________________
શ્રી સીમંધર સ્વામી
૧૦
વર્તમાન તીર્થંકર
એટલે એવું અહીં આગળ બીજું તીર્થ, સીમંધર સ્વામીનું દેરાસર બંધાય છે. એ શું હેતુ માટે બંધાય છે ? એ હેતુ આપને કહી દઉં.
આ જગતના લોકોને આત્માર્થ કરવાનો હતો અને લોકો શેમાં પડ્યા ? મતમાં. પલાં કહે, અમારો મત સાચો ને પેલાં કહે, અમારો મત સાચો. મતાર્થમાં જ આત્માર્થ ક્યાંય જતો રહ્યો ! એટલે આ મતાર્થ જવા માટેનું ત્યાં સુરતમાં એક દેરાસર આ સીમંધર સ્વામીનું બંધાય છે. જોડે શ્રીકૃષ્ણ વાસુદેવનું મંદિર આવશે. જુદું, સેપરેટ ! ત્યાંથી સેપરેટ બિલકુલ અને આ બાજુ સેપરેટ એક શિવનું મંદિર આવશે. અને તે આ મતભેદ મટાડવાનું સાધન છે. આપણા મતભેદ તૂટી જશે, આ દર્શન કરવાથી.
પ્રશ્નકર્તા : મતભેદ વધે નહીં ? દાદાશ્રી : મતભેદ વધે નહીં એવો રસ્તો કર્યો છે અમે.
એવું છે ને, આ જુદું છે જ નહીં. આ કોણે મતભેદ પાડ્યા છે એ જાણો છો ? આ દુકાનદાર લોકોએ, વ્યાપારીઓએ મતભેદ પાડ્યા છે આ. એ બધા દુકાનદારો ઊડી જશે.
તેથી આ દેરાસર બંધાય છે, તમારા સૂરત ગામની પાસે જ બંધાય છે, હાઈવે પર. તે તમે વાત સાંભળેલી ? તમારી કોલેજ છે ને ગામની ? તેની સામે જ ! એટલે મને ‘ત્યાંથી સંજ્ઞા થયેલી કે આ દેરાસર બંધાય. તે દેરાસર પાછું કેવું ? વચ્ચે સીમંધર સ્વામીનું જબરજસ્ત દેરાસર ! અને સીમંધર સ્વામીની બાર ફૂટ ને એક ઈચની ઊંચી મૂર્તિ ! બાર ફૂટ ને એક ઇંચ ઊંચી !! નવ ફૂટ તો આમ પલાંઠી વાળેલ. તે પલાંઠી નવા ફૂટની થાય !!! એ મૂર્તિ આરસની બનાવવાની !!!
કૃષ્ણ વાસુદેવ નારાયણ છે. તીર્થકરોએ એક્સેપ્ટ (સ્વીકાર) કરેલા. અને શિવ છે એ જ્ઞાની તરીકે એક્સેપ્ટ કરેલા છે. જે કોઈ પણ જ્ઞાની થાય, એ શિવ કહેવાય. એટલે આ બધાને એક્સેપ્ટ કરેલાં છે. એ બધાનાં મતભેદ ચાલ્યા જશે.
આ ત્રણ મંદિરોમાં મૂર્તિ જોશો ત્યારે તમને ભવ્યતા લાગશે. હવે
જે હાજર હોય તે મૂર્તિનાં દર્શન કરીએ તો ઘણો લાભ થાય. બાકી જે ગયા, એ હેલ્પ ના કરે. જે કલેક્ટર આજે ખુરશી પર હોય તેની સહી ચાલે કે પેલા ગયા તેની ? રીટાયર થયા તેની ચાલે ? રીટાયર થયા તેને કોણ પૂછે ? એટલે સીમંધર સ્વામી હાજર છે. ચોવીસ તીર્થંકરો તો ગયા. એ એની હવે સહી કરે નહીં. થોડી સમજણ પડી, સીમંધર સ્વામીની ?!
સીમંધર સ્વામીને નમસ્કાર, નિશ્ચયથી ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનાં દર્શન કરીએ તે નિશ્ચયથી કે વ્યવહારથી ?
દાદાશ્રી : એ તો નિશ્ચયથી. સીમંધર સ્વામીને તો આપણે નિશ્ચયથી નમસ્કાર કરીએ છીએ. મહાવીર ભગવાનને વ્યવહારથી. ચોવીસ તીર્થકરોને વ્યવહારથી. પણ ત્યાર પછી કોઈ કહે કે વ્યવહારથી તમે છે તે આ મુસ્લિમોના દેવોને નમસ્કાર કરો છો, તે જુદું હોયને આપણે ? આપણા ઘરના માણસોને પગે લાગીએ ને બહારનાને પગે લાગીએ, તે ફેર ના પડે ?
પ્રશ્નકર્તા : પડે.
દાદાશ્રી : એક સારી સ્ત્રી ય પોતાના ધણીને આમ આમ કરે ( જે જે કરે) અને બીજા લોકોને આમ આમ કરે. માટે તેમાં ફેર નહીં ? અને પેલો પૈણવાનો વિચાર કરતો હોય તો, “મેર મૂઆ, મારી નાખશે !” એ તો જે જે કરે, સ્વાભાવિક રીતે.
એ છે
ક્યાં અત્યારે ?
પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી આવતી ચોવીસીમાં ગણાય ? તે અત્યારે ક્યાં છે ?
દાદાશ્રી : અત્યારે તો મહાવિદેહ ક્ષેત્રમાં છે. અહીં આવતી ચોવીસીમાં નથી.
પ્રશ્નકર્તા : નથી ?