________________
શ્રી સીમંધર સ્વામી
વર્તમાન તીર્થંકર
બંધાય છે. કારણ કે આ બધાંને ખાતરી થઈ જાય કે ભઈ, આ તીર્થંકરને આપણે સ્વીકારીશું તો જ આપણું કામ ચાલશે.
હું તો કેટલાંક જણને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું. પછી પાછળ જોઈએ કે ના જોઈએ ? પાછળ લોકોને માર્ગ તો જોઈશે ને ?
અલ્લાની કૂણી જેવી દશા ! પ્રશ્નકર્તા : જૈનોમાં ‘નમો અરિહંતાણં’ માટે અલ્લાની કૂણી જેવું ચાલ્યા કરે છે. પહેલાથી એવું ચાલતું આવ્યું છે. તેથી બધા એ જ પ્રમાણે કર્યા કરે છે. કોઈએ વિચાર કર્યો નથી કે આ અરિહંત એટલે પ્રત્યક્ષ દેહે વિચરતા હોવાં જોઈએ.
દાદાશ્રી : હા, જુઓને, હવે કેવડી મોટી ભૂલ ચાલુ છે ?! તમને કેમ લાગે છે ? હવે કંઈ સુધરવું જોઈએ કે ના સુધરવું જોઈએ ? આ જાણ્યા પછી લોકોએ ભૂલ સુધારવી જોઈએ ને ?
પ્રશ્નકર્તા અને પાછું એમ તો માને છે જ કે મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાન તીર્થકર છે.
દાદાશ્રી : હા, માને છે પણ એમને ભજતા નથી, એમને અરિહંત કરીને ભજતા નથી. ‘નમો અરિહંતાણં” આમને જ, ચોવીસ તીર્થકરોને
દાદાશ્રી : હા, તે વર્તમાન વીસને અરિહંત માનો તો તમારો નવકાર મંત્ર ફળશે, નહીં તો નહીં ફળે. એટલે આ સીમંધર સ્વામીની ભજના જરૂરી છે, તો મંત્ર ફળે. તે કેટલાંક લોકો આ વીસ તીર્થંકરનું જાણતા નહીં હોવાથી અગર તો “એમને ને આપણે શી લેવાદેવા ?” એમ કરીને આ ચોવીસ તીર્થકરોને જ “આ અરિહંત છે” એમ માને છે. આજે વર્તમાન જોઈએ. તો જ આ ફળ મળે ! આવી તો કેટલી બધી ભૂલો થવાથી આ નુકસાન થઈ રહ્યું છે.
ખ્યાલમાં તો સીમંધર સ્વામી જ ! લોકો મને કહે છે કે તમે સીમંધર સ્વામીનું કેમ બોલાવો છો ? ચોવીસ તીર્થકરોનું કેમ નથી બોલાવતા ? મેં કહ્યું, ‘ચોવીસ તીર્થંકરોનું તો બોલીએ જ છીએ. પણ અમે રીતસરનું બોલીએ છીએ. આ સીમંધર સ્વામીનું વધારે બોલીએ છીએ. એ વર્તમાન તીર્થકર કહેવાય અને આ નમો અરિહંતાણં’ એમને જ પહોંચે છે.
નવકાર મંત્ર બોલતી વખતે સાથે સીમંધર સ્વામી ખ્યાલમાં આવવાં જોઈએ, તો તમારો નવકાર મંત્ર ચોખ્ખો થયો કહેવાય.
ત્રિમંત્ર મંદિરનો આશય ! સીમંધર સ્વામીનું એક મંદિર બંધાયું છે, મહેસાણામાં. જૈનોએ મંદિર એક બાંધ્યું છે. જેનો બધા ય સીમંધર સ્વામીને એક્સેપ્ટ (સ્વીકાર) કરે, કારણ કે એ હાલ તીર્થંકર છે અને ચોવીસ તીર્થંકરો ગયા કહેવાય, એ ભૂત તીર્થંકર કહેવાય. એટલે વર્તમાન તીર્થંકરની જરૂર છે. એટલે આ વર્તમાન તીર્થંકરનું સુરતમાં દેરાસર બંધાય છે.
પ્રશ્નકર્તા : જૈનના તીર્થધામ તો પર્વત ઉપર જ હોય છે ?
દાદાશ્રી : એ તો બરાબર છે, એ તીર્થધામ ઘણાં ખરાં તો પર્વત ઉપર જ રાખ્યા છે. પણ આ મહેસાણામાં એક બંધાયું છે. એ ય પણ તીર્થધામ જેવું જ છે. કારણ કે સીમંધર સ્વામીના દર્શન કરવા તો સહુ કોઈ જાય ને ?
નવકાર મંત્ર ક્યારે ફળે ? એટલા માટે કહેવું પડ્યું કે, “અરિહંતને નમસ્કાર કરો.' ત્યારે કહે છે કે, અરિહંત ક્યાં છે અત્યારે ?” ત્યારે મેં કહ્યું, “આ સીમંધર સ્વામીને નમસ્કાર કરો. સીમંધર સ્વામી એ બ્રહ્માંડમાં છે. એ આજે અરિહંત છે, માટે એમને નમસ્કાર કરો ! હજુ એ છે. અરિહંત તરીકે હોવાં જોઈએ, તો આપણને ફળ મળે.” એટલે આખા બ્રહ્માંડમાં જે લોકો અરિહંત જ્યાં પણ હોય એમને નમસ્કાર કરું છું. એવું સમજીને બોલે તો એનું ફળ બહુ સુંદર મળે છે.
પ્રશ્નકર્તા : પણ વર્તમાનમાં વિહરમાન વીસ તીર્થંકરો ખરાં ને ?