________________
શ્રી સીમંધર સ્વામી
૯૩
મેં કહ્યું છે કે મારી મૂર્તિ મૂકવી હોય તો સીમંધર સ્વામીની સામે હું આમ કરીને (પગે લાગતાં) બેસી રહ્યો હોઉં તેવી મૂર્તિ મૂકજો.
પ્રશ્નકર્તા : મૂર્તિ મૂકવી પડે એવું હોય તો જ એવી કરાવવી.
દાદાશ્રી : તો તેનો વાંધો નહિ. એટલે લોકોને થાય કે આ દાદાને પૂજાવાની કામના નથી, પૂજવાની કામના છે. એટલે પૂજાવા માટે નથી. આ પૂજવા માટે છે અને એમને પૂજવાનું છે. એ બતાવે છે, હું તો બહુ બહુ પૂજાયેલો છું. અનંત અવતારથી ધરાઈ ગયો છું. પૂજાઈ, પૂજાઈને ! એ ભીખ નથી રહી મારી કોઈ જાતની. એ તો એક જાતની ભીખ છે માનની, પૂજાવાની કામના. આ બધી કામના છોડીએ, તો એનો ઉકેલ આવે.
જેમ સાધુઓએ મારા ‘ગુરુ, દાદા ગુરુ' કર્યું. તે મેલને મૂઆ. અહીં બાપ, દાદો કર્યા પાછાં ! દાદાગુરુને લાવે પાછો ! પુસ્તકમાં એમનું નામ લખે. આ તો એમની મૂર્તિ બેસાડે. શ્રીમદ્ રાજચંદ્રે ઘણું ના કહ્યું હતું, તો ય એમની મૂર્તિ બેસાડી લોકોએ !
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : કારણ કે લોકોને એમ કે પાછળ પ્રભુશ્રીની મૂકતાં ફાવે. પછી પ્રભુશ્રીની પાછળ બ્રહ્મચારીની આવે.
પ્રશ્નકર્તા : પછી તો બીજાની આવે.
દાદાશ્રી : હા. કૃપાળુદેવ ચોખ્ખા માણસ, પ્રભુશ્રી ય પ્યૉર હતા. પછી ગંદવાડો કરી નાખ્યો.
મૂર્તિ મૂક્વાતો રોગ !
મને તો બહુ દબાણ આવ્યા કરે કે મૂર્તિ ઘાલો. અહીં મૂર્તિ મૂકી હોય ને ભઈ ત્યાં આગળ કારકુનની નોકરી કરતો હોય, બીજા અવતારમાં ! પશુમાં ય ગયેલો હોય ! અમારે તો સંઘ આખો બહુ દબાણ કરે, પણ મેં ના ચાલવા દીધું. મૂર્તિનો રોગ પેસે નહિ.
મારી પાછળ પેલો રિવાજ બંધ થઈ જાય. શ્રીમદ્ રાજચંદ્ર ના
વર્તમાન તીર્થંકર
કહેતા હતા કે મારી મૂર્તિ મૂકશો નહિ. તો ય મૂકાવડાવી એટલે મૂકાવનારની મૂર્તિ પછી એની પાછળથી મૂકાઈ. જો નિરાંતે વ્યાપાર ચાલુ રહ્યોને, એ વેપાર હું બંધ કરી દેવા માગું છું.
૯૪
એટલે હું અહીંથી કાપી નાખું તો પછી વાંધો-ભાંજગડ નહિને, પછી લાલચ ના રહેને ! પછી એ કેમની એની મૂર્તિ મૂકાવડાવે ? આરતી સીમંધર સ્વામીતી !
હાલમાં જે ભગવાન બ્રહ્માંડમાં હાજર છે, તેમની આરતી આ બધા કરે છે તે મારા થ્રુ (માધ્યમ દ્વારા) કરે છે ને હું તે આરતી તેમને પહોંચાડું છું. હું પણ તેમની આરતી કરું છું. દોઢ લાખ વરસથી ભગવાન હાજર છે. તેમને પહોંચાડું છું.
આરતીમાં બધા દેવો હાજર હોય છે. જ્ઞાની પુરુષની આરતી સીમંધર સ્વામીને ઠેઠ પહોંચે. દેવલોકો શું કહે છે ? કે જ્યાં પરમહંસની
સભા હોય ત્યાં અમે હાજર હોઈએ. આપણી આરતી ગમે તે મંદિરમાં ગાઓ તો ભગવાનને હાજર થવું પડે.
ઘેર ઘેર કરવા જેવી આરતી !
જેને ત્યાં ‘દાદા'ની આરતી ઊતરે, તેને ત્યાં તો વાતાવરણ જ બહુ ઊંચું વર્તે ! આરતી તો વિરતિ છે ! જેને ઘેર આરતી થાય, એને ઘેર તો વાતાવરણ આખું જ ફેરફાર થઈ જાય. પોતે તો ‘શુદ્ધ’ થતો જાય ને ઘરનાં બધાં છોકરાને ય, બધાંને ય ઊંચા સંસ્કાર મળે. આ આરતી બરોબર બોલાયને, તે ઘેર દાદા હાજર થાય ! અને દાદા હાજર થાય એટલે બધા જ દેવલોક હાજર થાય અને બધા જ દેવલોકની કૃપા રહે. આરતી તો ઘેર નિયમિત બોલાય અને એને માટે અમુક ટાઈમ નક્કી કરી રાખવો તો બહુ જ સારું. ઘરમાં એક જ ક્લેશ થાય તો વાતાવરણ આખું ય બગડી જાય. પણ આ આરતી એ પ્રતિપક્ષી કહેવાય, તેનાથી તો શું થાય ? કે વાતાવરણ સુધરી જાય અને ચોખ્ખું પવિત્ર થઈ જાય !