________________
શ્રી સીમંધર સ્વામી
૯૫
આ આરતી વખતે તમને જે ફૂલાં ચઢે છે, એ દેવોને અમે
ચઢાવીએ છીએ અને પછી તમને તે ચઢાવીએ છીએ. જગતમાં કોઈને
ય દેવોના ચઢાવેલાં ફૂલાં ચઢતાં જ નથી, આ તો તમને જ ચઢે છે.
એનાથી મોક્ષ તો રહે ને ઉપરથી તમને સંસારી વિઘ્નો ના આવે.
આરતી વેળાએ અમીઝરણાં....
આપણે ત્યાં આગળ સીમંધર સ્વામીના દેરાસરમાં, મહેસાણા ગયા'તા એ તો, અમે તો ૩૫ જણ છે તે ત્યાં આરતી ઉતારી. મેં પહેલી વખત આરતી ઉતારી. આખી બસ હતી. તે આરતી તો આપણી બોલવા ના દે. આપણી આરતી જુદી છે. તમે જાણો છો ને ?! એ ત્યાં બોલવા દે નહિને ! પણ એ પૂજારીએ કહ્યું કે તમારી આરતી બોલો. અને મેં છે તે જાતે આરતી ઉતારી. આરતી વખતે તો મને તો દેખાય
બધું. પછી હું તો કશી વાત બોલું નહિ. મહીં આપણા મહાત્માઓમાં કેટલાંક જોઈ ગયેલા અને પછી છે તે અમે ઉતારે ગયા ત્યારે પેલો
પૂજારી ત્યાં ઉતારે આવ્યો. કહે છે, ‘આ સીમંધર સ્વામીના આજે ટપકાં પડ પડ કરતાં'તાં, તે બહુ પડ્યાં.'
પ્રશ્નકર્તા : અમી ઝર્યાં.
દાદાશ્રી : હા. તે આજે બન્યું. આજે કેટલા દહાડે, આ અહીં
પધરામણી થયા પછી. એમની પ્રતિષ્ઠા થયા પછી. કોઈ દહાડો આવા સરસ અમી ઝર્યાં નથી. આ નિરંતર અમી જ ઝર્યા કરતાં'તાં ! પછી આજ બન્યું. શું કર્યું તમે ? ત્યારે મેં કહ્યું, મેં કશું કર્યું નથી આજ. પ્રતિષ્ઠા કરી નથી મેં. પ્રતિષ્ઠા કરે તો બને એવું વખતે, પણ પ્રતિષ્ઠા કરી નથી. આ આરતી ઉતારીને, એમાં આ બન્યું. એટલે બધું થાય. આ કંઈ શાસન બગડ્યું નથી. બાકી પ્રતિષ્ઠા અમે કરીએ છીએ કેટલીક જગ્યાએ. કારણ કે આજની પ્રતિષ્ઠા, આજે આચાર્ય-મહારાજો કરે છે ને, તે શાસ્ત્રના આધારે કરે છે, એ કરનાર કોણ હોવો જોઈએ ? શાસ્ત્રની પ્રતિષ્ઠા સાચી છે, પણ કરનાર સમકિતી હોવો જોઈએ અગર તો જ્ઞાની હોવો જોઈએ. એટલે આજે ફળ નથી આપતી.
૯૬
વર્તમાન તીર્થંકર
શાસતદેવો પ્રભાવ પાડે !
પ્રશ્નકર્તા : તીર્થંકરોની પ્રતિમામાંથી અમી ઝરે છે, એ સાચું કે
ખોટું ?
દાદાશ્રી : હવે એ તો બધું સાચું છે, એમાં બે મત ના હોય પણ બધે સાચું નથી હોતું. કેટલીક જગ્યાએ બનાવટી હોય છે ને કેટલીક જગ્યાએ સાચું હોય છે. કારણ કે બધું બગડ્યું હશે, પણ શાસન નથી બગડ્યું. હા, ભગવાનનું શાસન તેવું ને તેવું છે. એટલે અમી ઝરે છે. બધું જ બને છે ને !
પ્રતિષ્ઠા જ્ઞાતી થકી !
અમે જયપુર ગયા'તા, એક બસ લઈને. તે ત્યાં બિરલાવાળાનું મંદિર હતું. રામ-લક્ષ્મણ-સીતાની એ ત્રણ મૂર્તિઓ ગોઠવેલી અને મંદિર નવું બાંધેલું. ત્યારે અમે બધા ત્યાં જઈને બેઠાં, દર્શન કર્યા.
આપણે તો બધા દર્શનને માનીએ ને ! આપણે અહીં તો પક્ષપાત નહીં ને ! જૈન-વૈષ્ણવો બધા આવે અને વ્યવહારથી છે. આપણે કંઈ આ નિશ્ચય છે નહિ, વ્યવહાર છે. એટલે પછી ત્યાં આગળ જઈ બેઠા. પછી મેં પ્રતિષ્ઠા કરી કહ્યું કે આવી સરસ મૂર્તિ છે, પણ પ્રતિષ્ઠા નથી દેખાતી. તે બે વરસ પર બાંધેલું. પછી પ્રતિષ્ઠા કરી. એટલે પછી પેલો પૂજારી દોડતો આવ્યો અને દાદાના પગમાં માથું મૂકીને ખૂબ રડ્યો એ તો ! ખૂબ રડીને પછી આ માળા પહેરાવી ગયો. મને કહે છે કે ‘આજે ભગવાનને હસતાં જોયાં, નહિ તો કોઈ દહાડો હસ્યા જ નથી. તમે શું કર્યું ?” મેં કહ્યું, ‘મેં આ પ્રતિષ્ઠા કરી છે. લોકોનું કલ્યાણ થઈ જાય !'
આ ય પ્રતિષ્ઠાનું જ રૂપક છે. આ તમે ‘ચંદુલાલ’ બન્યા છે એ પ્રતિષ્ઠા જ તમે કરી છે. હવે ફરી પ્રતિષ્ઠા ના કરવી હોય, ના અનુકૂળ આવતું હોય તો પ્રતિષ્ઠા બંધ કરી દો.
પ્રતિષ્ઠા થાય પછી પૂજ્ય ગણાય. એટલે અમે ચેતન મૂકીએ એમાં. મૂર્તિમાં ચેતન મૂકીએ ત્યાર પછી પ્રતિષ્ઠા થઈ કહેવાય. આ દેરાસરમાં જો જો ને, અમે એક-એક મૂર્તિમાં ચેતન મૂકીશું.