________________
શ્રી સીમંધર સ્વામી
૮૫
બાંધવાનો શો અર્થ છે ? સીમંધર સ્વામી હાજર છે, તો એ હાજરનાં દર્શન કરે તો કલ્યાણ થાય. એ પ્રત્યક્ષ છે એટલે કલ્યાણ થાય. આજે આ બધાંને ત્યાં સીમંધર સ્વામીના ચિત્રપટ હોય છે. કારણ કે એ હાજર
છે.
પ્રશ્નકર્તા : તો જે તીર્થંકરો વીતી ગયા, એમની કંઈ હેલ્પ નહીં ? દાદાશ્રી : વીતી ગયા તેમનાં તમારે ફક્ત દર્શન કરવાનાં. એટલાં માટે છે કે તમારું પુણ્ય બંધાશે. પણ એમાં મોક્ષ નહીં થાય. અને અરિહંત જે હાલ છે એ તમને મોક્ષ આપી શકે. પેલા અરિહંત થઈ ગયા છે એ તો અત્યારે સિદ્ધ છે, એવાં અનંતા સિદ્ધો છે. એમાં આપણું કામ નહીં નીકળે.
એવું છે ને, ભૂતકાળના તીર્થંકરો કરતાં વર્તમાનના તીર્થંકરો સારા, એટલે લોકોને હિતકારી જો હોય તો વર્તમાન તીર્થંકર ! એવું છે ને આપણે જે પામ્યા. લોકોને જે હિતકારી થાય એવું આપણે મૂકીને જવું. આપણો હેતુ સારો હોવો જોઈએ ને ?! અને આપણે જોડે લઈ જવાનું છે. હજુ એક અવતાર બાકી છે. એટલે આપણે એ ભાવ જોડે લઈ જવાનો, તે આપણે તો આ એક સીમંધર સ્વામીનું બોલેને, તો હિતકારી થઈ પડે, બહુ હિતકારી થઈ પડશે. કારણ કે આ વર્તમાન તીર્થંકરનું છે.
તિષ્પક્ષપાતી ધર્મમંદિરતું તિર્માણ !
પ્રશ્નકર્તા : આજના ‘સંદેશ' પેપરમાં આવ્યું છે કે આપણે સીમંધર સ્વામીનું, કૃષ્ણ ભગવાનનું અને શંકર ભગવાનનું મંદિર બનાવવાના છીએ, તો એ સમજણ ના પડી. એ સમજાવો.
દાદાશ્રી : આ નિષ્પક્ષપાતી ધર્મ છે. આખો અવસર્પિણીકાળ ગયો. અત્યાર સુધી તો મતાર્થમાં ચાલ્યા ! ભગવાન મહાવીરનું શાસન છે, ત્યાં સુધી જ ધર્મ છે. પછી ધર્મનો અંશ રહેવાનો નથી, મંદિરપુસ્તક કશું જ રહેવાનું નથી. માટે અઢાર હજાર વર્ષ જો ચેતી જાય અને મતાર્થમાંથી છૂટી જાય અને ઋષભદેવ ભગવાને જેવું નિષ્પક્ષપાતી
વર્તમાન તીર્થંકર
વલણ કહ્યું હતું, એવું નિષ્પક્ષપાતી વલણ પાછું થાય ! સહુસહુના દેરાં જુદાં રાખે, પણ મંત્રો તો બધાનાં ભેગાં બોલવા જોઈએ, કોઈ કોઈને સામસામી વેરઝેર ના હોવું જોઈએ. મંત્રો ભેગા બોલે એટલે બધું પહોંચી ગયું. આપણા મનમાં જુદાઈ નથી, તો કશું જુદું છે જ નહીં. એટલે આ ત્રણેય મંદિરો ભેગાં થાય એટલે હિન્દુસ્તાનમાંથી મતાર્થ ઊડી જાય તો શાંતિ થાય ! આ શક્કરિયું ભરહાડમાં મૂક્યું હોય તો કેટલી બાજુથી બફાય ? ચોગરદમથી. એવું આ લોક ચોગરદમથી બળી રહ્યું છે. અમદાવાદમાં, મુંબઈમાં, જા તો ખરો ! અહીં તો ઓછું બફાયેલું છે. અહીં મોહરાજાનું બળ જરા ઓછું છે, તેથી ઓછું બળે. ત્યાં તો મોહરાજાનું બળ જો તો ખરો ! માછલાં તરફડે એમ લોક તરફડી રહ્યું છે, કરોડો રૂપિયા હોવા છતાં ! એટલાં માટે આ ઉપાય છે. તને આમાં કશો વાંધો લાગે છે ? તું પણ આમાં તારો મત આપીશ ને ? તારો રાજીપો આપીશ ને ?
F
પ્રશ્નકર્તા : હા. હવે સીમંધર સ્વામી સાથે કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન પણ મૂક્યા છે ! સીમંધર સ્વામી તો વીતરાગ ગણાય ને ?
દાદાશ્રી : હા, વીતરાગ જ ગણાય, અને પેલાં ય છે તે શલાકા પુરુષો છે. સીમંધર સ્વામી તો હયાત છે. એમનો લાભ તો જુઓ ! એમનો લાભ તો આખું જગતે ય લે. બધા ય લાભ લેવાનાં અને કૃષ્ણ ભગવાન તો વાસુદેવ, નારાયણ કહેવાય. નરમાંથી નારાયણ થયેલા હતા એ. એ ત્રેસઠ શલાકા પુરુષોમાં ગણાય અને પાછાં આવતી ચોવીસીમાં તીર્થંકર થવાના છે. એમને જે ના માને, તે તો જૈન જ ના કહેવાય ને ! ત્રણ પ્રકારના તીર્થંકરોના દર્શન કરવાનો અધિકાર છે. ભૂતકાળના તીર્થંકરો, ભૂત તીર્થંકરો કે જે ચોવીસ થઈ ગયા છે, એમના પણ દર્શન કરવા જોઈએ. કારણ કે એમનાં શાસન દેવ-દેવીઓ કામ કરી રહ્યાં છે અને આ અક્રમ માર્ગ તો નિમિત્ત છે. એમાં શાસન દેવદેવીઓ જ કામ કરી રહ્યાં છે. હું તો નિમિત્ત બની ગયો છું. કોઈ વરરાજા જોઈએ કે ના જોઈએ ? આ સીમંધર સ્વામી એ વર્તમાન તીર્થંકર છે. એમને માટે તો હિન્દુસ્તાનમાં કોઈ જીવને રાગ-દ્વેષ નથી અને ત્રીજા, જે આવતી ચોવીસીમાં તીર્થંકર થવાના છે તે.