દાદાશ્રી : બરાબર છે. એમાં ફેર નથી. ગણતરીબંધ વસ્તુ છે. હા, તે એટલાં વર્ષનાં આયુષ્ય, હજુ કેટલાં વર્ષ રહેશે, પણ બધું ગણતરીબંધ છે બધું, આખું બ્રહ્માંડ છે એમાં મધ્યલોક છે. હવે આમાં પંદર પ્રકારના ક્ષેત્રો છે. આ મધ્યલોક આમ રાઉન્ડ (ગોળ) છે. પણ લોકોને બીજી કંઈ સમજણ ના પડે આ. કારણ કે એક વાતાવરણમાંથી બીજા વાતાવરણમાં જઈ ના શકાય એવા ક્ષેત્રો છે મહીં, એટલે પંદર મનુષ્યોની ભોગ ભૂમિઓ છે. મનુષ્યને જન્મ પામવાની અને મનુષ્ય લોકને રહેવાની પંદર ભૂમિકાઓ છે. આપણી એમાંની આ એક ભૂમિકા છે. આ સિવાયની બીજી ચૌદ છે. એમાં આપણા જેવાં જ માણસો જ્યાં જુઓ ત્યાં દાદાશ્રી : એ તો આપણાં આ ક્ષેત્રથી બિલકુલ જુદું છે. બધા ક્ષેત્રો જુદાં જુદાં છે. ત્યાં આમ જઈ શકાય એવું નથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર છે. આપણા કળિયુગના છે અને પેલા સત્યુગના હોય. કોઈ કોઈ જગ્યાએ કળિયુગ ખરો અને કોઈ જગ્યાએ સયુગ ખરો. એવી રીતે મનુષ્યો છે અને ત્યાં આગળ મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે સીમંધર સ્વામી પોતે છે. તેમની દોઢ લાખની ઉંમર છે અત્યારે અને હજી સવા લાખ વર્ષ રહેવાના છે. રામચંદ્રજીના વખતે એમને જોયેલા. ત્યાર પહેલાંના એ જન્મેલા. રામચંદ્રજી જ્ઞાની હતા. એ જન્મેલા અહીં પણ એ સીમંધર સ્વામીને જોઈ શકેલાં. સીમંધર સ્વામી તો એમના પહેલાં, બહુ પહેલાંના ! આ સીમંધર સ્વામી છે, એમણે જગત કલ્યાણ કરવાનું છે. શ્રી સીમંધર સ્વામી, ભરત કલ્યાણતાં તિમિત ! પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં હાલ તીર્થકરો બિરાજે છે, એવાં બીજા કોઈ ક્ષેત્રમાં કંઈ તીર્થકરો બિરાજે છે ? દાદાશ્રી : આ પાંચ ભરતક્ષેત્રમાં ને પાંચ ઐરાવત ક્ષેત્રમાં, અત્યારે તીર્થંકર નથી બિરાજતા. બીજે પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે, ત્યાં અત્યારે ચોથો આરો છે, ત્યાં આગળ તીર્થંકરો વર્તે છે. ચોથો આરો હોય, ત્યાં આગળ વર્યા કરે, ત્યાં કાયમને માટે ચોથો આરો હોય છે. અને આપણાં અહીં તો પહેલો, બીજો, ત્રીજો, ચોથ, પાંચમો, છઠ્ઠો ફર્યા કરે. એવું છે, આ પાંચ ભરત ક્ષેત્ર છે, પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે અને પાંચ ઐરાવત ક્ષેત્ર છે. આ પંદર મનુષ્ય લોકના ક્ષેત્રો, તેમાં પાંચ ભરતમાં અત્યારે તીર્થંકર નથી. કારણ કે પાંચમો આરો ચાલે છે બધામાં અને ઐરાવતમાં ય તીર્થકર નથી. ફક્ત મહાવિદેહ ક્ષેત્રમાં ચોથો આરો ચાલે છે, એટલે ત્યાં તીર્થંકરો થયા જ કરે છે. એમાં બહુ પહેલેથી તીર્થકર હોય અને ત્યાં વીસ તીર્થંકરોમાં આ સીમંધર સ્વામી છે ! પ્રશ્નકર્તા : અહીં આગળ ક્યારે તીર્થંકર થાય છે ? દાદાશ્રી : અહીં ત્રીજા-ચોથા આરામાં તીર્થંકર થવાનાં ! પ્રશ્નકર્તા : અને તીર્થંકરો એ આપણાં અહીંઆ, હિન્દુસ્તાનમાં જ થાય છે, બીજે ક્યાંય ના થાય ને ? દાદાશ્રી : આ જ ભૂમિકામાં ! બીજી જગ્યાએ થાય નહિ. આ જ ભૂમિકા, હિન્દુસ્તાનની જ ! આ જ ભૂમિકામાં તીર્થંકરો થાય, બીજી જગ્યાએ ઉત્પન્ન જ ન થાય. ચક્રવર્તી ય આ ભૂમિકામાં થાય, અર્ધચક્રી ય આ ભૂમિકામાં થાય. ત્રેસઠ શલાકા પુરુષો બધા અહીં થાય છે. પ્રશ્નકર્તા : આ ભૂમિની કંઈ મહત્વતા હશે ? દાદાશ્રી : આ ભૂમિ બહુ ઊંચી ગણાય છે ! પ્રશ્નકર્તા ઃ સીમંધર સ્વામીનું પૂજન શા માટે ? અન્ય તીર્થકરોનું પૂજન કેમ નહિ ? દાદાશ્રી : બધા તીર્થંકરોનું થઈ શકે, પણ એ સીમંધર સ્વામીને અહીં હિન્દુસ્તાન જોડે હિસાબ છે, ભાવ છે એમનો અને એ બહુ ટાઈમ સુધી રહેવાના છે ! અન્ય વર્તમાન તીર્થકરો ! પ્રશ્નકર્તા : પણ વર્તમાનમાં બીજા તીર્થંકર ક્યાં વિચરે છે ? દાદાશ્રી : એ વીસનાં નામ છે. પણ આપણાં ભરતક્ષેત્રનાં નિમિત્ત સીમંધર સ્વામી છે. જે નિમિત્ત હોય, એ હિતકારી હોય. આ વીસનાં નામ છે. પ્રશ્નકર્તા : બસ, બસ, આ તો એક ખાલી જાણવા માટે પૂછયું. દાદાશ્રી : જોઈ લો ને, એક વખત નામ તો જોઈ લો ! વાત કાઢી ત્યારે નામનાં દર્શન કરી લો ને ! (૧) શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું. (૨) શ્રી યુગમંધર સ્વામીને નમસ્કાર કરું છું. શ્રી બાહુ સ્વામીને નમસ્કાર કરું છું. શ્રી સુબાહુ સ્વામીને નમસ્કાર કરું છું. (૫) શ્રી સુજાતા સ્વામીને નમસ્કાર કરું છું. (૬) શ્રી સ્વયંપ્રભ સ્વામીને નમસ્કાર કરું છું. Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૨૫ વર્તમાન તીર્થંકર (૭) શ્રી ઋષભાનન સ્વામીને નમસ્કાર કરું છું. (૮) શ્રી અનંતવીર્ય સ્વામીને નમસ્કાર કરું છું. (૯) શ્રી સૂરપ્રભ સ્વામીને નમસ્કાર કરું છું. (૧૦) શ્રી વિશાળ સ્વામીને નમસ્કાર કરું છું. (૧૧) શ્રી વ્રજધર સ્વામીને નમસ્કાર કરું છું. (૧૨) શ્રી ચંદ્રાનન સ્વામીને નમસ્કાર કરું છું. (૧૩) શ્રી ચંદ્રબાહુ સ્વામીને નમસ્કાર કરું છું. (૧૪) શ્રી ભુજંગ સ્વામીને નમસ્કાર કરું છું. (૧૫) શ્રી ઇશ્વર સ્વામીને નમસ્કાર કરું છું. (૧૬) શ્રી નેમિપ્રભ સ્વામીને નમસ્કાર કરું છું. (૧૭) શ્રી વીરસેન સ્વામીને નમસ્કાર કરું છું. (૧૮) શ્રી મહાભદ્ર સ્વામીને નમસ્કાર કરું છું. (૧૯) શ્રી દેવયશા સ્વામીને નમસ્કાર કરું છું. (૨૦) શ્રી અજીતવીર્ય સ્વામીને નમસ્કાર કરું છું. સીમંધર સ્વામી કે યુગમંધર સ્વામી જે શબ્દ છે એ આપણી ભાષામાં અર્થ કરીને નથી મૂકેલાં. ત્યાંના જ શબ્દ છે અને નમસ્કાર કરું છું. એ આપણી ભાષાનો શબ્દ છે. વર્તમાન તીર્થંકર વીસ તીર્થંકરો છે, તેમાંથી એક તીર્થકર શ્રી સીમંધર સ્વામીને ભરતક્ષેત્ર જોડે હિસાબ છે. તીર્થકરોને ય હિસાબ હોય છે. પાછાં સીમંધર સ્વામી તો આજ હાજરાહજૂર છે. એટલે તમારે હવે અરિહંત કોને માનવા? આ સીમંધર સ્વામીને અને જે બીજા ઓગણીસ તીર્થંકરો છે, એ બધા તીર્થકરો સાથે સંબંધ રાખવાની જરૂર નથી. એકની સાથે રાખીએ તો બધા આવી જાય. એટલે સીમંધર સ્વામીના દર્શન કરજો. “હે અરિહંત ભગવાન ! તમે જ સાચા અરિહંત છો અત્યારે !” એમ કરીને નમસ્કાર કરજો. એ ક્ષેત્રમાં ભાષા કઈ ? પ્રશ્નકર્તા : એ મહાવિદેહ ક્ષેત્રમાં સંસ્કૃત ભાષા ચાલે છે ? દાદાશ્રી : એ સંસ્કૃત ચાલતી હોય કે પ્રાકૃત ચાલતી હોય, પણ મૂળ સંસ્કૃત હોવી જોઈએ. એટલે અત્યારે પ્રાકૃતમાં ચાલે છે કે જે આપણે જાણતા નથી. આપણે તો આ એમના નામ પર ગુજરાતી ભાષા વાપરીએ છીએ, પણ તો ય પહોંચે છે. એ નામ પર ભાવ છે ને ? અને આપણી પાસે નામ તો ચોક્કસ છે ને ! એટલે લોક કહેશે, આવાં જ નામ હશે ત્યાં ? હા, ત્યાં નામ આવાં જ છે, આ જ નામ છે. પ્રશ્નકર્તા : એ નામ આપે જ્ઞાનમાં જાણેલા ? દાદાશ્રી : બધાં નામ જાણ્યાં નથી. જેટલા જાણ્યાં એની વાત મેં કહી દીધી છે. બીજાં નામ જાણેલાં નથી, બીજાં તો ગ્રહણ કરેલાં છે. પ્રશ્નકર્તા તો બીજાં નામ આપ શાસ્ત્રોના આધારે કહો છો ? દાદાશ્રી : એ ગમે ત્યાંથી, પણ એ ગ્રહણ કરીને આવેલાં. અમુક બાબત જાણેલી, પણ બીજી લાંબી નહિ જાણેલી. બીજું ગ્રહણ કરેલું, પણ ગ્રહણ કરેલું ખોળી કાચું જોઈને કે શી હકીકત છે, વાસ્તવિકતા શી છે આમાં ? એવું છે ને, આપણને એની જોડે સંબંધ હોય એટલું જ આપણે ઓળખીએ. બીજે સંબંધ ના હોય તો આપણે ફોન કરીને પૂછી લેવું પડે ને ? પણ એ બધી વાત હકીકત છે, વાસ્તવિક છે ! પ્રશ્નકર્તા ઃ સીમંધર સ્વામી પ્રવચન આપે ખરાં ? દાદાશ્રી : પ્રવચન ના હોય એમની પાસે. એમની પાસે દેશના હોય. પ્રવચન એમને ના હોય. પ્રવચન અહંકારી આપે. છઠ્ઠું ગુણસ્થાનક ઓળંગે એ પ્રવચન આપી શકે. પ્રશ્નકર્તા : તો સીમંધર સ્વામીની દેશના સાંભળે કેવી રીતે લોકો ? દાદાશ્રી : દેશના નીકળે ને ત્યારે લોકો સાંભળે. એ છે તે ઉપદેશ ના આપે. પ્રવચન ના કરે. એટલે એમની દેશના હોય. દેશના એટલે એમને પોતાને બોલવું ના પડે. ટેપરેકર્ડ બોલી દે. આ અમારી દેશના છે, ટેપરેકર્ડની જેમ નીકળે છે. ભગવાન માલિક ના હોય. અમે ય ના Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી માલિક હોઈએ. ઉપદેશક કે પ્રવચનવાળાને માલિકી હોય કે આ મારી વાણી નીકળે. “માય સ્પીચ” એમ બોલે. એટલે આ “માય સ્પીચ’ ના હોય, આ ય મારી વાણી નથી. આ ટેપરેકર્ડની વાણી છે. ભગવાનને છે તે દેશના હોય. ઉપદેશક છઠ્ઠા ગુણસ્થાનકમાં હોય, એટલે થોડો અહંકાર હોય અમુક બાકી રહી ગયો એટલે અહંકાર સહિત બોલે એટલે હું બોલું છું કહે. મહાવિદેહ ક્ષેત્ર છે ક્યાં ? પ્રશ્નકર્તા : પણ મહાવિદેહ ક્ષેત્ર, એ આમ છે ક્યાં ? દાદાશ્રી : આ બ્રહ્માંડમાં છે, પણ એ ત્યાં આગળ જતાં વચ્ચે ખૂબ ઠંડીને એ બધું લાગવાથી ત્યાં પ્લેન ના જઈ શકે, માણસ જઈ શકે નહિ. એટલે એ બધાં ક્ષેત્રો જુદા પડેલા છે. વચ્ચે એવા ઠંડા ઝોન (ભાગ) છે ને, તે કોઈ પણ ત્યાં જઈ શકે નહિ ! પ્રશ્નકર્તા : એ મહાવિદેહ ક્ષેત્ર આપણા બ્રહ્માંડની સોલર સિસ્ટમની બહાર છે કે અંદર છે ? દાદાશ્રી : બ્રહ્માંડની અંદર છે. બ્રહ્માંડની બહાર કશું છે નહિ. પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્ર બ્રહ્માંડમાં ક્યાં છે ? દાદાશ્રી : ઈશાનમાં ! પ્રશ્નકર્તા : આ ઈશાન એટલે કઈ બાજુ ? ઈશાન એ તો રિલેટિવ (સાપેક્ષ) વસ્તુ થઈ ને ! દાદાશ્રી : આ જગત જ આખું રિલેટીવ છે. આ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે, એ રિયલ (નિર્પેક્ષ) છે જ નહિ, ત્યાં જઈ શકાય એવી સ્થિતિ નથી કોઈની, વાતાવરણ જુદું છે બધું. આ ક્ષેત્રનું ને એ ક્ષેત્રનું વાતાવરણ જુદું છે. એવું છે ને, આપણે જે ગામમાં રહેતા હોય ને તે ગામમાં જ નોર્થસાઉથ બધું હોય છે. આ જગતમાં નોર્થ-સાઉથ જેવું કશું વસ્તુ જ નથી. આ તો જે ગામમાં તમે રહોને, તે નોર્થ-સાઉથ કહેવાય છે. સૂર્યનારાયણ જે તમારે પૂર્વમાં ઉગે, તે ઘડીએ બીજાને પશ્ચિમમાં હોય છે. એટલે કરેક્ટ વસ્તુ નથી. જે આંખે દેખાય છે એ બધું કરેક્ટ નથી આ. પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્ર કેવું છે ? દાદાશ્રી : આ ભૂમિ જેવી છે, મનુષ્યોવાળી વસ્તી, બધું અહીં જેવું દેખાય છે એવું જ મહાવિદેહ ક્ષેત્રમાં પણ દેખાય બધે. આવા મનુષ્યોને રહેવા લાયક પંદર ક્ષેત્રો છે. તે એક એક ક્ષેત્રમાં સામસામી જઈ શકે નહીં. વાતાવરણ નહીં એટલે. દરેક ક્ષેત્રની આજુબાજુ એનું વાતાવરણ ‘એન્ડ’ થયેલું હોય. પલાંનું ‘એન્ડ’ થયેલું હોય ને આ ય એન્ડ’ થયેલું હોય. તે જઈ શકે નહિ. જ્ઞાનીઓને દેખાય ખરું. હજુ અમારાથી થોડું ઊચું જ્ઞાન થાય તો અમને હઉં દેખાય. મુખ્ય હેતુ, ‘કામ' સાધી લઈએ ! પ્રશ્નકર્તા : આપણું ભરતક્ષેત્ર જંબુદ્વીપમાં આવ્યું, તો એવાં તો ઘણાં ક્ષેત્રો હશે ને ? દાદાશ્રી : ના, એવાં બીજા નહિ. આ પંદર ક્ષેત્રો છે ને, એ જ. બીજાં ક્ષેત્રો નથી. આપણે પંદર ક્ષેત્રો કહીએ છીએ ને, એ પણ બહુ મોટાં વિશાળ છે. અને આખું બ્રહ્માંડ બહુ મોટું વિશાળ છે. એ તો બોલીએ એટલે લોક શું સમજી જાય છે, આપણા પંદર રાજ્યો જેવું હશે, આ ગુજરાત સ્ટેટ છે એના જેવું હશે ! ના, એવું નથી, બહુ મોટું વિશાળ છે. એક એકને કનેક્શને ય નથી. આ ભરતક્ષેત્ર અને બીજાં ભરતક્ષેત્રને ય કનેકશન નથી. પ્રશ્નકર્તા : તો આવા બીજાં ક્ષેત્રો કેટલા ? દાદાશ્રી : આ બધાં પંદર ક્ષેત્રો જ છે. એને બધાને જાણીને શું કરવાનું ? આપણે તો એક વાત સમજી લેવાની કે મહાવિદેહ ક્ષેત્ર છે, એ આપણે કામનું છે. બીજી તો દુનિયા બહુ મોટી છે. આપણને કોઈ પૂછે કે, “આ વાળ કેટલા છે ? એ જાણીને શું કામ છે ભાઈ ?! જેટલાં છે, અને તે રેઝર ફેરવ્યું હશે તો ઉગી નીકળશે ! આપણે કામનું હોય Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર એટલી વાત કરવી. આ વેપાર શા હારું કરીએ છીએ ? પૈસા કમાવવા માટે ? એ મારા ઘઉં સારા છે એવું દેખાડવા માટે ! પૈસા કમાવવા માટે ! એટલો આપણો હેતુ, કામ નીકળવું જોઈએ. આપણે તો આ તીર્થકરો અને આ પંચ પરમેષ્ટિ ભગવંતો એ બધાનાં નમસ્કાર બોલશેને તો બહુ થઈ ગયું. આપણે તો કામ સાથે કામ છે ને ? વિહરમાન તીર્થકર સાહેબો ! પ્રશ્નકર્તા : ક્ષેત્ર તો પંદર છે અને બ્રહ્માંડમાં તીર્થંકર તો વીસ છે. તો એવી રીતે કેવી રીતે બને ? દાદાશ્રી : એ બહુ ગણતરી કરવાની નહિ. એ વીસે ય હોય છે, ને કોઈ ફેરો સિત્તેરે ય હોય છે. પાછું એવું નક્કી નથી કે વીસ જ છે. પ્રશ્નકર્તા : એક ક્ષેત્રમાં બીજું ક્ષેત્ર હોય એટલે એવું હોય ? દાદાશ્રી : તે આ અમુક ક્ષેત્રમાં હોતાં જ નથી એ ! દસ ક્ષેત્રમાં તો બિલકુલ હોતાં જ નથી. પાંચ ક્ષેત્રમાં જ હોય છે અત્યારે. હિસાબ કાઢ કાઢ ના કરીશ, નહિ તો મગજ બગડી જશે બધું ! પ્રશ્નકર્તા : એ દિશા કંઈ હોવી જોઈએ ? દાદાશ્રી : દિશા-બિશા નહીં. આમાં શો ફાયદો ? તે પછી રાત્રે એ પૂર્વમાં જ દોડે ! ચિત્તનો સ્વભાવ કેવો છે ? જેમાં પેઠું તે દિશામાં રાત્રે દોડે પાછો. એમાં બહુ ઊંડું ઊતરવા જેવું નથી. મહાવિદેહતી સાબિતી શું ? પ્રશ્નકર્તા: આપણે મહાવિદેહ ક્ષેત્રની વાત કરીએ, તો અમે કોઈ દિવસ જોયું નથી અને અમને એમાં બહુ ખ્યાલ નથી. તો એનું કંઈ પ્રૂફ છે કે મહાવિદેહ ક્ષેત્ર છે ? એની કોઈ સાબિતી છે ? દાદાશ્રી : ચોક્કસ સાબિતી છે. હું એક એક શબ્દ બોલું છું તે ચોક્સાઈના શબ્દ બોલું છું. હું કાચી માયા નથી કે એક વાળ પૂરતી ચોકસાઈ કર્યા વગર રહું ! અને ચોકસાઈ કરવાની શક્તિ મારી, તમારાં કરતાં વધારે છે. આ જે હું બોલું છું તે ચોકસાઈનું જ કહું છું. આ મહીં દાદા ભગવાન પ્રગટ થયા છે, તે ય હંડ્રેડ પરસન્ટ ! વર્લ્ડમાં કોઈ વખત આવું બન્યું નથી, એવું આ થયું છે. પ્રશ્નકર્તા: તો અમને કેવી રીતે ખબર પડશે કે આ મહાવિદેહ ક્ષેત્ર આવ્યું ? કે જે અમે તો કોઈ દિવસ જોયું નથી. એ કોઈ વાર દેખાય તો એની કેમની ખબર પડે કે આ ખાલી ભ્રમણા છે કે રિયલ છે ? દાદાશ્રી : એ તો તમારે ત્યાં જવાની જરૂર નથી. તમારો હિસાબ જ તમને ત્યાં લઈ જાય. તમારે જવાની જરૂર નથી કે તમારે વિચારવાની જરૂર નથી કે મારે મહાવિદેહ ક્ષેત્રે જવું છે. તમે જે સ્ટાન્ડર્ડ (ધોરણ)માં છો, જે લાયક છો એ સ્ટાન્ડર્ડમાં જ રહેશો. એ તો તમને અહીં આગળ રહેવા ના દે. જે જ્ઞાન આપ્યું છે ને, તે ત્યાંના સ્ટાન્ડર્ડને લાયક થઈ જવાના અને ત્યાં આગળ અવળા સ્ટાન્ડર્ડના હોય છે, તે અહીં આવે છે. એ કુદરતનો નિયમ છે એવો. અત્યારે અહીં કળિયુગ ચાલે છે અને ત્યાં આગળ દ્વાપર ચાલે છે. ત્યાં ય સયુગ ચાલતો નથી. પણ ત્યાં કળિયુગ નથી. કાયમતો ચોથો આરો ત્યાં ! પ્રશ્નકર્તા ત્યાં હંમેશાં ત્રીજો ને ચોથો જ આરો હોય છે ? દાદાશ્રી : કાયમને માટે ચોથો આરો, ત્રીજો નહિ. ચોથો એક જ. પ્રશ્નકર્તા : પણ આના જેવો જ સંસાર બધો ? દાદાશ્રી : હા, આવું જ બધું. એ ય કર્મભૂમિ બધી, ત્યાં ય ‘હું કરું છું” એવું ભાન હોય. અહંકાર-ક્રોધ-માન-માયા-લોભ ખરાં. ત્યાં આગળ અત્યારે તીર્થંકર હોય. ચોથા આરામાં તીર્થંકર હોય. બાકી બીજું બધું આપણા જેવી જ દશા હોય. આ રામચંદ્રજી ચોથા આરામાં હતા ને ! મહાવિદેહમાં વ્યવહાર-વ્યાપાર ?! પ્રશ્નકર્તા : આપને મહાવિદેહ ક્ષેત્રનો કંઈ અનુભવ થયો છે ? Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૩૧ વર્તમાન તીર્થંકર તે થયો હોય તો, ત્યાં શું છે ? દાદાશ્રી : જેમ આપણે અહીં ચોથો આરો હતો ને, ભગવાન મહાવીરના વખતમાં, એવાં ચોથા આરાનાં મનુષ્યો છે. ત્યાં આવી રીતે દુકાનો છે, ખેતીવાડી, વ્યાપાર બધું જ છે. બાકી ત્યાંના માણસો ય આપણા જેવાં છે અને આપણા જેવું જ બધું કાર્ય છે. આપણાં જેવું જ ત્યાં બધું, સાસુ ને વહુ ને રાજા, સુપાળ, સરસુપાળ.... પ્રશ્નકર્તા : ત્યાં પણ આવી સભા ભરાતી હશેને ? દાદાશ્રી : અરે, ત્યાં તો બહુ મોટી સભા ! આ સભા તો શું ? અને ક્યાં ત્યાંની સભાની વાત ! ત્યાંની સભાની વાત જ જુદી છે ! પ્રશ્નકર્તા : ત્યાં આયુષ્ય લાંબુને દાદા ? દાદાશ્રી : હા, આયુષ્ય લાંબું હોય, તે તો બહુ મોટું હોય. બાકી આપણાં જેવા માણસો છે, આપણાં જેવા વ્યવહાર છે. પણ તે આપણા અહીં ચોથા આરામાં જેવો વ્યવહાર હતો એવો છે. આ પાંચમા આરાનાં લોકો હવે તો આવું ગજવા કાપતાં શીખ્યા ને માંહ્યોમાંહ્ય સગાવહાલામાં ય ઊંધું બોલતા શીખ્યા. એવો ત્યાં વ્યવહાર નથી. ત્યાં છે મન-વચન-કાયા તણી એક્તા ! ફક્ત ચોથા અને પાંચમા આરામાં ફેર શો પડે છે ? ત્યારે કહે, ચોથા આરામાં મન-વચન-કાયાની એકતા હોય છે અને પાંચમાં આરામાં આ એકતા તૂટી જાય છે. એટલે મનમાં જ હોય એવું વાણીમાં બોલતા નથી ને વાણીમાં હોય એવું વર્તનમાં લાવતા નથી, એનું નામ પાંચમો આરો. અને ચોથા આરામાં તો મનમાં જે હોય એવું જ વાણીમાં બોલે અને એવું જ કરે. કોઈ માણસ ત્યાં આગળ ચોથા આરામ કહે કે મને આખું ગામ સળગાવી મેલવાનો વિચાર આવે છે, એટલે આપણે જાણવું કે આ રૂપકમાં આવી જવાનું છે અને આજ કોઈ બોલે કે હું તમારું ઘર સળગાવી મેલીશ. તો આપણે જાણવું કે હજુ તો વિચારમાં છે, તું મને ભેગો ક્યારે થવાનો ? મોઢે બોલ્યો હોય તો ય બરકત નથી. હું તમને મારી નાખીશ કહેને પણ તે શેના આધારે ? પણ આધાર નથી, મન-વચન-કાયાની એકતા નથી. તો બોલ્યા પ્રમાણે શી રીતે કાર્ય થાય ? કાર્ય જ થાય નહિને ! આજથી ત્રણ હજાર વર્ષ પહેલાં આવું ન હતું. ત્રણ હજાર વર્ષ પહેલાં હતું, તેવું ત્યાં રહે છે. અત્યારે તો મન જુદું હોય, વાણી જુદી હોય ને વર્તન જુદું હોય એવો કોઈ જોયેલો તમે ? દરેક પોતાનો જાત અનુભવ કહે. હવે ત્યાં કેવું હોય? મનમાં જેવું હોય તેવું જ વાણીમાં બોલે ને તેવું જ વર્તે. અને અહીં તો મનમાં એવું હોય કે મારે નુકસાન કરવું છે, પણ મોઢા પર મીઠું મીઠું બોલે. હું તમારા માટે તમે કહો એટલું કરવા તૈયાર છું. એટલો ફેરફાર થઈ ગયો. એટલે અહીંથી બધા અધોગતિમાં જાય અને ત્યાંથી ઊર્ધ્વગતિમાં જાય. ત્યાં તો એવું કહે કે તમારી છોડી ઉઠાવી જઈશ, એવું બોલે એટલે સમજી જ જવાનું કે ઉઠાવી જ જવાનો. અને આપણે અહીં કહે કે હું તમને મારી નાખીશ, પણ કશુંય નહીં. આ તો મોઢે બોલે એટલું જ. વર્તનમાં આવતું જ નથી ને, આ લોકોનું ! ત્યાં બોલ્યા હોય તો મારી નાખે ચોકકસ. અહીં તો ઠેકાણા વગરનો, અમથો ચિઢાય એટલું જ ચીઢિયા ખાય એટલું જ. અહીં પાંચમો આરો છે, એટલે દુષમ કાળ છે આ. દુષમ એટલે જરાક સમતા રાખવી હોય તો મહા દુ:ખે કરીને સમતા રહે, બાકી સમતા જ રહે નહિ. અને ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં સુષમ કાળ છે. એટલે અહીંથી જે જીવી લાયકાત ધરાવે ચોથા આરા માટે, તે અહીં પોષાય નહિ, એ લોકો ક્ષેત્રના પ્રભાવથી ખેંચાઈ જાય ત્યાં, ચોથા આરામાં મહાવિદેહ ક્ષેત્રમાં અને ત્યાં પાંચમા આરાને લાયક થયા હોય તે અહીં આવે. એવું ભર-નીકળ ચાલ્યા જ કરવાનું. ત્યાં પાંચમા આરાને લાયક એવો ખડધૂસ થઈ ગયા હોય ને મન-વચન-કાયા જૂઠા થયા હોય, તે બધા અહીં આવતા રહે. પ્રશ્નકર્તા : આપે એક વાર કહેલું, કે મહાવિદેહ ક્ષેત્રમાં પણ ઈર્ષા-દ્રષ-પ્રેમ, એ ભાવ રહે છે ને ! દાદાશ્રી : અહીંના જેવું જ, આમાં ને તેમાં ફેર નહિ. પ્રશ્નકર્તા : એ બધા કષાયો ના કહેવાય ? Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૩૩ વર્તમાન તીર્થંકર દાદાશ્રી : કષાયો ખરો જ ને ! પ્રશ્નકર્તા : તો પછી મહાવિદેહ ક્ષેત્રમાં કેમ એવું હોવું જોઈએ ? ફરક તો હોવો જોઈએ ? દાદાશ્રી : ના. એવું ના હોય. આપણે અહીં ચોથો આરો હતો તો ય બધા કષાયો જ હતા અને રામચંદ્રજીની વાઈફને ય લઈ ગયા’તા. રામચંદ્રજી તો રાજા હતા તો ય ! પછી બીજા કેટલાય લોકોની વાઈફ ઊઠાવી ગયેલા. એમ તો ચાલ્યા જ કરવાનું. પ્રશ્નકર્તા: મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ થાય એટલે મોક્ષે જવાય એવું કંઈ છે ? - દાદાશ્રી : ના, ના. એવું કશું જ નથી. ત્યાં ય ગજવા કાપનારા છે, હરણ કરી જનારા બધું ય છે. પછી એ આરો ચોથો રહે છે કાયમ, એટલે ત્યાં આગળ તીર્થંકર ભગવાન કાયમ હોય છે ! અને ચોથા આરામાં મન, વચન, કાયાની એકતા હતી તે જૂઠા-લબાડ બધું જ આવું ને આવું જ, પણ ત્યાં એકતા ને અહીંયા એકતા નહિ. મહાવિદેહ ક્ષેત્રમાં ય આવું જ. આના જેવા જ બધા ગજવા હઉ કાપી લે, માણસો ય આપણા જેવા જ બધા નામે ય આપણા જેવા પાછાં ! પણ હવે અહીં એકતાવાળા થાય, તો પછી ક્ષેત્રનો સ્વભાવ છે તે ખેંચી લે. તે ત્યાં લઈ જાય ને ત્યાં આગળ એકતા તૂટી ગયેલી હોય એવા માણસ હોય તે ક્ષેત્ર સ્વભાવથી અહીં ખેંચાઈ જાય. પ્રશ્નકર્તા : આપણામાં મન-વચન-કાયાની એકતા નથી એવું આપણે જાણીએ છીએ. આ મનમાં છે એવું જ બોલાય છે. એવું એ લોકો કંઈ જાણે છે ? એ લોકોમાં એવી અવલોકન શક્તિ ખરી ? પ્રશ્નકર્તા : બહુ ડખોડખલ હોય તો મન-વચન-કાયાની એકતા કેવી રીતે રહે ? દાદાશ્રી : ના. એ તો એકતા રહે જ. પણ ડખોડખલ તો કરવાનાં જ. આપણે અહીં આગળ છે તે મનમાં હોય કે ભાઈ, ફલાણાની સ્ત્રીનું હરણ કરી જવું છે. તે પણ મોઢે બોલે કે ના એવું કંઈ અમારે નથી કરવું ! કોઈ કહે, ‘તમે આવું કરવાના છો ?” ત્યારે કહે, “ના, ના.” અને ત્યાંના, પેલો તો કહે કે, “હા, હું હરણ કરી જવાનો છું.” અને તે કરી બતાડે ય ! ત્યાં મન-વચન-કાયાની એકતા હોય ને અહીં આગળ એ જુદું હોય ! એટલે એ બોલે એવું જ કરવાનો ને આ અહીં આગળ બોલીને ફરી જાય ! અહીં ફરી જાય કે ના ફરી જાય ? મહાવિદેહ ક્ષેત્રમાં જવાનો હેતુ !! પ્રશ્નકર્તા : જ્યારે માણસ કંઈ બોલે છે ને તે જ પ્રમાણે કરે છે ને એવું જ્યારે થાય છે, ત્યારે એમાં કર્તાપદ કેવી રીતે છૂટે એ લોકોને ? અજ્ઞાન જ ગ્રહણ થાય ને ? દાદાશ્રી : એ દ્રઢ જ થવાનું. પ્રશ્નકર્તા : તો અહીંના બધા લોકો તો મહાવિદેહ ક્ષેત્રની આશા રાખે છે કે ત્યાં જવું છે. દાદાશ્રી : મહાવિદેહ તો, શેને માટે ત્યાં આગળ જવાનું કે અહીં જેને કર્તાપદ છૂટેલું હોયને એ ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં જાય. ત્યાં આગળ તીર્થકર સાહેબ મળેને, તો એનો મોક્ષ થઈ જાય. બસ, એટલું જ છે ! એને તીર્થંકરનાં દર્શન કરવાની જ જરૂર છે અને ત્યાં તીર્થંકર છે, છતાં લોકો દર્શન કરતાં જ નથી, ત્યાં કોઈને પડેલી નથી. અમુક માણસોને જ મોક્ષની પડેલી છે. બધા લોકોને નથી પડેલી ! પ્રશ્નકર્તા: કારણ કે અહીં તો ઘણાં લોકો એવો જ ભાવ કરે છે કે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં જવું છે. દાદાશ્રી : હા, પણ એ મહાવિદેહ ક્ષેત્રમાં એમને તો મોક્ષને માટે દાદાશ્રી : હા, ખરીને ! બધી શક્તિ ખરી અને બહુ જ જાગૃતિ. આપણા અહીંના લોકોને જાગૃતિ જ ક્યાં ? પ્રશ્નકર્તા : તો ત્યાંના લોકોને ડખોડખલ ના હોય ? દાદાશ્રી : ડખોડખલ તો બહુ જ ! Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૩૫ વર્તમાન તીર્થંકર ચોથા આરાના થઈ ગયા હોય, અહીં આ જ્ઞાન ના આપ્યું હોય અને બીજાં લોકો ય એવાં હોય, તો તે ત્યાં ખેંચાઈ જાય અને ત્યાં જે પાંચમાં આરાના જેવા થઈ ગયા હોય તે અહીં પાંચમા આરામાં આવી જાય. એવો આ ક્ષેત્રનો સ્વભાવ છે. કોઈને લઈ જવો-લાવવો પડતો નથી. ક્ષેત્ર સ્વભાવથી આ લોકો તીર્થંકર પાસે પહોંચવાના બધા. તેથી સીમંધર સ્વામીનું બોલ્યા કરે ને, એમને ભજે છે ને પછી એમની જોડે ત્યાં દર્શન કરશે ને એમની પાસે બેસશે લોકો ને મોક્ષે જતા રહેશે. અમે જેમને જ્ઞાન આપીએ છીએ, તે એક-બે અવતારી થાય. પછી એમણે ત્યાં સીમંધર સ્વામી પાસે જ જવાનું છે. એમના દર્શન કરવાનાં. તીર્થંકરનાં દર્શન કરવાનાં એકલાં જ બાકી રહ્યા. બસ, દર્શન થવાથી જ મોક્ષ. બીજા બધા દર્શન થઈ ગયા. આ છેલ્લા દર્શન કરેને, આ દાદાથી આગળનાં દર્શન એ છે. એ દર્શન થઈ ગયા કે મોક્ષ તરત ! જવાનું છે ને ! ત્યાં એ મોક્ષનું સાધન મળી આવે !! પ્રશ્નકર્તા : અહીંથી ડીરેક્ટ (સીધું) મોક્ષમાં નથી જવાતું ? દાદાશ્રી : ના, સીધું નથી જવાતું. અહીંથી સીધો મોક્ષે જવાનું બંધ થઈ ગયું છે. કારણ કે અહીં તો મન-વચન-કાયાની એકતા નથીને એટલે મોક્ષ ઉડી ગયો. અહીંથી એક અવતાર થઈને પછી મોક્ષ થાય. એક અવતાર બાકી રહે એટલે ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં જવાનું. ત્યાં આપણને તીર્થંકર મળેને ! દર્શન કરવાથી જ મુક્તિ થાય. બીજું કશું ઉપદેશ ય શીખવાની જરૂર નથી. - પ્રશ્નકર્તા : ત્યાં મન-વચન-કાયાની એકતા છે જેને, એ લોકો દર્શન કરી શકતાં નથી, તો અહીંયા તો મન-વચન-કાયાની એકતા નથી, એ લોકો કેવી રીતે દર્શન કરી શકશે ? દાદાશ્રી : પણ આ લોકો કરી શકે. કારણ કે એમની ભાવના એવી છે અને તેથી “અક્રમ જ્ઞાન મળ્યું છે ને ? એકતા નથી રહેતી. એ તો કાળને આધીન છે. ત્યાં આગળ કાળ સારો છે એટલે એકતા રહે. કઈ ભૂમિકાથી જવાય ત્યાં ? પ્રશ્નકર્તા : ત્યાં જવું હોય તો કઈ સ્થિતિમાં માણસ જઈ શકે ? દાદાશ્રી : એ ત્યાંના જેવો થઈ જાય. ચોથા આરા જેવો માણસ થાય, આ પાંચમા આરાના દુર્ગુણો જતા રહે, તો ત્યાં જાય. કોઈ ગાળ ભાંડે તો ય મનમાં એની માટે ખરાબ ભાવ ના આવે તો ત્યાં જાય. પ્રશ્નકર્તા : સામાન્યપણે અહીંથી સીધું મોક્ષે જવાતું નથી. મહાવિદેહ ક્ષેત્રમાં જવાનું પછી મોક્ષે જવાનું, એવું કેવી રીતે થાય ? દાદાશ્રી : અહીંથી આ ચોથા આરાના માણસો જેવો થાય તો આ ચોથા આરો ચાલતો હોયને, તે ક્ષેત્ર એને ખેંચી લે. ક્ષેત્રનો સ્વભાવ એવો છે કે જે આરાના માણસ થઈ ગયા હોય, અહીં આગળ છે તે પાછું ફરવાનું શું કારણ ? પ્રશ્નકર્તા ત્યાંના જીવોને મન-વચન-કાયાની એકતા હોય છે, તો પછી અહીં કેવી રીતે પાછાં આવવાનું ? દાદાશ્રી : ત્યાં પછી ચોથા આરાના લાયક હોય ! પાંચમા આરાને લાયક થવા માંડે એટલે પછી અહીં મૂકી દે. અહીં આવી જાય. અહીં ચોથા આરાને લાયક થવા માંડે એટલે ત્યાં પહોંચે. શેના માટે લાયક થવાનું ? કર્તાપદ તો હોય નહિ. આજુબાજુના સંજોગો ચોથા આરાને લાયક કરી આપે એટલે અહીંથી ત્યાંના લાયક થાય ને એ ભૂમિને લાયક થાય એટલે અહીંથી ત્યાં આગળ જન્મ થાય. અહીંની ભૂમિને લાયક થાય તો ત્યાંથી અહીં આવે. બધું સામસામી થયા જ કરે. પ્રશ્નકર્તા : પાછા મહાવિદેહ ક્ષેત્રમાંથી ભરતક્ષેત્રમાં આવે ? દાદાશ્રી : હા. એવો અનફીટ થઈ ગયેલો હોય તો અહીં આવે. વધુ ફીટ થયેલો હોય તો ત્યાં જાય. જ્યારે કુદરત છે તે લેવા માગે ને ત્યારે અહીં આગળ દેહ Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી છૂટવાનો થાય, ત્યારે ત્યાં જ પકડી લે ને ત્યાં જન્મ આપે. ત્યાંને માટે લાયકાત ધરાવતો હોય તો અહીંથી ત્યાં મૂકી દે અને ત્યાંને માટે ડીસ્લાઈક થઈ ગયા હોય, નાલાયક થયા હોય તો અહીં મૂકી દે. એટલે આપણા મહાત્માઓ લાયક થવાના. સામો અવળું કરે તો ય એને માટે ખબાર વિચાર નહીં કરે એટલે લાયક થઈ ગયા. તેમને ગાળો ભાંડે તો તમે એને માટે ખરાબ વિચાર કરો ? પ્રશ્નકતા : નો. દાદાશ્રી : એટલે તમે લાયક થઈ ગયા ! સમભાવે નિકાલ કરવાનો. કંઈ જેવી તેવી વાત છે ! પ્રશ્નકર્તા : ત્યાં પણ નાલાયક થવાનાં ખરાં ? દાદાશ્રી : બધે થવાનાં. જીવનો સ્વભાવ તો ચૂકે નહીં ને ! દેહધારીનો સ્વભાવ તો બદલાય નહીં ને ! અહીં આપણને આત્મસ્વરૂપ થઈ ગયું એટલે એની મેળે જ પેલો યોગ થાય ! આપણે કહીએ કે, ‘મારે નથી આવવું.” ત્યારે એ કહે “ના, પણ તમને બીજે ક્યાં મૂકાય ? મહાવિદેહ ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્ર કામના જ નથી ને ? ખપે એકતા ત્રિયોગતી ! પ્રશ્નકર્તા : કોઈ વખત એવા ભાવ કરે તો આ પાંચમા આરામાં મન, વચન, કાયાની એકતા આવી શકે કોઈ વખત ? દાદાશ્રી : હા, આવે, આવે. અમુક અમુક માણસ હોય. કંઈ બિલકુલ સાવ ખલાસ નથી થઈ ગયેલું. પ્રશ્નકર્તા : આ ક્રમિક માર્ગ જે છે તે મન-વચન-કાયાની એકતા હોય તો જ ચાલે ને ? દાદાશ્રી : એકતા હોય, તો જ ચાલે. નહિ તો બંધ થઈ જાય. અત્યારે બંધ જ થઈ ગયેલો છે. આ અત્યારે મનમાં માને કે આ ધર્મ ચાલે છે એટલું જ. બાકી બધું બંધ થઈ ગયેલો છે. વર્તમાન તીર્થંકર પ્રશ્નકર્તા : આ શ્વેતાંબર માર્ગે મોક્ષ મળે કે નહિ, ક્રમિકમાં ? દાદાશ્રી : ના, ના. મોક્ષની વાત નહિ, ધર્મ જ ના થાય. અને મોક્ષ જ બંધ થઈ ગયો છે. મન-વચન-કાયાની એકતા છે કે નહિ એટલું જ જુએ. મન હોય બીજી જગ્યાએ અને અહીં આગળ ભગવાનને પટાવવા જાય એ ચાલે નહિ, ભગવાન છેતરાય નહિ, શેઠિયા છેતરાય વખતે ! મહાવિદેહ ક્ષેત્રમાં મન-વચન-કાયાની ભિન્નતા વર્તવા માંડી કે એ અહીં આવીને પડે. ચોથા આરામાં મન-વચન-કાયાની ભિન્નતા ના હોય. ભલેને નાલાયક હોય પણ નાલાયકે ય ચોખ્ખું કહી દે. મનમાં હોય એવું બોલવાનું ય ચોખ્ખું ને વર્તને ય એવું, પણ આમના જેવી આંટીઘૂંટીઓ ના હોય. ચોથા આરામાં આંટીઘૂંટીઓ ના હોય અને પાંચમા આરામાં અહીંના લોકોને આંટી ય ખરી ને ઘૂંટી ય ખરી. અલ્યા, ઘૂંટી શું કરવા કરે છે પાછો ? પણ વકીલો ય ખોટા કેસને જિતાડે છે ને ?! એને પાછો હોંશિયાર ગણે. એ વકીલે ય જાણતો હોય કે મારા જેવો કોઈ હોંશિયાર નથી. અજાયબી છે આ કાળની ! એટલે ત્યાં મન-વચન-કાયાની એકતા અને આપણે અહીંયા છે જુદું જુદું અને એકતા એટલે ત્યાં તીર્થંકર ભગવાનના જન્મ કાયમ હોય છે. પ્રશ્નકર્તા : મન-વચન-કાયાનો એકાત્મયોગ થઈ જાય, એકતા થઈ જાય, તો એ મહાવિદેહ ક્ષેત્રને લાયક થઈ ગયો કહેવાય ? દાદાશ્રી : એટલે ત્યાં જન્મ થઈ જાય, એની મેળે જ. ક્ષેત્રનો સ્વભાવ છે કે જે ક્ષેત્રને લાયક હોય, જે સ્ટાન્ડર્ડને લાયક હોય ત્યાં ખેંચાઈ જાય અને ત્યાં છે તે બગડે, તે અહીં આવી જાય. વિશેષતા મહાવિદેહ ક્ષેત્રતી ! પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં ‘ડાઉન ફોલ' થાય ? પતન થાય ? દાદાશ્રી : એ ‘અપ’ જેવું છે જ નહિ. ત્યાં ઊંચું સ્ટેશન જવાય, Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૩૯ નીચું સ્ટેશન જવાય, એવું તેવું છે જ નહિ. પ્રશ્નકર્તા : એમને ત્યાં આગળ કર્મ ના બંધાયને ? દાદાશ્રી : કોને ? ત્યાં ? બધાને ય કર્મ બંધાવાના, કોઈ કર્મથી મુક્ત થઈ શકે નહિ ! પ્રશ્નકર્તા : ત્યાં ગયા પછી એની ગતિ તો, એ મોક્ષે જ જાયને ? દાદાશ્રી : ના, એવો કંઈ નિયમ નથી. બધા કેટલાંય રખડી પડેલા. આ બધું તો રખડનારી જ પ્રજા છે. મહાવિદેહ ક્ષેત્રમાં તો અહીંથી કોઈ તૈયાર થઈને ગયો હોય તો એનું કામ થઈ જાય. પણ ત્યાંની પ્રજા તો ઘણી રખડયા જ કરે છે ! એ મહાવિદેહ ક્ષેત્ર કેવું છે ? આપણે અહીં ચોથો આરો હતો તેના જેવું છે. એ ચોથા આરામાં આપણે ત્યાં અમુક જ માણસો મોક્ષે ગયા છે, બાકી કોઈ ગયું નથી, એવું છે. કોઈ પાસ જ થતું નથીને આમાં ! મોક્ષનો માર્ગ મળતો જ નથીને ! અને ચોથા આરામાં ભૂખ લાગતી જ નથી ને પાંચમા આરામાં ભૂખ લાગે છે, ત્યારે મોક્ષનો માર્ગ હોતો નથી. ત્યાં પછી રૂટીન'ની પેઠ કામ ચાલ્યા કરે છે, ધીમે ધીમે ધીમે !!! પ્રશ્નકર્તા : એટલે મહાવિદેહ ક્ષેત્રમાંથી પાછા આવવું ય પડે ને ?! દાદાશ્રી : જેવાં માર્ક છે ને, એવાં ગુણ છે, તે હિસાબે ત્યાં ઉત્પન્ન થાય. મહાવિદેહ ક્ષેત્ર માટે લાયક થયેલો જીવ અહીં આગળ ટકે ય નહિ, એ અહીં જીવી ના શકે, માટે ત્યાં જાય. અને મહાવિદેહ ક્ષેત્રમાં અહીંના જેવો જીવ હોય, દુષમકાળના જેવો હોય, તો એ અહીં આવે. એટલે અહીં કયા ગુણ ભર્યા છે, એ હિસાબે ક્ષેત્ર છે, ગતિ છે. પ્રકૃતિ ગુણ કયા છે, તેના હિસાબે ગતિ છે. આવો આ અત્યારે જે દુષમ કાળનો માલ છે ને, એવો માલ મહાવિદેહ ક્ષેત્રમાં ના હોય અને આપણે અહીં જે ચોથા આરામાં હતો તેવો જ માલ છે બધો ત્યાં અત્યારે ! આપણા અહીંનો માલ જે બધો વર્તમાન તીર્થંકર સડી ગયેલો માલ કહેવાય. એ તો અહીંનો અહીં જ ધોવાયા કરશે. એ તો પાંચમો આરો પૂરો કરશે ને છઠ્ઠો ય પૂરો કરશે. બધું એનું એ જ ચાલ્યા કરશે. આમાંથી અમુક અમુક મહાવિદેહ ક્ષેત્રમાં જતાં રહેશે. પ્રશ્નકર્તા: એટલે લાખેકમાંથી એકાદ મહાવિદેહ ક્ષેત્રમાંથી અહીં આવતા હશે ને ?! દાદાશ્રી : ના, થોડાક વધારે, લાખે સોએક આવ્યા કરે ને ! કારણ કે માલ તો બગડ્યા કરેને ! તે બગડેલો માલ હોય, ડાઘવાળો માલ, તે અહીં આવે પણ આ અહીંનો ડાઘવાળો માલ ઉપર શી રીતે જાય ? છતાં અહીંથી કોઈક જીવ એવો હોય તે અમુક ઊંચે જયા કરવાનો. મહાવિદેહ ક્ષેત્રમાં, મહાવીર ભગવાન ગયા પછી જયા કરે છે પણ બહુ જૂજ જીવો જવાનાં. મહાવિદેહ ક્ષેત્રમાં તો આપણા જેવું જ બધું ય. ગોરા-શામળા બધો ય માલ ભેળો ! એમાં કશી વિશેષતા નથી. ફક્ત વિશેષતા એટલી કે તીર્થંકર ભગવાન વર્ત. પ્રશ્નકર્તા : આ મહાવિદેહ ક્ષેત્ર આપે કહ્યું, ત્યાં, પણ વિજ્ઞાનની આટલી પ્રગતિઓ છે, આવા વિમાન ને મોટરગાડી એવું બધું ? દાદાશ્રી : ત્યાં આવા યાંત્રિક વિમાનો નથી, માંત્રિક વિમાનો છે બધાં. અહીં યાંત્રિક છે ને એમને ત્યાં માંત્રિક છે, એટલે એને કંઈ તેલ કશાની જરૂરિયાત ના પડે. અને યાંત્રિકને તો તેલ ખૂટી પડે તો નીચે બેસી જાય અગર તો ‘મશીન બંધ થઈ ગયું” કહેશે એટલે તો આપણા લોકો ચાર મશીન રાખે છે ને ! ચારમાંથી ચારે ય ના ચાલે તો વિમાન બેસી જાય ! પ્રશ્નકર્તા : આ આત્મા જે છે એ ફરી ફરીને અવતાર લે છે એ સામાન્ય રીતે અહીં આ દુનિયામાં જ રહે કે બીજા ક્ષેત્રમાં જતા હોય છે ? દાદાશ્રી : એવું છે કે, આ પુદગલ જે ક્ષેત્રને લાયક થાય એ ક્ષેત્રમાં પુદ્ગલ ખેંચાઈ જાય. ચોથા આરાને લાયકનું પુદ્ગલ હોય તે પાંચમા આરામાં ચાલે નહિ. માટે જ્યાં ચોથો આરો હોય ત્યાં ખેંચાઈ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૪૧ - - વર્તમાન તીર્થકર પાછો આવે અહીં ? પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં ગયેલો જીવ અહીં પાછો આવી શકે ? જાય. એટલે કુદરતી ખેંચાણ થાય. આ કાળમાં પાંચમાં આરાના માણસો હોય, તે પછી ત્યાં ખેંચાઈ જાય ! અક્રમ વિજ્ઞાત' જ ક્ષેત્ર ફેરફાર લાવે ! પછી અહીં આગળ આપણા ગુણધર્મ બદલાયા હોય તો એ મહાવિદેહ ક્ષેત્રમાં જાય. એવું અહીં આગળ પાંચમો આરો ચાલે છે. એટલે ચોથા આરાના મનુષ્યો હતાં, એનાં કરતાં આ પાંચમાં આરામાં લોકોના સ્વભાવ બગડી ગયા. હવે એ સ્વભાવ જ અહીં આગળ “જ્ઞાન” આપીએ ને સુધરે, પછી ડખલ ના કરે, કોઈને ત્રાસ ના આપે એવો થઈ જાય, તો પછી ક્ષેત્રોનો સ્વભાવ એવો છે કે અહીંથી ખેંચાઈને જ્યાં ચોથો આરો ચાલે છે ત્યાં જાય. ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં કાયમ ચોથો આરો ચાલે છે. અને ચોથો આરો હોય તો જ તીર્થકર હોય, નહિ તો પાંચમા આરામાં તીર્થકર કોઈ જગ્યાએ હોય નહિ. એટલે ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર મળે, અહીં માણસનો સ્વભાવ બદલાઈ જાય પછી ! આ જ્ઞાન છે ને, તેના પ્રતાપે પછી સ્વભાવ બદલાઈ જાય. એટલે અહીંના લોકો જોડે મેળ ના પડે. કારણ કે, આપણા જેવા સ્વભાવવાળા જતા રહ્યા, અને બીજા અહીં આગળ હોય તેની જોડે આપણને મેળ પડે નહિ. એટલે આપણે તો અહીં ઊભા રહીએ તે શું કામ આવે ? આપણું ટોળું ત્યાં જતું રહ્યું, એટલે આપણે અહીં આગળ કોની જોડે માથાકૂટ કરીએ ? એટલે આપણા જ્ઞાન આપ્યા પછી ઘણાં ખરાં, બધાં આ મહાત્માઓ ત્યાં ખેંચાઈ જવાનાં. પણ તે પછી એકદમ એવું કહેવાય નહિ, એકાદ અવતાર અહીં કરે ને પછી ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં જાય અને મહાવિદેહ ક્ષેત્રમાં શાથી જવાનાં? કારણ કે ત્યાં કાયમ તીર્થંકરનાં દર્શન થયા કરે. એટલા પૂરતું જ હિતકારી છે. અને અહીંનો જીવ ત્યાં જાય તે તીર્થંકર ભગવાન માટે જ જાય, બીજો કોઈ ભાવ નહિ. એટલે અહીંના જે જવાનાને, એ તો તીર્થકર ભગવાન પાછળ જ પડેને, એકબે અવતારમાં કામ કાઢી લે ! દાદાશ્રી : આવે અહીં, પણ આપણા મહાત્માને ના આવવું પડે. બીજા બધા ઘણાં જીવો અહીંયા આવે જ છે ને ! પ્રશ્નકર્તા : પણ સીમંધર સ્વામીની હાજરી ખરીને ત્યાં તો ! તો પછી આવું બધું કેમ થાય ? ભગવાનનો પ્રભાવ તો પડેને પછી ? દાદાશ્રી : ભગવાનને ય ગાંઠે નહિ એવા લોકો છે. અરે ! ભગવાન મહાવીર હતા ને, તો તેમને ય આવડી આવડી ગાળો ચોપડે. ‘તમે મહાવીર છો તો અમે ક્યાં કાચા છીએ ?” એમ કહે. બધી જાતનાં લોક આ તો ! પ્રશ્નકર્તા : આપણા મહાત્મા જશે. એ પાછા અહીં આવવાના ? દાદાશ્રી : એ ના આવે. એ તો આવે જ નહિ. આ વિજ્ઞાનના આધારે તો ઉપર ચઢ્યા. પછી પાછાં ના પડે. મહાત્માઓ ક્યાં જવાતા ? પ્રશ્નકર્તા : બધા મહાત્માઓ મહાવિદેહ ક્ષેત્રમાં જવાના ને ? દાદાશ્રી : કેટલાંકને અહીં આવીને પછી જવાનું થાય. એકાદ અવતાર કરીને ! મહીં હિસાબ બધો પડ્યો હોય લોકોનો, તે બધો આપી દેવો પડે ને ! બંધ પડ્યો હોય તે પૂરો કરવાનો. દસ-પંદર વર્ષનો હિસાબ પતાવવાનો બાકી હોય તે પતાવીને પછી જવાનાં. હિસાબ તો ચૂકવવો પડેને વચ્ચે ! આ જ્ઞાન લેતા પહેલાં એવું કંઈક ખરાબ કર્મ બાંધી લીધું હોય, તે દંડ થયેલો હોય, તે દંડ તો ભોગવવો જ પડે ને આપણે ! અને ભોગવી લઈને છૂટો, એક અવતારનો દંડ. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન લીધા પછી કોઈ રખડી પડે ખરો ? દાદાશ્રી : ના રખડી પડે. Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૪૩ ૪ પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી કોઈ કાયમને માટે રખડી પડે ? દાદાશ્રી : ના. પણ જ્ઞાન પામે નહિ અને પછી અવળું ચાલે, બધાનું અવળું બોલ બોલ કરે, તો ઠેકાણું નથી પછી ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનાં જેટલાં લોકો દર્શન કરે, એ બધા પછી મોક્ષે જાયને ? દાદાશ્રી : એ દર્શન કરવાથી મોક્ષે જાય એવું કશું હોતું નથી. એમની કૃપા પ્રાપ્ત થવી જોઈએ. હૃદય ચોખ્ખું થાય, ત્યાં આગળ હૃદય ચોખ્ખું થાય પછી એમની કૃપા ઉતરતી જાય. આ તો સાંભળવા માટે આવે અને કાનને બહુ મીઠું લાગે. એટલે સાંભળીને પછી પાછાં હતા ત્યાંના ત્યાં. એને તો ચટણી ને ચટણી ગમતી હોય. આખો થાળ ના જમે, એક ચટણી સારું જ થાળમાં બેસી રહ્યો હોય. પ્રશ્નકર્તા : તો અમે અહીંયાથી સીમંધર સ્વામીનાં દર્શન કરીએ મહાવિદેહ ક્ષેત્રમાં જઈને તો પછી અમારો મોક્ષ થાય કે નહીં ? વર્તમાન તીર્થંકર મોક્ષે લઈ જશે. કશું જ કરવા જેવું નથી. અને આજ્ઞા પાળો છો તે તો સંજોગ, મારો સંજોગ ભેગો થાય જ. શું કહ્યું ? એ ય ખોળવાનો ના હોય. એને તો સામું આવે મહાવિદેહ ક્ષેત્ર ! જેને અહીં શુદ્ધાત્માનું લક્ષ બેઠું હોય તે અહીં આગળ ભરત ક્ષેત્રમાં રહી શકે જ નહીં. જેને આત્માનું લક્ષ બેઠેલું હોય, તે મહાવિદેહમાં જ પહોંચી જાય એવો નિયમ છે ! અહીં આ દુષમકાળમાં રહી શકે જ નહીં. આ શુદ્ધાત્માનું લક્ષ બેઠું તે મહાવિદેહ ક્ષેત્રમાં એક અવતાર કે બે અવતાર કરી, તીર્થંકરનાં દર્શન કરીને મોક્ષે ચાલ્યો જાય. એવો સહેલો-સરળ માર્ગ છે આ ! અમારી આજ્ઞામાં રહેજો. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ ! સમભાવે નિકાલ કરવાનો હોય. એ બધી જે આજ્ઞાઓ કહી છે એમાં જેટલું રહેવાય એટલું રહે, પૂરેપૂરું રહે તો મહાવીર જેવું રહી શકે ! આ રિયલ ને રિલેટિવ તમે જોતા જોતા જાવ, તમારું ચિત્ત બીજી જગ્યાએ ના જાય પણ ત્યારે હોરું મનમાંથી કંઈ નીકળ્યું હોય તો તમે ગૂંચાઈ જાવ. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અમારી પાંચ આજ્ઞા પાળે તો, ભગવાન મહાવીર જેવો અહીં રહી શકે એમ છે. અમે પોતે જ રહીએ છીએ ને ! જે રસ્તે અમે ચાલ્યા છીએ એ રસ્તો જ તમને બતાવી દીધો છે ને જે ગુઠાણું અમને અહીં પ્રગટ થયું છે તે ગુઠાણું તમારું ય થયું છે ! પ્રશ્નકર્તા : દાદા, તમારી વાણી, તમારી સરસ્વતીથી અમે સ્પર્શ પામીએ અને તમારા શુદ્ધ ચેતનની સાક્ષીએ અમે સીમંધર સ્વામીને નમસ્કાર પહોંચાડીએ. દાદાશ્રી: અમે તમને જ્ઞાન આપીએ ને તે અમે ત્યાં બેસી જઈએ છીએ. એટલે તમારો નમસ્કાર પહોંચી જ જાય છે. જેને જ્ઞાન મળ્યું. જે આજ્ઞામાં રહ્યો. એનું પહોંચી જ જાય. પછી આજ્ઞા ઓછી-વત્તી પળાય એ જુદી વસ્તુ છે. તો ય પણ આજ્ઞા પાળે છે ને ? કોઈને પ્રમાણ જરા ઓછું હોય. આ જ્ઞાન પછી હવે તમને કર્મ બંધાય નહીં. કર્મ કરતો હતો, દાદાશ્રી : એ તો થાય જ ને ! કારણ કે તમે તો આ જ્ઞાન લીધેલું છે ને, એટલે મહાવિદેહ ક્ષેત્રમાં જાવ એટલે પછી ત્યાં સંજોગો ભેગા થઈ જાય તો રાગે પડી જાય. કારમ કે તમારે અવતાર જે રહેવાના છે બાકી બે-ત્રણ કે ચાર કે જે તે અમારી આજ્ઞા આપી છે તેનાં ફળરૂપે રહેવાના અને પુણ્ય હોય જબરજસ્ત એટલે અહીંથી જતાં જ બંગલો બાંધવો પડે નહીં, બંગલાવાળાને ત્યાં તૈયાર થયેલો હોયને, તૈયાર થયા પછી જન્મ થાય ભઈનો, પોલીશ થઈ ગયા પછી બાંધવું ના પડે. પુણ્યશાળીને કશું મહેનત કરવાની ના હોય. મહેનત તો બિચારા પેલાં મા-બાપ કર્યા કરે. પ્રશ્નકર્તા: હવે જેણે ‘જ્ઞાન’ લીધું, એને મોક્ષે જવું હોય, સીમંધર સ્વામીનાં દર્શન કરવા ત્યાં આગળ પહોંચવું હોય, તો એણે શું કરવું જોઈએ ? દાદાશ્રી : કશું ય કરવાનું નહીં. આજ્ઞા અમારી પાળે. આજ્ઞા જ Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૪૫ વર્તમાન તીર્થંકર તે કરનારો જ છૂટી ગયો હવે. એટલે કર્મ બંધાય નહિ. એટલે સંવર જ રહેશે નિરંતર, સંવરપૂર્વક નિર્જરા થયા કરે. ફક્ત એક અવતાર કે બે અવતારનાં કર્મ બંધાશે. તે મારી આજ્ઞા પાળવાને લીધે. અને તે તો તમને અહીંથી સીમંધર સ્વામીની પાસે જ જવું પડશે. મહાવિદેહ ક્ષેત્રમાં જ તમને ખેંચી લેશે. કારણ કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થાય તે અહીંયા આ ક્ષેત્રમાં રહી શકે નહીં. એને મહાવિદેહ ક્ષેત્ર જ ખેંચી લે. કોઈ લઈ જનારો નથી. ક્ષેત્ર જ ખેંચે ! અને ત્યાં આર્તધ્યાનરૌદ્રધ્યાન સખત થઈ જાય, તેને અહીં આવવા દે. ચાલુ છે મોક્ષે જવાનું ! પ્રશ્નકર્તા : મોક્ષે જવા માટે પૃથ્વી ઉપર જ આવવું પડે ? દાદાશ્રી : હા, અહીંયા પંદર ક્ષેત્રોમાં મહાવિદેહ ક્ષેત્ર, આ પૃથ્વી જ કહેવાય એ બધી. મનુષ્ય લોક જ કહેવાય, ત્યાંથી અત્યારે બહુ મોક્ષે જઈ રહ્યા છે. અત્યારે ત્યાંથી સમયે સમયે (વધુમાં વધુ) ૧૦૮ મોશે જઈ રહ્યા છે, લાઈન બંધ. જેમ અહીં આગળ ચાર પોલીસવાળા એમ તાલ દઈને વારાફરતી ચાલ્યા જ કરે છે એ લાઈનો, એવું ૧૦૮ ચાલ્યા જ કરે છે. વર્તમાન તીર્થકરતી ભજતાથી “મોક્ષ' ! ત્રણ પ્રકારનાં તીર્થકરો. એક ભૂતકાળનાં તીર્થકરો. એક વર્તમાનકાળના તીર્થંકરો અને એક ભવિષ્યકાળનાં તીર્થંકરો ! એમાં ભૂતકાળનાં તો થઈ ગયા. એમને સંભારવાથી આપણને પુણ્યફળ થાય તે ઉપરાંત જેનું શાસન હોય ને, તેમની આજ્ઞામાં રહીએ તો ધર્મ ઉત્પન્ન થાય. એ મોક્ષ ભણી લઈ જનારું બને ! પણ જો કદી વર્તમાન તીર્થકરને સંભારીએ તો એની વાત જ જુદી ! વર્તમાનની જ કિંમત બધી, રોકડા રૂપિયા હશે તેની કિંમત. પછી આવશે એ રૂપિયા ભાવિ ! અને ગયા એ તો ગયા ! એટલે રોકડી વાત જોઈએ આપણને ! તેથી રોકડી ઓળખાણ કરાવી આપું છું ને ! અને આ વાતે ય બધી રોકડી છે. ધીસ ઈઝ ધી કૅશ બેંક ઑફ ડિવાઈન સોલ્યુશન ! રોકડું જોઈએ, ઉધાર ના ચાલે. અને ચોવીસ તીર્થંકરને ય આપણે નમસ્કાર કરીએ છીએ ને ! બાકી ચોવીસ તીર્થંકરોને સંયતિ પુરુષો શું કહેતા હતા ? ભૂત તીર્થકરો કહેતા હતા. ભૂતકાળમાં થઈ ગયેલા તે ! પણ વર્તમાન તીર્થકરોને ખોળી કાઢો. ભૂત તીર્થકરોને ભજવાથી આપણને સંસારની પ્રગતિ થાય, પણ બીજું કશું મોક્ષફળ આપે નહિ. મોક્ષફળ તો આજે જે હયાત છે તે આપે અને એ હયાતનું શું નામ છે જાણો છો ? પ્રશ્નકર્તા ઃ સીમંધર સ્વામી ભગવાન ! દાદાશ્રી : હા, તે “ફોન કરવો હોયને તો ફોનનું મિડિયમ જોઈએ તો ફોન પહોંચે. તે આ મિડિયમ છે “દાદા ભગવાન'. બોલો, મહાવીર ભગવાન અત્યારે આજે અહીં દિલ્હીમાં હોય, પણ અહીંથી નામ દઈએ તો પહોંચી જાય. એવું આ ય પહોંચી જાય છે ! આ જરા અરધી મિનિટ ફોન મોડો પહોંચે, પણ પહોંચી જાય છે. એમનું અનુસંધાન “દાદા ભગવાન' થકી ! આ પોતે છે હાજ૨, પણ આપણી દુનિયામાં નથી, જુદી દુનિયામાં છે. એમની જોડે અમારે તાર ને બધું ચાલવાનું. તે આખા જગતનું કલ્યાણ થવું જ જોઈએ. અમે તો નિમિત્ત હોઈએ. એટલે ‘દાદા ભગવાન' યૂ દર્શન કરાવું છું ને તે ત્યાં પહોંચી જાય છે. એટલે આપણે એક અવતાર કહ્યું છે ને, તે અહીંથી પછી ત્યાં જ જવાનું છે ને એમની પાસે બેસવાનું છે. પછી છુટકારો થશે. એટલા માટે આજથી ઓળખાણ કરાવીએ છીએ અને ‘દાદા ભગવાન' ૐ નમસ્કાર કરાવીએ છીએ. વિના માધ્યમે, પહોંચે નહિ ! પ્રશ્નકર્તા : પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું, એ સીમંધર સ્વામીને કેવી રીતે પહોંચે છે ? એ જોઈ શકે છે એ હકીકત છે ને ? દાદાશ્રી : એ જોવામાં સામાન્ય ભાવે જુએ છે. એટલે વિશેષ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર ભાવે જોતા નથી એ તીર્થંકરો. એટલે આ દાદા ભગવાનના શ્રુ કહેલું છે, તો ત્યાં આગળ પહોંચે છે. એટલે આ માધ્યમ વગર પહોંચે નહિ હવે દાદા ભગવાન ને તીર્થંકરમાં ફેર કેટલો ? ચાર ડિગ્રીનો ફેર. એમાં લાંબો ફેર નથી ! અને હું તો ‘ભગવાન છું” એવું ય નથી કહેતો. ‘હું તો પટેલ છું.’ પ્રશ્નકર્તા : તમારી વાત નથી, આ દાદા ભગવાનની વાત છે. દાદાશ્રી : હા. એ બરોબર છે. દાદા ભગવાનની વાત જુદી છે. અને હું ‘એ. એમ. પટેલ... મારી જાતને કહું છું. ‘હું ભગવાન છું’ એમ ક્યારે કહું ? ત્રણસોને સાઠ ડિગ્રી પૂરી થાય ત્યારે ‘હું ભગવાન છું' એમ કહું. પ્રશ્નકર્તા : ચાર ડિગ્રીનો, ચારની સંખ્યાનો શું મેળ ? દાદાશ્રી : ૩૫૬ ડિગ્રી અમારે છે. એક તો આ કાળ છે ને, તે આધારે, મારાં કપડાં ખસ્યાં નહિ, આ કપડાં છે, આ બધો જે વેષ છે, એ ખસ્યો નહિ. આમ દસમા ગુંઠાણાથી આગળ ખસે એવું નથી વ્યવહારમાં. નિશ્ચયમાં બારમું છું. પ્રશ્નકર્તા : દસમું કે બારમું, ઉપશમ ભાવે છે કે ક્ષાયિક ભાવે ? દાદાશ્રી : ક્ષાયિક જ ભાવે છે. આપણામાં તો ક્ષાયિક જ ભાવ છે. આપણામાં ઉપશમ નામે ય ભાવ નથી. ઉપશમ ભાવ જેવી વસ્તુ જ નથી અહીં આગળ. જુદા, હું તે “દાદા ભગવાત '' પુસ્તકમાં જેમ લખ્યું છે કે અમે ‘એ. એમ. પટેલ’ છીએ અને મહીં ‘દાદા ભગવાન' પ્રગટ થયેલા છે અને તે ચૌદ લોકનો નાથ છે. એટલે જે ક્યારેય સાંભળવામાં ના આવ્યું હોય એવાં આ અહીં પ્રગટ થયેલા છે. એક જણ મને કહેતા'તા, કે તમારી પાસે બેસવાથી એકદમ શાંતિ થઈ ગઈ. ત્યારે કહ્યું, ચૌદલોકના નાથની જોડે હું બેઠો છું ને તમે મારી જોડે બેઠા છો. ત્યાં શાંતિ તો શું, આનંદ વર્તે ! એટલે જ જાતે ભગવાન છું, એવું અમે કોઈ દહાડો ય કહીએ નહિ. એ તો ગાંડપણ છે, મેડનેસ છે. જગતના લોકો કહે, પણ અમે ના કહીએ કે અમે આમ છીએ. અમે તો ચોખ્ખું કહીએ. અમે તો કહીએ છીએ કે અમે તો નિમિત્ત છીએ. અમારે બીજું કશું જોઈતું નથી. અમારે તો મહીં અપાર સુખ વર્તતું હોય. જયાં આગળ મહીં સુખ નથી, તેને બીજા બહારથી લોકોના કહેવાથી સુખ પડે, એને શું કરવું છે ? જેને અપેક્ષા જ ના હોય, જે નિરપેક્ષ દશા છે. એટલે દાદા ભગવાન તો જુદા છે. હું જુદો છું. હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. કારણ કે મારે ત્રણસોને સાઠ ડિગ્રી પૂરી કરવાની છે. હવે આ ભેદની લોકોને લાંબી સમજણ પડે નહિ, મેં પુસ્તકમાં આ ભેદ લખેલો છે. અમે ‘એ. એમ. પટેલ' છીએ. ‘દાદા ભગવાન જુદા છે. દાદા ભગવાન પ્રગટ થયેલા છે. જે જોઈતું હોય તે કામ કાઢી લો. એમ એઝેક્ટ કહું છું. કો'ક જ વખત આવો ચૌદ લોકનો નાથ પ્રગટ થાય છે. હું જાતે જોઈને કહું છું, માટે કામ કાઢી લો. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ! પ્રશ્નકર્તા : આપણે સીમંધર સ્વામીને નમસ્કાર કરીએ છીએ, તો દાદા ભગવાનની સાક્ષીએ બોલીએ અને ડાયરેક્ટ બોલીએ, “સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું” એવું બોલીએ તેમાં ફરક શો પડે છે ? દાદાશ્રી : અહીં દર્શન કર્યા પછી એનું ફળ સારું મળે. પ્રશ્નકર્તા: દાદા મળ્યા પહેલાં પણ સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું એવું બોલતા હતા અને દાદા મળ્યા પછી બોલીએ છીએ, એમાં શું ફરક પડે ? Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર પ્રશ્નકર્તા : દાદા, તમે થઈ ગયેલા કહેવાય ? દાદાશ્રી : આપણે તો આ લોકોનું કલ્યાણ થાય, એ ભાવના આપણી. દાદાશ્રી : બહુ ફેર પડે, બહુ ફેર પડે, બહુ ફેર પડે. પ્રશ્નકર્તા : જરા ડિટેલમાં સમજાવોને ! દાદાશ્રી : તમે રાજાને જોયા ના હોય અને રાજાને નમસ્કાર કર્યા કરો પણ રાજાને પ્રધાને તો જોયેલા હોયને, એવાં પ્રધાનની હાજરીમાં કહો તો ફેર ના પડે ? ત્યાં ખબર આપે ને કે તમારા નામનું રટણ રટે છે. પેલાનું ફળ તો મળે જ ને ! હંમેશાં મોટાં મોટાં સંતોનું નામ લે, તે ફળ મળે. નામ દેવાય તો ફળ મળ્યા વગર રહે નહિ. જેમ ખોટા માણસનું નામ દે તો ખોટું ફળ મળે અને સારાનું.... પણ પ્રત્યક્ષ હોય તો ફળ અનેકગણું મળે અને પરોક્ષ હોય તો થોડું મળે. પ્રશ્નકર્તા: પણ હમણાં તો સીમંધર સ્વામી વિચરે છે, એમને કોઈ પણ દેરાસરમાં જઈને નમસ્કાર કરીએ, તો ડાયરેક્ટ લાઈન થઈ શકે ને ? દાદાશ્રી : ના થાય, કોણ કરનાર ? પ્રશ્નકર્તા : અંદર આત્માને, પરમાત્માને ના થાય ? દાદાશ્રી : ના. કશું ના થાય. તમે આત્મા થાવ તો થાય. આત્મા થયા ના હોય તો કેવી રીતે થાય ? આત્મા થઈ ગયા હો તો પહોંચે. દેહાધ્યાસ છૂટી ગયો હોય, એનું પહોંચે. પ્રશ્નકર્તા : અમે બધા દાદાનો રાગ જેટલો ભેગો કરીએ છીએ, તે પછી બીજા ભવમાં એ રાગ પાછો ખાલી થશે ને ? દાદાશ્રી : મારી પર રાગ છે ને એ સીમંધર સ્વામી ઉપર જ પહોંચે છે. મહાત્માઓ : જય સચ્ચિદાનંદ ! (આત્મોલ્લાસથી) પ્રશ્નકર્તા : પણ દાદા ય સીમંધર સ્વામી જેવા થશે ને ? દાદાશ્રી : એવું થઈને મારે શું કામ છે ? એ છે જ ને પછી, આપણે શું કામ છે થઈને ? એમતે નમસ્કાર કેટલી વખત ? પ્રશ્નકર્તા: અમારે દાદા ભગવાનને નમસ્કાર કેટલી વાર કરવા જેથી કરીને અમારો તાર તમારી જોડે રોજ જોડાય ? દાદાશ્રી : એ તો પછી ગણવામાં ઘણો વખત જશે. સો વખત કહીએ તો પાછો ગણ ગણ કરશે. પ્રશ્નકર્તા : તો દાદાજી, આ સીમંધર સ્વામીનું તો ગણવું જ પડે છે ચાલીસ વાર. દાદાશ્રી : એમના માટે ગણજો. દાદા તો નિરંતર રહેવા જ જોઈએ. પ્રશ્નકર્તા: નિરંતર રહેવા જોઈએ. બરોબર છે, એ રહે જ છે. દાદાશ્રી : ગણવાની સીસ્ટમ (રીત) તો આપણે ત્યાં રાખવી જ નહિ, સીમંધર સ્વામી માટે રાખવું હોય તો ચાલીસ વખત, એક-બેત્રણ-ચાર... બોલવું. દાદા ભગવાન તો અસીમ, સીમા રહિત, અનલિમિટેડ છે. અસીમ એટલે અનલિમિટેડ, અંગ્રેજીમાં. પ્રશ્નકર્તા : આપણે નમસ્કારવિધિ બોલીએ, પંચ પરમેષ્ટિ ભગવાનને, ૐ પરમેષ્ટિ, તીર્થંકર સાહેબોને, શાસન દેવદેવીઓને નમસ્કાર કરીએ, ત્યારે અંદર દ્રષ્ટિ સામે શું હોવું જોઈએ ? દાદાશ્રી : નજર સામે દાદાની મૂર્તિ હોવી જોઈએ. પ્રશ્નકર્તા: ફોટો ? દાદાશ્રી : ચિત્રપટ, ફોટો. Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ટાઈમ ડિફરન્સનું શું ? દાદાશ્રી : સીમંધર સ્વામીનું નામ દેશેને તો ય એને ફાયદો થઈ જશે. પ્રશ્નકર્તા : આપણે સવારના તમે સીમંધર સ્વામીને ચાલીસ વખત નમસ્કાર કરવાનું કહ્યું છે, તો તે વખતે અહીં સવાર હોય ને ત્યાંનો ટાઈમ ડિફરન્સ હોય ને ? દાદાશ્રી : એવું આપણે જોવાનું નહિ. સવારનું કહેવાનો ભાવાર્થ એટલે કે બીજા કામ-ધંધા પર જતા પહેલાં. ધંધો ના હોય તો ગમે ત્યારે દસ વાગે કરોને, બાર વાગે કરોને ! સવારમાં કહેવાનો ભાવાર્થ એટલો જ, અને સવારમાં જ જે છે તે, ખરો ટાઈમ તો શિયાળામાં જ કરવું પડે. પ્રશ્નકર્તા : શિયાળામાં ? દાદાશ્રી : શિયાળો કયો કહેવાય ? ઉનાળામાં ય સાડા ચારથી સાડા છ સુધી શિયાળો કહેવાય. એ દર્શન, તુર્ત જ પહોંચે ! આ બધા લોકો સવારે ઊંઘમાંથી તો ઉઠે તો ભીડ થાયને ? અને સાંજે તો નરી ભીડ જ હોય. એટલે સવારનું સાડાચારથી સાડા છે, એ તો બ્રહ્મમુહૂર્ત કહેવાય, ઊંચામાં ઊંચું મુહૂર્ત એ. એમાં જેમણે જ્ઞાની પુરુષને સંભાર્યા, તીર્થંકરોને સંભાર્યા, શાસન દેવદેવીઓને સંભાર્યા, તે બધું જ પહેલું એક્સેપ્ટ થઈ જાય બધાંને ! કારણ કે પછી દર્દી વધ્યાં ને ! પહેલો દર્દી આવ્યો, પછી બીજો આવે. પછી ભીડ થવા માંડે ને ! સાત વાગ્યાથી ભીડ થવા માંડે. પછી બાર વાગે જબરદસ્ત ભીડ હોય. માટે પહેલો દર્દી જઈને ઊભો રહ્યો અને ભગવાનનાં ફ્રેશ દર્શન થાય. ‘દાદા ભગવાનની સાક્ષીએ સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું બોલ્યા કે તરત ત્યાં સીમંધર સ્વામીને પહોંચી જાય. તે વખતે ત્યાં કોઈ ભીડ હોય નહિ, પછી ભીડમાં ભગવાને ય શું કરે છે ! માટે સાડા ચારથી સાડા છે, એ તો અપૂર્વ કાળ કહેવાય ! જેની જુવાની હોય, તેણે તો વર્તમાન તીર્થંકર આ છોડવું ના જોઈએ. છે, મહાવિદેહ ક્ષેત્રમાં જ ! પ્રશ્નકર્તા : નમસ્કાર વિધિમાં લખ્યું છે કે, મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. તો તીર્થંકર વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્ર સિવાય અન્ય કોઈ ક્ષેત્રમાં છે જ નહિ ? દાદાશ્રી : ના, અન્ય ક્ષેત્રોમાં છે ને ! એ પાંચ મહાવિદેહમાં એટલે એ અન્ય. અન્ય એટલે આ એક મહાવિદેહ ક્ષેત્ર ને એવાં બીજા ચાર ખરાંને, એ અન્ય ક્ષેત્ર. પ્રશ્નકર્તા : હા, એ બરોબર છે. એ અન્ય ક્ષેત્ર તરીકે બરોબર છે. તો એમાં એવો શબ્દ ગોઠવવાની જરૂર હતી. દાદાશ્રી : ના. એ પાછું બહુ ઊંડા ઊતરવાની જરૂર નહિ અને આ ઉપલક સારું. આપણે ભોળા થઈને, કામ કરીએને, તો મોક્ષ થાય વહેલો ! ભોળપણ જતું રહે, એમાં ફાયદો નહિ. થોડું ભોળપણ સારું. પ્રશ્નકર્તા : એટલે આમાં જે અન્ય ક્ષેત્ર શબ્દ છે. એમાં ભરતને એ લોકોને જે ધારવું હોય તે ધારી શકે. દાદાશ્રી : એટલી બધી સમજણ નથી લોકોનામાં. લોકોને તો દાળભાત ને રોટલી ને આની સમજણ છે અને અન્ય ક્ષેત્રો જો ના લખીએ તો એક જ ક્ષેત્રમાં છે એવો અર્થ થાય, પણ ના, એ અમુક જ માણસને લાગે, બધાને નહિ. અને તે પાંચ ક્ષેત્રો છે ને, એ અન્ય કહેવાયને ! એક સિવાય બીજું અન્ય જ ગણાયને ! ભાવિ પ્રજાતે માટે ! આ નમસ્કાર વિધિ બોલજો. એ બધા આજે આ ભૂમિ પર નથી. પણ બીજી ભૂમિ ઉપર જ છે ને પૂર્ણ સ્વરૂપે પહોંચેલા એવાં પુરુષોના નામ લખેલાં છે. અમે તેમને જોયેલાં છે. એટલે તમારે ‘દાદા ભગવાન Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૫૩ ૫૪ વર્તમાન તીર્થંકર યૂ', દાદા ભગવાનની સાક્ષીએ” બોલો એટલે બધું ત્યાં દર્શન પહોંચે છે. તે આ બોલજો. આ તો કૅશ છે ! કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે. પેલું ક્રમિક વિજ્ઞાન છે. ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, પગથિયે પગથિયે ચઢવાનું. અને અક્રમ એટલે લિફટ ! લિફટ સારી કે પગથિયાં સારાં ? પ્રશ્નકર્તા : લિફટ જો સીધું પહોંચાડતી હોય તો લિફટ સારી. દાદાશ્રી : તો ય આમાં છેલ્લાં બે પગથિયાં ચઢવા પડે છે. છેલ્લાં બે પગથિયાં બાકી રહે છે, તો તે ય એક અવતાર પૂરતું ! આ અવતારમાં સીધું ડિરેક્ટ મોક્ષે જાય એવું નથી. એટલે લિફટ એક-બે અવતાર જેટલી બાકી રહે છે. તે આપણને ત્યાં આગળ સીમંધર સ્વામી પાસે મહાવિદેહ ક્ષેત્રમાં બેસાડી દે ! એટલે આ સીમંધર સ્વામીનું દેરાસર બંધાય છે. આ વ્યવહાર છે. ભવિષ્યની પ્રજાને ઉગારવા માટે છે આ. અને આ આપણને ય, મારો ફોટો હોય તો હેલ્પફુલ ખરો કે નહીં ? પ્રશ્નકર્તા : હેલ્પ ઘણો કરે. દાદાશ્રી : કારણ કે દાદા પોતે છે. એવું સીમંધર સ્વામી પોતે છે, ત્યાં સુધી એ હેલ્પફુલ છે. અને આ તો આપણે જે કરીએ છીએ, એ તો ઈટ હેપન્સ છે ! ‘ઈટ હેપન્સ’ થઈ રહ્યું છે ! સીમંધર સ્વામીને ભજીએ તો હિન્દુસ્તાનમાં ફેરફાર થાય, નહીં તો ફેરફાર કેમનો થાય ? પ્રશ્નકર્તા : દાદા, હિન્દુસ્તાનમાં હમણાં જોઈએ તો હડહડતો કળિયુગ છે. દાદાશ્રી : તે છોને રહ્યું હડહડતું ! આ બધું જ્યાં સુધી સીમંધર સ્વામી રાજી છે, જ્યાં દેવલોકો બધા રાજી છે, ત્યાં શું બાકી રહે ? મેં લખ્યું છે પાછું. બે હજારને પાંચમાં હિન્દુસ્તાન વર્લ્ડનું કેન્દ્ર થઈ ગયું હશે ! ત્યારે આ ૨૦૦૫ને વર્ષ કેટલાં બાકી રહ્યાં ? '૮૪ તો થયા, હવે ૨૧ વર્ષ બાકી રહ્યા ! આવું ના ચાલે આ ?! સીમંધર સ્વામી જીવતા તીર્થકર છે એટલે એમની મૂર્તિની હિન્દુસ્તાનમાં ખાસ જરૂર છે. સીમંધર સ્વામીના આપણા સુરતના દેરામાં જેટલાંની મૂર્તિઓ છે એટલા બધા હેલ્પફુલ છે, એટલી ઉત્તમ વસ્તુ છે. મોક્ષમાર્ગ અને દેવ-દેવીઓ .. પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગ એ મુક્તિનો માર્ગ છે, એમાં કશી અપેક્ષા ના હોઈ શકે. તો પછી આમાં શાસન દેવ-દેવીઓને રાજી રાખવાની શી જરૂર છે ? દાદાશ્રી : આ શાસન દેવ-દેવીઓને રાજી એટલા માટે રાખવાનું કે આ કાળના મનુષ્યો પૂર્વવિરાધક છે. પૂર્વવિરાધક એટલે કોઈને સળી કરીને આવેલા, તેથી તો અત્યાર સુધી રખડી મરેલા, આપણે દેવદેવીઓનું આરાધન એટલા માટે કરવાનું કે એમના તરફનો કોઈ ‘ક્લેઈમ' (દાવો) ના રહે, આપણા માર્ગમાં વચ્ચે તેઓ અંતરાય ના નાખે અને આપણને પસાર થવા દે અને હેલ્પ' કરે. આપણને આ ગામ જોડે પહેલાંનો ઝઘડો થયેલો હોય ને એ ગામના લોકો જોડે આરાધનાના ભાવ રાખીએ તો ઝઘડો મટી જાય ને ઊલટું સારું કામ થાય. એમ આખા જગત જોડે આરાધનાથી શાસન દેવ-દેવીઓ જ નહીં, પણ જીવમાત્ર જોડે આરાધનાથી સારું થાય. શાસન દેવ-દેવીઓ નિરંતર શાસન ઉપર, ધર્મ ઉપર કંઈ પણ અડચણ આવે તો તે હેલ્પ કરે ! અને આ મોક્ષમાર્ગ એવો છે કે અહીંથી ‘ડિરેક્ટ’ મોક્ષે ના જવાય, એક-બે અવતાર બાકી રહે એવો આ માર્ગ છે, આ કાળમાં અહીંથી ‘ડિરેક્ટ’ મોક્ષ થતો નથી. આ કાળની વિચિત્રતા એટલી બધી છે કે કર્મો બધાં ‘કોગ્રેસ’ (ખીચોખીચ) કરીને લાવ્યો છે, તે આખો દહાડો પ્લેનમાં ફરે તો ય કામ પૂરાં થાય નહિ. સાયકલ લઈને ફરે, આખો દહાડો રખડ રખડ કરે પણ કામ પૂરાં થાય નહિ, એટલે એક-બે અવતાર જેટલાં કર્મ બાકી રહે છે. એટલે આ મોક્ષ જ કહેવાય ને ? પણ મોક્ષનો અહીં જ અનુભવ થઈ જાય ને છૂટાપણાનું ભાન થાય, “હું છૂટો પડી ગયો છું” Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર એવું ભાન થાય. નમસ્કાર કરે કોણ કોને ? આપણી આ નમસ્કાર વિધિમાં તો બધા દેવ-દેવી, તિર્યંચ, નારકી, બધા જીવમાત્રની જોડે નમસ્કાર બોલી ગયા, તે આપણે શુદ્ધાત્મા નમસ્કાર નથી કરતા જે બોલે છે, તેની પાસે નમસ્કાર કરાવીએ છીએ. આપણે જાણીએ કે બોલનારાએ આટલાં આટલાં બધાને નમસ્કાર કર્યા. હવે દેવ-દેવી, તિર્યંચ, નારકી, બધાને નમસ્કાર કર્યા એટલે એ લોકો કહેશે કે “ભઈ, આ તમને અમે લેટ ગો કરીએ (જવા દઈએ) છીએ, તમે અમને એમ કહેતા હતા ને કે અમે નથી. પણ અમે છીએ ને ?’ ‘હા ભઈ, તમે છો. અમે જાણતા નહોતા, તેથી અમે કહેતાં હતાં કે તમે નથી, પણ એ અમે સાધુ-આચાર્યોના સંગથી એવું કહેતા હતા કે, તમારા દર્શન કરવાથી અમે મિથ્યાત્વી થઈ જશું. પણ અમે હતા જ ક્યાં સમકિતી, તે મિથ્યાત્વી થઈ જવાના હતા તે ?” પ્રશ્નકર્તા: કોઈ લોકો કહે છે ઘંટાકર્ણ દેવને માનવું અને અમુક કહે છે એમને ના માનવું. તેમાં આપનો શો અભિપ્રાય છે ? દાદાશ્રી : જેને સંસારની અડચણો હોય તેણે ઘંટાકર્ણ દેવને માનવું. પ્રશ્નકર્તા એટલે પૈસા માટે ? દાદાશ્રી : ના. બધી રીતે, કોઈપણ જાતની સંસારની અડચણ હોય તો માનવું. અને અડચણ ના હોય અને મોક્ષે જ જવું હોય તેણે નહિ માનવું અને મોક્ષે જતાં જો અડચણ હોય સાંસારિક, તો માંગવામાં વાંધો નથી. એટલે થોડાક થોડાક વિરોધી માણસો છે. થોડાકને લીધે ઝઘડો ચાલે છે. તે વિરોધી માણસો થોડા અવળું બોલે છે. બધા માણસો એવું ના બોલે. પ્રશ્નકર્તા : આ ઘંટાકર્ણ દેવ એ સમકિતી દેવ છે કે અસમકિતી દેવ છે ? દાદાશ્રી : આ શાસનદેવ છે. જેટલાં જેટલાં શાસનદેવો છે એ બધા સમકિતી છે. દર્શન કરવાની લાયકાત ! પ્રશ્નકર્તા : મારે સીમંધર સ્વામીના દર્શન આજની તારીખમાં, આજે તમે અહીંયા કહો એટલો વખત સત્સંગ કરીને કરવા છે. આપ મને આજે વચન આપો કે તારું આજનું કામ આજે થશે જ. કારણ કે હું ચોક્કસ વિચાર કરીને આવ્યો છું. તમારી પાસે એક વિનંતી કરું છું, આજીજી કરું છું, કે મને જે માર્ગદર્શન હોય તે આપો. મહાત્મા : દર્શન કરીને શું કરશો ? પ્રશ્નકર્તા : દર્શન કર્યા એટલે પછી બીજું શું હોય ? દાદાશ્રી : કોઈ દારૂડિયો હોય તેને રાજાનાં દર્શન કરાવવા છે, તો રાજાની પાસે તેડી જઈએ તો દારૂડિયો શું દર્શન કરે ? અરે, વળી કંઈ અવળું બોલે. એટલે આ દારૂડિયાને રાજાના દર્શન ના કરાવાય. એમ આ મનુષ્યોને જે જે મોહને આધીન જીવે છે, મોહનો દારૂ પીધો છે, એમને ભગવાનના દર્શન ના કરાવાય. નહિ તો અધોગતિ નોતરે. એટલે યોગ્યતા આવ્યા પછી દર્શન કરાવાય. કાયમ દારૂ છૂટી ગયો હોય, મોહ છૂટી ગયો હોય ત્યારે દર્શન કરાવાય. યોગ્યતા આવે તે પહેલાં દર્શન કરવા લઈ જઈએ તો ઊંધું બોલી આવે કે આ મોટા સીમંધર સ્વામી આવડા મોટા દેખાય છે, લૂગડાં પહેરેલા નથી. યોગ્યતા આવે પછી આ બધું કામનું. હમણાં ‘દાદા ભગવાનને નમસ્કાર કરો. ત્યાં જવાય, પણ સદેહે નહિ ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી ત્યાં છે. આપ તો રોજ દર્શન કરવા જાવ છો, તો એ કઈ રીતે ? એની અમને સમજણ પાડો. દાદાશ્રી : એ અમે જઈએ. પણ અમારે રોજ દર્શન કરવા જઈ શકાય નહિ. અમારે જ્ઞાની પુરુષને અહીંથી (ખભા પરથી) એક લાઈટવાળું અજવાળું નીકળે અને નીકળીને જયાં તીર્થંકર હોય ત્યાં Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી પ૭ વર્તમાન તીર્થકર જાય, તે પ્રશ્નનું સોલ્યુશન કરીને પછી પાછું આવે. જ્યારે સમજણમાં ફેર પડી જાયને, કંઈક સમજણમાં ભૂલ થાય ત્યારે પૂછીને આવે. બાકી અમારે જવાય-અવાય નહિ, મહાવિદેહ ક્ષેત્ર એવું નથી ! એ તો જ્ઞાતીઓની જ સમર્થતા ! પ્રશ્નકર્તા : પહેલાંના યોગી પુરુષો સૂક્ષ્મ દેહે બીજા ક્ષેત્રમાં જઈ શકયા હતા ખરાં કે ? દાદાશ્રી : કોઈ ના જઈ શકે. એ તો જ્ઞાનીઓને અહીં ખભેથી એક ‘બોડી” નીકળે છે, તે જઈ આવે છે. એ ય પ્રશ્નોના સમાધાન માટે, બાકી પોતે જઈ ના શકે. પ્રશ્નકર્તા : એ કયું બોડી ? દાદાશ્રી : એ જુદી જાતનું બોડી છે, પ્રકાશરૂપી છે એ બોડી ! એ નીકળે તે સમાધાન કરીને પાછું આવે ! બીજું કશું ત્યાં આગળ જરૂર નહિ ને ! બીજે કંઈ ત્યાં આગળ જમવા નથી જતા. પૂછવા જાય, ને કેવળજ્ઞાનીને પૂછે અને પાછાં આવે. ખુલાસા માંગવા જતા હતા, એમ કહેવાય છે. દાદાશ્રી : શેમાંથી વાંચ્યું તે ? પ્રશ્નકર્તા: મેં સાંભળ્યું છે, વાંચ્યું નથી. દાદાશ્રી : કુંદકુંદાચાર્ય ક્યાં રહેતા હતા ? પ્રશ્નકર્તા: હું ક્યાં જાણું, દાદા ? દાદાશ્રી : ત્યાર પછી શી રીતે તું વાત કરે છે ? વાત આખી લાવ. અધૂરી વાત લાવે, એનો શો અર્થ ? એ તો એમના ખભા ઉપરથી એક પ્રકારનું શરીર નીકળે છે, તે ત્યાં જઈને પૂછી આવે. પ્રશ્નકર્તા : એ તો સૂક્ષ્મ શરીર હોય ને ? દાદાશ્રી : હા. સૂક્ષ્મ શરીર હોય. પ્રશ્નકર્તા : એ શરીરમાં આત્મા ભળેલો હોય ? પ્રશ્નકર્તા : પણ એ પાછું શરીર જોડે બરોબર એડજસ્ટમેન્ટ લઈ શકે ખરું ? દાદાશ્રી : શમાઈ જ જાય ને એ તો. એ શરીર જુદી જાતનું છે. પ્રશ્નકર્તા : પણ દાદા, એ વસ્તુ શક્ય ખરી ? દાદાશ્રી : હા, શક્ય ખરીને ! અને સાયન્ટિફિક છે. એટલે સાયન્સથી પ્રફ થાય એવું છે. આ ગમ્યું નથી. તેને આપણાં લોક ‘સદેહે ગયા” કહે છે. પણ તે સદેહનો અર્થ લોકો એમની ભાષામાં સમજે કે આ દેખાય છે એ દેહ સાથે, એવું નથી. જ્ઞાતી જઈ શકે ત્યાં ! પ્રશ્નકર્તા : કુંદકુંદાચાર્ય હતા, તે સદેહે સીમંધર સ્વામી પાસે દાદાશ્રી : ના, પ્રતિષ્ઠિત આત્મા હોય. મૂળ આત્મા જતો રહે તો આ દેહનું શું થાય ? એ આત્મા તો એક જ હોય ને ? તે આ પ્રતિષ્ઠિત આત્મા જઈને સાંભળી આવે અને ખુલાસો કરી આવે, બસ. લોકો કહેતા હોય કે, કુંદકુંદાચાર્ય સદેહે ગયા હતા. એ વાત અમને સમજાતી નથી. અગર તો ગયા હોય તો પણ આ દેહે જાય, એ હું માનતો નથી. ત્યાં આ દેહે જઈ શકે એવું નથી. એ ક્ષેત્ર જુદી જાતનું છે. એ અધિકાર તો જ્ઞાતીને જ ! પ્રશ્નકર્તા : જે શરીર સીમંધર સ્વામી પાસે જાય છે, તેમાં આત્મા હોય ખરો ? દાદાશ્રી : એ તો આત્માનો જ ભાગ છે પણ આત્માના પ્રકાશ સ્વરૂપે, આત્માનો પ્રકાશ જાય છે. એ પ્રકાશ જઈ અને ત્યાં આગળ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર મળીને ખુલાસો લાધીને પછી પાછો આવે. એટલે કંઈક જો કદી પૂછવું હોયને, તો બધો ખુલાસો આવી જાય. બનતાં સુધી બહુ પૂછવું ના પડે. પણ કંઈક એવું હોય, ગૂંચાય તો પૂછવું પડે તો ખુલાસા બધા આવી જાય.. પ્રશ્નકર્તા : તો એટલે આત્માનું ક્ષેત્ર લંબાય ખરું ? દાદાશ્રી : એ તો દેહ તરીકે નીકળે છે, પૌલિક ભાવ છે. એટલે મિશ્રચેતન છે, તે ત્યાં આગળ જાય પછી ખુલાસા લઈને પાછું આવે. તે જ્ઞાનીઓ એકલાને જ, બીજા કોઈને અધિકાર નહિ. પ્રશ્નોનું સોલ્યુશન લઈને પાછું આવે, બીજા લોકોનું કામ નહિ. અમારે સીમંધર સ્વામી સાથે તાર જોઈન્ટ થયેલો છે. અમે બધી જ પ્રશ્નો ત્યાં પૂછીએ ને એ બધા જવાબ આપી જાય. એટલે અત્યાર સુધીમાં અમને લાખો પ્રશ્નો પૂછાયા હશેને એ બધાનાં અમે જવાબ આપ્યા હશે. પણ આ બધા સ્વતંત્ર નહીં, જવાબ અમારે બધા ત્યાંથી આવેલા. બધા જવાબ આપી શકાય નહીં ને ! જવાબ આપવો એ કંઈ સહેલી વસ્તુ છે ? એ પાંચ જવાબ ના આપી શકે એકે ય માણસ ! જવાબ આપે ત્યારે કોરા તો વાદવિવાદ શરૂ થઈ જાય. આ તો એકઝેક્ટ જવાબ આવે. તેથી સીમંધર સ્વામીને ભજે છે ને ! હૈ સબ. પ્રશ્નકર્તા ઃ નહિ. બડે-છોટે કા પ્રશ્ન નહીં હૈ. પ્રશ્ન હૈ આપકા ઉનસે સંપર્ક હો ગયા હૈ યા નહીં હુઆ હૈ ? દાદાશ્રી : વીતરાગકા સંપર્ક હો ગયા હૈ. યે ભારત દેશમેં ઇનકા દર્શન ચાલુ હો જાયે, સબકો ! શ્રદ્ધા-દર્શન-જ્ઞાન-વિજ્ઞાન તો હૈ અપને પાસ. અને સાચા અરિહંત જડી ગયાં ! હમકો તીર્થકર ચાહિયે થા, વહ તીર્થંકર મિલ ગયા. પ્રશ્નકર્તા : માન્યતાકે રૂપમેં યા સાક્ષાત્કારકે રૂપમેં સીમંધર સ્વામીને સાથ આપકા અનુસંધાન હૈ ? દાદાશ્રી : નહીં. સાક્ષાત્કાર ભી નહિ, માન્યતા ભી નહીં, ઐસે હી હો ગયા હૈ. પુણ્યકા બલસે. હમ જો તલાશ કરતા થા, અરિહંત કિધર હૈ, વહ અરિહંત હમકો મિલ ગયા. જૈસા દર્શનમેં આ ગયા, દર્શનમેં ફિટ હો ગયા. પ્રશ્નકર્તા : તીન અવસ્થા હોતી હૈ, એક મેન્ટલ પ્રોજેકશન હોતા હૈ, દૂસરા માન્યતાકા પ્રોજેક્શન ઔર એક સાક્ષાત્કાર, ચૌથી અવસ્થા નહીં હૈ. વીતરાગતું અનુસંધાન ! પ્રશ્નકર્તા : અમે એવું સાંભળ્યું છે કે આપે સીમંધર સ્વામી જોડે અનુસંધાન કરેલું છે, તો એ શું છે ? દાદાશ્રી : એ તો આપકે સાથ ભી હૈ. અકેલા સીમંધર સ્વામી કે સાથ હી હૈ, ઐસા નહિ ! પ્રશ્નકર્તા ઃ નહીં મેરે સાથ તો.. દાદાશ્રી : ક્યા સીમંધર સ્વામી ભગવાન સબસે બડા હો ગયા ? આપ નહીં બડે હૈ ? આપ ભી હૈ. આપકો જો મેં પહેંચાનતા હું. ઉસમેં ચેન્જ નહીં હૈ કોઈ. મગર વહ વ્યવહારસે બડા હૈ. નિશ્ચયસે સરીખા દાદાશ્રી : યહ માનસિક નહીં હૈ. કાયાકા, માન્યતાકા નહીં હૈ. ઈસસે ઉપરકા હૈ, જો પરમેનન્ટ હૈ, વહ હૈ. વ્યવહાર સાચવ્યો, જગ કલ્યાણાર્થે ! પ્રશ્નકર્તા ઃ મૈને આપસે સુના કિ આપ એક નયા મંદિર બના રહે હૈ, જિસમેં સીમંધર સ્વામી ભી હોંગે, વાસુદેવ ભી હોંગે ઔર શિવ ભી હોંગે, તો ફિર એક નયા પંથ ખડા હો જાયેગા, દાદા ભગવાનકે નામશે ! અભી જો શ્રદ્ધા ચલ રહી હૈ, ફિર એક નયી શ્રદ્ધા ખડી હો જાયેગી. દાદાશ્રી : દાદા ભગવાનકો લેના-દેના નહીં હૈ ઇસમેં. દાદા Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર ભગવાન યાને, વહ તો મોક્ષમેં જાનેવાલા હૈ. ઇધર કયા કરેગા ?! વહ મંદિર હૈ ને, વહ તો વ્યવહાર હૈ. ઇસમેં નિશ્ચયવાલેકી કુછ જરૂરત નહિ. વહ દાદા ભગવાન તો નિશ્ચય હૈ. પ્રશ્નકર્તા : નિશ્ચય માનનેવાલેને વ્યવહારકા ઐસા પ્રવર્તન નહીં કિયા હૈના ? દાદાશ્રી : વ્યવહારસે નિશ્ચય હોતા હૈ મગર વ્યવહાર પહેલે હોના ચાહિયે. વ્યવહાર સે વહ પુણ્ય-પાપ ભી હોતા હૈ. ઇસસે આગે થોડા થોડા થોડા બઢતા હે ! અરે, તીર્થ કર તો ચાહિયે ના ! ઇસરા તીર્થ કર હું નહીં યહાં. પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનો સંપર્ક તમે જે કરાવો છો, તે એમની સાથે જ ડાયરેક્ટ (સીધો) કરાવો છો. તો પછી આવું અહીંયાથી દેરાસર બનાવીને કરાવવાની જરૂર શી ? દાદાશ્રી : મારે જરૂર નથી. હમકો જરૂરત નહીં, આપકો જરૂરત હૈ. હમકો ઈસમેં કોઈ ફાયદા હી નહીં ! જરૂર નહીં હમકો ! દર્શનકી ભી જરૂર નહીં. હમકો દેરાસરમેં દર્શન કરનેકી જરૂર હૈ નહીં, મગર કરતા ભી હૈ. ક્યોંકિ પીછેવાલકો ઐસા નહીં લગે કિ વ્યવહાર ખોટા હૈ. પ્રશ્નકર્તા : વ્યવહારકા પાલન કરના હૈ ? દાદાશ્રી : હા. લોકસમુદાયકે લિયે હમ કરતે હૈ, બસ. હમારેકો મૂર્તિકી કોઈ જરૂરત નહીં, હમ તો અમૂર્ત હો ગયા ! ફિર અમર્તકા દર્શન, અમૂર્તકા જ્ઞાન, અમૂર્તકા ચારિત્ર્ય દેખા હૈ હમને. અમૂર્તકા ચારિત્ર્ય કૈસા હૈ, વહ હમને દેખા હૈ ! પ્રશ્નકર્તા : વ્યવહારકા પાલન તીર્થકર ભી કરતે હૈ. દાદાશ્રી : કરના હી પડતા હૈ. વ્યવહારકા પાલન તીર્થંકર બહુત અચ્છી તરહ સે કરતે હૈ, જ્યાદા કરતે હૈ ! પ્રશ્નકર્તા : ઈસલિયે કરતે હૈ કિ અગર હમ નહીં કરેંગે, તો પીછેવાલે પાર્લેગે નહીં. દાદાશ્રી : હા. પબ્લીક બધી ઐસી હી ચલી જાયેગી. મૂછ કપાય આતાથી ! પ્રશ્નકર્તા : નહીં તો ફીર એક નવી મૂર્છા ઓર પેદા હોતી હૈ. દાદાશ્રી : યહ સબ મૂછ હૈ, ઈસમેં વહ મૂછ અચ્છી રહેગી. પ્રશ્નકર્તા: તો ફીર ઉસકો નયી મૂચ્છ પેદા કી, ઐસા આપકો તો મેં માનુંગા, ઈસ બાતકો. દાદાશ્રી : અમે કહીએ નહીં. અમારે કશું નહીં. અમારે કુછ લેના-દેવા નહીં. હમકો જો સંકેત મિલા હૈ, વહ સબકો દિયા, બોલ દિયા કિ ઐસા હૈ, તુમકો કરના હૈ તો કરો, નહીં કરના હો તો તુમ્હારી મરજી. પ્રશ્નકર્તા : યહ સંકેત સીમંધર સ્વામીને દિયા આપકો ? દાદાશ્રી : સીમંધર સ્વામી કો ક્યા જરૂરત હૈ ઈનકી ? કુછ જરૂરત નહીં. વહ તો સારે બ્રહ્માંડકા ભગવાન હો ગયા કે ઉન્હેં ક્યા જરૂરત હૈ ? જરૂર જીસકો હૈ ઉસકો હૈ, સમજ ગયે ને ? ઈસમેં ક્યા કુછ ભૂલ હૈ ? કુછ ભૂલ હૈ ઇસમેં ? મૂછ જ્યાદા બઢ જાતી હૈ, નહીં ? મૂર્છાકી કમી હૈ હિન્દુસ્તાન મેં ? વહ મહાસાગર હો ગયા હૈ, ઉસે કમી કરને કે લિયે યહ મૂર્છા હૈ, યહાં ભી મૂર્છા હૈ, વહાં ભી મૂછ હૈ, ઈસમેં આગે જાનેકા હૈ. મૂછ સે મૂછ કાટને કી હૈ ! ગુરુપદ પ્રત્યેનો પ્રભાવ ! પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રકા ભી યહ સીમંધર સ્વામી કે પ્રતિ લગાવ થા. આપકા ભી હૈ. ઈસકા ક્યા કારણ બના ? આપકો સીમંધર સ્વામીકે પ્રતિ અનુભવ હોનેકા ? દાદાશ્રી : ઐસે હી. કંઈ કારણ નહીં. એક આદમી શાદી કરતા હૈ, ફિર કોઈ ઔરત બનતા હૈ. ઐસે હી, કર્મકા ઉદય હૈ. