________________
શ્રી સીમંધર સ્વામી
૧૨૫
વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામીને પ્રાર્થના |
મતનો છું. તે સીમંધર સ્વામી આજે પ્રત્યક્ષ છે. માટે દેરાસર બાંધવાનું છે. પ્રત્યક્ષને દેરાસર કહેવાય, નહીં તો પેલું મૂર્તિ કહેવાય. આ મૂર્તિ મૂર્તિ ના કહેવાય, પ્રત્યક્ષ કહેવાય.
મોક્ષ સ્વરૂપીતા સાનિધ્યમાં ! અને સીમંધર સ્વામી પાસે બેસી રહોને, એ મૂર્તિ પાસે બેસી રહોને, તો ય હેલ્પ થાય. હું હઉં બેસી રહું છુંને, મારે તો મોક્ષ મળી ગયો છે, તો ય હું બેસી રહ્યો છું. નહિ તો મારે એમનું શું કામ હતું? મોક્ષ મને મળી ગયો છે તો ય હું બેસી રહ્યો છું. કારણ કે હજુ એ ઉપરી છે. એમનાં દર્શન કરે ત્યારે મોક્ષ થાય, નહિ તો મોક્ષ થાય નહિ. એમનાં દર્શન કરીએ, એ કોનાં દર્શન ? મોક્ષ સ્વરૂપનાં. દેહ સાથે જેનું સ્વરૂપ મોક્ષ છે.
- જય સચ્ચિદાનંદ
શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થનાહે અંતર્યામી પરમાત્મા ! આપ દરેક જીવમાત્રમાં બિરાજમાન છો, તેમ જ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે.
હે શુદ્ધાત્મા ભગવાન ! હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
અજ્ઞાનતાએ કરીને મેં જે જે કેમ દોષો કર્યા છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાથું છું. હે પ્રભુ ! મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો, શક્તિ આપો...
હે શુદ્ધાત્મા ભગવાન ! આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ-સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ.
** (જે દોષો થયા હોય તે મનમાં જાહેર કરવા)
પ્રત્યક્ષ ‘દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા, તીર્થકર ભગવાન “શ્રી સીમંધર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
હે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી, રૈલોક્ય પ્રકાશક, પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાનની સાક્ષીએ, આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી આપનું અનન્ય શરણું સ્વીકારું છું. હે પ્રભુ ! આપના ચરણકમળમાં મને સ્થાન આપી અનંતકાળની ભયંકર ભટકામણનો અંત લાવવા કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો !
હે વિશ્વવંદ્ય એવા પ્રગટ પરમાત્મ સ્વરૂપ પ્રભુ, આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. પણ અજ્ઞાનતાના કારણે મને મારું પરમાત્મ સ્વરૂપ સમજાતું નથી, તેથી આપના સ્વરૂપમાં જ હું મારા સ્વરૂપનાં નિરંતર દર્શન કરું, એવી મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો !
હે પરમતારક દેવાધિદેવ, સંસારરુપી નાટકના આરંભકાળથી આજના દિવસની અક્ષણ પયંત, કોઈપણ દેહધારી જીવાત્માના મનવચન-કાયા પ્રત્યે, જાણ્યે-અજાણ્ય જે અનંત દોષો કર્યા છે, તે પ્રત્યેક દોષોને જોઈને, તેનું પ્રતિક્રમણ કરવાની મને શક્તિ આપો. આ સર્વે દોષોની હું આપની પાસે ક્ષમા પ્રાથું છું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો ! અને મારાથી ફરી આવા દોષો ક્યારેય ન થાય તેવો દ્રઢ નિર્ધાર કરું છું. આ માટે મને જાગૃતિ અર્પે; પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો !
પોતાના પ્રત્યેક પાવન પગલે તીર્થ સ્થાપનાર હે તીર્થંકર શ્રી સીમંધર સ્વામી પ્રભુ ! જગતના સર્વે જીવો પ્રત્યે સંપૂર્ણ અવિરાધકભાવ અને સર્વે સમકિતી જીવો પ્રત્યે સંપૂર્ણ આરાધક ભાવ મારા હૃદયમાં સદા સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો ! ભૂત, ભવિષ્ય ને વર્તમાન કાળના સર્વ ક્ષેત્રોના સર્વ જ્ઞાની ભગવંતોને મારા નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો ! હે પ્રભુ, આપ મારા પર એવી કૃપા