________________
વર્તમાન તીર્થંકર
શ્રી સીમંધર સ્વામી
મહીં ભૂલ હશે ખરી, નવકાર મંત્રમાં ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : નવકાર મંત્રમાં ભૂલ ના હોય.
દાદાશ્રી : મંત્રમાં ભૂલ ના હોય, પણ મંત્ર બોલનારમાં ભૂલ તો હોય ને ? આ તો મંત્ર સમજવામાં ભૂલ થઈ છે !
અરિહંત એટલે કોણ ? આ ‘નમો અરિહંતાણં’ બોલો છો, એ કોના નામ પર બોલો છો ? અરિહંત એટલે શું ?
પ્રશ્નકર્તા : અરિહંત એટલે તીર્થંકર. દાદાશ્રી : હા, તે કોણ પણ ? શું નામ ? પ્રશ્નકર્તા : ચોવીસે ય તીર્થંકરો આવી ગયા એમાં.
દાદાશ્રી : પણ હવે એ ચોવીસ તીર્થંકરો હતાં ને, તે અત્યારે સિદ્ધ થઈ ગયા. તે તમે એમને ‘નમો અરિહંતાણં' કહો, તે ગુનો છે. એટલે એ તો એમને ખરાબ લાગે. એ તો બહુ નુકસાન થાય, આપણને દોષ બેસે ! ખરેખર તો એમને ખરાબ ના લાગે પણ એનો પડઘો આપણને પડે, આપણને દોષ બેસે. કારણ કે એ પોતે સિદ્ધ થઈ ગયા. તો ય એમને આપણે અરિહંત કહ્યા !! કોઈ કલેક્ટર હોય અને તે ગવર્નર થયા પછી આપણે એમને કહીએ, ‘હેય... કલેક્ટર ! અહીં આવો.' તો કેટલું બધું ખરાબ લાગે, નહીં ?
પ્રશ્નકર્તા : લાગે જ.
દાદાશ્રી : એવી રીતે આમને અરિહંત માનીએ, તે બહુ જ નુકસાન થાય છે, એટલે જેનું જે પદ છે, તેનું તે પદ શોભે !
ભૂત તીર્થકરો, વર્તમાનમાં સિદ્ધ ! પ્રત્યક્ષ ઉપકારીને ‘નમો અરિહંતાણં’ કહ્યું, તે તો છે નહિ ને લોકો ગાયા કરે છે. કોને ગાયા કરે છે ? આ ટપાલ કોને પહોંચશે તે ? આ એક જણની ભૂલ છે ? બધાં જ આવી ભૂલ કરે ?! ‘ઈઝ ધીસ એ
વે ?” મારી વાત સમજાઈ તમને ? થોડી પહોંચી ?
પ્રશ્નકર્તા : હા, હા, સમજાઈ.
દાદાશ્રી : મહાવીર હતા ત્યાં સુધી તીર્થકરોને અરિહંત કહેવાનો અધિકાર હતો. એ ચોવીસી ચાલુ હતી ત્યાં સુધી એના પર્યાયો પણ ચાલુ હતા. હવે ભગવાન મહાવીરે ચોવીસી બંધ કરી અને બધાં જ ‘એન્ડ પોઈન્ટ’ બંધ કરીને પછી ચલે ગયા ! હવે બીજા હમણે થોડાં વખત પછી થવાનાં હોય તો બોલાય, ‘નમો અરિહંતાણં.’ તો ચોવીસી ચાલું કહેવાય.... અત્યારે ચોવીસી જ બંધ છે એટલે પ્રગટ થવાનાં નથી. હવે તો અરિહંત કોને કહેવાય ? આ તો જેને આપણા લોકો અરિહંત કહે છે, એ તો સિદ્ધમાં છે. એ સિદ્ધનું પદ તો પાછું નીચે આવે જ છે, ‘નમો સિદ્ધાણં'માં. તો અરિહંત કોને કહેવા ?
અરિહંતની સાચી સમજ ! પ્રશ્નકર્તા એ જરા વિશેષ ફોડ પાડો ને !
દાદાશ્રી : અત્યારે એ અવળી માન્યતા ચાલ્યા કરે છે કે ચોવીસ તીર્થકરો જે થઈ ગયા, એને અરિહંત કહેવામાં આવે છે. પણ જો વિચારવામાં આવે તો એ લોકો તો સિદ્ધ થઈ ગયા છે. તે ‘નમો સિદ્ધાણં' બોલીએ તેમાં એ આવી જ જાય છે. તો અરિહંતનો ભાગ જ રહે છે બાકી. એટલે આખો નમસ્કાર મંત્ર એ પૂર્ણ થતો નથી. અને અપૂર્ણ રહેવાથી એનું ફળ મળતું નથી, માટે અત્યારે વર્તમાન તીર્થંકર હોવાં જોઈએ. વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામી છે, એમનાં નામથી એમને અરિહંત માની અને કામ લેવું પડશે !
તીર્થકર શ્રી “સીમંધર' સ્વામી !
પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી એ કોણ છે ? તે સમજાવવા કૃપા કરશો !
દાદાશ્રી : સીમંધર સ્વામી અત્યારે તીર્થકર સાહેબ છે. તેઓ બીજા ક્ષેત્રમાં છે ! અને સીમંધર સ્વામી, જે આજે મહાવિદેહ ક્ષેત્રમાં