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર પ્રશ્નકર્તા : એક તો આપકા શ્રીમદ્ રાજચંદ્રકે પ્રતિ લગાવ રહા, ઈસસે હુઆ યા અપને આપ ? દાદાશ્રી : નહીં. ઐસા નહીં ! પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રકા આપ પર પ્રભાવ રહા ? દાદાશ્રી : રહ્યોને, રહ્યોને. પણ તે ગુરુની માફક નહીં. વહ જ્ઞાની પુરુષ હૈ, ઈસલિયે મેરે ખ્યાલ મેં આયા કે જ્ઞાની પુરુષ વ્યવહારસે બરાબર હૈ. ઉનકો સમજ હૈ કિ આત્મા ક્યા ચીજ હૈ. પ્રશ્નકર્તા: તો વહ સીમંધર સ્વામીકા ક્યા રાજચંદ્રકે સંસ્કારસે નહીં આયા ? દાદાશ્રી : નહીં. ગુરુ તો જો પ્રગટ હો ઉસકો ગુરુ હમ માનતા હૈ ! પ્રગટ કે બિના ગુરુ માનતા નહીં કિસીકો. તો ઐસા પ્રગટ હમકો મિલા નહીં અભી તક. વહ આગે કે અવતાર મેં મિલા હોગા. વહ બાત હૈ ! મગર યહ જનમમેં તો નહીં મિલા હૈ, મેં તો પ્રગટકો હી ગુરુ માનતા હું. વીતરણ સાથેનો સંબંધ ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીકા જિસ દિન આપકો સ્ટેશન પર જ્ઞાન હુઆ, ઉસી હી દિન હો ગયા યા બાદ મેં ? દાદાશ્રી : જ્ઞાન થતાં પહેલેથી થઈ ગયું. પ્રશ્નકર્તા : પહેલેથી ? દાદાશ્રી : પહેલેથી જ સંબંધ છે. પ્રશ્નકર્તા ઃ પહેલેથી સંબંધ હૈ ? યહી તો બાત મેં પૂછના ચાહતા થા. દાદાશ્રી : બન્ને પક્ષ નથી. એકપક્ષી સંબંધ છે. પ્રશ્નકર્તા : એકપક્ષી ? દાદાશ્રી : હા, વહ તો વીતરાગ હૈ ! પ્રશ્નકર્તા : હાં, યહ તો ઠીક હૈ, પર આપકો સંબંધ હોનેકા કારણ ક્યા બના ? દાદાશ્રી : હમકો પહેલાં એવું જ્ઞાન, એવી ઈચ્છા થઈ, તીર્થંકર કિધર હૈ ? નવકારમંત્ર તો વહ હમારી સમજ મેં નહીં આતા થા ! તીર્થકરકી ફીર તલાશ કી. પ્રશ્નકર્તા : હા. તો તીર્થંકરકી ખોજ મેં ચલા ગયા ! એ પ્રેરણા મહીં પ્રેરાઈ ! દાદાશ્રી : હમકો ક્યા પ્રેરણા મિલી કિ દુનિયામેં કોઈ ભી બિલિફકા અવરોધ મત કરો. સબ બિલિફ એક એક વસ્તુકે લિયે હૈ. પ્રશ્નકર્તા : અનેકાંતકે બાદ, યહ તો અપને આપ દ્રષ્ટિ બન જાયેગી. અચ્છા દૂસરી બાત પૂછતા હું. જવાબતી પ્રાપ્તિ ત્યાંથી ! પ્રશ્નકર્તા : આપનું જે આ બોડી અહીંયાંથી ત્યાં સીમંધર સ્વામી પાસે જાય છે, એ પ્રયોગ તમારો ચાલુ છે ? દાદાશ્રી : એ તો કભી, કોઈ દફે જાના પડતા હૈ. નહીં તો ઐસે નહીં. કોઈ દફે હોતા હૈ જરૂર. મેરેકુ લગતા હૈ ઐસા કિ અભી યે સવાલ કા જવાબ દેનેકે લિયે હમકો તકલીફ હોતી હૈ, તબ ઈસકા જવાબ હમકો મિલ જાતા હૈ. પ્રશ્નકર્તા : મેરા અનુભવ ઐસા હૈ કિ કોઈ ભી પ્રશ્ન હૈ ઉસકા તત્કાલ ઉત્તર મિલતા હૈ, વહ પ્રશાસે ભી આતા હૈ મગર દેહ વહાં જાતા હૈ ઔર જવાબ મિલતા હૈ વહ અલગ બાત હૈ. આપકો કૌનસા હોતા હૈ ? દાદાશ્રી : મેરેકો કોઈ દફે ઐસા લગતા હૈ કિ ગયા ઔર જવાબ લેકે Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૬૫ આયા ! કોઈ દફે લગતા હૈ ! ક્યુંકિ મેરેકો તો સબ વેદાંતવાલે પૂછતે હૈ. સબ વેદકી બાતેં પૂછતે હૈ ઔર જૈનીઝમવાલે પૂછતે હૈ, સબ જૈનકી બાત. સબ સબકી બાત પૂછતા હૈ, તો હમકો સબ જવાબ દેના પડતા હૈ. એ એક જ ભલામણ કરીએ ! સિદ્ધકો તીર્થંકર બોલના, અરિહંત બોલના, યહ આચાર્યકો ઉપાધ્યાય બોલના જૈસી બાત હૈ. પ્રશ્નકર્તા : આજ ભી એક નહીં, વીસ વિહરમાન તીર્થંકર તો હૈ. ઔર ભી જ્યાદા હો સકતે હૈ. દાદાશ્રી : નહીં, વીસ જ તીર્થંકરો છે. દૂસરા તીર્થંક૨કી બાત જુદી હૈ ઔર સીમંધર સ્વામીકી બાત જુદી હૈ. અપની યે ભૂમિકે લીયે, યે ભારત ભૂમિકે લિયે સીમંધર સ્વામીકા હમ ઈન સબકો ભલામણ કરતા હૈ કિ સીમંધર સ્વામીકો ભજો. ઈસમેં કોઈ ભૂલ નહીં. આપકો ઠીક લગતા હૈના ? પ્રશ્નકર્તા : બીલકુલ ઠીક હૈ. પછી તો સીમંધર સ્વામી પાસે ! દાદાશ્રી : હમારી આજ્ઞા પાલતા હૈ, ઈસસે એક-દો અવતાર પુણ્યાનુબંધી પુણ્યકા હોતા હૈ ઔર સીમંધર સ્વામીકે સાથ બૈઠના પડતા હૈ. વહાંસે ચલે જાતા હૈ મોક્ષમેં. પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રસે મોક્ષ અભી ચાલુ હૈ ? દાદાશ્રી : હાં. ઈધરસે નહીં ચલેગા. પ્રશ્નકર્તા : ઈધર તો સીર્ફ ચોથે આરેમેં હોતા હૈ. દાદાશ્રી : હાં. પ્રશ્નકર્તા : વહાં હંમેશાં ચોથા આરા હૈ ? દાદાશ્રી : હાં, ઈધરસે સીમંધર સ્વામીકે પાસ જાયેગા, ઈસલિયે વર્તમાન તીર્થંકર હમ દેરાસર બનાતા હૈ. જો ઈનકા પિછાન હો જાયે ફિર ઈનકે પાસ જાનેકા હૈ. પ્રશ્નકર્તા : ચોથા આરા કે બિના મોક્ષ હૈ હી નહીં ? દાદાશ્રી : હાં. ઔર ઈધર આરા ફીરતા હૈ. દો આરે મેં સીર્ફ ભગવાન હોતે હૈ, તીસરા ઔર ચૌથા. ઔર ઉધર ચોથા આરા હૈ હંમેશાં. ભાવિ તીર્થંકર.... ૬૬ પ્રશ્નકર્તા ઃ એક મહારાજ સાહેબે એમ કહેલું છે કે સીમંધર સ્વામી પહેલા તીર્થંકર થવાના છે. દાદાશ્રી : એ તો એવું છે કે મહારાજ સાહેબે કહ્યું હોય જુદું અને કોઈના સમજવામાં જુદું આવ્યું હોય. પ્રશ્નકર્તા : કદાચ એ પોસિબલ (શક્ય) છે. દાદાશ્રી : કારણ કે પહેલા તીર્થંકર પદ્મનાભ છે. પદ્મનાભ એ આપણે અહીં પહેલા તીર્થંકર છે. તે શ્રેણિક રાજાનો અવતાર હતો. જે શ્રેણિક રાજા હતા, તે અહીં પદ્મનાભ તરીકે પહેલા તીર્થંકર થશે. પછી કૃષ્ણ ભગવાન છે, દેવકીજી છે, બળદેવ છે - ત્રણેવ શ્યામ કુટુંબના, એ બધા તીર્થંકર થશે. અને રાવણ પણ તીર્થંકર થશે આવતી ચોવીસીમાં. કાળચક્રની વિગતો ! પ્રશ્નકર્તા : એટલે અહીં એવી અનેક ચોવીસી થાય છે ? દાદાશ્રી : અરે ! ચોવીસી તો ચાલ્યા જ કરે છે. પણ એક સાથે નહિ. ચોવીસી એટલે શું ? કાળનું ચક્ર હોય છે આખું ગોળ-રાઉન્ડ. તે રાઉન્ડચક્રના બે ભાગ. એક આ ઊતરતો કાળ તેને અવસર્પિણી કહે અને પછી આમથી ચઢતું ચાલ્યું તેને ઉત્સર્પિણી કહે. અવસર્પિણીમાં આયુષ્ય ને સુખ બધું ઘટતું જાય. અત્યારે અવસર્પિણી છે તે બધું ઘટતું જાય. ડુંગરો બધા ઓછા થતાં જાય, દહાડે દહાડે મનુષ્યનાં આયુષ્ય, ઊંચાઈ, સુખ બધું ઘટતું જાય અને પછી જ્યારે ઉત્સર્પિણીકાળ આવશે Page #51 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી એટલે સુખ બધું વધતું જશે. ટેસઠ શલાકા પુરુષો ! એટલે આ ડેવલપ થતું જાય ત્યારે વાસુદેવ થાય અને બીજા તો બારોબાર મોક્ષે અહીંથી સીધા ચાલ્યા જાય. બધા આશ્રિત થઈને અને આ વાસુદેવ આશ્રિત થાય એવા નહીં ને ! આ આશ્રિત થાય એવા નથી ! દિમાગ બહુ ભારે હોય વાસુદેવનું, તે પછી નરમાંથી નારાયણ થાયને ! છતાં બહુ દુ:ખ પડે અને પ્રતિવાસુદેવે ય બહુ દુઃખ વેઠે ! એટલે બન્ને અવસર્પિણીમાં ને ઉત્સર્પિણીમાં ચોવીસ ચોવીસ તીર્થંકરો એકલાં ના હોય. પછી બાર ચક્રવર્તી હોય, નવ વાસુદેવ હોય, નવ પ્રતિવાસુદેવ હોય ને નવ બળદેવ હોય, ત્રેસઠ શલાકા પુરુષો હોય. શલાકા એટલે શ્રેષ્ઠ, જે મોક્ષે જવાના છે. પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાન મોલમાં ખરાં ? દાદાશ્રી : પૂર્ણ તીર્થકર થવાના છે, ત્યાર પછી મોક્ષે જવાના. શ્રી કૃષ્ણ ભગવાન, એમના મધર, એમના બ્રધર તીર્થંકર થવાના છે. પ્રશ્નકર્તા: કૃષ્ણ ભગવાન પણ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર થશે ? દાદાશ્રી : ના. કૃષ્ણ ભગવાન અહીં ભરત ક્ષેત્રમાં થવાના. કૃષ્ણ ભગવાનને વાર લાગશે. પ્રશ્નકર્તા : એમ કહે છે કે રાવણ તીર્થંકર થવાના છે ? રાવણે તો બહુ પાપ કરેલાં, એ કેમ ? દાદાશ્રી : એ તો ઊંધું દેખાય છે લોકોને. ઊંધું જ દેખાય છે. રામને વખાણવા માટે એકને ખરાબ કરીને દેખાડ્યા છે. રામને વખાણવા રાવણની ખરાબી દેખાડે છે. હી વોઝ ધી ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ (એ મહાન વૈજ્ઞાનિક હતા) ! આપણા લોકો સમજણ વગરનાં એટલે પૂતળાં બાળે છે. તે ગુનાને જાણતા નથી. પણ એનો બહુ દોષ બેસે. એ તો ભોગવવો જ પડશે ને ? એનું ફળ તો ભોગવવું પડશે કે નહીં પડે ? પ્રશ્નકર્તા : રાવણ એટલે પ્રતીકરૂપે છે ને ! કંઈક આપણા ખરાબ ભાવો ખરાબ વસ્તુને બાળવાનું એમ સમજે છે ને ? - દાદાશ્રી : એવું નથી. બાળનારા તો એમ જ સમજે કે આ રાક્ષસ હતો, એને બાળી મેલો. સમજણ નથી એમને કે આ શલાકા પુરુષ છે. લોકોએ બહાર પાડ્યું જ નથી ને ! એવી ખબર જ નહીં ને ! રાવણ તો દેવ જેવાં માણસ ! આ તો લોકોએ અમથા વગોવ્યા, વગર કામના વગોવ્યા છે. આ તો પૂતળાં બાળે છે ને મૂઆ પાપ બાંધે છે. એ તો ભગવાન જેવાં માણસ ! રાવણ જોડે કોણ લઢેલું ? પ્રશ્નકર્તા : રામ ભગવાન. દાદાશ્રી : લક્ષ્મણ લઢેલા. લક્ષ્મણ વાસુદેવ કહેવાય. કૃષ્ણ ભગવાન જેવા અને રામ તો બળરામ કહેવાય. જેમ કૃષ્ણ ને બળદેવ હતાને ? એવા એ બળદેવ કહેવાય. પણ રાવણ તીર્થંકર થવાના છે. એનાં લોકો હજુ હિન્દુસ્તાનમાં પૂતળાં બાળે છે. એ તો સમજ નથી બિચારાને, સમજણ હોય તો ના બાળે ને ! એમના ગુરુ કોણ ? પ્રશ્નકર્તા : શ્રી સીમંધર સ્વામી સાકારી છે. ભગવાનને સ્વરૂપનું જ્ઞાન થયું, તે તેમને કોઈ ગુરુ હતા કે કેમ ? સાચા ગુરુ વિના કોઈ રસ્તો બતાવતો નથી. - દાદાશ્રી : આ વાત બહુ કરવા જેવી નથી. આ તો તીર્થંકર ગોત્ર ! એમને આ ભવમાં ગુરુ ના હોય. ગુરુ તો કેટલાંય અવતાર કર્યા ! એમના ગુરુપદથી આ પ્રાપ્ત થઈ ગયું ! પણ આ ભવમાં તેમને ગુરુ ના હોય. પ્રશ્નકર્તા : પણ શરુઆતમાં તો ગુરુ હોય ને ? અત્યારે ના હોય રાવણને ઓળખો તો ખરાંને ! રાવણ પણ શલાકા પુરુષ કહેવાય. મોક્ષે જવાનો અને રાવણ આવતી ચોવીસીમાં તીર્થકર છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી પણ પહેલાં તો ખરાં ને ? એમની આગળ મુખ્ય વસ્તુ શું ? દાદાશ્રી : એવું છે ને કે આ સીમંધર સ્વામી લગભગ દોઢ લાખ વરસથી છે અને તેમને ગુરુ થયા નથી, આ અવતારમાં. એમના આગલા અવતારમાંય ગુરુ થયા નથી. એમના આગળના ત્રીજા અવતારમાં ગુરુ થયેલા હોય. તેનાં ફળસ્વરૂપે આ બધું આવ્યું. તીર્થંકરોએ હકીક્ત પ્રકાશી ! ૬૯ પ્રશ્નકર્તા : ઘણીવાર આપણને એમ કહેવામાં આવે છે કે ભગવાન મહાવીરનો ત્રીજો જન્મ હતો. આ બધું જે લખેલું છે, એ બધી હકીકત કઈ રીતે ? કોણે લખેલી હોય આ બધી ? દાદાશ્રી : એ તીર્થંકરોએ બહાર પાડેલી વાત આ. જોઈને બહાર પાડેલી અને આવતી ચોવીસીમાં કોણ તીર્થંકર થશે, તે આ વાત ભગવાન મહાવીરે બહાર પાડેલી. છેલ્લા તીર્થંકર હોય, તે આવતી ચોવીસીનાં પાછાં પોતે જાહેર કરીને જ જાય. પરમાણુ તીર્થંકરોતા ! પ્રશ્નકર્તા : એ સાચી વાત છે કે ભગવાન મહાવીરના શરીરમાંથી કઈ અદ્ભુત સુવાસ આવતી હતી. મેં એવું સાંભળ્યું છે, મને ખબર નથી. દાદાશ્રી : એ સુવાસનો અર્થ એવો નહિ કે આ ચમેલી જેવું સોડે કે રાતરાણી જેવું સોડે (સુગંધ આવે) ! એવું કશું નહિ. સુવાસ એટલે એમની જોડે બેસીએ તે એમનાં જે પરમાણુ ઊડે, તે આપણને અંદર સુગંધી વર્તતી હોય, એવું સાધારણ લાગ્યા કરે. એ કંઈ ગુલાબનું ફૂલ નથી કે સુગંધીદાર હોય ! આપણે ત્યાં બે જણની સુવાસ આવતી. એક તીર્થંકરોની અને એક પદ્મિણીની. તે પદ્મિણીની સુગંધ એવી આવે કે તે અહીં બેઠી હોય ને આપણે ત્યાં બેઠા હોઈએ તો સુગંધ આવ્યા કરે. ફૂલ જેવી નહિ. જે દુર્ગંધ ના હોય અને કંઈક ફેર લાગે. મીઠાશ લાગે એવી ગંધ હોય, વર્તમાન તીર્થંકર તેને આપણે સુગંધ કહીએ છીએ. સુગંધ તો ફુલોની બહુ હોય. પણ મહાવીર ભગવાનની એવી સુગંધ ન હતી. લાવણ્યતા તીર્થંકરોતી ! ৩০ તીર્થંકર ભગવાનનું ચરમ શરીર છે, તે ‘ફૂલ' (પૂર્ણ) લાવણ્યવાળું. કેવળીનું ચરમ શરીર છે, પણ લાવણ્ય ના હોય. અને તીર્થંકર ભગવાનનું શરીર ગજબનું લાવણ્યવાળું હોય, વર્લ્ડમાં અજાયબી કહેવાય. એમના લાવણ્યની તો વાત જ ના થાય, વર્ણન ના કરી શકાય ! આપણે જોયેલું છે, પણ તમે ભૂલી ગયા છો ને મને યાદ છે ! કર્મબંધન તો બંધાય ને ? પ્રશ્નકર્તા : પૃથ્વી ઉપર જે જે ભગવાન થઈ ગયા ઋષભદેવ, મહાવીર, નેમિનાથ, એ બધા કર્મનાં બંધનમાં આવેલા ખરાંને ? દાદાશ્રી : બધાય કર્મના બંધનમાં આવેલા, ત્યારે તો માતાના પેટે જન્મ થયો. કોઈ ભગવાન એવો નથી કે જે માતાના પેટે જન્મ્યો ના હોય. દેશતા વેળાએ દશા ! પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીએ છેલ્લી દેશના આપી, તો તે વખતે પણ એમને વિચાર તો હતા જ, એવો અર્થ થાય ને ? દાદાશ્રી : ભગવાન મહાવીરને પણ ઠેઠ સુધી વિચાર રહેવાના પણ તેમના વિચાર કેવા હોય કે સમયે સમયે એક વિચાર આવે ને જાય, એને નિર્વિચાર કહી શકાય. આપણે લગ્નમાં ઊભા હોઈએ, ત્યારે બધા જે' જે’ કરવા આવે છે ને ! જે' જે' કરીને આગળ ચાલવા માંડે એટલે એક કર્મનો ઉદય થયો અને તેનો વિચાર આવે પછી એ કર્મ જાય. પછી પાછું બીજું કર્મ ઉદયમાં આવે. આમ ઉદય અને અસ્ત થયા કરે. કોઈ જગ્યાએ અટકે નહિ. એમની મનની ગ્રંથિ બધી ખલાસ થઈ ગયેલી હોય. એટલે એમને વિચાર હેરાન ના કરે ! અમને પણ વિચાર હેરાન ના કરે. Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૭૨ વર્તમાન તીર્થકર વિચાર એ તો મનનો ધર્મ છે, એક વિચાર આવે ને જાય અને કશું અડે નહિ, એને મનોલય જ કહેવાય. મનનું તોફાન ના હોય. મન બગીચા જેવું લાગે ! ઉનાળામાં ફુવારા ઊડ્યા કરતા હોય એવું લાગે અને નિર્વિકલ્પ તો બહુ ઊંચું પદ છે. કર્તાપદનું ભાન તૂટ્યું અને નિર્વિકલ્પ થયો. દેહાધ્યાસ જાય પછી નિર્વિકલ્પ પદ થાય. દેહ, છતાં દેહધારી નથી ! તીર્થકર સાહેબ એ દેહધારી કહેવાય નહિ. દેહધારી હોવા છતાં તે તીર્થંકર ભગવાન દેહધારી છે નહિ, એ પોતે. પોતાના લક્ષમાં જ છે કે હું આ શું છું ? લક્ષમાં, જ્ઞાનમાં, અનુભવમાં, બધામાં તે જ છે. દેહધારી તો કોને કહેવાય ? જેને કિંચિત્માત્ર દેહાધ્યાસ રહ્યો હોય તો પણ દેહધારી. જેને દેહાધ્યાસ કિંચિત્માત્ર ન રહ્યો હોય, તે દેહ છતાં દેહધારી નથી. આ દેહધારીનું જ્ઞાન અમને લાગુ ના થાય. કારણ કે એનું જ્ઞાન સીમિત હોય. અમારું તો અનલિમિટેડ હોય. એ અનલિમિટેડમાં જરાક કચાશ હોય એટલો ફેર. તીર્થંકરનો અર્થ ! પ્રશ્નકર્તા તીર્થંકરનો અર્થ સમજાવો. દાદાશ્રી : તીર્થકર શબ્દનો અર્થ એવો થાય કે એ જ્યાં જયાં ફર્યા એ ભૂમિ એક બાજુ તીર્થભૂમિ થઈ જાય. એટલે બધા લોકો ઈતિહાસમાં નોંધી રાખે કે ભગવાન અમુક જગ્યાએ ફર્યા હતા ! આ અમે જ્યાં જયાં ફર્યા છીએ, તેની લોકોએ નોંધ કરી લીધી છે કે અમુક અમુક જગ્યાએ દાદા ફર્યા છે ને એ બધી નોંધ પછી રાખી છે. એ પાછી છપાશે. એવું તીર્થંકરના માટે જ્યાં જયાં ફર્યા એ નોંધ કરે. પછી એ તીર્થભૂમિ થાય. માટે એમને તીર્થકર કહેવાય. વિચરે તે ભૂમિ તીર્થ ! તીર્થને કરે એ તીર્થંકર. જ્યાં ફરે ત્યાં તીર્થ થઈ જાય. તીર્થંકર એટલે જ્યાં જ્યાં ફરે ત્યાં બધે તીર્થ સ્વરૂપ કહેવાય. જ્યાં જ્યાં પગ પડે ત્યાં એ તીર્થ, એનું નામ તીર્થંકર. બધા તીર્થો જ ઊભાં કરે એ. પ્રશ્નકર્તા : જ્ઞાનીને જંગમ તીર્થ કહે છેને ! દાદાશ્રી : જ્ઞાનીએ એમના જેવા ખરાંને, પણ એમનાં તો પાછળ તીર્થ જ કહેવાય અને અમારું એમના જેવું નહિને ! એ તો ફૂલ સ્ટેજના (પૂર્ણ દશાના) પુરુષ કહેવાય. અત્યારે ફૂલ સ્ટેજના પુરુષ પાકવાનાં નહિ. એટલે જ્ઞાનીની કિંમત ! નહીં તો જ્ઞાનીની કિંમત એટલી બધી ના હોય. આ તો અત્યારે ફૂલ સ્ટેજના પાકવાનાં નહિ એટલે જ્ઞાનીને ફૂલ સ્ટેજના કહ્યા. સુબાની જગ્યા જ કાઢી નાખે, પછી જે હોય એ ખરો ! ખરી રીતે ગુણથી તીર્થંકર શું ? એમણે બે અવતાર પહેલાં ભાવના કરેલી કે આ જગતને કેમ કરીને કલ્યાણ થાય, કેમ કરીને જગત સુખી થાય ! હું જે જ્ઞાન પામ્યો છું, જે સુખ પામ્યો છું એ સુખ જગત કેમ પામે, એ ભાવનાઓ કરેલી. તેનું આ તીર્થંકર અવતારમાં ઉદયમાં આવ્યું. એનું ફળ આવ્યું એટલે પછી જે બોલે ને તે દેશના હોય. તે એવી બોલે કે મીઠી દ્રાક્ષ જેવી ! તે સાંભળતા જ ફેરફાર થઈ જાય માણસનામાં. તીર્થકર એટલે જેને જોવાથી જ કલ્યાણ થઈ જાય ! પ્રશ્નકર્તા : તમને જોઈએ ત્યારે થાય કે દાદા તમે આવાં છો, કેટલો પ્રેમ ભરેલો છે તમારામાં. તો તીર્થકરો ક્યાં, મહાવિદેહ ક્ષેત્રમાં તો આનાથી શું ય હશે ?! દાદાશ્રી : એ પ્રેમ આવો ના હોય. આ ખટપટિયો પ્રેમ ! એ ખટપટિયો પ્રેમ ના હોય. તે તીર્થંકર થાય ! પ્રશ્નકર્તા : તીર્થકર કેવી રીતે બને ? દાદાશ્રી : એ જગતનું કલ્યાણ કરવાની જ ભાવના. બીજી કોઈ ભાવના જ ના હોય. પોતાનું કલ્યાણ થાય કે ના થાવ. પોતાના દુ:ખને Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૭૩ વર્તમાન તીર્થંકર રડે નહિ, લોકોના જ દુ:ખને રડ્યા કરે. એ ધીમે ધીમે ધીમે તીર્થંકર થવા માંડે. જે પોતાના સુખને રડ્યા કરે, એ કોઈ દહાડો કશું થાય નહિ. લોકોનાં દુઃખ એને સહન ના થાય, આખા જગતનું કલ્યાણ કરવાની ઈચ્છા હોય, ત્યારે ધીમે ધીમે તીર્થંકર થાય. ખાવાનું જે મળે, સૂવાનું જે મળે, જમીન પર સૂવાનું મળે તો ય પણ નિરંતર ભાવના થી હોય ? જગતનું કેમ કરીને કલ્યાણ થાય ? હવે એ ભાવના ઉત્પન્ન કોને થાય ? પોતાનું કલ્યાણ થઈ ગયું હોય, તેને એ ભાવના ઉત્પન્ન થાય. પોતાનું કલ્યાણ થયેલું ના હોય, એ જગતનું કલ્યાણ શી રીતે કરે ? ભાવના ભાવે તો થાય. ‘જ્ઞાની પુરુષ' મળે, તો એને (શુદ્ધાત્માનાં) “સ્ટેજમાં લાવી નાખે અને સ્ટેજમાં આવ્યા પછી એમની આજ્ઞામાં રહે, તો ભાવના ભાવતાં આવડે. પરિણામે પદ તીર્થકરોતું તીર્થંકરને તો ભાવકર્મ હોય જ નહીં ને ! ભાવકર્મ તો પહેલાં થયેલાં. તીર્થંકર થયા પછી ભાવકર્મ હોય નહીં. આ અમને હજુ ભાવકર્મ ખરાં ! આ આટલો ભાવ કે લોકોનું કલ્યાણ કેમ કરવું તે ! એમણે તો કલ્યાણ કરવાના ભાવ કરેલા, તે દહાડે જ આ તીર્થકર ગોત્ર બાંધેલું. તે આ તીર્થંકર ગોત્ર ખપાવે છે ખાલી. એનું ડિસ્ચાર્જ જ થયા કરે છે. એટલે એમને કેવળ કરુણા ! ભગવાન મહાવીર, એ જે ક્રિયા કરી રહેલા હોય તે દેખાતી હોય, પોતે એમાં હોય નહિ. અને હું આમાં હોઉં, હું કારણમાં હોઉં અને એ કાર્યમાં હોય. કાર્ય એટલે પૂર્ણ થઈ ગયો. એ બોલે તો જ કાર્ય પૂરું થાય. પ્રશ્નકર્તા : સમજાયું. પણ મને એમ થાય કે વીતરાગ દશા પામ્યા પછી ભાવના કેમ થાય ? એ તો સંપૂર્ણ ઈચ્છા રહિત થઈ જાય ને ? દાદાશ્રી : એમને કલ્યાણ કરવાની ભાવના ના હોય. એમને હવે કલ્યાણ કરવાની જે ભાવના હતી, તે એનું એ ફળ ભોગવે છે. અત્યારે, તીર્થંકરપણું ભોગવે છે. મને કલ્યાણ કરવાની ભાવના ખરી, એટલે હું ખટપટિયો વીતરાગ કહેવાઉં ને એ સાચા વીતરાગ કહેવાય. જેમ એક માણસ પરીક્ષા આપ્યા પછી, ક્યારેય પણ સ્કૂલમાં ના જતો હોય તો ય પરિણામ તો આવે જ ને ? એના નામથી પરિણામ આવે કે ના આવે ? પ્રશ્નકર્તા: આવે. દાદાશ્રી : એવું આ તીર્થંકરના નામથી પરિણામ આવેલું છે અને આ હું પરીક્ષા આપું છું. એટલે આ મને ભાવ ખરો કે આ લોકોનું કલ્યાણ થાય. મારું કલ્યાણ થયું એવું લોકોનું કલ્યાણ કેમ કરીને થાય એવી મારી ભાવના ખરી. એમને એવું ના હોય. એમણે પહેલાંના અવતારમાં કરેલું, તેનું ફળ આવ્યું. બહુ ઝીણી વાત છે આ બધી. તીર્થકર તે કર્મફળ ! પ્રશ્નકર્તા : ભગવાન જન્મથી ભગવાન હોય કે પછી પુરુષાર્થથી ભગવાન બને ? દાદાશ્રી : ના, ના. જન્મથી જ ત્રણ જ્ઞાનના ધર્તા હતા. પ્રશ્નકર્તા : ત્રણ જ્ઞાન હોય, પણ બીજા બે જ્ઞાન તો બાકી રહ્યાં ને ? દાદાશ્રી : એમાં કશું કરવાનું ના હોય. એ એની મેળે જ ઊઘાડ થાય, એની મેળે જ ! રાતથી રાહ જોઈએ આપણે કે સવાર ક્યારે થાય ? એનો પુરુષાર્થ કરવાનો હોય કે એની મેળે થશે ? મોક્ષ તો એની મેળે જ થાય, માર્ગ ઉપર આવવું જોઈએ. આ લોકોનાં માર્ગ તો અન્ય માર્ગ ઉપર છે, પરાયા માર્ગ ઉપર છે, ઊંધા રસ્તે છે. છેલ્લા દર્શત જ તીર્થંકરતા પ્રશ્નકર્તા : તો તીર્થકરો એ બીજાને આત્મા પમાડે નહિ ? Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર ભગવાનો, બધાં આમાં આવી જાય છે ! આ વિજ્ઞાત, નિષ્પક્ષપાતી ! | તીર્થંકરોની બહારનું આ જ્ઞાન નથી આપણું. આ તીર્થંકરોનું જ્ઞાન છે. તીર્થંકરો પોતે વીતરાગ હતા, છતાં જ્ઞાન પાછળથી પક્ષપાતી થઈ જતું હતું અને આ તીર્થંકરોનું જ્ઞાન છે. મારી તો કોઈ આમાં કશી વસ્તુ જ નથીને ! હું તો માલિક જ નથીને આનો. આ તો તીર્થંકરનું જ્ઞાન છે અને તે અક્રમ વિજ્ઞાન છે આ. તરત મોક્ષફળ આપે એવું છે, નહિ તો કરોડો ઉપાયે પણ મોક્ષ થાય નહિ, સમ્યક દર્શન થવું, એના માટે તો અનંત અવતારથી ભટક ભટક કરે છે. દાદાશ્રી : બોલવાની સત્તા જ નહીં ને ! ખટપટ નહીં ને ! ટેપરેકર્ડ જેટલી વાગે એટલી વાગે. પ્રશ્નકર્તા : એ વાગવાથી કોઈને આત્મા પ્રગટ થઈ જાય ? દાદાશ્રી : એની મેળે, એ તો નિમિત્ત હોય. છેલ્લો સિક્કો વાગે કે ચાલ્યો જાય મોક્ષે. ઘણાં માણસો મોક્ષે ચાલ્યા જાય. તૈયાર થયેલો માલ બધો. છેલ્લી સહી એમની ! પ્રશ્નકર્તા : આપે એ જ કહેલું કે તીર્થંકરને જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે પેલાની દ્રષ્ટિ કામ કરે છે. દાદાશ્રી : જોવાની દ્રષ્ટિ કામ કરે છે. પ્રશ્નકર્તા : એટલે એવી દ્રષ્ટિથી જુએ કે એનું મહીં કલ્યાણ થઈ જાય. દાદાશ્રી : મહીં છૂટું થઈ જાય. નહીં તો ભગવાનને તો ત્રણસો સાંઠે ય ડીગ્રી છે, પણ દ્રષ્ટિ હોવી જોઈએ. મોક્ષનું ઘડતર, જ્ઞાતી થકી ! તીર્થંકરોનું મોટું ક્યારે ખુશમાં, બહુ ખુશમાં આવે ? ત્યારે કહે, જ્ઞાનીઓને જુએ ત્યારે બહુ ખુશમાં આવે કે આ કોમ સારામાં સારી છે, બધાને તૈયાર કરીને એમને ત્યાં મોકલે. મહેનત જ્ઞાની કરે. તીર્થકરોને મહેનત કરવાની નહિ. તૈયાર મસાલો એમની પાસે જાય. ઘડતર અમારે કરવાનું. એના બદલામાં એ અમારી પર ખુશ બહુ હોય, બહુ ખુશ ! એટલે જ આ દાદા ભગવાન શ્રુ નમસ્કાર કરીએ છીએ ને, તે ઠેઠ પહોંચી જાય. બાકી કોઈનો એક નમસ્કાર સ્વીકાર ના થાય. કારણ કે શ્રુ વગરનું શું કરે ? એ બોલ્યો, એનો લાભ મળે, પણ પડઘારૂપે ! તે જેટલાં ઉપરી છે તે બધાનાં નામ આ નમસ્કાર વિધિમાં આવી જાય છે. વીસ તીર્થંકરો, પછી પંચ પરમેષ્ટિ ભગવાનો, ૐ પરમેષ્ટિ કળિકાળમાં ભેળસેળિયું ! પ્રશ્નકર્તા : આજ દિન સુધી ઈશ્વર, સંતપુરુષો, બધા ક્ષત્રિય બ્રાહ્મણકુળમાં વધુ જન્મ લીધો છે, તેમાં આપનું શું માનવું છે ? દાદાશ્રી : બરોબર છે, પણ આ કળિયુગમાં તો બધે થોડા થોડા સંતો પાક્યા છે. આ કળિયુગ છે એટલે બધું ડિફોર્મ થઈ ગયું છે. સંત પુરુષો હરિજનમાં ય પાક્યા છે, વૈશ્યમાં ય પાક્યા છે. આ પહેલાંની વાત તમારી બરાબર છે. બીજું શું પૂછવું છે ? પ્રશ્નકર્તા એમાં કંઈ સંસ્કારનું કારણ છે ? અમુક સંસ્કારને લીધે અમુક કુંટુંબમાં જ પાકે, એમ......... દાદાશ્રી : એ તો સંસ્કારમાં ફેરફાર થઈ ગયા છે, અત્યારે મોટા ક્ષત્રિયોનાં સંસ્કાર ઘણાં ફેરાં વૈશ્યોમાં દેખવામાં આવે છે. કારણ કે ક્ષત્રિયો જ પોતે અવતાર લીધો છે ત્યાં વૈશ્યમાં. એટલે ભેળસેળ થઈ ગયું છે બધું. જેમ આ ઘી ભેળસેળ આવે છે ને એવું બધું. એટલે પછી સંતો ત્યાં પાકે. પહેલાં તો એવું હતું નહિ. જ્યાં સુધી ભેળસેળ નહોતું ને, ત્યાં સુધી ક્ષત્રિયોમાં અને બ્રાહ્મણોમાં બધું પાકતું. આ તો ચોળિયાનું ચોળિયું, ચળામણ ચાળતાં ચાલતાં પાંચમા આરાનું બધું ચોળિયું છે. તેમાં ચપટી માટી ચોટી હોય, તે તાપ પડે તો Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૭૮ વર્તમાન તીર્થંકર નીકળી જશે. તીર્થંકર માત્ર, ક્ષત્રિય ! પ્રશ્નકર્તા અમુક વખતે આપ કહો છો કે મોક્ષે જવું એ ક્ષત્રિયોનું કામ. તીર્થંકર ગોત્ર બંધાશે. હવે આમને સવળા કર્યા પછી પાછો આજુબાજુના લોકપ્રવાહ તો પેલી દિશામાં જ જાય છે ને. એટલે પાછા થોડેક છેટે જાય એટલે એમના ઓળખાણવાળા-પારખાણવાળા, ‘ક્યાં જાવ છો આમ પાછાં’ પૂછેને ? ત્યારે કહે, ‘દાદાના સત્સંગમાં.’ ત્યારે એ બધા શું કહેશે, “આ બધા ગાંડા છે ને તમે એકલાં જ ડાહ્યા, હેંડો પાછાં ! નવા ડાહ્યા ક્યાંથી પાક્યા આવા ?!” એટલે આપણને ઠેઠ પહોંચવા ના દે. આ રોકડું આપ્યું એટલે પહોંચવા દેશે, નહિ તો પેલું જો ક્રમિક ચાલુ હોતને તો તો ક્યારના ય પાછાં પડી જાય. પ્રશ્નકર્તા: અમારા જૈન ધર્મમાં એવું છે કે જો મોક્ષે જવું હોય તો, બધાએ તીર્થંકરગોત્ર બાંધવું જ પડે. દાદાશ્રી : ના, ના. મોક્ષે જવું હોય તો આત્મજ્ઞાન થવું જોઈએ, બસ. પ્રશ્નકર્તા : તીર્થંકર થવા માટે કેટલી ડિગ્રી જોઈએ ? દાદાશ્રી : આખા જગતનું કલ્યાણ કરવાનો ભાવ હોય, પોતાની માટે ઈચ્છા જ ના હોય, પોતાનો વિચાર જ ના કરે ક્યારે ય, લોકોના જ વિચાર કરે, એ તીર્થંકર થાય. દાદાશ્રી : ના. તીર્થંકર થવું હોય તો ક્ષત્રિયોનું કામ, મોક્ષમાં તો આ બધાને, બધી નાતો, બ્રાહ્મણ, વાણિયા બધાંને જવાની છૂટ. એવું ક્યાં તેં સાંભળ્યું ? એવું છે ને, ગુણ માટે એ ક્ષત્રિય-વણિકનો ભેદ નથી. ફક્ત તીર્થકરો એકલાં જ ગુણને માટે ભેદ છે. બીજાં બધા માટે તો સમાન છે. ક્ષત્રિયોમાં પ્રતાપ હોય ને વણિકોમાં પ્રતાપ ના હોય, એવું બને નહિ ! કરવું જ છે એટલે પછી એમાં બીજું થાય નહિ. પ્રોમિસ એટલે પ્રોમિસ. એનું મન ઝાવા-દાવા ના માંડે, એ ક્ષત્રિયપણું. જેનું બ્લડ એકદમ ગરમ જ હોય. કોઈનું દુ:ખ જોવાય નહિ, એવું બ્લડ હોય. એ ગુણો હોય તો જ બધું કામ થાયને ! તમારામાં એ ગુણો બધા ઉત્પન્ન થવા માંડ્યા છે, એનું અમારો ઘડો ભરાયો છે, એના જેવું છે ! ક્ષત્રિયોનો ધર્મ જ છે, એ તો સાંભળતાની સાથે જ, સાચું લાગે એટલે માથું મૂકીને કામ જ કરવા માંડે. બીજા બધા તો ઢચુપચુ, ઢચુપચુ થયા કરે. જબરો નબળાને મારતો હોય, પેલાને ત્યાં આગળ ક્ષત્રિય તરત ઓળખાઈ જાય. ક્ષત્રિય ત્યાં રહીને જતો હોય તો ય ઓળખાઈ જાય. ઊભો રહે ને નબળાનું ઉપરાણું લે. જબરાનો થોડો માર ખાય પોતે. આ તો મોક્ષનો માર્ગ છે, જો પાર નીકળ્યો તો બધું આ કામ થઈ જશે એવું છે. અવળા માર્ગથી વાળે ! પ્રશ્નકર્તા : તીર્થંકર થવા માટે શું કરવું પડે ? દાદાશ્રી : એ તો બધું બહુ કરવું પડે. એ વાત આપણે પૂછવાનો અર્થ જ નહીં ને ! અવળો પ્રવાહ ચાલે છે, તેમાં કોઈ સવળો કરી આપશે, તેને પ્રશ્નકર્તા: મને વારંવાર એવું થયા કરે કે તીર્થકર અમારાથી કેમ ના થવાય ? કે પછી સીધો મોક્ષમાં જ જવાય ? પછી જાણવા મળેલું આપના પાસે કે તીર્થંકર ગોત્ર બાંધ્યું હોય તો જ તીર્થંકર થવાય, તો અમારાથી કેવી રીતે હવે ગોત્ર બંધાય ? દાદાશ્રી : હજુ તારે ફરી લાખેક વરસ અવતાર કરવા હોય તો બંધાય. તો ફરી બંધાવી આપું અને પાછું સાતમી નર્કમાં બહુ વખત જવું પડે. કેટલા વખત નર્કમાં જાય, ત્યાર પછી છે તે આવાં સારા પદ મળે. પ્રશ્નકર્તા : પણ એવાં સારા પદ લેવા હોય તો, નર્કમાં જવામાં શું વાંધો ? દાદાશ્રી : તે રહેવા દે, ડહાપણ તારું રહેવા દે છાનોમાનો ! Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૮૦ વર્તમાન તીર્થંકર ડાહ્યો થઈ જા. જરા તપ કરવાનું આવશે ને, તે ઘડીએ ખબર પડશે ?! અને ત્યાં તો એવાં તપ કરવાં પડે છે. એ તો નકેની ય વાત તને કહું ને તે સાંભળતા માણસ મરી જાય એટલું દુઃખ છે ત્યાં તો ! સાંભળતા આજનાં માણસો મરી જાય ! કે અરેરે... થઈ રહ્યું. પ્રાણની હવા નીકળી જાય. માટે ના બોલીશ આવું, નહીંતર નિયાણું થઈ જશે. મોક્ષ માટે તો આટલું જ ! બાકી મોક્ષ માટે શું જાણવાની જરૂર છે ? મોક્ષ તો પોતાનો આત્મા જાણે જ્ઞાની પાસે આવીને, તો મોક્ષ થઈ જાય. બસ, બીજું જ્ઞાની પાસે જઈને જ્ઞાનીને કહે કે “સાહેબ મારો મોક્ષ કરી આપો', તો કરી આપે છે. કારણ કે જ્ઞાની મુક્ત છે, છુટ્ટા છે. મુક્ત જ છે કાયમને માટે, એ તમને મુક્ત કરી આપે. બંધાયેલો હોય તે બંધાવડાવે અને જ્ઞાની પુરુષ મુક્ત કરી આપે. અહીં એકાવતારતી ગેરેન્ટી ! પ્રશ્નકર્તા : આત્મસ્વરૂપનું દર્શન થાય પછી જીવ સતત આત્મસ્વરૂપમાં જ રહે, તો આવી સ્થિતિ થયા પછી જીવને પુનર્જન્મ થવાની શક્યતા ખરી ? પ્રાર્થના સીમંધર સ્વામીની શાને? પ્રશ્નકર્તા: આપણે સીમંધર સ્વામીની પ્રાર્થના કરીએ છીએ, તે શું ? એ શું કામ કરવાની ? દાદાશ્રી : એ રિયલ છે, જીવતા છે એટલે. અને એમાં અમારી ગેરેન્ટી છે. અને બીજું બધું રિલેટિવ છે, વ્યવહાર છે. તે વ્યવહારમાં આ વાળ કપાવવા માટે ના જવું પડે ? દરેક કામ કરવાં પડે, દુકાનમાં જવું પડે, બધું કરવું પડે પણ વ્યવહારથી. આપણે અહીં આગળ કોઈ સાહેબ આવેલા હોય, તે આમ આમ જે' જે એક ફેરો કરીએ છીએને, તો એવું મસ્જિદમાં જઈને આમ કરવાથી શું થાય કે આપણું મન બગડે નહિ ! ત્યાં પછી મન સારું રહે. એટલે અમારે તો બધે જ પગે લાગવાનું. મારી જોડે આવેને, બધે જ, મહાદેવજીના દેરામાં જાય, ગણપતિમાં જાય, બીજે, ત્રીજે જાય, મસ્જિદમાં જાય, નિષ્પક્ષપાતી. દર્શન, રિયલ-રિલેટિવલી ! પ્રશ્નકર્તા: આપણે રામના મંદિરમાં જઈએ કે શિવના મંદિરમાં જઈએ, તો કેવી રીતે પ્રાર્થના કરવી ? કેવી રીતે એમનાં દર્શન કરવા ? દાદાશ્રી : કશું ય કરવાનું નહિ. રીત-બીત કશું ય નહિ. અમે હઉ જઈએ છીએને મંદિરમાં. કારણ કે હું ના જાઉં તો લોક શું કહે ? આ દાદા છે, તે જતા નથી તો આપણે ય શું જવાનું કારણ ? એટલે પછી લોક અવળે રસ્તે જાય. મૂળ પાછળની પ્રજા છેને, તે લોકોનો વ્યવહાર બગડી જાય. આપણે તો જ્ઞાનને લઈને ના જઈએ. પણ પેલાં અજ્ઞાની તો કહેશે, ‘નથી જવું.’ પ્રશ્નકર્તા : મંદિર હોય એટલે સાધારણ તરત ખેંચે કે ચાલો દર્શન કરવા. દાદાશ્રી : એ રિલેટિવને ! તે તમારે “શુદ્ધાત્મા'એ નહિ પગે દાદાશ્રી : ના. છતાં એક અવતાર બાકી રહે છે. કારણ કે આ ‘અમારી’ આજ્ઞાપૂર્વક છે. આજ્ઞા પાળી એ ધર્મધ્યાન કહેવાય. એનું ફળ ભોગવવા એક અવતાર રહેવું પડે, આમ અહીંથી જ મોક્ષ થઈ ગયેલો લાગે ! અહીં જ મોક્ષ ના થાય તો કામનું શું? નહિ તો આ કળિયુગમાં તો બધા ય છેતરે ! ઓળખાણવાળાને શાક લેવા મોકલ્યો હોય તો ય મહીંથી કમિશન કાઢી લે, કળિયુગમાં શી ખાતરી ? એટલે ‘ગેરેન્ટેડ' હોવું જોઈએ. આ ‘ગેરેન્ટેડ’ અમે આપીએ છીએ. પછી અમારી આજ્ઞા જેટલી પાળે એટલો એને લાભ થાય. બાકી પોતાના સ્વરૂપનું ભાન તો આખો દહાડો રહ્યા કરે, નિરંતર ભાન રહે. ઓફિસમાં કામ કરતા હોય તો ય ભાન રહે. જરા ચીકણું હોય તો તે ચીકણું કામ પરવારી ગયા કે તરત પાછું ભાન આવી જાય. Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૮૧ વર્તમાન તીર્થંકર લાગવાનું. તમારે તો જાણવાનું કે આ ‘ચંદુભાઈ’ પગે લાગ્યા. સમકિતીતે છૂટ બધે દર્શકતી ! પ્રશ્નકર્તા : મારા જેવાએ જ્ઞાન લીધું છે, તો હવે મંદિરમાં જઈએ તો શું કરવું ? દાદાશ્રી : હવે “ચંદુલાલ'ને જ કહીએ કે જે’ જે’ કરજે, બા ! અંદર ભાવ થાય તો, ને ના થાય તો કંઈ નહિ. પણ એના તરફ ધૃણા નહિ રહેવી જોઈએ. અભાવ નહિ રહેવો જોઈએ. એ રિલેટિવ (વ્યવહાર) છે. રિલેટિવનો વાંધો નહિ. રિલેટિવમાં મસ્જિદમાં જઈએ તો ય દર્શન કરાય. અમે તેડી જઈએને, ચારસો-ચારસો માણસોને મસ્જિદમાં લઈ જઈએ ને મસ્જિદમાં બેસે છે ય. એટલે રિલેટિવમાં નિષ્પક્ષપાતી અને રિયલમાં (નિશ્ચય) આ શુદ્ધાત્મા એકલું જ. રિયલ ભક્તિ એક જ છે. મંદિરનું મહત્ત્વ ! પ્રશ્નકર્તા : જો દેરાસર ના હોત, મંદિરો ના હોત, તો પછી જેવી રીતે આપણે માટે દાદાશ્રી ઊભા થયા છે, પ્રગટ થયા છે, એવી રીતના એમના માટે કોઈને કોઈ ઊભું થયું હોત ને ? દાદાશ્રી : એ તો બરોબર છે. એ એક જાતનો વિકલ્પ છે. આમ બન્યું છે, એ ના હોત તો બીજા કોઈ ઉપાય તો હોત ને ? બીજું કંઈનું કંઈ મળત. પણ આ મંદિરોનો ઉપાય ઘણો જ સારો છે. હિન્દુસ્તાનનું આ મોટામાં મોટું “સાયન્સ' છે. એ સારામાં સારી પરોક્ષ ભક્તિ છે, પણ જો સમજે તો ! અત્યારે તો મહાવીર ભગવાનને દેરાસરમાં જતી વખતે હું પૂછું છું કે “આ બધા લોકો તમારા આટલાં બધા દર્શન કરે છે, તો આટલી બધી અડચણો કેમ પડે છે ?” ત્યારે મહાવીર ભગવાન શું કહે છે ? ‘આ લોકો દર્શન કરતી વખતે મારો ફોટો લે છે, બહાર એનાં જોડાં મૂક્યા છે, એનો ફોટો લે છે અને સાથે સાથે દુકાનનો ય ફોટો લે છે ! માટે આવું થાય છે. હમણાં કો'ક જોડા લઈ જશે, તેનો પણ ફોટો લે છે !' મંદિર બતાવવા જેવું કોતું ? પ્રશ્નકર્તા : હિન્દુસ્તાનમાં કેટલાં બધા ભગવાનનાં કેટલાં બધા મંદિરો બન્યા છે અને નવા નવા બન્યા જ કરે છે. દાદાશ્રી : બધા બહુ મંદિર બનાવ્યાં, તે સારું નથી. પણ હવે જે બનાવ્યાં હોય, એને આપણાથી કેમ કરીને ના કહેવાય ? જે હકીકત બની ગઈ છે. અને આપણે જે મંદિર બનાવવાના છીએ, એ ફરજિયાતમાં આવી પડ્યા છે, બનાવવાં જ પડે. આ તો સીમંધર સ્વામીનું છે. તે જીવતા હોવાં જોઈએ. જેનું મંદિર બનાવો એ જીવંત વ્યક્તિ હોવી જોઈએ. આ તો તીર્થકર સાહેબ છે. અમારી ઇચ્છા નથી, પણ છતાં બંધાય છે. આ જગતના લોકોના કલ્યાણ માટે બંધાય છે, મતભેદ જવા માટે. પ્રશ્નકર્તા : આ જે સીમંધર સ્વામીનું દેરાસર બંધાય છે, એની વાત નથી કરતો. આ તો બીજાનાં મંદિરો છે, તેની વાત કરું છું. દાદાશ્રી : એ બરોબર છે. એ જે મંદિરો બંધાય છે બધાં, એ સારું નથી. પણ આપણે એમાં હાથ ઘલાય નહિ ને ? આપણે તેમાં અનુમોદના ન આપી શકીએ કે એમાં કંઈ પણ ન કરી શકીએ. પણ લોકો કરતા હોય, તેમાં આપણાથી અંતરાય કરાય નહિ ને ? બાકી સારું નથી એ. બિલકુલે ય સારું નથી. પ્રશ્નકર્તા એમાં કોમ્પીટિશન (સ્પર્ધા) ચાલે છે. પછી ઝઘડા થાય દાદાશ્રી : બધા નામ કાઢે છે. એ બધા પોતપોતાનું નામ કાઢવા કરે છે. તમારું કહેવું બરોબર છે. બહુ મંદિરો છે, આટલાં બધાં મંદિરો છે, મંદિરોની મહીં દર્શન કરવાની જરૂર છે. આ તો નામ કાઢવા છે લોકોને ! પ્રશ્નકર્તા : આને લોક ધરમ માની લે, તો રિયલ ધરમને નહીં Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૮૪ વર્તમાન તીર્થંકર ચૂકી જાય ? દાદાશ્રી : એવું છે કે ઊંધે રસ્તે જતા હોય, એના કરતાં સારું છે. જે ધર્મ કરતો હોય તે “ખોટો છે' કહીશું તો અવળે રસ્તે જતો રહે. એ ધર્મ તે છોડાવડાવીએ તો ઊંધે રસ્તે જતો રહે. આને વાર શી લાગે ? છોડાવવા જેવું નથી. આપણે આપણું પોતપોતાનું કરી લેવા જેવું છે. પારકાંની ભાંજગડ કરવા જેવું નથી. આ જગત બહુ મોટું તોફાન છે આ તો. પારકાંની ભાંજગડ કરનારા છે જ ને બધા ! રખે એમતે પરોક્ષ માનતા ! બીજી જગ્યાએ સીમંધર સ્વામીની મૂર્તિઓ મૂકી છે, ઘણી જગ્યાએ મૂકી હશે, પણ આ મહેસાણાના મંદિર જેવું હોવું જોઈએ તો આ દેશનું બહુ ભલીવાર થાય. પ્રશ્નકર્તા : એ કઈ રીતે ભલીવાર થાય ? દાદાશ્રી : સીમંધર સ્વામી જે તીર્થકર છે, વર્તમાન તીર્થકર, તેને મૂર્તિરૂપે ભજે. એમ માનીને કે મહાવીર હોત, મહાવીરના વખતમાં આપણે હોત તો અને એ આ બાજુ વિહાર કરતા કરતા આવી શકે નહીં, આપણાથી ત્યાં જવાય નહીં, તો આપણે અહીં “મહાવીર, મહાવીર’ કરીએ, તો આપણને એટલો જ લાભ છે ને ? લાભ ખરો કે નહીં ? પ્રશ્નકર્તા : ખરો. દાદાશ્રી : વર્તમાન તીર્થંકર એટલે ? વર્તમાન તીર્થંકરના પરમાણુ ફરતા હોય. વર્તમાન તીર્થંકરનો બહુ લાભ થાય ! પ્રશ્નકર્તા : હું ઘેર બેસીને સીમંધર સ્વામીને યાદ કરું ને મંદિર જઈને યાદ કરું, એમાં ફરક ખરો ? દાદાશ્રી : ફરક પડે. પ્રશ્નકર્તા : કારણ કે પેલી પ્રતિષ્ઠા કરેલી છે, પ્રાણપ્રતિષ્ઠા કરી છે એટલે ? દાદાશ્રી : પ્રતિષ્ઠા કરેલી છે અને ત્યાં આગળ દેવલોકોનું વધુ રક્ષણ ખરું ને ? એટલે ત્યાં વાતાવરણ હોય, એટલે ત્યાં અસર જ વધારે થાય ને ? એ તો તને દાદાનું મનમાં કરો ને અહીં કરો, એમાં ફેર તો બહુ પડે ને ? પ્રશ્નકર્તા : દાદા, તમે તો જીવંત છો. દાદાશ્રી : નહીં, એટલું જ જીવંત પેલું છે. જેટલું આ જીવંત છે, એટલું જ જીવંત પેલું છે. અજ્ઞાનીઓને આ જીવંત છે. જ્ઞાનીને તો પેલું એટલું જ જીવંત છે. કારણ કે એમાં જે ભાગ દ્રશ્ય છે, એ બધો મૂર્તિ જ છે. મૂર્તિ સિવાય બીજું કશું છે નહીં. પાંચ ઇન્દ્રિયગમ્ય છે, તેમાં અમૂર્ત નામે ય નથી. બધું જ મૂર્ત છે ને આ મૂર્તિમાં ફેર નથી, ડિફરન્સ નથી. પ્રશ્નકર્તા પણ આ ય અમૂર્ત છે અને ત્યાં અમૂર્ત નથી એમ માને છે ને ? દાદાશ્રી : ત્યાં અમૂર્ત નથી, પણ તેમની પ્રતિષ્ઠા કરેલી હોય છે. પ્રતિષ્ઠા કરેલી હોય છે, તે જેવું જેવું પ્રતિષ્ઠાનું બળ ! આની તો વાત જ જુદી છે ને ?! પ્રગટની વાત જુદી. પ્રગટ ના હોય તો... ત્યારે શું નું શું થાય ? પ્રશ્નકર્તા અને પ્રગટ હોતાં જ નથી, ઘણાં કાળ તો. દાદાશ્રી : અને એ ના હોય તો ભૂતકાળના તીર્થંકરો, આપણા ચોવીસ તીર્થંકરો તો છે જ ને ! હિતકારી જ વર્તમાન તીર્થકર ! પ્રશ્નકર્તા : દાદા, આ દેરાસરને એ બધું બને છે, તેમાં ખરો ભાવ બધો આત્માનો કરવાનો છે ? દેરાસર ને બીજા બધાનું શું કામ છે ? ખરું તો આપણે આત્માનો જ રસ્તો ખોળવાનો છે ને ? દાદાશ્રી : દેરાસર ખાસ બાંધવું જોઈએ. જે ગયા છે, તેનું દેરાસર Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૮૫ બાંધવાનો શો અર્થ છે ? સીમંધર સ્વામી હાજર છે, તો એ હાજરનાં દર્શન કરે તો કલ્યાણ થાય. એ પ્રત્યક્ષ છે એટલે કલ્યાણ થાય. આજે આ બધાંને ત્યાં સીમંધર સ્વામીના ચિત્રપટ હોય છે. કારણ કે એ હાજર છે. પ્રશ્નકર્તા : તો જે તીર્થંકરો વીતી ગયા, એમની કંઈ હેલ્પ નહીં ? દાદાશ્રી : વીતી ગયા તેમનાં તમારે ફક્ત દર્શન કરવાનાં. એટલાં માટે છે કે તમારું પુણ્ય બંધાશે. પણ એમાં મોક્ષ નહીં થાય. અને અરિહંત જે હાલ છે એ તમને મોક્ષ આપી શકે. પેલા અરિહંત થઈ ગયા છે એ તો અત્યારે સિદ્ધ છે, એવાં અનંતા સિદ્ધો છે. એમાં આપણું કામ નહીં નીકળે. એવું છે ને, ભૂતકાળના તીર્થંકરો કરતાં વર્તમાનના તીર્થંકરો સારા, એટલે લોકોને હિતકારી જો હોય તો વર્તમાન તીર્થંકર ! એવું છે ને આપણે જે પામ્યા. લોકોને જે હિતકારી થાય એવું આપણે મૂકીને જવું. આપણો હેતુ સારો હોવો જોઈએ ને ?! અને આપણે જોડે લઈ જવાનું છે. હજુ એક અવતાર બાકી છે. એટલે આપણે એ ભાવ જોડે લઈ જવાનો, તે આપણે તો આ એક સીમંધર સ્વામીનું બોલેને, તો હિતકારી થઈ પડે, બહુ હિતકારી થઈ પડશે. કારણ કે આ વર્તમાન તીર્થંકરનું છે. તિષ્પક્ષપાતી ધર્મમંદિરતું તિર્માણ ! પ્રશ્નકર્તા : આજના ‘સંદેશ' પેપરમાં આવ્યું છે કે આપણે સીમંધર સ્વામીનું, કૃષ્ણ ભગવાનનું અને શંકર ભગવાનનું મંદિર બનાવવાના છીએ, તો એ સમજણ ના પડી. એ સમજાવો. દાદાશ્રી : આ નિષ્પક્ષપાતી ધર્મ છે. આખો અવસર્પિણીકાળ ગયો. અત્યાર સુધી તો મતાર્થમાં ચાલ્યા ! ભગવાન મહાવીરનું શાસન છે, ત્યાં સુધી જ ધર્મ છે. પછી ધર્મનો અંશ રહેવાનો નથી, મંદિરપુસ્તક કશું જ રહેવાનું નથી. માટે અઢાર હજાર વર્ષ જો ચેતી જાય અને મતાર્થમાંથી છૂટી જાય અને ઋષભદેવ ભગવાને જેવું નિષ્પક્ષપાતી વર્તમાન તીર્થંકર વલણ કહ્યું હતું, એવું નિષ્પક્ષપાતી વલણ પાછું થાય ! સહુસહુના દેરાં જુદાં રાખે, પણ મંત્રો તો બધાનાં ભેગાં બોલવા જોઈએ, કોઈ કોઈને સામસામી વેરઝેર ના હોવું જોઈએ. મંત્રો ભેગા બોલે એટલે બધું પહોંચી ગયું. આપણા મનમાં જુદાઈ નથી, તો કશું જુદું છે જ નહીં. એટલે આ ત્રણેય મંદિરો ભેગાં થાય એટલે હિન્દુસ્તાનમાંથી મતાર્થ ઊડી જાય તો શાંતિ થાય ! આ શક્કરિયું ભરહાડમાં મૂક્યું હોય તો કેટલી બાજુથી બફાય ? ચોગરદમથી. એવું આ લોક ચોગરદમથી બળી રહ્યું છે. અમદાવાદમાં, મુંબઈમાં, જા તો ખરો ! અહીં તો ઓછું બફાયેલું છે. અહીં મોહરાજાનું બળ જરા ઓછું છે, તેથી ઓછું બળે. ત્યાં તો મોહરાજાનું બળ જો તો ખરો ! માછલાં તરફડે એમ લોક તરફડી રહ્યું છે, કરોડો રૂપિયા હોવા છતાં ! એટલાં માટે આ ઉપાય છે. તને આમાં કશો વાંધો લાગે છે ? તું પણ આમાં તારો મત આપીશ ને ? તારો રાજીપો આપીશ ને ? F પ્રશ્નકર્તા : હા. હવે સીમંધર સ્વામી સાથે કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન પણ મૂક્યા છે ! સીમંધર સ્વામી તો વીતરાગ ગણાય ને ? દાદાશ્રી : હા, વીતરાગ જ ગણાય, અને પેલાં ય છે તે શલાકા પુરુષો છે. સીમંધર સ્વામી તો હયાત છે. એમનો લાભ તો જુઓ ! એમનો લાભ તો આખું જગતે ય લે. બધા ય લાભ લેવાનાં અને કૃષ્ણ ભગવાન તો વાસુદેવ, નારાયણ કહેવાય. નરમાંથી નારાયણ થયેલા હતા એ. એ ત્રેસઠ શલાકા પુરુષોમાં ગણાય અને પાછાં આવતી ચોવીસીમાં તીર્થંકર થવાના છે. એમને જે ના માને, તે તો જૈન જ ના કહેવાય ને ! ત્રણ પ્રકારના તીર્થંકરોના દર્શન કરવાનો અધિકાર છે. ભૂતકાળના તીર્થંકરો, ભૂત તીર્થંકરો કે જે ચોવીસ થઈ ગયા છે, એમના પણ દર્શન કરવા જોઈએ. કારણ કે એમનાં શાસન દેવ-દેવીઓ કામ કરી રહ્યાં છે અને આ અક્રમ માર્ગ તો નિમિત્ત છે. એમાં શાસન દેવદેવીઓ જ કામ કરી રહ્યાં છે. હું તો નિમિત્ત બની ગયો છું. કોઈ વરરાજા જોઈએ કે ના જોઈએ ? આ સીમંધર સ્વામી એ વર્તમાન તીર્થંકર છે. એમને માટે તો હિન્દુસ્તાનમાં કોઈ જીવને રાગ-દ્વેષ નથી અને ત્રીજા, જે આવતી ચોવીસીમાં તીર્થંકર થવાના છે તે. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર આશ્રમતો દુરુપયોગ ! આ તો લોકોનું કંઈ કલ્યાણ થાય એટલા માટે, બાકી અમે કોઈ દહાડો ય આશ્રમનું સ્થાપન કરીએ નહિ, પણ.... પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનને મઠ, આશ્રમ કશું નહોતું. દાદાશ્રી : અમે કહેતા હતાં કે વડ નીચે, ઝાડ નીચે બેસીને અમે ઉપદેશ આપીશું અગર કો'કને ઘેર ઊતરીશું, તે એનાં ઘરનું કલ્યાણ થઈ જશે ! પણ પછી એવાં સંજોગ ઊભા થયા કે જગતનું કલ્યાણ કરવું હોય તો લોકોનો મતાર્થ પહેલો કાઢવો પડશે, ને મતાર્થ કાઢવા માટે બધા ધર્મોનું સ્થાપન કરવું પડશે. અને આત્માર્થ થવા માટે, મેં તો કોઈ આશ્રમ બાંધવાની ના પાડી છે. મેં ઘેર બેસીને, ઝાડ નીચે બેસીને, અમે આ કરીશું પણ આશ્રમ ? આ ધર્મોનો તો આપણાં લોકોએ શું ઉપયોગ કર્યો છે, જાણો છો તમે ? ઘેર ઝઘડા થાય, ભાંજગડ થાયને, તો મહિનો-બે મહિના થાય ને દર્શન કરવાને નામે પેસી જાય ને ત્યાં આગળ પંદર દહાડા પડી રહે મુંઓ, ગાંગડાની પેઠે ? શ્રમ ઉતારવા માટે જાય છે. આશ્રમો શ્રમ ઉતારવાનાં સ્ટેશનો થઈ ગયા છે, જે શ્રમ લાગેલોને તે ઉતારવા ! આમાં હેતુ મતાર્થ જવા માટેતો ! એટલે દેરાસર છેવટે અમારે ફરજિયાત બાંધવું પડ્યું. આ મતાર્થ જવા માટે ! ત્યાં ત્રણ દેરાસર બંધાય છે. આ સીમંધર સ્વામીનું, જે જીવતા છે તેમનાં માટે બંધાય છે. જે ગયા, એનાં નામ લેવાય નહિ. કૃષ્ણ ભગવાન જીવતા છે, એમનું બંધાય છે અને ‘શિવ’ એટલે કલ્યાણ સ્વરૂપ જ્ઞાની, તે પણ જીવતા હોય છે. એટલે ત્રણેય દેરાસરો બંધાય છે એ ય ભેગાં નહિ, પણ જુદાં જુદાં ! પણ બધા લોકો દર્શન કરી જાય. એનાથી આ લોકોનો મતાર્થ બધો જતો રહેશે. એવી આ મૂર્તિઓમાં પ્રતિષ્ઠા કરીશ ! મૂર્તિઓ બોલશે તમારી જોડે !!! મૂર્તિઓ વાતો કરશે ! બોલો, પછી નાસી જાયને પેલાં લોકો ? પછી આ બાવાઓ ને વેપારીઓનું પછી કશું ચાલવાનું નથી. આ તો ત્યાં સુધી નામ ચરી ખાશે આ લોકો. આ બધું જતું રહેશે. આ જે દેવ-દેવીઓનું છે અને અહીં પણ દેવ-દેવીઓ છે, તે ધર્મનું રક્ષણ કરશે. પણ આ લોકો જ વાંકા ચાલે, ત્યાં એમનું શું ચાલે ? લાકડાં વાંકા હોય ત્યાં કરવતે ય વાંકી આવે ને લાકડાં વાંકા હોય ને કરવત સીધી હોય તો તૂટી જાય. એટલે આ બધું સીધું થઈ રહ્યું છે. એટલે આ ત્રણેય દેરાસર બાંધવા લોકો તૈયાર છે. હિન્દુસ્તાનમાં મતાર્થ ના રહેવો જોઈએ. કૃષ્ણ ભગવાનને જે ભજે ! એ સીમંધર સ્વામીને ભજે અને આ બાજુ શિવને ભજે. જગ્યા એક, પણ દેરાસર સેપરેટ. એવું આ સંકુલ બંધાઈ રહ્યું છે. અત્યારે જગતના મતાર્થ કાઢવા માટે. પ્રશ્નકર્તા : આ દેરાસર બીજે છેને ? પછી સુરતમાં નવું બાંધવાની શી જરૂર ? દાદાશ્રી : એ બધે મતાર્થી છે. આ તો મતાર્થની બહાર કાઢું . આ મતાર્થ કાઢવા માટે છે. લોકો આત્માર્થને બદલે મતાર્થમાં પડ્યા છે. એ મતાર્થ નીકળી જાય એટલે આત્માર્થમાં આવી જાય. આ ઈચ્છા છે “અમારી'! જગતમાં મતભેદ ઓછા કરી નાંખવા છે. મતભેદથી દૂર થશેને, ત્યારે આ વાત સાચી સમજતા થશે. આ મતભેદો તો એટલાં કરી નાંખ્યા છે કે આ શિવની અગિયારસ ને આ વૈષ્ણવની અગિયારસ, અગિયારસ જ જુદી જુદી ! ત્યાં મેં મંત્રો ભેગા કરી નાંખ્યા છે અને દેરાસર જુદા જુદા રાખો. કારણ કે એ બિલીફ છે, એક જાતની. શિવમાં કૃષ્ણને ના ઘાલો. પણ આ મંત્રો છે, તે ભેગા રાખો. કારણ કે મન છે તે હંમેશાં શાંત થવું જોઈએ ને ? તે આ લોકોએ આ બધાં મંત્ર વહેંચી નાંખેલા અને આ ભેગું કરીને હું પ્રતિષ્ઠા એવી કરીશ કે લોકોને ધીરે ધીરે મતભેદ બધા વિસારે પડી જાય. આ ઈચ્છા