________________
શ્રી સીમંધર સ્વામી
તીર્થંકર સાહેબ છે. ઋષભદેવ ભગવાન થયા, મહાવીર ભગવાન થયા.... એવાં એ સીમંધર સ્વામી તીર્થંકર છે.
૫
બાકી ભગવાન તો બધું બતાવી ગયા છે. પણ આ લોકોની સમજણ વાંકી, તે શું થાય ? તેથી ફળ નથી મળતું ને ?
આ લોકોએ તો આખું અરિહંત પદ જ ઉડાડી મૂક્યું છે. અને તીર્થંકરો કહેતા ગયા કે ‘હવે ચોવીસી બંધ થાય છે, હવે તીર્થંકર થવાનાં નથી એટલે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર છે તેને ભજજો ! ત્યાં આગળ વર્તમાન તીર્થંકરો છે. તો ત્યાં આગળ હવે ભજના કરજો !’ પણ એ તો હવે લોકોના લક્ષમાં જ નથી. અને આ ચોવીસને જ તીર્થંકર કહે છે તેમાં બધાય લોકો પાછાં !!
પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનું દિગંબર સંપ્રદાયે જરા આગળ મૂક્યું. એની મૂર્તિ પહેલાં તો હતી જ નહીં. એમની આરાધના કોઈ કરતાં જ ન્હોતાં. એ દિગંબરમાંથી શરૂ થયેલું ?
દાદાશ્રી : ના. એ મહાવીર ભગવાને બધું ખુલ્લું કર્યું હતું ! મહાવીર ભગવાન જાણતા હતા કે હવે અરિહંત નથી. કોને ભજશે આ લોકો ? એટલે એમણે ખુલ્લું કર્યું કે વીસ તીર્થંકરો છે અને સીમંધર સ્વામી પણ છે. ખુલ્લું કર્યું એટલે પછી એ ચાલુ થયું. માર્ગદર્શન મહાવીર ભગવાનનું પછી કુંદકુદાચાર્યને તાલ મળેલો હતો.
નિર્વાણ બાદ....
અરિહંત એટલે અહીં અસ્તિત્વ હોવું જોઈએ. જે નિર્વાણ થયા હોય, તેને તો સિદ્ધ કહેવાય. નિર્વાણ થાય ને, તે પછી એમને અરિહંત કહેવાય નહિ.
પ્રશ્નકર્તા : એટલા માટે સીમંધર સ્વામીને અરિહંત કહી શકાય એમ ?
દાદાશ્રી : હા, સીમંધર સ્વામીને અરિહંત કહી શકાય.
નમસ્કાર મંત્ર ફળ જ નથી આપતો ને ! કશુંય ફળ નથી
વર્તમાન તીર્થંકર
આપતો. મોઢાં કેવાં ચીમળાઈ ગયેલાં છે ! નહિ તો નમસ્કાર મંત્ર બોલનારનું મોઢું કેવું સરસ હોય ! આ તો ફળ જ નથી આપતું. સાચી વાત જ નથી ને ! ‘નમો અરિહંતાણં’ જ સાચું નથી ત્યાં આગળ ! એટલે આટલું બદલાઈ જશે ને તો બહુ થઈ ગયું. પછી બધા લોકોને ખબર પડશે ને ! જેનું નિર્વાણ થયેલું તેને ફરી અરિહંત કહેવાય નહિ. અરિહંત તો ચરમ શરીર હોવાં જોઈએ અને નિર્વાણ ના થાય ત્યાં સુધી એ અરિહંત !
૬
ભૂલવાળું ક્યાં લગી ચલાવવું ?
પ્રશ્નકર્તા : એટલે સીમંધર સ્વામી છે, તેમને સિદ્ધ ભગવાન કહેવાય નહિ ને ?
દાદાશ્રી : ના કહેવાય. એ હાજર છે. માટે એ સિદ્ધ ભગવાન નહીં અને સિદ્ધ ભગવાન જોડે આપણે શું લાગે-વળગે ? એ જવાબે ય ના આપે. આ તો તીર્થંકર ભગવાન પાસેથી જવાબ મળે, બધું મળે !
જરા વિચારવું તો જોઈએ ને ? એટલે મહાવીર ભગવાન ગયા ત્યારથી, છેલ્લાં પચ્ચીસસો વર્ષથી આ ભૂલ ચાલે છે. ક્યાં સુધી આવું ને આવું ચાલશે ?
પ્રશ્નકર્તા : આ દેશની આવી દશા ક્યાં સુધી રહેવાની ? દાદાશ્રી : થોડાં જ વર્ષ ! આ દેશ સારો થાય તેવી ભાવના છે ને તમારી ?
પ્રશ્નકર્તા : ચોક્કસ છે.
દાદાશ્રી : તો થોડાંક જ વર્ષ બાકી રહેવાનાં છે ! મારી યે એ જ ભાવના છે. અને બધાંની પણ એ જ ભાવના છે. હવે બધાં લોકોનું મન ફર્યું છે કે આવું ન રહેવું જોઈએ.
અમારી પાછળ જોઈશેતે ?
તેથી આ સુરત પાસે સીમંધર સ્વામીનું જબરજસ્ત દેરાસર