________________
શ્રી સીમંધર સ્વામી
૮૯
વર્તમાન તીર્થંકર
પ્રશ્નકર્તા : હમણાંના બધા લોક છે, વ્યવહારમાં અને ભાવિક પ્રજાને માટે તો એ મૂર્તિ પરોક્ષ છે, તો ભક્તિ લોકો કરશે જ ને ?
દાદાશ્રી : ના, આ મૂર્તિ પરોક્ષ નથી.
પ્રશ્નકર્તા : પણ ભવિષ્યની પ્રજા, એને માટે પરોક્ષ જેવું થઈ જશે ને ?
દાદાશ્રી : એકલું એને માટે જ નહિ. પહેલું આપણે માટે છે આ. આપણે માટે શું છે ? સીમંધર સ્વામી આજે હાજર છે. હજુ તો સવા લાખ વરસ સુધી હાજર છે. એમનું ચિત્રપટ બધું કામ કરે. એટલે આપણા મહાત્માઓને ત્યાં દર્શન જ કર્યા કરવાના. સામે બેસી રહેવાનું, એક કલેક્ટર ત્યાં આગળ ખુરશી ઉપર હોય, ત્યાં સુધી કામ થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા : થાય.
એકાદ દેવ મોકલે અને અમને ત્યાં આગળ લઈ જાય.
દાદાશ્રી : એ પ્રાર્થના ફળવાની. તે માટે મને મોકલેલ છે. પ્રશ્નકર્તા: જય સચ્ચિદાનંદ !
દાદાશ્રી : તેથી સીમંધર સ્વામીનું દેરાસર બાંધવાનું નક્કી કર્યું છે, અહીં સુરત પાસેનું. કારણ કે આ બીજે સીમંધર સ્વામીનાં દેરાસર છે ને તે બધાં લોકોને એક્સેપ્ટ નથી થતાં. વીતરાગો બધાં લોકોને એક્સેપ્ટ થવાં જોઈએ. પક્ષપાતી ના હોવાં જોઈએ. એટલે આ સીમંધર સ્વામીનું દેરાસર જે સુરતમાં બંધાય છે, તેમાં ચાર મૂર્તિઓ આપણા થઈ ગયેલા તીર્થકરોની રહેશે. પહેલા ને બીજા - ઋષભદેવ ને અજિત નાથ અને ત્રેવીસ ને ચોવીસ - પાર્શ્વનાથ ને મહાવીર, અને સીમંધર સ્વામીની મોટી મૂર્તિ અહીં મહેસાણા જેવી, બાર ફૂટની અને જોડે છે કૃષ્ણ વાસુદેવનું મંદિર અને આ બાજુ શિવની મૂર્તિ, એટલે એનું ‘લિંગ’ સહિત, એટલે આ બધા ધર્મોનું અહીં આગળ સંકલન કરવામાં આવે છે અને એ બધું આ મોટામાં મોટું જાત્રાનું સ્થાન થવાનું છે અને તેથી લોકોનું કલ્યાણ થવાનું છે.
આ આમની મૂર્તિ નથી પધરાવતા, સીમંધર સ્વામી જાતે હાજર છે. એમની મૂર્તિ એટલે પોતે જાતે એના પ્રતિનિધિ કહેવાય. જેમ આ દાદા અહીં આગળ છે, એમની મૂર્તિ બધા ભજે છે, તે મૂર્તિ એમની પ્રતિનિધિ કહેવાય. હું ના હોઉં ત્યારે મૂર્તિ કહેવાય. મૂર્તિનાં ક્યાં સુધી દર્શન કરવાનાં છે ? અમૂર્ત પ્રાપ્ત થતાં સુધી. અમૂર્ત પ્રાપ્ત થતાં સુધી મૂર્તિનું અવલંબન છે. ભગવાને કહેલું કે પછી મૂર્તિ છોડી દેવાની ? ના. મૂર્તિ છોડી નહિ દેવાની, નહિ તો લોકો છોડી દેશે. એટલે અમથા આપણે નામના જવું ખરું. વ્યવહાર ધર્મ છે એ, અમે હઉં જઈએ. વર્ષમાં બે-ત્રણ વખત મારે હતું ત્યાં જવાનું. તો પોળના નાકાવાળા બધાને સમજાય કે દાદા જાય છે. વ્યવહાર ધર્મ બધો ય ખુલ્લો રાખવાનો.
હિન્દુસ્તાનનું આ સ્થિતિમાં ન રહેવું જોઈએ. જૈનો આ સ્થિતિમાં ના રહેવા જોઈએ. સીમંધર સ્વામીનું દેરાસર, તે મૂર્તિનું દેરાસર નથી ! એ અમૂર્તનું દેરાસર છે !
દાદાશ્રી : એક કલેક્ટર તમારું કામ ના કરતો હોય, તો તેનાં ઘેર બેઠા તમે પ્રતિક્રમણ કર્યા કરો તો તમારું કામ થઈ જાય. એના ફોટા પાસે તમે કર્યા કરો તો, હવે કલેક્ટરના ફોટાની જરૂર નહિ. આમાં ફોટાની જરૂર અને ભવિષ્યની પ્રજા માટે તો, આખા જગતના કલ્યાણ માટે છે. આ દેરાસરનું સંકુલ તો મતાર્થ જવા માટે, મતભેદ બધા જતા રહેશે. જે લોકોને ફળ આપશે.
મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી ભગવાન બિરાજે છે. તે તેમની મૂર્તિ અહીં મૂકવાની છે, જીવતાની મૂર્તિ હોય ! કેટલું બધું ફળ આપે ?
ક્યાંય પક્ષપાત જ નહિ ! આપણે ત્યાં તો આશ્રમે ય ના હોય ને કશું હોય નહિ, એવું તેવું, શેના હારું જોઈએ ? પણ આ તો એવું કંઈક સંજ્ઞા થઈ ગઈ, સંકેત થયો, તે આપણે કર્યા વગર છૂટકો નહિ. લોકોનું કલ્યાણ થવું જોઈએ ને !
પ્રશ્નકર્તા : જ્ઞાન સુરતમાં થયું એટલે સુરતમાં મંદિર બાંધીએ