છે અમારી, બીજી કોઈ ઇચ્છા નથી. જગતમાં મોટામાં મોટું જાત્રાસ્થળ ! પ્રશ્નકર્તા : અમે રોજ પ્રાર્થના કરીએ છીએ, સીમંધર સ્વામીને કે Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૮૯ વર્તમાન તીર્થંકર પ્રશ્નકર્તા : હમણાંના બધા લોક છે, વ્યવહારમાં અને ભાવિક પ્રજાને માટે તો એ મૂર્તિ પરોક્ષ છે, તો ભક્તિ લોકો કરશે જ ને ? દાદાશ્રી : ના, આ મૂર્તિ પરોક્ષ નથી. પ્રશ્નકર્તા : પણ ભવિષ્યની પ્રજા, એને માટે પરોક્ષ જેવું થઈ જશે ને ? દાદાશ્રી : એકલું એને માટે જ નહિ. પહેલું આપણે માટે છે આ. આપણે માટે શું છે ? સીમંધર સ્વામી આજે હાજર છે. હજુ તો સવા લાખ વરસ સુધી હાજર છે. એમનું ચિત્રપટ બધું કામ કરે. એટલે આપણા મહાત્માઓને ત્યાં દર્શન જ કર્યા કરવાના. સામે બેસી રહેવાનું, એક કલેક્ટર ત્યાં આગળ ખુરશી ઉપર હોય, ત્યાં સુધી કામ થાય કે ના થાય ? પ્રશ્નકર્તા : થાય. એકાદ દેવ મોકલે અને અમને ત્યાં આગળ લઈ જાય. દાદાશ્રી : એ પ્રાર્થના ફળવાની. તે માટે મને મોકલેલ છે. પ્રશ્નકર્તા: જય સચ્ચિદાનંદ ! દાદાશ્રી : તેથી સીમંધર સ્વામીનું દેરાસર બાંધવાનું નક્કી કર્યું છે, અહીં સુરત પાસેનું. કારણ કે આ બીજે સીમંધર સ્વામીનાં દેરાસર છે ને તે બધાં લોકોને એક્સેપ્ટ નથી થતાં. વીતરાગો બધાં લોકોને એક્સેપ્ટ થવાં જોઈએ. પક્ષપાતી ના હોવાં જોઈએ. એટલે આ સીમંધર સ્વામીનું દેરાસર જે સુરતમાં બંધાય છે, તેમાં ચાર મૂર્તિઓ આપણા થઈ ગયેલા તીર્થકરોની રહેશે. પહેલા ને બીજા - ઋષભદેવ ને અજિત નાથ અને ત્રેવીસ ને ચોવીસ - પાર્શ્વનાથ ને મહાવીર, અને સીમંધર સ્વામીની મોટી મૂર્તિ અહીં મહેસાણા જેવી, બાર ફૂટની અને જોડે છે કૃષ્ણ વાસુદેવનું મંદિર અને આ બાજુ શિવની મૂર્તિ, એટલે એનું ‘લિંગ’ સહિત, એટલે આ બધા ધર્મોનું અહીં આગળ સંકલન કરવામાં આવે છે અને એ બધું આ મોટામાં મોટું જાત્રાનું સ્થાન થવાનું છે અને તેથી લોકોનું કલ્યાણ થવાનું છે. આ આમની મૂર્તિ નથી પધરાવતા, સીમંધર સ્વામી જાતે હાજર છે. એમની મૂર્તિ એટલે પોતે જાતે એના પ્રતિનિધિ કહેવાય. જેમ આ દાદા અહીં આગળ છે, એમની મૂર્તિ બધા ભજે છે, તે મૂર્તિ એમની પ્રતિનિધિ કહેવાય. હું ના હોઉં ત્યારે મૂર્તિ કહેવાય. મૂર્તિનાં ક્યાં સુધી દર્શન કરવાનાં છે ? અમૂર્ત પ્રાપ્ત થતાં સુધી. અમૂર્ત પ્રાપ્ત થતાં સુધી મૂર્તિનું અવલંબન છે. ભગવાને કહેલું કે પછી મૂર્તિ છોડી દેવાની ? ના. મૂર્તિ છોડી નહિ દેવાની, નહિ તો લોકો છોડી દેશે. એટલે અમથા આપણે નામના જવું ખરું. વ્યવહાર ધર્મ છે એ, અમે હઉં જઈએ. વર્ષમાં બે-ત્રણ વખત મારે હતું ત્યાં જવાનું. તો પોળના નાકાવાળા બધાને સમજાય કે દાદા જાય છે. વ્યવહાર ધર્મ બધો ય ખુલ્લો રાખવાનો. હિન્દુસ્તાનનું આ સ્થિતિમાં ન રહેવું જોઈએ. જૈનો આ સ્થિતિમાં ના રહેવા જોઈએ. સીમંધર સ્વામીનું દેરાસર, તે મૂર્તિનું દેરાસર નથી ! એ અમૂર્તનું દેરાસર છે ! દાદાશ્રી : એક કલેક્ટર તમારું કામ ના કરતો હોય, તો તેનાં ઘેર બેઠા તમે પ્રતિક્રમણ કર્યા કરો તો તમારું કામ થઈ જાય. એના ફોટા પાસે તમે કર્યા કરો તો, હવે કલેક્ટરના ફોટાની જરૂર નહિ. આમાં ફોટાની જરૂર અને ભવિષ્યની પ્રજા માટે તો, આખા જગતના કલ્યાણ માટે છે. આ દેરાસરનું સંકુલ તો મતાર્થ જવા માટે, મતભેદ બધા જતા રહેશે. જે લોકોને ફળ આપશે. મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી ભગવાન બિરાજે છે. તે તેમની મૂર્તિ અહીં મૂકવાની છે, જીવતાની મૂર્તિ હોય ! કેટલું બધું ફળ આપે ? ક્યાંય પક્ષપાત જ નહિ ! આપણે ત્યાં તો આશ્રમે ય ના હોય ને કશું હોય નહિ, એવું તેવું, શેના હારું જોઈએ ? પણ આ તો એવું કંઈક સંજ્ઞા થઈ ગઈ, સંકેત થયો, તે આપણે કર્યા વગર છૂટકો નહિ. લોકોનું કલ્યાણ થવું જોઈએ ને ! પ્રશ્નકર્તા : જ્ઞાન સુરતમાં થયું એટલે સુરતમાં મંદિર બાંધીએ Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર મૂર્તિઓની પ્રતિષ્ઠા હું કરીશ. આ લોકોની પ્રતિષ્ઠા ચાલે નહિ. પ્રતિષ્ઠા તો જેનામાં અહંકાર ન હોય ને, તે જ પ્રતિષ્ઠા કરી શકે અગર તો અહંકાર ઉપશમ થયેલો હોય તે કરી શકે. આ તો બધે અહંકારી લોકો જ મૂર્તિની પ્રતિષ્ઠા કરે છે, તે ન હોવું જોઈએ. જરૂર સીમંધર સ્વામીના દેરાસરતી ! અને જન્મ ભાદરણમાં થયો તો ભાદરણમાં કશું નહિ કરવાનું ? દાદાશ્રી : જન્મ તરસાળીમાં થયો. અમારે લેવાદેવા જ ના હોય. પક્ષપાત ના હોય અમારે. ‘વ્યવસ્થિતની શી મરજી છે', તે જોઈ લઈએ. ‘વ્યવસ્થિત શું છે', તે બધું જોઈ લઈએ. બધું આપણું જ છે. આ ભાદરણ એકલું જ કંઈ આપણું નથી ! તો ય જન્મક્ષેત્રે ત્યાં આગળ લોક દર્શન કરવા જાય છે. લોકોને મનમાં એક રૂઢિ પેસી ગયેલી, પાછા ઘરમાં જઈને ફરી આવે ! ઉપર ફરી આવે ! જીવતા ભગવાનની ભજતાથી.... પ્રશ્નકર્તા તો મહાવીરને બદલે સીમંધર સ્વામીનું દેરાસર વધારે કામનું ને ? દાદાશ્રી : હા, એ જીવતા છે, ને વર્તમાન તીર્થંકર જોઈએ. પછી મહાવીરની મૂર્તિ આવશે. પણ મૂળ નાયક તો આપણા સીમંધર સ્વામી એ જીવતા છે. જે ગયાને એનાથી પુણ્ય બંધાય, જ્ઞાનનો ઉઘાડ ના થાય. ને વર્તમાન હોય તો જ જ્ઞાનનો ઊઘાડ થાય. “અમારો' એ જ પ્રોપેગડા ! મારો એ જ પ્રોપેગન્ડા છે કે તમે તીર્થકરને જાણો. ‘અરિહંત કોણ છે ?” એને જાણો તો તમારાં દર્દ ઓછાં થશે. અરિહંત જ આ દુનિયાના રોગ મટાડે છે, સિદ્ધો ના મટાડે. પ્રશ્નકર્તા : અરિહંત ઉપકારી. દાદાશ્રી : અગર તો મારા જેવા જ્ઞાની પુરુષ એ ઉપકારી. બીજું કોઈ ઉપકારી આ જગતમાં હોય નહિ. એટલે આ અરિહંતને ઓળખવા માટે કરોડ રૂપિયાનું દેરાસર બંધાય છે. પ્રાણપ્રતિષ્ઠા કોણ કરી શકે ? એટલે આ દેરાસર બંધાય છે ને, તે મતાર્થ બધા છૂટી જશે અને આ બધા અમારું મંદિર બાંધવાનું કહેતા હતા. મેં કહ્યું, “ના, ના. મારું મંદિર ના બાંધશો. આ બધાં છે જ. હા, એક સીમંધર સ્વામીના મંદિરની જરૂર છે. જેથી કરીને આ જગતનું કલ્યાણ થાય.’ એમને કહ્યું, ‘પધારો સાહેબ, અહીં આગળ. આ કલ્યાણ થાય લોકોનું.’ દેરાસર હોય તો પધારો એમ કહેવાય, મૂર્તિ હોય તો ! નહિ તો ક્યાં પધારે ?! હવામાં ઊડે એ કામ ના આવે. એક જગ્યાએ સ્થિર થયેલું હોય ત્યાં પધારો કહેવાય. બાકી મારી મૂર્તિ મૂકીને શું કરવાનું ?! આ તો હાજર છે. કોની મૂર્તિ ? પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીની. દાદાશ્રી : હંઅ... પૂજવા બેઠેલી મૂર્તિ ! હિન્દુસ્તાનમાં બધા લોકોએ મને કહ્યું કે અમારે તમારી મૂર્તિ મૂકવી છે, મંદિરમાં. મેં કહ્યું, “ના, મૂર્તિ મૂકવાની નહિ. હું મૂર્તિ મૂકાવીશ તો પાછળવાળાને ફાવતું આવી ગયું. એટલે પછી એમના પછી એ ય મૂકાવડાવે. કોઈ ફરી પાછો બીજો મૂકાવતો જાય એ રીતે. પ્રશ્નકર્તા : મૂળ ધ્યેય ચૂકી જવાય. દાદાશ્રી : એટલે મારી મૂર્તિ મૂકવાની જરૂર નથી. હું તો મૂર્ત જ છું, જ્યારે જુઓ ત્યારે. આ મૂર્તિ તો બધા આગળના લોકોની મૂકેલી. બે જાતના લોકોની મૂર્તિ મૂકાયેલી. સાચા પુરુષો, મૂળ પુરુષો, જેની આપણા લોકોએ મૂર્તિ મૂકી. અને મારી પછી તો શું થશે ? પછી તો પ્રથા ચાલશે કે મારા પછી જે હોય ને એ દાદાની પછી મૂકે, એટલે Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૯૩ મેં કહ્યું છે કે મારી મૂર્તિ મૂકવી હોય તો સીમંધર સ્વામીની સામે હું આમ કરીને (પગે લાગતાં) બેસી રહ્યો હોઉં તેવી મૂર્તિ મૂકજો. પ્રશ્નકર્તા : મૂર્તિ મૂકવી પડે એવું હોય તો જ એવી કરાવવી. દાદાશ્રી : તો તેનો વાંધો નહિ. એટલે લોકોને થાય કે આ દાદાને પૂજાવાની કામના નથી, પૂજવાની કામના છે. એટલે પૂજાવા માટે નથી. આ પૂજવા માટે છે અને એમને પૂજવાનું છે. એ બતાવે છે, હું તો બહુ બહુ પૂજાયેલો છું. અનંત અવતારથી ધરાઈ ગયો છું. પૂજાઈ, પૂજાઈને ! એ ભીખ નથી રહી મારી કોઈ જાતની. એ તો એક જાતની ભીખ છે માનની, પૂજાવાની કામના. આ બધી કામના છોડીએ, તો એનો ઉકેલ આવે. જેમ સાધુઓએ મારા ‘ગુરુ, દાદા ગુરુ' કર્યું. તે મેલને મૂઆ. અહીં બાપ, દાદો કર્યા પાછાં ! દાદાગુરુને લાવે પાછો ! પુસ્તકમાં એમનું નામ લખે. આ તો એમની મૂર્તિ બેસાડે. શ્રીમદ્ રાજચંદ્રે ઘણું ના કહ્યું હતું, તો ય એમની મૂર્તિ બેસાડી લોકોએ ! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કારણ કે લોકોને એમ કે પાછળ પ્રભુશ્રીની મૂકતાં ફાવે. પછી પ્રભુશ્રીની પાછળ બ્રહ્મચારીની આવે. પ્રશ્નકર્તા : પછી તો બીજાની આવે. દાદાશ્રી : હા. કૃપાળુદેવ ચોખ્ખા માણસ, પ્રભુશ્રી ય પ્યૉર હતા. પછી ગંદવાડો કરી નાખ્યો. મૂર્તિ મૂક્વાતો રોગ ! મને તો બહુ દબાણ આવ્યા કરે કે મૂર્તિ ઘાલો. અહીં મૂર્તિ મૂકી હોય ને ભઈ ત્યાં આગળ કારકુનની નોકરી કરતો હોય, બીજા અવતારમાં ! પશુમાં ય ગયેલો હોય ! અમારે તો સંઘ આખો બહુ દબાણ કરે, પણ મેં ના ચાલવા દીધું. મૂર્તિનો રોગ પેસે નહિ. મારી પાછળ પેલો રિવાજ બંધ થઈ જાય. શ્રીમદ્ રાજચંદ્ર ના વર્તમાન તીર્થંકર કહેતા હતા કે મારી મૂર્તિ મૂકશો નહિ. તો ય મૂકાવડાવી એટલે મૂકાવનારની મૂર્તિ પછી એની પાછળથી મૂકાઈ. જો નિરાંતે વ્યાપાર ચાલુ રહ્યોને, એ વેપાર હું બંધ કરી દેવા માગું છું. ૯૪ એટલે હું અહીંથી કાપી નાખું તો પછી વાંધો-ભાંજગડ નહિને, પછી લાલચ ના રહેને ! પછી એ કેમની એની મૂર્તિ મૂકાવડાવે ? આરતી સીમંધર સ્વામીતી ! હાલમાં જે ભગવાન બ્રહ્માંડમાં હાજર છે, તેમની આરતી આ બધા કરે છે તે મારા થ્રુ (માધ્યમ દ્વારા) કરે છે ને હું તે આરતી તેમને પહોંચાડું છું. હું પણ તેમની આરતી કરું છું. દોઢ લાખ વરસથી ભગવાન હાજર છે. તેમને પહોંચાડું છું. આરતીમાં બધા દેવો હાજર હોય છે. જ્ઞાની પુરુષની આરતી સીમંધર સ્વામીને ઠેઠ પહોંચે. દેવલોકો શું કહે છે ? કે જ્યાં પરમહંસની સભા હોય ત્યાં અમે હાજર હોઈએ. આપણી આરતી ગમે તે મંદિરમાં ગાઓ તો ભગવાનને હાજર થવું પડે. ઘેર ઘેર કરવા જેવી આરતી ! જેને ત્યાં ‘દાદા'ની આરતી ઊતરે, તેને ત્યાં તો વાતાવરણ જ બહુ ઊંચું વર્તે ! આરતી તો વિરતિ છે ! જેને ઘેર આરતી થાય, એને ઘેર તો વાતાવરણ આખું જ ફેરફાર થઈ જાય. પોતે તો ‘શુદ્ધ’ થતો જાય ને ઘરનાં બધાં છોકરાને ય, બધાંને ય ઊંચા સંસ્કાર મળે. આ આરતી બરોબર બોલાયને, તે ઘેર દાદા હાજર થાય ! અને દાદા હાજર થાય એટલે બધા જ દેવલોક હાજર થાય અને બધા જ દેવલોકની કૃપા રહે. આરતી તો ઘેર નિયમિત બોલાય અને એને માટે અમુક ટાઈમ નક્કી કરી રાખવો તો બહુ જ સારું. ઘરમાં એક જ ક્લેશ થાય તો વાતાવરણ આખું ય બગડી જાય. પણ આ આરતી એ પ્રતિપક્ષી કહેવાય, તેનાથી તો શું થાય ? કે વાતાવરણ સુધરી જાય અને ચોખ્ખું પવિત્ર થઈ જાય ! Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૯૫ આ આરતી વખતે તમને જે ફૂલાં ચઢે છે, એ દેવોને અમે ચઢાવીએ છીએ અને પછી તમને તે ચઢાવીએ છીએ. જગતમાં કોઈને ય દેવોના ચઢાવેલાં ફૂલાં ચઢતાં જ નથી, આ તો તમને જ ચઢે છે. એનાથી મોક્ષ તો રહે ને ઉપરથી તમને સંસારી વિઘ્નો ના આવે. આરતી વેળાએ અમીઝરણાં.... આપણે ત્યાં આગળ સીમંધર સ્વામીના દેરાસરમાં, મહેસાણા ગયા'તા એ તો, અમે તો ૩૫ જણ છે તે ત્યાં આરતી ઉતારી. મેં પહેલી વખત આરતી ઉતારી. આખી બસ હતી. તે આરતી તો આપણી બોલવા ના દે. આપણી આરતી જુદી છે. તમે જાણો છો ને ?! એ ત્યાં બોલવા દે નહિને ! પણ એ પૂજારીએ કહ્યું કે તમારી આરતી બોલો. અને મેં છે તે જાતે આરતી ઉતારી. આરતી વખતે તો મને તો દેખાય બધું. પછી હું તો કશી વાત બોલું નહિ. મહીં આપણા મહાત્માઓમાં કેટલાંક જોઈ ગયેલા અને પછી છે તે અમે ઉતારે ગયા ત્યારે પેલો પૂજારી ત્યાં ઉતારે આવ્યો. કહે છે, ‘આ સીમંધર સ્વામીના આજે ટપકાં પડ પડ કરતાં'તાં, તે બહુ પડ્યાં.' પ્રશ્નકર્તા : અમી ઝર્યાં. દાદાશ્રી : હા. તે આજે બન્યું. આજે કેટલા દહાડે, આ અહીં પધરામણી થયા પછી. એમની પ્રતિષ્ઠા થયા પછી. કોઈ દહાડો આવા સરસ અમી ઝર્યાં નથી. આ નિરંતર અમી જ ઝર્યા કરતાં'તાં ! પછી આજ બન્યું. શું કર્યું તમે ? ત્યારે મેં કહ્યું, મેં કશું કર્યું નથી આજ. પ્રતિષ્ઠા કરી નથી મેં. પ્રતિષ્ઠા કરે તો બને એવું વખતે, પણ પ્રતિષ્ઠા કરી નથી. આ આરતી ઉતારીને, એમાં આ બન્યું. એટલે બધું થાય. આ કંઈ શાસન બગડ્યું નથી. બાકી પ્રતિષ્ઠા અમે કરીએ છીએ કેટલીક જગ્યાએ. કારણ કે આજની પ્રતિષ્ઠા, આજે આચાર્ય-મહારાજો કરે છે ને, તે શાસ્ત્રના આધારે કરે છે, એ કરનાર કોણ હોવો જોઈએ ? શાસ્ત્રની પ્રતિષ્ઠા સાચી છે, પણ કરનાર સમકિતી હોવો જોઈએ અગર તો જ્ઞાની હોવો જોઈએ. એટલે આજે ફળ નથી આપતી. ૯૬ વર્તમાન તીર્થંકર શાસતદેવો પ્રભાવ પાડે ! પ્રશ્નકર્તા : તીર્થંકરોની પ્રતિમામાંથી અમી ઝરે છે, એ સાચું કે ખોટું ? દાદાશ્રી : હવે એ તો બધું સાચું છે, એમાં બે મત ના હોય પણ બધે સાચું નથી હોતું. કેટલીક જગ્યાએ બનાવટી હોય છે ને કેટલીક જગ્યાએ સાચું હોય છે. કારણ કે બધું બગડ્યું હશે, પણ શાસન નથી બગડ્યું. હા, ભગવાનનું શાસન તેવું ને તેવું છે. એટલે અમી ઝરે છે. બધું જ બને છે ને ! પ્રતિષ્ઠા જ્ઞાતી થકી ! અમે જયપુર ગયા'તા, એક બસ લઈને. તે ત્યાં બિરલાવાળાનું મંદિર હતું. રામ-લક્ષ્મણ-સીતાની એ ત્રણ મૂર્તિઓ ગોઠવેલી અને મંદિર નવું બાંધેલું. ત્યારે અમે બધા ત્યાં જઈને બેઠાં, દર્શન કર્યા. આપણે તો બધા દર્શનને માનીએ ને ! આપણે અહીં તો પક્ષપાત નહીં ને ! જૈન-વૈષ્ણવો બધા આવે અને વ્યવહારથી છે. આપણે કંઈ આ નિશ્ચય છે નહિ, વ્યવહાર છે. એટલે પછી ત્યાં આગળ જઈ બેઠા. પછી મેં પ્રતિષ્ઠા કરી કહ્યું કે આવી સરસ મૂર્તિ છે, પણ પ્રતિષ્ઠા નથી દેખાતી. તે બે વરસ પર બાંધેલું. પછી પ્રતિષ્ઠા કરી. એટલે પછી પેલો પૂજારી દોડતો આવ્યો અને દાદાના પગમાં માથું મૂકીને ખૂબ રડ્યો એ તો ! ખૂબ રડીને પછી આ માળા પહેરાવી ગયો. મને કહે છે કે ‘આજે ભગવાનને હસતાં જોયાં, નહિ તો કોઈ દહાડો હસ્યા જ નથી. તમે શું કર્યું ?” મેં કહ્યું, ‘મેં આ પ્રતિષ્ઠા કરી છે. લોકોનું કલ્યાણ થઈ જાય !' આ ય પ્રતિષ્ઠાનું જ રૂપક છે. આ તમે ‘ચંદુલાલ’ બન્યા છે એ પ્રતિષ્ઠા જ તમે કરી છે. હવે ફરી પ્રતિષ્ઠા ના કરવી હોય, ના અનુકૂળ આવતું હોય તો પ્રતિષ્ઠા બંધ કરી દો. પ્રતિષ્ઠા થાય પછી પૂજ્ય ગણાય. એટલે અમે ચેતન મૂકીએ એમાં. મૂર્તિમાં ચેતન મૂકીએ ત્યાર પછી પ્રતિષ્ઠા થઈ કહેવાય. આ દેરાસરમાં જો જો ને, અમે એક-એક મૂર્તિમાં ચેતન મૂકીશું. Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર પ્રશ્નકર્તા : આ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરે છે, તો વ્યક્તિમાં કેમ નહિ ? દાદાશ્રી : હું પ્રાણપ્રતિષ્ઠા જ કરું છું ને ! ત્યારે બીજું કરું છું શું ? આ બધા મને પગે લાગે છે ને પ્રાણપ્રતિષ્ઠા જ કરે છે એમાં. પ્રશ્નકર્તા : થઈ શકે ? એ સત્ય છે ? દાદાશ્રી : એ સત્ય હતું, એનાં પર નકલ કરેલી છે પેલી તો. અને આ જે ભાગને હું પ્રાણપ્રતિષ્ઠા કરું છું ને એ મૂર્તિ જ છે, જીવતી નથી. પ્રશ્નકર્તા : એ મૂર્તિ જ છે. દાદાશ્રી : આ ય મૂર્તિ છે ને તે ય મૂર્તિ છે. બેઉ મૂર્તિઓ જ બે ?!' મૂઆ, બોલ પાંસરો થઈને ! એમ કહે છે. પણ પ્રતિષ્ઠા કરી એટલે ભગવાન બેસાડ્યા અને પ્રતિષ્ઠા તો આ સાધુ-આચાર્યો કરે છે. ને તેમાં ય લોકોને સાધારણ ત્યાં દર્શન કરવાનું મન થાય છે. તો જો જ્ઞાની પુરુષ પ્રતિષ્ઠા કરે તો મૂર્તિ બોલે ! વાતચીત કરે તમારી સાથે ! આ સુરતના દેરાસરમાં સીમંધર સ્વામીની મૂર્તિ જોજો અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોજો, ત્યાં જવાનું થાય ત્યારે એ વાતો કરશે અને આ પ્રાણપ્રતિષ્ઠા જ છે. પણ આ તમારી કરેલી પ્રાણપ્રતિષ્ઠા છે. મારી કરેલી નહિ. આ તો હું છે તે તમને ‘આ’ જ્ઞાન આપ્યા પછી, આત્માની પ્રાણપ્રતિષ્ઠા કરાવડાવું છું. પ્રશ્નકર્તા : આત્માને જાગ્રત કરો છો. દાદાશ્રી : અજ્ઞાનતામાં પ્રતિષ્ઠા કરેલી કે સસરા થવું છે, તો સસરા થયા. પ્રશ્નકર્તા : પણ મૂર્તિઓના ચમત્કાર હોય છે, તો મનુષ્યના ચમત્કાર ક્યા ? દાદાશ્રી : મૂર્તિઓ શી રીતે ચમત્કાર કરે ? પ્રશ્નકર્તા : દેરાસરોમાં અમીઝરણાં થાય છે, તે શું છે ? દાદાશ્રી : એવું છે, આ લોકોનો મૂર્તિ પર વિશ્વાસ ડગી જાય છે ત્યારે બીજા દેવલોકો આ બધા અમીઝરણાં કરે ! મહીં કંકુ કાઢે, ચોખા કઢાવડાવે. એટલે લોક પાછાં જાય ત્યાં બધાં. પ્રશ્નકર્તા : આ બધું પૌગલિક છે ને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આ પ્રાણપ્રતિષ્ઠા વખતે અમીઝરણાં થાય છે, એ દેવો કરે છે ? દાદાશ્રી : શાસનદેવો કરે. જેને આ શાસન નભાવવું છે એ દેવો કરે ! મૂર્તિ શું કહે છે ? “તારી બનાવી હું બની, તારી એક ફૂટી કે આવા તો ચોવીસ મંદિરો થવાના છે ! હવે તમારા કચ્છીઓ બધા બહુ આવે છે સત્સંગમાં. પ્રશ્નકર્તા : આપે કહ્યું છે તે. ચોવીસ મંદિર થવાના છે આવા સુરત જેવાં. દાદાશ્રી : હા. પણ કચ્છમાં થાય તો સારું. ક્યાં સુધી એ રિવાજોમાં રહેવું ? કેટલાંક લોકો મને કહે છે, “સીમંધર સ્વામીનું દેરાસર તમે શું કામ બંધાવો છો ? અને અમને સોંપી દો. તો અમે બાંધી આપીએ, તમારા કહ્યા પ્રમાણે.” મેં કહ્યું, ‘તમારા રીતરિવાજ અમારે ઘાલવા પડે અને તમારા રિવાજો છે તે શુષ્ક અને જડ રિવાજો છે. સીમંધર સ્વામીની પાસે મને દર્શન કરવા અંદર નથી જવા દેતાં ને ! જ્ઞાની પુરુષને ય રોકે ! પવિત્રમાં પવિત્ર, નિરંતર પવિત્ર હોય. જે દેહના માલિક નથી, તેને જ આ લોકો અંદર જવા નથી દેતા !” અને લોકો ય કેવા પ્રેમથી પૈસા આપે છે ! નહિ તો આ દેરાસર બંધાવું, કંઈ Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૦૦ વર્તમાન તીર્થંકર મહેસાણા જેવી મૂર્તિ થશે. આ અંબાલાલ મૂળજીભાઈના નામ પર નથી. આ તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીના નામ પર શેની ખોટ હોય ? હજુ તો કશું નામ નથી બોલાયું, તે પહેલાં તો પાંચ લાખ રૂપિયા ભેગા થઈ ગયા છે. વાર ના લાગેને ! અને આ તો પૈસા ઊડી ઊડીને પડશે. ક્યાંથી પડશે ? આ કંઈ સો-સો, હજાર-હજારે ઓછું વળવાનું છે ? પ્રશ્નકર્તા : પૈસા ક્યાંથી આવતા હશે ? દાદાશ્રી : પૈસા તો પુણ્યશાળીની પાસે બધા હોય જ ને. કારણ કે સાચી વાત આ દુનિયામાં હોય તો આ કલ્યાણ થાય. બાકી કલ્યાણ થાય નહિ. સહેલી વાત નથી. જૈનોએ કહ્યું, પૈસા આપવા માટે પણ એ તો પછી એમના કાયદાઓ ઘાલી દે. પ્રશ્નકર્તા : હા. કાયદા એમના ઘાલી દે. દાદાશ્રી : અમારે તો વૈષ્ણવ આવવાના, બધા આવવાના. તે એ લોકો એમના કાયદાથી પેસવા ના દે પછી. પૂજા કરવી હોય તો ના પેસવા દે. વૈષ્ણવોને એ કહે, આવા કપડાં પહેરીને અંદર જાવ.... શું ? કાયદા પેસી જાયને ? એટલે (જૈનોના પૈસા લેવાની) બધાએ ના પાડી, આપણા મહાત્માઓએ. આરસની અસરો ! મેં કહ્યું, ‘આરસનું આખું દેરાસર બનાવવાનું ?” ત્યારે બધા કહે છે, “આખું દેરાસર આરસનું થાય તો બહુ સારું.’ પ્રશ્નકર્તા : બધાની ઇચ્છા ખરી કે આરસનું થવું જોઈએ. દાદાશ્રી : બધા બહુ માણસોની ઈચ્છા. મેં પૂછયું પણ ખરું બધાને. પ્રશ્નકર્તા : આરસ કેમ બધા દેરાસરમાં વપરાય ? દાદાશ્રી : એને આ વેધર (આબોહવા) અસર ના કરે. બીજા બધાને અસર કરે. આરસને મોડામાં મોડી અસર થાય. હજાર વર્ષનું આરસનું દેરું હોય પણ પ્રશ્નકર્તા : તો અમે બધા આરસ જેવાં થઈ ગયા. દાદાશ્રી : હા. આરસ કરતાં ઊંચા ! તમારી તો વાત જ જુદી. તમે કંઈ પથરા છો ? પથરામાં પહેલો નંબર આરસ કહેવાય. અનન્ય ભક્તિ, ત્યાં અપાય ! આપણે મોક્ષમાં જવાનું છે ત્યાં આગળ. મોક્ષમાં જવાય એટલું પુણ્ય જોઈએ. અહીંયા તમે સીમંધર સ્વામીનું જેટલું કરશો, એટલું બધું તમારું આવી ગયું. બધું બહુ થઈ ગયું. એમાં એવું નથી કે આ ઓછું છે. એમાં તો તમે જે (આપવા માટે) ધાર્યું હોય ને એ બધું કરો. એટલે બધું થઈ ગયું. પછી આથી વધારે કરવાની જરૂર નથી. પછી દવાખાના બાંધો કે બીજું બાંધો. એ બધું જુદે રસ્તે જાય. એ ય પુણ્ય ખરું પણ સંસારમાં જ રાખે અને આ પુણ્યાનુબંધી પુણ્ય, જે મોક્ષે જવા હેલ્પ કરે ! આ અનંત અવતારની ખોટ ભાંગવાની છે અને એક જ અવતારમાં ભાંગવાની છે. એટલે ખરી રીતે મારી પાછળ પડવું જોઈએ, પણ એ તો તમારું ગજું નહીં. આ એમની જોડે તાર-સાંધો મેળવી આપું છું, કારણ કે ત્યાં જવાનું છે. હજી એક અવતાર બાકી રહેશે. અહીંથી સીધો મોક્ષ થવાનો નથી. હજી એક અવતાર બાકી રહેશે. એમની પાસે બેસવાનું છે એટલે સાંધો મેળવી આપું છું અને આ ભગવાન આખા વર્લ્ડનું કલ્યાણ કરશે. એટલે આખા વર્લ્ડનું કલ્યાણ થશે એમના નિમિત્તથી. કારણ કે એ જીવતા છે. ગયેલા હોય ને એ કશું જ ધોળે નહિ, ખાલી પુણ્ય બંધાય. સીમંધર સ્વામીના નામ પર... આપણા માટે તો કશું કરવું ન હતું, પણ આ સંકેતથી ઉત્પન્ન થયેલું છે. એટલે આ સુરતની પાસે હાઈવે ઉપર થાય છે આ. લગભગ Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૦૧ તામ દેશે, તેનાં દુઃખ જશે ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનું મંદિર એટલા માટે બંધાવો છો કે પછી બધાં એ રીતે આગળ આવી શકે. દાદાશ્રી : સીમંધર સ્વામીનું નામ લેશે ને, ત્યાંથી જ ફેરફાર થવા માંડશે. પ્રશ્નકર્તા : સદ્ગુરુ વગર તો પહોંચાશે નહિ ને ? દાદાશ્રી : સદ્ગુરુથી તો મોક્ષે જવાનું સાધન હોય પણ આ લોકોને જે દુઃખો છે તે બધાં જતાં રહે, પુણ્ય ઉદયમાં ફેરફાર થયા કરશે. એટલે આ દુઃખ બિચારાને ના રહે. આ બધા કેટલા દુઃખોમાં સપડાયા કરે છે. પછી મોક્ષ તો થશે. સદ્ગુરુ મળે તો કંઈ દહાડો વળે, નહિ તો ના મળે તો પુણ્ય તો ભોગવે બિચારો. સારું કર્મ તો બાંધે. ખોટાં કર્મ ના કરે તો બહુ થઈ ગયું. મોક્ષ તો બધાંનો હોય જ નહિ ને ! મોક્ષ તો કો'કનો જ હોય. જેને ગુરુ હોય એ ભાગ્યશાળી. એમનાથી બદલાવાનું હોય તે બધું જ બદલાય. ગુરુ સારા એટલે ચોખ્ખા, અહંકાર હોય તેનો વાંધો નથી, પણ ચોખ્ખા એટલે પૈસા ભેગા કરવા માટે નહીં. વિચારો વિષય માટે નહિ જોઈએ. જ્યાં વિષય અને પૈસા હોય ત્યાં ગુરુ નથી. પૈસાનું હોય, એ તો રામલીલા જ કહેવાય ! પૈસા હોય ત્યાં ધર્મ ના હોય. ધર્મ હોય ત્યાં પૈસા ન હોય. ....