________________
શ્રી સીમંધર સ્વામી
વર્તમાન તીર્થંકર
મૂર્તિઓની પ્રતિષ્ઠા હું કરીશ. આ લોકોની પ્રતિષ્ઠા ચાલે નહિ. પ્રતિષ્ઠા તો જેનામાં અહંકાર ન હોય ને, તે જ પ્રતિષ્ઠા કરી શકે અગર તો અહંકાર ઉપશમ થયેલો હોય તે કરી શકે. આ તો બધે અહંકારી લોકો જ મૂર્તિની પ્રતિષ્ઠા કરે છે, તે ન હોવું જોઈએ.
જરૂર સીમંધર સ્વામીના દેરાસરતી !
અને જન્મ ભાદરણમાં થયો તો ભાદરણમાં કશું નહિ કરવાનું ?
દાદાશ્રી : જન્મ તરસાળીમાં થયો. અમારે લેવાદેવા જ ના હોય. પક્ષપાત ના હોય અમારે. ‘વ્યવસ્થિતની શી મરજી છે', તે જોઈ લઈએ. ‘વ્યવસ્થિત શું છે', તે બધું જોઈ લઈએ. બધું આપણું જ છે. આ ભાદરણ એકલું જ કંઈ આપણું નથી !
તો ય જન્મક્ષેત્રે ત્યાં આગળ લોક દર્શન કરવા જાય છે. લોકોને મનમાં એક રૂઢિ પેસી ગયેલી, પાછા ઘરમાં જઈને ફરી આવે ! ઉપર ફરી આવે !
જીવતા ભગવાનની ભજતાથી.... પ્રશ્નકર્તા તો મહાવીરને બદલે સીમંધર સ્વામીનું દેરાસર વધારે કામનું ને ?
દાદાશ્રી : હા, એ જીવતા છે, ને વર્તમાન તીર્થંકર જોઈએ. પછી મહાવીરની મૂર્તિ આવશે. પણ મૂળ નાયક તો આપણા સીમંધર સ્વામી એ જીવતા છે. જે ગયાને એનાથી પુણ્ય બંધાય, જ્ઞાનનો ઉઘાડ ના થાય. ને વર્તમાન હોય તો જ જ્ઞાનનો ઊઘાડ થાય.
“અમારો' એ જ પ્રોપેગડા ! મારો એ જ પ્રોપેગન્ડા છે કે તમે તીર્થકરને જાણો. ‘અરિહંત કોણ છે ?” એને જાણો તો તમારાં દર્દ ઓછાં થશે. અરિહંત જ આ દુનિયાના રોગ મટાડે છે, સિદ્ધો ના મટાડે.
પ્રશ્નકર્તા : અરિહંત ઉપકારી.
દાદાશ્રી : અગર તો મારા જેવા જ્ઞાની પુરુષ એ ઉપકારી. બીજું કોઈ ઉપકારી આ જગતમાં હોય નહિ. એટલે આ અરિહંતને ઓળખવા માટે કરોડ રૂપિયાનું દેરાસર બંધાય છે.
પ્રાણપ્રતિષ્ઠા કોણ કરી શકે ? એટલે આ દેરાસર બંધાય છે ને, તે મતાર્થ બધા છૂટી જશે અને
આ બધા અમારું મંદિર બાંધવાનું કહેતા હતા. મેં કહ્યું, “ના, ના. મારું મંદિર ના બાંધશો. આ બધાં છે જ. હા, એક સીમંધર સ્વામીના મંદિરની જરૂર છે. જેથી કરીને આ જગતનું કલ્યાણ થાય.’ એમને કહ્યું, ‘પધારો સાહેબ, અહીં આગળ. આ કલ્યાણ થાય લોકોનું.’ દેરાસર હોય તો પધારો એમ કહેવાય, મૂર્તિ હોય તો ! નહિ તો ક્યાં પધારે ?! હવામાં ઊડે એ કામ ના આવે. એક જગ્યાએ સ્થિર થયેલું હોય ત્યાં પધારો કહેવાય. બાકી મારી મૂર્તિ મૂકીને શું કરવાનું ?! આ તો હાજર છે. કોની મૂર્તિ ?
પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીની.
દાદાશ્રી : હંઅ...
પૂજવા બેઠેલી મૂર્તિ ! હિન્દુસ્તાનમાં બધા લોકોએ મને કહ્યું કે અમારે તમારી મૂર્તિ મૂકવી છે, મંદિરમાં. મેં કહ્યું, “ના, મૂર્તિ મૂકવાની નહિ. હું મૂર્તિ મૂકાવીશ તો પાછળવાળાને ફાવતું આવી ગયું. એટલે પછી એમના પછી એ ય મૂકાવડાવે. કોઈ ફરી પાછો બીજો મૂકાવતો જાય એ રીતે.
પ્રશ્નકર્તા : મૂળ ધ્યેય ચૂકી જવાય.
દાદાશ્રી : એટલે મારી મૂર્તિ મૂકવાની જરૂર નથી. હું તો મૂર્ત જ છું, જ્યારે જુઓ ત્યારે. આ મૂર્તિ તો બધા આગળના લોકોની મૂકેલી. બે જાતના લોકોની મૂર્તિ મૂકાયેલી. સાચા પુરુષો, મૂળ પુરુષો, જેની આપણા લોકોએ મૂર્તિ મૂકી. અને મારી પછી તો શું થશે ? પછી તો પ્રથા ચાલશે કે મારા પછી જે હોય ને એ દાદાની પછી મૂકે, એટલે