________________
શ્રી સીમંધર સ્વામી
૧૨૩
૧૨૪
વર્તમાન તીર્થંકર
કે એ મૂર્તિપૂજા છે ને ! અને ભૂત તીર્થકરોની છે ને ! એ તીર્થકરો હતા, એ વાત તો સાચી છે ને ! એટલે કેટલાંક લોકો એમ કહે કે દાદા ય આ પ્રમાણે દેરાસર બંધાવવામાં ચાલ્યા ! પણ અમે હવે આવાં સંજોગોમાં મૂકાયા. અમારી આમાં કશી આવી ઈચ્છા જ ના હોય.
છે કે મોટા સંત પુરુષો જઈ શકે છે.
દાદાશ્રી : આ બધાને મહાવિદેહ ક્ષેત્રમાં વિઝા મળી ગયેલો, અમને બધાને !
મહાત્માઓ : જય સચ્ચિદાનંદ.
દાદાશ્રી : વિઝા મળી ગયેલો, આ બધાંને વિઝા મળી ગયેલા. વીસેક હજાર પાસ નીકળ્યા છે.
....આટલો જ એકમેવ ભાવાર્થ છે અમારો સિક્કો માર્યા પછી તીર્થંકર એકલાને જોવાના રહ્યા ! અને એ જુએ એટલે મુક્તિ !! તીર્થંકર, વીતરાગ, છેલ્લી દિશામાં દર્શન કર્યા એટલે મુક્તિ ! બીજું બધું તો અહીં આગળ જ્ઞાની પુરુષે તૈયાર કર્યું. હવે પેલાં વરખ ચોટાડનારા રહ્યા ! મીઠાઈ કોણ કરે ને વરખ કોણ ચોંટાડે ?!
સીમંધર સ્વામીને જ પૂજો ! આ દેરાસર એટલા માટે છે કે જગત સીમંધર સ્વામીને ઓળખી શકે. ‘સીમંધર સ્વામી કોણ છે ?” એ ઓળખી શકે. ઘેર ઘેર સીમંધર સ્વામીનાં ફોટા પૂજાશે ને આરતીઓ થશે ને ઠેર ઠેર સીમંધર સ્વામીના દેરાસરો બંધાશે ત્યારે દુનિયાનો નકશો કંઈ ઓર જ હશે !!
હજુ ઘણું કામ થવાનું છે, મારા હાથે તો ઘણું કામ થવાનું છે !
આવું કંઈક થશે તો આ લોકોનું કલ્યાણ થશે, નિમિત્ત જોઈશે. એટલે આ સીમંધર સ્વામીનો સંકેત અવશ્ય ફળવાળો છે. એટલે આપણા લોકોએ જ્ઞાન નહીં લીધું હોય ને, ત્યાં સીમંધર સ્વામીના દર્શન કરે તો ય ફળ છે એમાં, એટલે આ બધું બાંધવાનું થાય છે, નહીં તો આપણે આ તો હોતું હશે ? આપણને શોભે ય નહીં આ બધું. અને આ તો જીવતા તીર્થંકર છે, એટલે વાત કરીએ છીએ. બીજા ભૂતકાળના તીર્થંકરની વાત જ કરવાનો અર્થ નથી. આપણને બીજા જોઈએ એટલાં દેરાસર છે જ. એની જરૂર છે. આપણે એને ના નથી કહેતા. કારણ
દેરાસર માટે સંજ્ઞા થઈ ! એટલે આ દેરાસર બાંધવાનો વિચાર કરેલો. આમ હું તો આશ્રમે ય બંધાવવાના વિચારોનો નહીં. હું તો આશ્રમે ય બાંધું નહીં. મેં તો આશ્રમે ય બાંધ્યો નથી. અમે તો ગમે ત્યાં બેસીને સત્સંગ આપીએ.
પ્રશ્નકર્તા : જૈન ધર્મ તો આશ્રમ બાંધવાની ના જ પાડે છે ને ?
દાદાશ્રી : હા. પણ એને માટે બરોબર છે. એટલે આશ્રમની વિરુદ્ધ અમે. આ મંદિરોને માટે આ બધી સંજ્ઞા થઈ એટલે બંધાયું છે. જગત કલ્યાણ માટેની સંજ્ઞા છે અમારી !
નહીં તો હું તો ઈટ ચોડવાવાળો માણસ જ હોય. આ જે ચોડેલી છે એ જ નકામી ચોડી લોકોએ. પણ આમાંથી આ, એ જે ફસામણ કહો કે ગમે તે કહો, પણ આ ફસામણ ઊભી થઈ ગઈ. બાકી અમે તો ઈટ ચોડીએ એવા માણસ જ નહીં...
પછી જોડે જોડે વિચારે ય એવા આવ્યા કે આ સીમંધર સ્વામીનું દેરાસર થઈ જાય તો સારું. લોકોના હિતનું છે. સીમંધર સ્વામીના અહીં લોકો જેટલાં દર્શન કરશે ને એટલું વિશેષ ફળદાયી થઈ પડશે. કારણ કે આ તીર્થંકર હાજર છે. હાજર તીર્થકર કહેવાય. બહુ હેલ્પફુલ !
એટલે આ ઈટ ચોડવાનો વખત અત્યારે અમારે આવ્યો. નહીં તો અમારા જ્ઞાનમાં ઈટ ચોડવાનો વખત જ હતો નહીં !
સીમંધર સ્વામી આજે પ્રત્યક્ષ !
આ દેરાસર જે માણસો હાજર નથી, તેનાં દેરાસર બાંધવાના મતનો હું નથી. હું તો જે માણસ હાજર છે, એનાં દેરાસર બાંધવાના