તો ય થાય કલ્યાણ ! પ્રશ્નકર્તા : આપે એક જગ્યાએ કીધું છે કે ફૂલ સમજ અને ફૂલ અનુભવ એ જ પરમાત્મા છે, તો પછી પરમાત્માના બધા પિકચરો (ફોટાઓ) કેમ છે ? ભગવાનના બધા ફોટાઓ કેમ છે ? બધે રામનો, કૃષ્ણનો, શંકર ભગવાનનો ? દાદાશ્રી : ફોટા ના હોય તો શી રીતે ઓળખાય ? શી રીતે તમને ખબર પડે ? પ્રશ્નકર્તા : પણ આ પરમાત્મા સાથે સમજાવ્યા કે ફૂલ (પૂર્ણ) વર્તમાન તીર્થંકર સમજ ને ફૂલ અનુભવ એ જ પરમાત્મા, તો એમાં તો કોઈ એવો ફોટો છે જ નહિ. ૧૦૨ દાદાશ્રી : પણ એ જેનામાં હોય, એનો ફોટો તો હોયને ! દેરાસરનો ફોટો હોયને ! જુઓને, આ દેરાસરનો (સીમંધર સ્વામીનું ચિત્રપટ) ફોટો દેખાય છે ને ? ત્યારે એ દેરાસરનો ફોટો જોઈએ, તો ‘ભગવાન અહીં છે' એવું ખાતરી થાય. કશુંક જોઈએ તો આપણને દેખાયને. માટે ભગવાન બધા ફોટાવાળા જોઈએ. ફોટા એ દેરાસર છે ને મહીં ભગવાન બેઠા છે ! પ્રશ્નકર્તા : એમાં બેઠેલા ભગવાનને આપણે ના ઓળખીએ, પણ જેનામાં એવા ભગવાન છે. એમનાં દર્શન કર કર કરીએ, એની ભજના કરીએ તો ય કોઈક દિવસે સમજ આવી જાય ને ? દાદાશ્રી : તો ય બહુ થઈ ગયું. એમનું નિદિધ્યાસન કરીએ, તો ય આવી જાય. દેરાસરનાં પગથિયાં અડી આવીએ તો ય કલ્યાણ થઈ જાય. આ ભક્તિ શેતા માટે ? પ્રશ્નકર્તા : મંદિરમાં ભગવાનની લોકો બધા ‘પ્રે’ (પ્રાર્થના) કરતાં હોય છે. હું નથી કરતો, કારણ કે મને એનું મહત્ત્વ સમજ નહિ પડેલું હતું. તે મને જાણવું છે કે મહત્ત્વ શું છે ને કેવી રીતે કરવાનું ? દાદાશ્રી : કશું ય મહત્ત્વ નથી. લોક કહેશે કે આ ભગવાનનો ફોટો લઈ જાવ, આ તમને બચાવશે. તને બાપો ય બચાવનારો નથી. એ બધા ગયા મહીં, ફોટા લઈને આવ્યા. તો એ કોણ બચાવવાના છે ? એ આપણી શ્રદ્ધા બચાવે છે ! એ ફોટાવાળા કંઈ બચાવવા આવ્યા છે ! એ ફોટાવાળા તો હમણે નાખી દઈએ તો ડૂબી જાય. એ કંઈ તરે ? એ તો આપણી શ્રદ્ધા છે, એમાં જે છે. આ તો બધા ફોટા ભેગા કર્યાં છે. એનું શું કારણ ? આ મને બચાવશે, આ મને બચાવશે... મૂઆ નહીં બચાવે. એ એમનું જ બચેલું નહિ ત્યાં !! એટલે એમની લાલચો પૂરી કરવાનું સાધન છે એ. માતાજીની Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૦૩ ૧૦૪ વર્તમાન તીર્થંકર શા હારું ભક્તિ કરતો હોય ? મારું શરીર સારું રહે, છોકરાને ત્યાં છોકરો નથી, લાલચો બધી. ભૌતિક સુખો માટે આ બધા લાલચમાં પડ્યા છે. કોઈ મોક્ષને માટે પૂજા કરતા નથી. પણ તે ય અમે તો કહીએ છીએ કે જ્યાં સુધી મોક્ષનો માર્ગ ના મળે, ત્યાં સુધી ભૌતિક સુખો માટે આ ભક્તિ કરજો અને આ ભક્તિ છોડાવી દેશો તો રમી રમવા જતો રહેશે મૂઓ, જેટલો નવરો પડ્યો તો ! એટલે આમાં ગૂંથાયેલા રહે એવું કર્યા કરવું. એમાં તમારી જ શ્રદ્ધા ફળે ! પ્રશ્નકર્તા: આ બધા બાધા-આખડીઓ કરે છે કે ભગવાન આમ કરશો તો આમ કરીશ, તો એમાં કેટલી સત્યતા છે ? દાદાશ્રી : એમાં એવું છે કે કોઈ કશું કરતું નથી. ભગવાન કંઈ એવો નવરો નથી આવું બધું કરવા હારું. તમારી શ્રદ્ધા ફળે છે. તમે ભગવાન પર શ્રદ્ધા રાખો. એ શ્રદ્ધા તૂટે નહિ તો એ શ્રદ્ધા તમારી ફળ છે. બીજું ભગવાન કશું કરતો નથી એમાં ! ભગવાન તો ત્યાં પથ્થર રૂપે બેઠા છે કે જે રૂપે બેઠા છે ! હા, દેહધારી રૂપે જીવતા ભગવાન હોય ત્યાં કૃપા થાય, એમને રાજી કરો તો કૃપા થાય. એમને રાજી કરવા માટે આટલી ચીજ ના જોઈએ. લક્ષ્મીનો વ્યવહાર બિલકુલે ય જોઈએ નહિ. સ્ત્રી-વિષયવિકાર બિલકુલ ના જોઈએ. સ્ત્રીનો વિચાર પણ ના હોવો જોઈએ. લક્ષ્મી અને સ્ત્રી, બે બિલકુલ જોઈએ નહિ અને વર્લ્ડમાં કોઈ ચીજની ભીખ ન હોય. માનની, કીર્તિની, કશાની નહિ. જ્યાં કોઈ પણ જાતની ભીખ છે માનની-કીર્તિની, તો તે શી રીતે ભગવાન કહેવાય ? જાતજાતની ઈચ્છાઓ હોય ! ભગવાન નિરીછુક હોય. નિરંતર સમાધિ હોય ભગવાનને ! પ્રભુપૂજાતાં પગથિયાં ! પ્રશ્નકર્તા: દરેક ધર્મનાં શાસ્ત્રોમાં નામનું મહત્વ બહુ બતાવે છે. નામના જાપ કરવાનું, એમાં શું રહસ્ય હશે ? દાદાશ્રી : એ બધું એકાગ્રતા માટે છે. ‘નામ’ એ સ્થળ છે, સ્થળ ભક્તિ છે, પછી ‘સ્થાપના' એ સૂક્ષ્મ ભક્તિ છે, પછી ‘દ્રવ્ય' એ સુક્ષ્મતર ભક્તિ છે અને છેલ્લે ‘ભાવ' એ સૂક્ષ્મતમ છે. આ ચાર પ્રકારની ભક્તિ છે. તે એકલાં “મહાવીર, મહાવીર” બોલતા હોય તો ય એ સ્થળ ભક્તિ થઈ અને જો સ્થાપના એટલે કે ફોટો મૂકીને મહાવીર, મહાવીર’ કરે તે સૂક્ષ્મ ભક્તિ થઈ કહેવાય અને જાતે મહાવીર હાજર હોય ને ભક્તિ કરે તો સૂક્ષ્મતર ભક્તિ કહેવાય. આ મારો ફોટો મૂકીને ભક્તિ કરે, એનાં કરતાં હું જાતે હાજર હોઉં ને મારી હાજરીમાં ભક્તિ કરે તો એ સૂક્ષ્મતર ભક્તિ કહેવાય. અને પછી મારી આજ્ઞા જ પાળે તો એ સૂક્ષ્મતમ ભક્તિ કહેવાય. મારું કહેવાનું, અમારી આજ્ઞા, એના ભાવમાં આવી જાય તો એ ભાવ ભક્તિ થઈ ગઈ. એ તરત ફળ આપનારું છે. પેલી ત્રણેય પ્રકારની ભક્તિ ભૌતિક ફળ આપનારી છે અને ‘આ’ એકલું જ ‘રિયલી કૅશ’ છે. તેથી તો અમે કહીએ છીએ કે “ધીસ ઈઝ કૅશ બેંક ઈન ધી વર્લ્ડ.’ આને ‘કૅશ બેંક’ શાથી કહીએ છીએ કે અત્યારે “અહીં’ છેલ્લી ભક્તિ થાય. નામ ભક્તિ ય ખોટી નથી. નામનો એવો નિયમ નથી. નામમાં તો “રામ” બોલે તો ય ચાલે ને કોઈ ‘લીમડો' બોલ બોલ કરે તો ય ચાલે. ખાલી બોલવું જોઈએ. જે બોલ્યા તેની મહીં ઉપયોગ રહે, એટલે બીજી બાજુ લિસોટા ના માર માર કરે. આત્માને એક ઘડીવાર વીલો મૂકાય એવો નથી, માટે કંઈકને કંઈક એના માટે ઉપયોગ રાખવો. માટે નામસ્મરણ કરે છે એ કંઈ ખોટું નથી. કોઈ વસ્તુ ખોટી હોતી જ નથી આ જગતમાં. પણ નામ, સ્થાપના ને દ્રવ્ય એ ત્રણેય વ્યવહાર છે અને ભાવ એકલું જ નિશ્ચય છે. વ્યવહારમાં તો અનંત અવતારથી આનું આ જ કર્યું છે ને ભટક, ભટક, ભટક, ભટક કર્યા કર્યું છે ! આચાર્યો થયા, સાધુઓ થયા, સાધ્વીજી થયા, આમ ને આમ ભટક ભટક કર્યા કર્યું, માર્ગ મળ્યો નહિ. શ્રદ્ધા જ ફળ આપે ! એવું છે, દેવ તમારી ‘બિલિફો’ને આધીન છે. મૂર્તિમાં દર્શન કરો. પણ ‘બિલિફ’ ના હોય તો શો ફાયદો ? ‘બિલિફ’ અન્અવકાશપણે હોય તો તે રાતદહાડો યાદ આવ્યા કરે. માટે મૂર્તિમાં શ્રદ્ધા મૂકો. Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૦૫ વર્તમાન તીર્થંકર છે. મૂર્તિ એ ભગવાન નથી, તમારી શ્રદ્ધા જ ભગવાન છે. છતાં ભગવાનનાં દર્શન કરો તો ભાવથી કરજો. મહેનત કરીને દર્શન કરવા જાઓ. પણ દર્શન બરાબર ભાવથી ના કરો તો મહેનત નકામી જાય. સાયા દર્શતતી રીત ! ભગવાનના મંદિરમાં કે દેરાસરમાં જઈને સાચાં દર્શન કરવાની ઇચ્છા હોય તો, હું તમને દર્શન કરવાની સાચી રીત શિખવાડું. બોલો, છે કોઈને ઇચ્છા ? પ્રશ્નકર્તા: હા, છે. શીખવાડો દાદા. કાલથી જ તે પ્રમાણે દર્શન કરવા જઈશું. દાદાશ્રી : ભગવાનના દેરાસરમાં જઈને કહેવું કે “હે વીતરાગ ભગવાન ! તમે મારી મહીં જ બેઠા છો, પણ મને તેની ઓળખાણ નથી થઈ તેથી તમારાં દર્શન કરું છું. મને આ ‘જ્ઞાની પુરુષ' દાદા ભગવાને શિખવાડ્યું છે, તેથી આ પ્રમાણે તમારા દર્શન કરું છું. તો મને મારી પોતાની ઓળખાણ થાય એવી આપ કૃપા કરો.” જ્યાં જાઓ ત્યાં આ પ્રમાણે દર્શન કરજો. આ તો જુદાં જુદાં નામ આપ્યાં. ‘રિલેટિવલી’ જુદાં જુદાં છે, બધા ભગવાન ‘રિયલી' એક જ છે. દુકાન ટાવર આગળ હોય ને દુકાનના વિચાર અહીં કરે ! અલ્યા, જે સ્થળ પર હોઉં તે સ્થળના વિચાર કર. અરે, રસ્તામાં પણ દુકાનના વિચાર કરતા કરતા જાય અને મંદિરમાં જવા નીકળે ત્યારે કોઈ ધર્મના વિચાર કરતું જ નથી ! ત્યાં તો દુકાનના વિચાર કરે છે. કેટલાંકને તો રોજ મંદિરમાં જવાની ટેવ પડી ગયેલી હોય છે. અલ્યા, ટેવ પડી છે, માટે તું દર્શન કરે છે ભગવાનનાં ? ભગવાનના દર્શન તો રોજ નવાં નવાં જ લાગવાં જોઈએ ને દર્શન કરવા જતી વખતે નહીં ઉલ્લાસ ‘ફેશન ફેશ’ જ હોવો જોઈએ. આ તો રોજ દાબડી લઈને દર્શન કરવા જવાની ટેવ પડી ગઈ હોય છે. મૂર્તિ થકી ભક્તિ ! વ્યવહારના દેવ મૂર્ત સ્વરૂપે છે અને નિશ્ચયના દેવ અમૂર્ત સ્વરૂપે મૂર્તિ શાથી મૂકી છે ? એની પાછળ શી ભાવના છે ? “સાહેબ, તમે સનાતન સુખવાળા છો ને હું તો ‘ટેમ્પરરી” સુખવાળો છું. મારે ય સનાતન સુખની ઇચ્છા છે.” ભગવાન સનાતન સુખવાળા છે, તેથી તો જુઓને મૂર્તિમાં છે તો ય આપણાં કરતાં રૂપાળા દેખાય છે, જાણે જોયા જ કરીએ ! આપણે ભગવાનની મૂર્તિનાં દર્શન કરીએ છીએ, ત્યારે મૂર્તિ શું કરે છે ? “ભાઈ, આ માલ મારો નથી, આ માલ તારા જ શુદ્ધાત્માનો છે.” એટલે મૂર્તિ તમારા શુદ્ધાત્માને પાછું મોકલી આપે છે. આને પરોક્ષ ભક્તિ કહેવાય ! જ્ઞાતી, મૂર્તામૂર્ત ! | ‘આત્મા’ અમૂર્ત છે અને મૂર્તની મહીં રહેલો છે. જે મૂર્તિ છે એ ‘રિલેટિવ' છે અને મહીં અમૂર્ત છે તે ‘રિયલ’ છે. જે મૂર્તિમાં અમૂર્ત પ્રગટ થઈ ગયા છે, તે મૂર્તામૂર્ત ભગવાન કહેવાય. ‘જ્ઞાની પુરુષ' પ્રગટ ભગવાન કહેવાય, ત્યાં આપણું આત્યંતિક કલ્યાણ થાય. આમ ચીલો ગોઠવી આપે ! પ્રશ્નકર્તા : આપ સાક્ષાત્કારી પુરુષ છો, હવે આપ મંદિરમાં જાવ, એનાથી મંદિરમાં જવા માટેની પ્રતિષ્ઠા નથી ઊભી થતી ? દાદાશ્રી : અમે જ્યાં જઈએ ત્યાં બધે દર્શન કરવા જઈએ. દેરાસરોમાં, મહાદેવના મંદિરમાં, માતાજીના દેરામાં, મસ્જિદમાં બધે જ દર્શન કરવા જઈએ. અમે ના જઈએ તો લોકો ય ના જાય, એનાથી ચીલો અવળો પડે. અમારાથી ચીલો અવળો ના પડે. એની અમારી જવાબદારી હોય. ‘લોકોને કેમ શાંતિ થાય, કેમ સુખ થાય?’ એવાં અમારા રસ્તા હોય. આ તો ચિતતા ચમત્કાર ! પ્રશ્નકર્તા : પૂજા કરતી વખતે મને એકાદ ક્ષણ સુધી ચમકારો થાય Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૦૭ ૧૦૮ વર્તમાન તીર્થકર છે, શું એ આત્મઓજસ છે ? દાદાશ્રી : એ તો ચિત્તના ચમત્કારો છે. એમાં શ્રદ્ધા બેસે એટલે એ સ્થિરતા લાવે છે. આત્માની લાઈટ એ કલ્પી કલ્પાય નહિ એવી છે. મને કોઈ કહે કે, “મને મહાવીર ભગવાન દેખાય છે.’ તો કહું કે, આ તો બહાર જોયેલી મૂર્તિ છે તે દેખાય છે, પણ એ તો દ્રશ્ય છે, એ દ્રશ્યનો દ્રષ્ટા ખોળ ! દ્રષ્ટિને દ્રષ્ટામાં રાખ ને જ્ઞાનને જ્ઞાતામાં રાખ, તો કામ થાય.” ચિતસ્થિરતાનાં સાધનો ચિત્તને ઠેકાણે રાખવા માટે આ મંદિરોમાં ઘંટ મૂક્યો ! ભગવાનને આંગી શા માટે ? શણગાર શા માટે ? સુગંધી દ્રવ્યો મૂક્યા શાથી ? ચિત્ત ઠેકાણે રહે તે માટે. ઘંટ વાગે ત્યારે બહારનાં હોહા, કકળાટ સંભળાય નહિ, પણ અત્યારે અક્કલવાળાઓ ઘંટ વાગતો હોય તો ય ભગવાનનાં દર્શન કરે ત્યારે જોડે જોડે જોડાનો ય મહીં ફોટો પાડે ! અલ્યા ‘વ્યવસ્થિત'ને તો જોને ! એના હશે તો લઈ જશે ને લઈ જશે તો એક વખત લઈ જશે, કાયમ નહિ લઈ જાય ને ? તો લઈ જવા દે ને ! હિસાબ ચૂકતે થશે ! તો દ્રષ્ટિફળ એટલે રાજાની દ્રષ્ટિ પડે અને ભઈને પૂછે કે, ‘તમે ક્યાં રહો છો ?” તે જાણ્યા પછી એને સારી જગ્યા રહેવા મળે, તે ‘દ્રષ્ટિફળ’ ! એક રાજાની દ્રષ્ટિથી આવું ફળ મળે છે ત્યારે ‘જ્ઞાની પુરુષની દ્રષ્ટિથી શું ના મળે ? રાજા તો ઊણો છે, એને તો રાજ વધારવાની લાલચ છે, જ્યારે આ તો ‘જ્ઞાની પુરુષ', જે સંપૂર્ણ નિરીચ્છક દશામાં વર્તે ! અને તેમની દ્રષ્ટિનું ફળ તો કેવું હોય ? અહીં સત્સંગમાં આવ્યો, એટલે અહીંથી એ દ્રષ્ટિફળ અવશ્ય લઈ જાય. સેવાફળથી તો રાજાના અઢીસો રૂપિયા મળે છે, પણ રાજાને વંદીને આવ્યો, તેથી તો દ્રષ્ટિફળ મળે ! ‘જ્ઞાની પુરુષ'નાં દર્શન કર્યા, તેથી તો ઊંચામાં ઊચા ફળ, અભ્યદય અને આનુષંગિક મળે છે. અને તેથી તો શાંતિ ઊંચામાં ઊંચી રહે છે ! સંસારનું વિઘ્ન ના નડે અને મોક્ષનું કામ થાય, બંને ય સાથે જ રહે, વીતરાગ ભગવાનનાં દર્શન જો કરતાં આવડે તે, ભલેને એ મૂર્તિ છે, છતાં અભ્યદય અને આનુષંગિક ફળ મળે ! પણ એ દર્શન કરવાનું તો ‘જ્ઞાની પુરુષ' સમજાવે તો આવડે, નહિ તો કોઈને આવડે નહિ ને ? “જ્ઞાની પુરુષ' મૂર્નામૂર્ત છે, એટલે એમનાં દર્શનથી તો, બંને અભ્યદય અને આનુષંગિક ફળ મળે. ‘જ્ઞાની પુરુષ’નાં દર્શન માટે તો કોટી જન્મોની પુણ્યનો ચેક વટાવવો પડે. હજારો વર્ષે ‘જ્ઞાની પુરુષ' પ્રગટ થાય અને તેમાં ય આ તો અક્રમ જ્ઞાની, તે કશા જ જપ નહિ, તપ નહિ ને વગર મહેનતે મોક્ષ ! ‘જ્ઞાની પુરુષ' પાસે દ્રષ્ટિફળ મળે અને એનાથી મોક્ષફળ મળે અને સેવાફળથી સંસારનો અભ્યદય થાય. અહીં સેવામાં પરમ વિનય એ જ સેવા. અહીં ‘જ્ઞાની પુરુષ'ને કંઈ ખોટ હોય ? એ કશાના ભિખારી ના હોય. ફૂલનો વિનય એ જ સેવા ! જેને સાંસારિક અડચણ હોય તે ‘જ્ઞાની પુરુષ'ને ફૂલો ચઢાવે તો અડચણો દૂર થાય. ભગવાને ભાવપૂજા અને દ્રવ્ય પૂજા, બંને સાથે રાખી છે. ફૂલ તોડીને તમે સુંઘો કે બીજો ઉપયોગ કરો તો તે તમને નુકસાન એટલું જ છે, પણ જો ખાલી તોડશો જ, તો તોડવાનું નુકસાન છે. પણ જો ભગવાનને ચઢાવવા ફૂલ તોડ્યાં છે તો ફાયદો વિશેષ થશે. આનુષંગિક અભ્યદય-આતુષંગિક ! સત્સંગ છે પુર્વે સંચાલિત, ચાહું અભ્યદય-આનુષંગિક.” ‘જ્ઞાની પુરુષ'ને મળે ત્યારથી બે ફળ મળે. એક અભ્યદય એટલે સંસારનો અભ્યદય થતો જાય, સંસારફળ મળે. અને બીજું ‘આનુષંગિક’ એટલે મોક્ષફળ મળે ! બંને સાથે ફળ મળે. જો બંને ફળ સાથે ના મળે તો તે “જ્ઞાની પુરુષ' નથી. આ તો પાર વગરના ઓવરડ્રાફટ છે, તેથી દેખાતું નથી. આ સત્સંગ કરો છો, માટે એ ઓવરડ્રાફટ પૂરા થવાનાં જ. અહીં મોક્ષફળ એકલું ના હોય, એમ હોય તો તો એક લૂગડું ય પહેરવા ના મળે. પણ ના, મોક્ષફળ અને સંસારફળ બંને સાથે હોય. રાજાને ત્યાં સર્વિસ નક્કી થાય અને રાજાને ત્યાં મળવા જઈએ Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૦૯ ૧૧૦ વર્તમાન તીર્થંકર આત્મઅનુભવી પુરુષ જ ના હોય. અને કોઈ વખત આત્મઅનુભવી પુરુષ સિવાય બીજા કોઈની વાણી હૈયાને ઠારનાર હોતી નથી અને હોય પણ નહિ ! વીતરાગોતું આ વિજ્ઞાત ! આ વિજ્ઞાન છે. આ વીતરાગોનું, તીર્થંકર ભગવાનનું આ વિજ્ઞાન છે ! કૃષ્ણ ભગવાનના કાકાના દીકરા નેમિનાથનું વિજ્ઞાન છે આ ! કૃષ્ણ ભગવાન પણ આ વિજ્ઞાનને પામેલા છે. એમાં સમાય સમસ્ત બ્રહ્માંડ ! અને અભ્યદય એમ ભાવપૂજાનાં બે ફળો છે. મોક્ષમાં પણ લઈ જાય અને વૈભવ પણ સાથે રહે. સંસારીએ દ્રવ્યપૂજા કરવાની છે અને આત્મજ્ઞાનીઓએ ભાવપૂજા એકલી જ કરવાની હોય. પણ આ કાળે આ ક્ષેત્રથી મોક્ષ નથી, માટે હજી બે-ત્રણ અવતાર કરવાના હોવાથી દ્રવ્યપૂજા અને ભાવપૂજા બન્ને કરવી જોઈએ. ભગવાન મહાવીર હતા, ત્યારે આ બંને અભ્યદય અને આનુષગિક શબ્દો હતા અને તેનાં ફળ મળતાં હતાં. પછી તો શબ્દ એ શબ્દ જ રહ્યા. જો આનુષંગિક ફળ મળે તો અભ્યદય ફળ સહેજે ય મળે. અભ્યદય એ તો બાય પ્રોડક્ટ છે. જેણે છેલ્લી સ્ટેજનું આરાધન કર્યું, આત્માનું આરાધન કર્યું, એને બાય પ્રોડક્ટમાં જેની જરૂરિયાત હોય તે અવશ્ય પૂરી થાય. જ્ઞાની પુરુષ મળે અને સંસાર અભ્યદય ના મળે તો બાવો થઈ જાય. સત્સંગની પરિણતિનાં ફળ ! અહીં ‘સત્સંગમાં બેઠા બેઠા કર્મનાં બોજા ઘટ્યાં કરે અને બહાર તો નર્યા કર્મના બોજા વધ્યા જ કરે છે, નરી ગૂંચામણ જ છે. અમે તમને ગેરેન્ટી આપીએ છીએ કે જેટલો વખત અહીં સત્સંગમાં બેસશો, તેટલાં વખત પૂરતું તમારા ધંધાપાણીમાં કયારેય પણ ખોટ નહિ જાય અને સરવૈયું કાઢશો તો માલમ પડશે કે સરવાળે નફો જ થયો છે. આ સત્સંગ તે કંઈ જેવો તેવો સત્સંગ છે ? કેવળ આત્મા માટે જ જે વખત કાઢે, એને સંસારમાં ક્યાંથી ખોટ જાય ? નર્યો નફો જ થાય. પણ આવું સમજાય તો કામ નીકળે ને ?! અહીં સત્સંગમાં કોઈ કોઈ વખત એવો કાળ આવી જાય છે કે અહીં જે બેઠો હોય તેનું એક લાખ વરસનું દેવગતિનું આયુષ્ય બંધાઈ જાય અને મહાવિદેહ ક્ષેત્રે જનમ લે ! આ સત્સંગમાં બેઠો એટલે એમ ને એમ ફેરો નકામો ના જાય. આ તો કેવો સુંદર કાળ આવ્યો છે ! ભગવાનના વખતમાં સત્સંગમાં જવું હોય તો ચાલતાં ચાલતાં જવું પડતું હતું ! અને આજે તો બસ કે ટ્રેનમાં બેઠાં કે તરત જ સત્સંગમાં આવી શકાય ! આવાં કાળમાં આ સ્વરૂપજ્ઞાન મળી જાય તો તો પછી કામ જ કાઢી લેવાનું હોય ને ! કોઈ જગ્યાએ આવી ક્યાંથી પુર્વે હોય કે સીમંધર સ્વામીની ઓળખાણ પડે ? નહિ તો આ છબિ લાવ્યો હોય, આ બીજી કોઈ છબિ લાવ્યો હોય, તો કોને પગે લાગવું ? કોણ સાચા ને કોણ ખોટા ? કેટલી છબિઓ ભેગી કરેલી હોય. છબિઓ કેટલા પ્રકારની હોય ? નર્યો આખો હોલ ભર્યો હોય ! કશું ભલીવાર ના આવે. આ તો આ બન્નેને (દાદા ને સીમંધર સ્વામી) સિન્સીયર રહ્યા એટલે બધું આખું બ્રહ્માંડ આવી ગયું મહીં ! બધા ભગવાન મહીં આવી ગયા ! એકને જ બસ ! આપણે એક તીર્થંકર ખુશ થઈ જાય, તો બહુ થઈ ગયું ! એક ઘેર જવાની જગ્યા હોય તો ય બહુ થઈ ગયું ને ! બધાં ઘેર ઘેર ક્યાં ફરીએ ? અને એકનું પહોંચ્યું, તો બધાને પહોંચી ગયું અને બધાને પહોંચાડવાવાળા રહી ગયેલા. આપણે એક સારું, સીમંધર સ્વામી ! બધે પહોંચી જાય. અક્રમ વિજ્ઞાનતા અનુભવો ! આ અક્રમવિજ્ઞાન છે અને અનુભવમાં આવેલું છે. લોકો નહિ માને. લોકો આને માનશે નહિ અને સ્ત્રી-છોકરાં સાથે નિરાંતે બેસીને જમજો. સાથે વાતો કરજો, હસો અને હસનારા'ને જોજો, એમ અમે Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી તમને કહ્યું છે. ૧૧૧ પ્રશ્નકર્તા : હા. હસનારાને જોજો. દાદાશ્રી : આખા દહાડામાં ચાર વખત ‘હસનારા’ને જોયો ને તો ય એમ પ્રેક્ટિસ પડતાં બધું થઈ શકશે. કારણ કે મારો એક-એક શબ્દ આત્માને જુદો જ રાખે છે કે ‘હું કોણ ? આ શું છે ?” તો કહે, ‘ફાઈલ ! આજે ફાઈલ મારી સારી નથી.' એવું તમે કહો. પ્રશ્નકર્તા : હા, પછી આ ફાઈલ આવી. દાદાશ્રી : હા, અને કોઈ બીજાને તમે ‘ફાઈલ' કહો છો એટલે બીજો ‘શુદ્ધાત્મા’ છે એમ એકસેપ્ટ કર્યો તમે. આ છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન. બોલવામાં ય તમારે સંપૂર્ણ વિજ્ઞાન છે ! મહાવીર ભગવાન (હોય) તો ખુશ થઈ જાય. પ્રશ્નકર્તા : મહાવીર ભગવાન સિદ્ધક્ષેત્રમાં બેઠાં બેઠાં ખુશ થતા હશે, દાદા ! દાદાશ્રી : ના, એમને કંઈ લેવાદેવા નહિને ! પૌદ્ગલિક વાતાવરણ જ નહિને ત્યાં ! કરૂણા નીતરતી વીતરાગતા ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી ખુશ થતા હશે. દાદાશ્રી : ના. એ ખુશ ના હોય. વીતરાગો ખુશ થતાં નથી હોતા. વીતરાગો કરુણા દર્શાવે છે કે કહેવું પડે. આની પુષ્પને કહેવું પડે ! પ્રશ્નકર્તા : એમને એવું તો કંઈ આવતું હશેને ! ભલે ખુશની વાત જવા દો, નાખુશની વાત જવા દો. દાદાશ્રી : ના, એ તો કરુણા.... પ્રશ્નકર્તા : કરુણા આવતી હશે ને ! વર્તમાન તીર્થંકર દાદાશ્રી : એ લોકોને જેણે આ નથી જાણ્યું તેની પરે ય કરુણા છે અને આમની પરે ય કરુણા છે ! આ લોકોએ શું કર્યું કે એનું ફળ આ પ્રાપ્ત થયું અને શું નથી કર્યું કે એનું ફળ પ્રાપ્ત નથી કર્યું. એ બધી કરુણા. બધા પામો એવી ઈચ્છા. પણ આપણે કરીએ એટલે આપણને ફળ મળે. એ આવે નહિ. ૧૧૨ પ્રશ્નકર્તા : પણ દાદા, સીમંધર સ્વામીને થતું હશે ને કે આ દાદા મારું કામ કરી રહ્યા છે. દાદાશ્રી : એવું નહિ, પણ તમે સંભારો એટલે તમને ફળ મળે. ત્યાંવાળાને (સિદ્ધને) તમે સંભારો તો ફળ ના મળે. પ્રતિકૃતિથી અહીં જ પમાય ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીને સંભારો તો ફળ મળે. દાદાશ્રી : ફળ મળે. આ દેહધારી છે. તમે એક અવતારમાં ત્યાં જઈ શકો. તે એમના દેહને તમે હાથ અડાડી શકશો. પ્રશ્નકર્તા : હા, દાદા. અમને ચાન્સ મળશે ને ! દાદાશ્રી : બધો ય મળવાનો. કેમ ના મળે ? સીમંધર સ્વામીના નામની તો તમે બૂમો પાડો છો. સીમંધર સ્વામીના નામના તમે નમસ્કાર કરો છો. ત્યાં તો જવાનું જ છે આપણે, એટલા હારું આપણે એમને કહીએ છીએ કે, ‘સાહેબ ! તમે ભલે ત્યાં બેઠા, અમને નથી દેખાતા, પણ અહીં તમારી અમે પ્રતિકૃતિ કરીને પણ અમે તમારી પાસે દર્શન કર્યા કરીએ છીએ.’ એ બાર ફૂટની મૂર્તિ મૂકીને પણ આપણે એની પાસે દર્શન કરીએ, મોઢેથી સંભારીએ પણ પેલી જીવતાંની પ્રતિકૃતિ હોય તો સારું પડે. જે ગયા એની સહી કામ લાગતી જ નથી, તેની પ્રતિકૃતિ કરીને શું કામ ? આ કામ લાગે. આ તો અરિહંત ભગવાન ! એ બે, એકતા એક જ ! પ્રશ્નકર્તા : અત્યારે આ બધા જે કીર્તન કરે છે, ‘દાદા ભગવાનના Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૧૩ ૧૧૪ વર્તમાન તીર્થંકર અસીમ જય જયકાર હો.’ એમાં દાદા ભગવાનની ઓળખાણ કેવી રીતે આપો છો ? દાદાશ્રી : આ દાદા ભગવાન ન હોય. આ દેખાય છે, તે દાદા ભગવાન ન હોય. જે સાચા દાદા ભગવાન, જે આખા વર્લ્ડના માલિક છે, આખા વર્લ્ડના ભગવાન છે, તે દાદા ભગવાનની વાત કરીએ છીએ. આ દાદા ભગવાન નહીં, મહીં પ્રગટ થયો છે, ચૌદ લોકનો નાથ પ્રગટ થયો છે, હું હઉં એ ભગવાનને નમસ્કાર કરું છું અને ધીસ ઈઝ ધી કેશ બેન્ક ! બોલતાંની સાથે જ તરત ફળ આપનારું છે. માંદા માણસ દવાખાનામાં બોલે તો તરત ફળ મળે. દાદાશ્રી : વિધિ-બિધિ તે ક્યાં સુધી ? કે કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી. કેવળજ્ઞાન થયા પછી નહિ. એમને પોતાને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી વિધિ કરો. પોતાને કેવળજ્ઞાન થયું એટલે પછી વિધિ નહિ. એના દર્શનથી જ આપણને ફળ મળે. કારણ કે એ ફૂલ દર્શન છે, ખટપટિયું જ નથી દર્શન. આ જુઓને, અમારે ખટપટિયું કેટલું ? પ્રશ્નકર્તા : કેટલી ખટપટ ! દાદાશ્રી : છતાં ય મનમાં એમ નથી કે “હું કરું છું.’ એવાં ય ભાવ નથી. “આ મારે કરવું છે તેવાં ય ભાવ નથી અને છે ખટપટિયું. લોક તો કહે ને કે ખટપટિયા સાચાં ના હોય ! તમે ખટપટ કરો છો ! વીતરાગતા છતાં ય ખટપટ ! પ્રશ્નકર્તા : એ જ થાય છે ને બહાર કે આ શેના હારું કરે છે? પોતે વીતરાગ છે, તો પછી આ ખટપટ શેની ? દાદાશ્રી : આ ખટપટ શેના માટે ? પણ આ ખટપટિયા વીતરાગ છે. વીતરાગ કેવા છે ? ખટપટિયા વીતરાગ ! પણ આ એ ના સમજે, તો હવે એનો ઉપાય શો ? પ્રશ્નકર્તા : વીતરાગ ખટપટિયા હોય જ નહિ. એમ જ સમજે પ્રશ્નકર્તા : આ બધા દાદા ભગવાનનું કીર્તન કરતા હતા ત્યારે આપ પણ કંઈ બોલીને કીર્તન કરતા હતા, તે કોનું? દાદાશ્રી : હું હલું બોલતો હતો ને ! હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. ભગવાનને ત્રણસો સાઠ ડિગ્રી છે. મને ત્રણસો છપ્પન ડિગ્રી છે. મારે ચાર ડિગ્રી ખૂટે છે. તેટલા હારું મેં પહેલું બોલવાની શરૂઆત કરી. તેથી આ બધા બોલે. એમને ય ખૂટે છે. તમારે ખૂટતી નથી ? પ્રશ્નકર્તા : એ દાદા ભગવાન આપ જેને બોલાવો છો તે અને આ સીમંધર સ્વામી, એમનામાં સંબંધ શું છે આમ ? દાદાશ્રી : ઓહોહો ! એ તો એકના એક જ છે. પણ આ સીમંધર સ્વામીને બતાડવાનું કારણ કે હજુ દેહ સાથે હું છું એટલે મારે ત્યાં જવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી સીમંધર સ્વામીના દર્શન થાય નહીં, ત્યાં સુધી મુક્ત ના થાય. એક અવતાર બાકી રહે. મુક્તિ તો આ મુક્ત થયેલાના દર્શનથી મળે. જો કે મુક્ત તો હું ય થયેલો છું. પણ એ સંપૂર્ણ મુક્ત છે. એ આવું અમારી જેમ લોકોને એમ ના કહે કે આમ આવજો ને તેમ આવજો. હું તમને જ્ઞાન આપીશ.” એ બધી ખટપટો ના કરે. પછી વિધિ તહીં, દર્શન જ ! પ્રશ્નકર્તા : તીર્થકરો વિધિ કરાવે કે દર્શન જ ? ને ? દાદાશ્રી : આપણે ઉપાય શું કરીએ ? ના સમજે તેનો ઉપાય ના થાય. સમજે તો સમજે ને ના સમજે તો એનું એકંય મશીનરી નવી બદલાવી નથી. મશીનરી આમાં બદલાય નહિ. પેલી મિલની મશીનરી બગડી ગઈ હોય તો બદલાય. રિટી ત્યાં તૈયારી ! અમારે ધ્યેય શું ? હું તો ઘરનાં કપડાં પહેરું છું. આ બંને ય ઘરનાં કપડાં પહેરે છે. એક પાઈ કોઈને લેવાની નહિ અને જગત કલ્યાણ માટેની બધી તૈયારી છે. પચાસેક હજાર સમકિતધારી મારી Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૧૫ ૧૧૬ વર્તમાન તીર્થંકર પાસે છે અને એમાં બસોએક જેટલાં બ્રહ્મચારી છે. એ બધાં જગત કલ્યાણ તૈયાર થઈ જવાનાં. બંધાઈ જ રહી છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જાય છે. આજ્ઞા પાળવાથી ધર્મધ્યાન થાય છે, તે બધું ફળ આપશે. પુર્વે બંધાય છે, અમારી આજ્ઞા પાળે છે એટલાં પૂરતી. તે પછી ત્યાં આગળ તીર્થંકરની પાસે ભોગવવી પડશે. પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી અમારા મહાત્માઓના કચરા જેવા આચાર છે તે જોઈને અમને ત્યાં સંઘરશે ખરા ? દાદાશ્રી : તે ઘડીએ આવાં આચાર નહિ રહે. અત્યારે તમે જે આજ્ઞા મારી પાળો છો, તેનું ફળ તે વખતે આવીને ઊભું રહેશે. ને અત્યારે જે કચરો માલ છે તે મને પૂછયા વગર ભર્યો હતો, તે નીકળે મહીં પ્રકાશ વીતરાગો જેવો ! આ તો ચૌદ લોકનો નાથ અમારી મહીં પ્રગટ થયો છે. આ દેહ છે એ તો પરપોટો છે, એ ક્યારે ફૂટે એ કહેવાય નહિ. એ છે ત્યાં સુધી તમે તમારું કામ કાઢી લો. વીતરાગોને જેવો પ્રકાશ થયેલો તેવો પ્રકાશ છે. આ ‘જ્ઞાની પુરુષ' પાસે સંપૂર્ણ સમાધાન થાય એવું છે, માટે તમારું કામ કાઢી લો. અમે તો તમને આટલું કહી છૂટીએ. અમે વીતરાગ હોઈએ એટલે તમને પછી કાગળ ના લખીએ કે આવો. માણસ ફરી આવતે ભવ મનુષ્ય થાય એની ખાતરીનું ઠેકાણું નથી, એવાં કાળમાં જ્ઞાની મળે તો આપણને એક-બે અવતારી બનાવી દે. ભલે બીજા લોકો કહે કે અહીંથી મહાવિદેહ ક્ષેત્રમાં નથી જવાતું, પણ અમે કહીએ છીએ કે જવાય છે. જેવો સ્વભાવ તેવું ક્ષેત્ર ! પ્રશ્નકર્તા : આપ તો અમને ત્યાં મોકલવાનાં છો ને ? દાદાશ્રી : એ તો ક્ષેત્રનો જ સ્વભાવ છે, તેના આધારે ખેંચાય જાય. જ્યાં જેવી જેલ હોય ને, તેવાં જ જેલના માણસો ત્યાં ભેગા થાય. અહીંનો સ્વભાવ જુદી જાતનો હોય. પાંચમા આરાના માણસો બહુ જુદી જાતના હોય. આ દેખાય છે ને એ બધા ! કેટલીક મીઠી મૂંઝવણો ! આ જ્ઞાન લીધા પછી આ અવતાર જ મહાવિદેહ ક્ષેત્ર માટે તમારો ઘડાઈ રહ્યો છે. મારે કંઈ કરવાની જરૂર નથી. નેચરલ (કુદરતી) નિયમ જ છે. પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં કેવી રીતે જવાય ? પુણ્યથી ? દાદાશ્રી : આ અમારી આજ્ઞા પાળે તેનાથી આ ભવમાં પુણ્ય પ્રશ્નકર્તા: દાદા, સીમંધર સ્વામીને યાદ કરવાથી, સીમંધર સ્વામી પાસે જવાય એવું નક્કી થાય ખરું ? દાદાશ્રી : જવાનું એ તો નક્કી હોય જ. એમાં નવું નથી પણ સતત યાદ રહેવાથી બીજું કંઈ નવું મહીં પેસે નહિ. તીર્થંકર ભગવાન હોય, દાદા હોય તો માયા ઘૂસે નહિ. દાદા યાદ રહ્યા કરતા હોય કે તીર્થંકર યાદ રહ્યા કરતા હોય તો માયા ઘૂસે નહિ ! અત્યારે અહીં માયા ના આવે. પૂર્ણતાં દર્શન થકી પૂર્ણતા ! પ્રશ્નકર્તા : આપે અમારા કૉઝીઝ કર્મો બંધ કરી દીધાં. તો હવે બધા ડિસ્ચાર્જ કર્મો પતી જાય તો અમે મોક્ષે જઈશું. તો વચ્ચે સીમંધર સ્વામીને મળવાની શી જરૂર ? દાદાશ્રી : તો કોને મળવું જોઈએ ? પ્રશ્નકર્તા : કોઈને પણ મળવાની શી જરૂર ? આ સમજવા માટે દાદાશ્રી : પણ અમે શું કહીએ છીએ ? કે અમારું જ્ઞાન ૩૫૬ Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૧૭ ૧૧૮ વર્તમાન તીર્થંકર ડિગ્રીનું છે. ચાર બીજા ઉમરેવા ત્યાં જવાનું. અમે અમારું જેટલું છે એટલું આપી શકીએ. બીજું જ્ઞાન લેવાનું રહેતું નથી. જ્ઞાન તો સંપૂર્ણ આપી દીધેલું જ છે. પણ એમનાં દર્શન કરવાથી જ, એ મૂર્તિ જોવાથી જ આપણે એવાં થઈ જઈએ, બસ. એટલે ખાલી દર્શન જ બાકી રહ્યા. બીજમાંથી પૂનમ ! જ્ઞાન આપીએ છીએ ત્યારે અનાદિકાળથી, એટલે લાખો અવતાર થઈ ગયા, તો અમાસ હતી. અમાસ તમે સમજ્યા ? ‘નો મૂન” ! અનાદિકાળથી ‘ડાર્કનેસ'માં (અંધારામાં) જ જીવે છે બધા. અજવાળું જોયું જ નથી. મૂન (ચંદ્ર) જોયો જ નથી ! તે અમે આ જ્ઞાન આપીએ છીએ એટલે મન પ્રગટ થાય છે. તે પહેલું બીજના જેવું અજવાળું આવે. અને આખું ય જ્ઞાન આપીએ ત્યારે મહીં પ્રગટ થાય. કેટલું ? બીજના ચંદ્રમા જેટલું જ. પછી આ અવતારમાં પૂનમ થાય ત્યાં સુધી આપણે કરી લેવું. પછી બીજની ત્રીજી થાય, ચોથ થાય, ચોથની પાંચમ થાય.... ને પૂનમ થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ ગયો ! પ્રશ્નકર્તા : ફૂલ મૂન આ જ જન્મમાં થઈ જશે ને ? દાદાશ્રી : હં, આ જ જન્મમાં. પણ પછી એક અવતાર થાય, તે બિલકુલ જાહોજલાલીવાળો. સીમંધર સ્વામીની પાસે જ બેસી રહેવાનું. કારણ કે ફૂલ મૂન (પૂનમ) નથી. ફોરટીન્થ (ચૌદસ) છે અને સીમંધર સ્વામી ભગવાન, એ ફૂલ મૂન છે. ત્યાં સુધી ઈન્ટ્રીમ (મધ્યવર્તી) ગવર્નમેન્ટ અને પછી ફૂલ ગવર્નમેન્ટ ! સ્વતંત્ર ! નોટ ડિપેન્ડન્ટ ! ઈન્ડિપેન્ડન્ટ (સ્વતંત્ર) ! પછી આગળ આપણે બહુ જરૂર નથી. આપણી કોલેજ એથી આગળનો ભાગ નથી. આપણી કોલેજમાં છેલ્લું વર્ષ બાકી રહી જાય છે, એટલે નકામી આગલી માથાકૂટ કરવાની ? પ્રશ્નકર્તા : પણ દાદાજી, અમને છેલ્લી ડિગ્રી ગમે તે ભવમાં આપી દેજો. દાદાશ્રી : એ તો ડિગ્રી જ આપી દેવાની. છેલ્લું વર્ષ ત્યાં બાકી પ્રશ્નકર્તા : છેલ્લું વર્ષ બાકી ન રાખતા. દાદાશ્રી : અત્યારે છેલ્લું વર્ષ બાકી રહ્યું. તે આ (સીમંધર સ્વામી) ભગવાન પાસે જઈને, ત્યાં આગળ પૂરું થવાનું. જવાબદારી કોતી લીધી ? અમારે સીમંધર સ્વામી જોડે સંબંધ છે. અમે બધા મહાત્માઓની મોક્ષની જવાબદારી લીધી છે. અમારી આજ્ઞા જે પાળશે, તેની અમે જવાબદારી લઈએ છીએ. બીજા દેહધારણ ક્યાં ? પ્રશ્નકર્તા : આપ હમણાં જગત કલ્યાણ કરો છો, હવે એ ઈચ્છાઓ અમુક વખત પછી ઓછી થશે તો ખરી જ ને ? અથવા એ પૂરી થઈ જશે, તે પછી તમારો જન્મ ક્યાં થશે ? દાદાશ્રી : પૂરું થાય જ નહિ. જયારે દેહ છૂટે ત્યારે આનું પરિણામ આવે. તે પાછું તે ઘડીએ થોડું બાકી હોય તે પૂરું થઈ જાય અને પૂરું થાય એટલે મોક્ષે જાય. આ છેલ્લી ઈચ્છા છે, પોતાને લેવાદેવા નથી, છતાં એ ઈચ્છા છે. એક પણ ઈચ્છા છે, ત્યાં સુધી સંસારમાંથી છૂટે નહિ, જો કે આ અમારી ભરેલી ઈચ્છા છે. આજની ઈચ્છા નથી. પણ ભરેલી ઈચ્છા પૂરી થવી જોઈએ. ભરેલી ઈચ્છા જે હોય ને તે પૂરી થવાની, નિકાલ થઈ જવાની. પ્રશ્નકર્તા : આપનું એ ચાર્જ થયેલું કહેવાય ? દાદાશ્રી : ના, આ જે ઈચ્છાઓ છે તે ડિસ્ચાર્જ રૂપે છે, ચાર્જ રૂપે નથી આ. હવે ખલાસ થવા આવે, આ દેહનું બધું એ થઈ ગયું એટલે ખલાસ, ડિસ્ચાર્જ ખલાસ થઈ જાય. પહેલાં ચાર્જ કરેલું, તે આ ડિરચાર્જ થાય છે. મને ગમે કે ના ગમે, પણ ડિસ્ચાર્જ થયે જ છૂટકો. પ્રશ્નકર્તા એ ઈચ્છાઓ જ્યારે પૂરી થશે, પછી આ દેહ કાયમ Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૧૯ રહેશે ? દાદાશ્રી : ના. એ દેહ બીજો મળવાનો છે, એ ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં થઈ અને મોક્ષે જતાં એકાદ-બે અવતારમાં એની પુણ્ય પાછી ભોગવીને પછી મોક્ષે જશે. પુણ્યે તો બંધાય ને ? જગત કલ્યાણ કર્યું, એનું ફળ તો એ જ આવે પછી અને તીર્થંકર નામકર્મે ય બંધાય. તીર્થંકર ફળે ય આવે. પણ એ ભોગવવું પડે. પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રને વિદેહ સાથે સંબંધો છે કંઈ ? દાદાશ્રી : ના. એટલે મહાવિદેહ ક્ષેત્ર અને વિદેહ, એમાં ફેર બહુ. વિદેહ તો આ દેહથી જે જુદો છે, તે વિદેહી કહેવાય. એટલે આ મહાવિદેહ તો ક્ષેત્ર જ છે. એવું છે આપણાં જેવાં જ લોક છે. ફક્ત આપણે ત્યાં ત્રણ હજાર વર્ષ પહેલાં હતા એવાં. તો ય દર્શત થશે, ઘણાં કાળ સુધી ! પ્રશ્નકર્તા : આ પંચ મહાભૂતરૂપી દેહ વિલય થયા પછી પણ આપ આ સ્વરૂપે કેટલા સમય સુધી સ્થૂળરૂપે આપના મહાત્માઓને દર્શન દીધા કરશો ? દાદાશ્રી : હું શું કરવા દર્શન દીધા કરું ? હું મારા કામમાં હોઉં કે આ લોકોને દર્શન આપવા આવું ? પણ દર્શન થયા કરે ખરાં. દર્શન આપવા માટે મારે આવવું ના પડે. તમારા મહીંથી જ દર્શન થયા કરે અને યથાર્થ ફળ આપે એવાં. મારે દર્શન આપવા આવવાની જરૂર નથી. એની મેળે જ સ્વાભાવિક રીતે દર્શન થયા કરે. એટલે ઘણાં સમય સુધી આ સ્થૂળ રૂપે દર્શન થશે લોકોને, મહાત્માઓને ! એ કર્મોદયતો પ્રભાવ ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી પ્રત્યે અમને જે આકર્ષણ છે, તે વધઘટ થવાનું શું કારણ ? વર્તમાન તીર્થંકર દાદાશ્રી : તમારાં કર્મો વચ્ચે ડખલ કરે છે. તમારા પૂર્વકર્મ ડખલ કરે છે. પૂર્વકર્મ ના હોય તો પછી કોઈ ડખલ જ નહિ. ડખલ બીજો કોઈ બહારનો કરનારો જ નથી. આ તમારાં કર્મો ડખલ કરીને ઊભાં રહેશે અને કેટલાંક કર્મો મદદે ય કરે છે. એમને યાદ કરવામાં કેટલાંક કર્મો મદદ કરે છે. કયા સારાં ? પ્રશ્નકર્તા : મદદ કરે તે. દાદાશ્રી : અને ડખલ કરે તે નહિ સારાં ? પ્રશ્નકર્તા : નહિ સારાં. આપણે સીમંધર સ્વામીનું સ્મરણ કરીએ ત્યારે અશુભ કર્મોનો ક્ષય થતો જાય ? ૧૨૦ દાદાશ્રી : ચોક્કસ, એ નિકાચિત ના થયા હોય, તે ઊડી જાય. નિકાચિત થયેલાં ના ઊડે. પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીને યાદ કરવામાં જે કર્મો ડખલ કરે, એ ડખલ બંધ કેવી રીતે કરવી ? દાદાશ્રી : કર્મોનું જોર ઘટે, બે ઈંચનું પાણી પડતું હોય, તો પહેલો તો આપણો હાથ ખસી જાય, પછી જેમ જેમ પાણી ધીમું પડતું જાય, પાણીનું જોર ઘટતું જાય, ત્યારે હાથ રહે. એવી રીતે કર્મોનું જોર ઘટે ત્યાર પછી રહે. શરૂ શરૂમાં ખસી જાય. એકદમ ફોર્સમાં નીકળે તો કશું ચાલે નહિ આપણું. બધું વ્યવસ્થિતને ! આજ્ઞાધારીતે બાંયધરી ! આ જ્ઞાન પામ્યા પછી એક અવતારી થઈ અને સીમંધર સ્વામી પાસે જઈને ત્યાંથી મોક્ષે ચાલ્યો જાય. કોઈને બે અવતાર પણ થાય, પણ ચાર અવતારથી વધારે તો ના જ થાય, જો અમારી આજ્ઞા પાળે તો. અહીં જ મોક્ષ થઈ જાય. ‘અહીં એક ચિંતા થાય તો દાવો માંડજો’ એમ કહીએ છીએ. આ તો વીતરાગ વિજ્ઞાન છે. ચોવીસ તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૨૧ ૧૨૨ વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામી એક્તાં જ અમારા ઉપરી ! પ્રશ્નકર્તા : અમારા તો તમે રક્ષણહાર ખરાં પણ તમારી ઉપર કોણ ? તમારે તો કાયદેસર જ ચાલવું પડેને, જે આવે તેની જોડે ? દાદાશ્રી : બહુ જ કાયદેસર ! અને અમારા ઉપરી તો આ બેઠાં છે ને, સીમંધર સ્વામી, એ એકલાં જ છે ! એટલાં જ ઉપરી છે અમારા ! એ અમે એમની પાસે કંઈ માગણી કરીએ નહિ. માગણી થાય નહિ ! તમારે મારી પાસે માગણી કરાય !! અહો, તે દર્શકતી અદ્ભુતતા ! પ્રશ્નકર્તા : અમે તો દાદાનો વિઝા બતાવીશું. દાદાશ્રી : વિઝા દેખાડતાં જ એની મેળે કામ થાય. તીર્થકરને જોતાં જ તમને આનંદનો પાર નહિ રહે. જોતાં જ આનંદ, બધું જગત વિસ્મૃત થઈ જશે. જગતનું કશું ખાવાનું-પીવાનું નહિ ગમે. તે ઘડીએ પૂરું થઈ જશે. નિરાલંબ આત્મા પ્રાપ્ત થશે ! પછી અવલંબન રહ્યું નહિ કશું. હવે પછી તો અક્રમ જ ! પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં અમારે ક્રમિક હોય કે અક્રમ ? દાદાશ્રી : તમારે અક્રમ જ રહેવાનું. અહંકાર ઊભો થાય નહીં. એ વાત જ જુદીતે ! પ્રશ્નકર્તા : દાદાજી, સીમંધર સ્વામી આપણને બધાને જોતાં હશેને ? - દાદાશ્રી : જોવાની ગરજ નહિને ! આ હાથ ઊંચો કર્યો કે દેખાયું એમને. પ્રશ્નકર્તા : પણ દાદાજી, એમને જે ભજના કરતું હશે એ વધારે ઝળકતા હશેને ? દાદાશ્રી : એની તો વાત જ જુદીને ! એ તો ભગવાનના આસિસ્ટન્ટો કહેવાય. પ્રશ્નકર્તા : ભગવાનના ? દાદાશ્રી : ભગવાનના આસિસ્ટન્ટો. એમને ભજે તો ય કલ્યાણ થઈ જાય. મોટા માણસની વાત જુદીને ? સમ્યક્ દ્રષ્ટિ એ જ વિઝા ! પ્રશ્નકર્તા : આપે કહ્યું છે ને, તીર્થંકરનાં દર્શન કરે તો માણસને કેવળજ્ઞાન થઈ જાય. દાદાશ્રી : તીર્થંકરના દર્શન તો બહુ લોકોએ કરેલાં. આપણે બધાએ ય કરેલાં પણ તે ઘડીએ આપણી તૈયારી નહિ. દ્રષ્ટિ કરેલી નહિ. મિથ્યા દ્રષ્ટિ હતી. તે મિથ્યા દ્રષ્ટિમાં, તીર્થંકર શું કરે છે ? સમ્યકુ દ્રષ્ટિ હોય તેને તીર્થંકરની કૃપા ઊતરી જાય. પ્રશ્નકર્તા : એટલે એને તૈયારી હોય તો એમનાં દર્શન થાય તો મોક્ષ થાય. દાદાશ્રી : તેથી આપણે આ તૈયાર થઈ જવાનું. કારણ આટલું જ કે તૈયાર થઈને પછી વિઝા લઈને જાવ. ને ગમે ત્યાં જશો ત્યાં કોઈ ને કોઈ તીર્થંકર મળી આવશે. મળ્યો મહાવિદેહતો વિઝા ! દાદાશ્રી : પ્રત્યક્ષ હોવાં જોઈએ. પ્રશ્નકર્તા : પ્રત્યક્ષ તો મહાવિદેહ ક્ષેત્રમાં છે. દાદાશ્રી : મહાવિદેહ ક્ષેત્રમાં તો સીમંધર સ્વામીનું નામ, તેથી આપણને ત્યાં લે છે. સીમંધર સ્વામી પ્રત્યક્ષ કહેવાય. બીજાં ય છે પણ આપણા માટે સીમંધર સ્વામી પ્રત્યક્ષ છે. પ્રશ્નકર્તા: ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી પાસે તો કહે Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૨૩ ૧૨૪ વર્તમાન તીર્થંકર કે એ મૂર્તિપૂજા છે ને ! અને ભૂત તીર્થકરોની છે ને ! એ તીર્થકરો હતા, એ વાત તો સાચી છે ને ! એટલે કેટલાંક લોકો એમ કહે કે દાદા ય આ પ્રમાણે દેરાસર બંધાવવામાં ચાલ્યા ! પણ અમે હવે આવાં સંજોગોમાં મૂકાયા. અમારી આમાં કશી આવી ઈચ્છા જ ના હોય. છે કે મોટા સંત પુરુષો જઈ શકે છે. દાદાશ્રી : આ બધાને મહાવિદેહ ક્ષેત્રમાં વિઝા મળી ગયેલો, અમને બધાને ! મહાત્માઓ : જય સચ્ચિદાનંદ. દાદાશ્રી : વિઝા મળી ગયેલો, આ બધાંને વિઝા મળી ગયેલા. વીસેક હજાર પાસ નીકળ્યા છે. ....આટલો જ એકમેવ ભાવાર્થ છે અમારો સિક્કો માર્યા પછી તીર્થંકર એકલાને જોવાના રહ્યા ! અને એ જુએ એટલે મુક્તિ !! તીર્થંકર, વીતરાગ, છેલ્લી દિશામાં દર્શન કર્યા એટલે મુક્તિ ! બીજું બધું તો અહીં આગળ જ્ઞાની પુરુષે તૈયાર કર્યું. હવે પેલાં વરખ ચોટાડનારા રહ્યા ! મીઠાઈ કોણ કરે ને વરખ કોણ ચોંટાડે ?! સીમંધર સ્વામીને જ પૂજો ! આ દેરાસર એટલા માટે છે કે જગત સીમંધર સ્વામીને ઓળખી શકે. ‘સીમંધર સ્વામી કોણ છે ?” એ ઓળખી શકે. ઘેર ઘેર સીમંધર સ્વામીનાં ફોટા પૂજાશે ને આરતીઓ થશે ને ઠેર ઠેર સીમંધર સ્વામીના દેરાસરો બંધાશે ત્યારે દુનિયાનો નકશો કંઈ ઓર જ હશે !! હજુ ઘણું કામ થવાનું છે, મારા હાથે તો ઘણું કામ થવાનું છે ! આવું કંઈક થશે તો આ લોકોનું કલ્યાણ થશે, નિમિત્ત જોઈશે. એટલે આ સીમંધર સ્વામીનો સંકેત અવશ્ય ફળવાળો છે. એટલે આપણા લોકોએ જ્ઞાન નહીં લીધું હોય ને, ત્યાં સીમંધર સ્વામીના દર્શન કરે તો ય ફળ છે એમાં, એટલે આ બધું બાંધવાનું થાય છે, નહીં તો આપણે આ તો હોતું હશે ? આપણને શોભે ય નહીં આ બધું. અને આ તો જીવતા તીર્થંકર છે, એટલે વાત કરીએ છીએ. બીજા ભૂતકાળના તીર્થંકરની વાત જ કરવાનો અર્થ નથી. આપણને બીજા જોઈએ એટલાં દેરાસર છે જ. એની જરૂર છે. આપણે એને ના નથી કહેતા. કારણ દેરાસર માટે સંજ્ઞા થઈ ! એટલે આ દેરાસર બાંધવાનો વિચાર કરેલો. આમ હું તો આશ્રમે ય બંધાવવાના વિચારોનો નહીં. હું તો આશ્રમે ય બાંધું નહીં. મેં તો આશ્રમે ય બાંધ્યો નથી. અમે તો ગમે ત્યાં બેસીને સત્સંગ આપીએ. પ્રશ્નકર્તા : જૈન ધર્મ તો આશ્રમ બાંધવાની ના જ પાડે છે ને ? દાદાશ્રી : હા. પણ એને માટે બરોબર છે. એટલે આશ્રમની વિરુદ્ધ અમે. આ મંદિરોને માટે આ બધી સંજ્ઞા થઈ એટલે બંધાયું છે. જગત કલ્યાણ માટેની સંજ્ઞા છે અમારી ! નહીં તો હું તો ઈટ ચોડવાવાળો માણસ જ હોય. આ જે ચોડેલી છે એ જ નકામી ચોડી લોકોએ. પણ આમાંથી આ, એ જે ફસામણ કહો કે ગમે તે કહો, પણ આ ફસામણ ઊભી થઈ ગઈ. બાકી અમે તો ઈટ ચોડીએ એવા માણસ જ નહીં... પછી જોડે જોડે વિચારે ય એવા આવ્યા કે આ સીમંધર સ્વામીનું દેરાસર થઈ જાય તો સારું. લોકોના હિતનું છે. સીમંધર સ્વામીના અહીં લોકો જેટલાં દર્શન કરશે ને એટલું વિશેષ ફળદાયી થઈ પડશે. કારણ કે આ તીર્થંકર હાજર છે. હાજર તીર્થકર કહેવાય. બહુ હેલ્પફુલ ! એટલે આ ઈટ ચોડવાનો વખત અત્યારે અમારે આવ્યો. નહીં તો અમારા જ્ઞાનમાં ઈટ ચોડવાનો વખત જ હતો નહીં ! સીમંધર સ્વામી આજે પ્રત્યક્ષ ! આ દેરાસર જે માણસો હાજર નથી, તેનાં દેરાસર બાંધવાના મતનો હું નથી. હું તો જે માણસ હાજર છે, એનાં દેરાસર બાંધવાના Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી ૧૨૫ વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામીને પ્રાર્થના | મતનો છું. તે સીમંધર સ્વામી આજે પ્રત્યક્ષ છે. માટે દેરાસર બાંધવાનું છે. પ્રત્યક્ષને દેરાસર કહેવાય, નહીં તો પેલું મૂર્તિ કહેવાય. આ મૂર્તિ મૂર્તિ ના કહેવાય, પ્રત્યક્ષ કહેવાય. મોક્ષ સ્વરૂપીતા સાનિધ્યમાં ! અને સીમંધર સ્વામી પાસે બેસી રહોને, એ મૂર્તિ પાસે બેસી રહોને, તો ય હેલ્પ થાય. હું હઉં બેસી રહું છુંને, મારે તો મોક્ષ મળી ગયો છે, તો ય હું બેસી રહ્યો છું. નહિ તો મારે એમનું શું કામ હતું? મોક્ષ મને મળી ગયો છે તો ય હું બેસી રહ્યો છું. કારણ કે હજુ એ ઉપરી છે. એમનાં દર્શન કરે ત્યારે મોક્ષ થાય, નહિ તો મોક્ષ થાય નહિ. એમનાં દર્શન કરીએ, એ કોનાં દર્શન ? મોક્ષ સ્વરૂપનાં. દેહ સાથે જેનું સ્વરૂપ મોક્ષ છે. - જય સચ્ચિદાનંદ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થનાહે અંતર્યામી પરમાત્મા ! આપ દરેક જીવમાત્રમાં બિરાજમાન છો, તેમ જ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન ! હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે જે કેમ દોષો કર્યા છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાથું છું. હે પ્રભુ ! મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો, શક્તિ આપો... હે શુદ્ધાત્મા ભગવાન ! આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ-સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. ** (જે દોષો થયા હોય તે મનમાં જાહેર કરવા) પ્રત્યક્ષ ‘દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા, તીર્થકર ભગવાન “શ્રી સીમંધર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી, રૈલોક્ય પ્રકાશક, પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાનની સાક્ષીએ, આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી આપનું અનન્ય શરણું સ્વીકારું છું. હે પ્રભુ ! આપના ચરણકમળમાં મને સ્થાન આપી અનંતકાળની ભયંકર ભટકામણનો અંત લાવવા કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો ! હે વિશ્વવંદ્ય એવા પ્રગટ પરમાત્મ સ્વરૂપ પ્રભુ, આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. પણ અજ્ઞાનતાના કારણે મને મારું પરમાત્મ સ્વરૂપ સમજાતું નથી, તેથી આપના સ્વરૂપમાં જ હું મારા સ્વરૂપનાં નિરંતર દર્શન કરું, એવી મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો ! હે પરમતારક દેવાધિદેવ, સંસારરુપી નાટકના આરંભકાળથી આજના દિવસની અક્ષણ પયંત, કોઈપણ દેહધારી જીવાત્માના મનવચન-કાયા પ્રત્યે, જાણ્યે-અજાણ્ય જે અનંત દોષો કર્યા છે, તે પ્રત્યેક દોષોને જોઈને, તેનું પ્રતિક્રમણ કરવાની મને શક્તિ આપો. આ સર્વે દોષોની હું આપની પાસે ક્ષમા પ્રાથું છું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો ! અને મારાથી ફરી આવા દોષો ક્યારેય ન થાય તેવો દ્રઢ નિર્ધાર કરું છું. આ માટે મને જાગૃતિ અર્પે; પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો ! પોતાના પ્રત્યેક પાવન પગલે તીર્થ સ્થાપનાર હે તીર્થંકર શ્રી સીમંધર સ્વામી પ્રભુ ! જગતના સર્વે જીવો પ્રત્યે સંપૂર્ણ અવિરાધકભાવ અને સર્વે સમકિતી જીવો પ્રત્યે સંપૂર્ણ આરાધક ભાવ મારા હૃદયમાં સદા સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો ! ભૂત, ભવિષ્ય ને વર્તમાન કાળના સર્વ ક્ષેત્રોના સર્વ જ્ઞાની ભગવંતોને મારા નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો ! હે પ્રભુ, આપ મારા પર એવી કૃપા Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન વરસાવો કે જેથી કરીને મને આ ભરતક્ષેત્રમાં આપના પ્રતિનિધિ સમાન કોઈ જ્ઞાની પુરુષનો, સત્પરુષનો સત્ સમાગમ થાય અને એમનો કૃપાધિકારી બની આપના ચરણ કમળ સુધી પહોંચવાની પાત્રતાને પામું. હે શાસન દેવદેવીઓ ! હે પાંચાગુલિ યક્ષિણીદેવી તથા હે ચાંદ્રાયણ યક્ષ દેવ ! હે શ્રી પદ્માવતી દેવી ! અમને શ્રી સીમંધર સ્વામીના ચરણ કમળમાં સ્થાન પામવાનાં માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે, એવું અભૂતપૂર્વ રક્ષણ આપવાની કૃપા કરો અને કેવળજ્ઞાન સ્વરૂપમાં જ રહેવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો ! મુંબઈ : ડૉ. નીરૂબહેન અમીન ૯૦૪-બી, નવીનઆશા એપાર્ટમેન્ટ, દાદા સાહેબ ફાળકે રોડ, દાદર (સે. રે.), મુંબઈ-૪૦૦૦૧૪ ફોન : (022) 4137616 અમદાવાદ : શ્રી દીપકભાઈ દેસાઈ 1, વરૂણ એપાર્ટમેન્ટ, 37, શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦OO. ફોન : (079) 6421154, 463485 ફેક્સ : 408528 Madras : Dada Bhagwan Foundation Ajit C. Patel, No. 9, Manohar Avenue, Egmore, Madras-600008. Tel : (044) 8261243, 8261369 Fax : 8261225 U.S.A. : Dada Bhagwan Vignan Institue Dr. Bachubhai Patel, 902 SW Mifflin Road, Topeka, Kansas 66606 Tel.: (913) 271-0869 Fax : (913) 271-8641 Dr. Shirish Patel 2659 Raven Circle, Corona, CA 91720 U.S.A. Tel. : (909) 734-4715. Fax : (909) 734-4411 શ્રી સીમંધર સ્વામીની આરતી જય ‘સીમંધર સ્વામી, પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રે વિચરતા, (2) ભરત ઋણાનુબંધ .....જય ‘દાદા ભગવન’ સાક્ષીએ, પહોચાડું નમસ્કાર.....(સ્વામી) પ્રત્યક્ષ ફળ પામું હું, (2) માધ્યમ જ્ઞાન અવતાર.....જય પહેલી આરતી સ્વામીની, ૐ પરમેષ્ટિ પામે....(સ્વામી) ઉદાસીન વૃત્તિ વહે, (2) કારણ મોક્ષ સેવે..............જય બીજી આરતી સ્વામીની, પંચ પરમેષ્ટિ પામે......(સ્વામી) પરમહંસ પદ પામી, (2) જ્ઞાન અજ્ઞાન લણે..........જય ત્રીજી આરતી સ્વામીની, ગણધર પદ પામે........(સ્વામી) નિરાશ્રિત બંધન છૂટે, (2) આશ્રિત જ્ઞાની થયે.......જય ચોથી આરતી સ્વામીની, તીર્થકર ભાવિ.......(સ્વામી) સ્વામી સત્તા ‘દાદા’ કને, (2) ભરત કલ્યાણ કરે......જય પંચમી આરતી સ્વામીની, કેવળ મોક્ષ લહે........(સ્વામી) પરમજયોતિ ભગવંત ‘હું', (2) અયોગ સિદ્ધપદે....જય એક સમય સ્વામી ખોળે જે, માથું ઢાળી નમશે.....(સ્વામી) અનન્ય શરણું સ્વીકારી, (2) મુક્તિ પદને વરે.......જય U.K. : Shri Maganbhai Patel 2, Winifred Terrace, Enfield, Great Cambridge Road, London, Middlesex, ENI 1HH U.K. Tel : 181-245-1751 Mr. Ramesh Patel 636, Kenton Road, Kenton Harrow, London, Middlesex, HA3 9NR U.K. Tel. : 181-204-0746 Fax :181-907-4885 Canada : Shri Suryakant N. Patel 1497, Wilson Ave, Appt.#308, Downsview, Onterio, Toronto. M3M 1K2, CANADA. Tel.: (416) 247-8309