________________
શ્રી સીમંધર સ્વામી
વર્તમાન તીર્થંકર
આશ્રમતો દુરુપયોગ ! આ તો લોકોનું કંઈ કલ્યાણ થાય એટલા માટે, બાકી અમે કોઈ દહાડો ય આશ્રમનું સ્થાપન કરીએ નહિ, પણ....
પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનને મઠ, આશ્રમ કશું નહોતું.
દાદાશ્રી : અમે કહેતા હતાં કે વડ નીચે, ઝાડ નીચે બેસીને અમે ઉપદેશ આપીશું અગર કો'કને ઘેર ઊતરીશું, તે એનાં ઘરનું કલ્યાણ થઈ જશે ! પણ પછી એવાં સંજોગ ઊભા થયા કે જગતનું કલ્યાણ કરવું હોય તો લોકોનો મતાર્થ પહેલો કાઢવો પડશે, ને મતાર્થ કાઢવા માટે બધા ધર્મોનું સ્થાપન કરવું પડશે.
અને આત્માર્થ થવા માટે, મેં તો કોઈ આશ્રમ બાંધવાની ના પાડી છે. મેં ઘેર બેસીને, ઝાડ નીચે બેસીને, અમે આ કરીશું પણ આશ્રમ ? આ ધર્મોનો તો આપણાં લોકોએ શું ઉપયોગ કર્યો છે, જાણો છો તમે ? ઘેર ઝઘડા થાય, ભાંજગડ થાયને, તો મહિનો-બે મહિના થાય ને દર્શન કરવાને નામે પેસી જાય ને ત્યાં આગળ પંદર દહાડા પડી રહે મુંઓ, ગાંગડાની પેઠે ? શ્રમ ઉતારવા માટે જાય છે. આશ્રમો શ્રમ ઉતારવાનાં સ્ટેશનો થઈ ગયા છે, જે શ્રમ લાગેલોને તે ઉતારવા !
આમાં હેતુ મતાર્થ જવા માટેતો ! એટલે દેરાસર છેવટે અમારે ફરજિયાત બાંધવું પડ્યું. આ મતાર્થ જવા માટે ! ત્યાં ત્રણ દેરાસર બંધાય છે. આ સીમંધર સ્વામીનું, જે જીવતા છે તેમનાં માટે બંધાય છે. જે ગયા, એનાં નામ લેવાય નહિ. કૃષ્ણ ભગવાન જીવતા છે, એમનું બંધાય છે અને ‘શિવ’ એટલે કલ્યાણ સ્વરૂપ જ્ઞાની, તે પણ જીવતા હોય છે. એટલે ત્રણેય દેરાસરો બંધાય છે એ ય ભેગાં નહિ, પણ જુદાં જુદાં ! પણ બધા લોકો દર્શન કરી જાય. એનાથી આ લોકોનો મતાર્થ બધો જતો રહેશે. એવી આ મૂર્તિઓમાં પ્રતિષ્ઠા કરીશ ! મૂર્તિઓ બોલશે તમારી જોડે !!! મૂર્તિઓ વાતો કરશે ! બોલો, પછી નાસી જાયને પેલાં લોકો ? પછી આ બાવાઓ ને વેપારીઓનું પછી કશું ચાલવાનું નથી. આ તો ત્યાં સુધી નામ ચરી ખાશે આ લોકો. આ બધું જતું રહેશે. આ જે દેવ-દેવીઓનું છે અને
અહીં પણ દેવ-દેવીઓ છે, તે ધર્મનું રક્ષણ કરશે. પણ આ લોકો જ વાંકા ચાલે, ત્યાં એમનું શું ચાલે ? લાકડાં વાંકા હોય ત્યાં કરવતે ય વાંકી આવે ને લાકડાં વાંકા હોય ને કરવત સીધી હોય તો તૂટી જાય. એટલે આ બધું સીધું થઈ રહ્યું છે. એટલે આ ત્રણેય દેરાસર બાંધવા લોકો તૈયાર છે.
હિન્દુસ્તાનમાં મતાર્થ ના રહેવો જોઈએ. કૃષ્ણ ભગવાનને જે ભજે ! એ સીમંધર સ્વામીને ભજે અને આ બાજુ શિવને ભજે. જગ્યા એક, પણ દેરાસર સેપરેટ. એવું આ સંકુલ બંધાઈ રહ્યું છે. અત્યારે જગતના મતાર્થ કાઢવા માટે.
પ્રશ્નકર્તા : આ દેરાસર બીજે છેને ? પછી સુરતમાં નવું બાંધવાની શી જરૂર ?
દાદાશ્રી : એ બધે મતાર્થી છે. આ તો મતાર્થની બહાર કાઢું . આ મતાર્થ કાઢવા માટે છે. લોકો આત્માર્થને બદલે મતાર્થમાં પડ્યા છે. એ મતાર્થ નીકળી જાય એટલે આત્માર્થમાં આવી જાય.
આ ઈચ્છા છે “અમારી'!
જગતમાં મતભેદ ઓછા કરી નાંખવા છે. મતભેદથી દૂર થશેને, ત્યારે આ વાત સાચી સમજતા થશે. આ મતભેદો તો એટલાં કરી નાંખ્યા છે કે આ શિવની અગિયારસ ને આ વૈષ્ણવની અગિયારસ, અગિયારસ જ જુદી જુદી ! ત્યાં મેં મંત્રો ભેગા કરી નાંખ્યા છે અને દેરાસર જુદા જુદા રાખો. કારણ કે એ બિલીફ છે, એક જાતની. શિવમાં કૃષ્ણને ના ઘાલો. પણ આ મંત્રો છે, તે ભેગા રાખો. કારણ કે મન છે તે હંમેશાં શાંત થવું જોઈએ ને ? તે આ લોકોએ આ બધાં મંત્ર વહેંચી નાંખેલા અને આ ભેગું કરીને હું પ્રતિષ્ઠા એવી કરીશ કે લોકોને ધીરે ધીરે મતભેદ બધા વિસારે પડી જાય. આ ઈચ્છા છે અમારી, બીજી કોઈ ઇચ્છા નથી.
જગતમાં મોટામાં મોટું જાત્રાસ્થળ ! પ્રશ્નકર્તા : અમે રોજ પ્રાર્થના કરીએ છીએ, સીમંધર સ્વામીને કે